The turn of destiny - 16 books and stories free download online pdf in Gujarati

નસીબ નો વળાંક - 16


આગળના પ્રકરણમાં આપણે જોયું કે યશવીર અને અનુરાધા આંખોથી પોતાની લાગણીઓનો અદભુત મેળાપ માણી રહ્યા હતાં એવામાં અનુરાધા ની પાંપણ નો ઝબકારો થતાં એ ઝબકી ગઈ અને આજુબાજુ ના હકીકત વાતાવણ વાળા માહોલ માં ફરી આવી ગઈ. એણે જોયું તો એ ઉપરાઉપરી કપડાં સૂકવી રહી હતી... આમ પોતાને આમ બાવરી થઈ ગયેલી જાણી અનુરાધા નીચું જોઈ મનોમન હસવા લાગી..અને ફરીથી કપડાં સુકાવવા લાગી... યશવિરની નજર તો હજુ અનુરાધા ઉપર જ હતી.ત્યારબાદ ગોપાલે યશવિરને બૂમ પાડીને એની પાસે બોલાવ્યો. જેવો યશવીર અનુરાધા ઉપરથી નજર હટાવી ગોપાલ પાસે પહોંચ્યો કે એણે અનુરાધા ની એક ચીસ સાંભળી.."હાય રામ..!!"યશવિરે જેવું પાછળ ફરીને જોયું કે એના હોશ ઉડી ગયા.. એની આંખો ખુલી ની ખુલી જ રહી ગઈ.

હવે આગળ,

"પરિચય "

અનુરાધાની દર્દનીય ચીસ સાંભળી યશવીરે પાછળ ફરીને જોયું તો અનુરાધા જમીન ઉપર પડી હતી અને એનો હાથ એના માથા ઉપર હતો... જાણે અનુરાધાને માથા ઉપર કંઈક વાગ્યું હોય એવું જણાય રહ્યું હતું.... ત્યારબાદ યશવીર અશ્વવેગે અનુરાધા તરફ દોડ્યો અને ત્યાં પહોંચીને જોયું તો અનુરાધાના માથામાંથી લોહી નીકળી રહ્યું હતું...પહેલા તો યશવીર અનુરાધાની આવી હાલત જોઈ સાવ હેબતાઈ ગયેલો... પણ પછી એણે અનુરાધાને હળવેકથી ઉભી કરી અને એનો હાથ પકડી કહેવા લાગ્યો.... "કેમ છે તમને હવે?? વધુ કંઈ વાગ્યું તો નહીંને??શું તમને ચક્કર આવેલા?? આમ કેમ જમીન ઉપર પડી જવાયું??"યશવીરના આવા ચિંતાતુંર સવાલો સાંભળી થોડીવાર તો અનુરાધા એની સામું જોયા રાખી... પણ ગોપાલે એને મીઠી ટકોર કરતા તરત કહ્યું,"અરે ભાઈ!!એ બધું જ કહેશે.. પહેલા એને શ્વાસ તો લેવા દે.... જરા પાણી પીવા દે.... પછી જે પૂછવું હોય એ પૂછી લેજે...!"

ગોપલ ની વાત સાંભળી યશવીરે તરત ગોપાલને અનુરાધા માટે પાણી ભરવા જવાનુ કહ્યું... ગોપાલ જેવો પાણી ભરવા ચાલતો થયો વેણુ પણ એની પાછળ ધીમે ધીમે પગ લંગડાવતા ચાલવા લાગ્યું.... જાણે કે વેણુ પોતે પાણી ભરીને અનુરાધાને આપવા માગતું હોય એમ એ પણ ચાલવાનો પ્રયાસ કરી રહ્યું હતું... પણ એનાથી વધુ ના ચલાયું.. એટલે ગોપાલે એને તેડી લીધું અને એને આશ્વાસન આપતાં કહ્યું, "ચાલ દોસ્ત, આપણે બન્ને પાણી ભરી આવીએ!!"આમ કહી ગોપાલ અને વેણુ પાણી ભરવા જતા રહ્યા.

આં બાજુ અનુરાધા એ યશવીરને પોતાના માટે આમ હતાશ થયેલો જોઈ હકીકત જણાવતા યશવીર ને કહ્યું,"અરે ચિંતાની કોઈ વાત નથી, આ તો હું પેલી સુકાઈ ગયેલી ઝાડની ડાળી ઉપર પગ રાખીને ઉપર કપડાં સુકાવવા જતી હતી ત્યાં એ ડાળી બટકી ગઈ અને મારું સંતુલન ખોરવાયું અને હું નીચે પડી. અને નીચે પડતાં એક પથ્થર મારા માથે વાગ્યો એટલે જરાક માથું ફૂટી ગયું.... આમાં કંઈ મોટી વાત નથી."આટલું કહી અનુરાધા ધીમે રહીને જેવી ઊભી થવા ગઈ કે એનું સંતુલન ખોરવાયું અને ફરીથી જમીન ઉપર પડવા જઈ રહી હતી.... ત્યાં જ યશવીરે એનો હાથ ઝાલ્યો અને એને પડતા બચાવી લીધી.

યશવીરે હાથ ઝાલ્યો એવો જ એ કહેવા લાગ્યો,"અરે આ શું કરી રહ્યા હતા તમે??આમ અચાનક ઊભા થઈ ને ક્યાં જવું હતું??"વળી ફરીથી પડી ગયા હોત તો??આમ યશવિર જાણે કે અનુરાધા ને એની ઊભા થવાની ભૂલ ઉપર ખિજાઈ રહ્યો હોય એમ લાગી રહ્યું હતું. ત્યારબાદ અનુરાધા થોડું નીચે જોઈ કહેવા લાગી,"અરે... આ જુઓને ડાળી તૂટવાના લીધે બધા જ કપડાં નીચે પડી ગયા..અને સાવ ધૂળ વાળા થઈ ગયા.. હવે મારે ફરીથી એને નીચોવી ને રોવવા પડશે!!"પોતાની ઇજા ની પરવાહ કર્યા વગર અનુરાધા ની આમ પોતાના કામમાં રુચિ જાણી થોડીવાર તો યશવિર ખુશ થયો પણ પછી અચાનક જ કંઇક યાદ આવી ગયું હોય એમ કહેવા લાગ્યો,"અરે... એમાં શું મોટી વાત.!!હું અને ગોપાલ આ કપડાં સૂકવી દેશું!! કપડાં જ તો છે ને એમાં શું??"

યશવીર ની કપડાં સુકાવવાની વાત સાંભળી અનુરાધા જોર જોર થી હસવા લાગી... આમ અનુરાધાને પહેલીવાર આટલું હસતાં જોઈ યશવિર થોડીવાર તો એના હસતાં ખીલતા ગુલાબી થઈ ગયેલા મુખને માણતો જ રહ્યો... અનુરાધા નું આ હસવું જાણે કે યશવિર ના હૃદય ના ધબકારા ને લય આપી રહ્યું હોય એમ યશવિર ધીમે ધીમે શ્વાસ લેતા એની સામુ જોવામાં તલ્લીન હતો. એવામાં અનુરાધા એ હાસ્ય ઉપર રોક લગાવી કહ્યું,"તમે કપડાં સુકવસો??અને એ તો ઠીક પણ... કપડાં પહેલા નીચોવવાના પણ છે... ખાલી સૂકવવાના જ નથી..!!"આટલું કહી અનુરાધા ફરીથી હસવા લાગી.

યશવીરે વળતો જવાબ આપતા કહ્યું,"અરે એમાં શું મોટી વાત છે?? હું તો ઘરે પણ મારી મા ને ક્યારેક કપડાં સુકાવવામાં મદદ કરતો જ હોવ!!અને મને એમાં કંઈ ખોટું નથી લાગતું કે મને શરમ પણ નથી લાગતી..!! મારે કોઈ બહેન નથી... તો મારી મા એકલી જ બધું કામ કરતી હોય.. તો હું એમાં એની થોડીક મદદ કરી જ શકું ને!!!"

યશ્વિરના આવા જવાબે અનુરાધા ને એકદમ ભાવુક કરી દીધી હતી... અનુરાધા મનમાં ને મનમાં યશવિરના શાણપણ અને હેતાળ સ્વભાવથી ખૂબ જ ખુશ થઈ રહી હતી. પછી અનુરાધા એ ધીમે રહીને કહ્યું,"ઠીક છે... તો આજે તો તમારી પાસે જ કપડાં સુકાવડાવવા છે.."

આ બાજુથી હવે ગોપાલ અને વેણુ પણ પાણી લઈને આવી રહ્યા હતા. હવે યશવીરે ગોપાલ પાસેથી પાણી લઈને અનુરાધાને આપ્યું અને ગોપાલ ને લઈને બન્ને કપડાં સૂકવવા લાગ્યા.

ધીમે ધીમે હવે સાંજ થવા લાગી હતી એટલે અનુરાધા એ હળવેક થી સંકોચાયેલા અવાજે કહ્યું,"તમને હવે મોડું થઇ જાશે..છેક બીજા ગામનાં સીમાડાં સુધી પહોચવાંનુ છે..ને હવે મારે પણ નિકળવું જ પડશે ને !!!"

જાણે કે આ બધું પોતે મન વગરનું બોલી હોય તેમ તે નીચું જોઈને ઉભી રહી ગઈ.

પણ,યશવિર જાણે અનુરાધા ના મનની વાત જાણી ગયો હોય એમ હળવું સ્મિત આપી કહેવાં લાગ્યો,"અરે..આ હાલતમાં તમે એકલા આ બધાને લઈને ઘરે કેમ પહોચશો??અમારે આમ ઘરે થોડુ વેલાં મોડું થાય તો પણ ચાલે.એટલે અમે એક કામ કરીએ તમારી જોડે જ તમારા ઘરે આવીએ અને ત્યાંથી અમારા ગામમાં જતા રહેશુ."

અનુરાધા ને પણ યશ્વિર ની એની સાથે આવવાની વાત તરત ગમી ગઈ હોઈ એમ હળવું હાસ્ય આપી કહેવા લાગી ,"સારું, જેવી તમારી ઈચ્છા!!આ બહાને હું તમારા બન્ને ની પરિચય મારા પરીવારજનો ને પણ કરાવી દઇશ અને આમ પણ હું આ વેણું ની હાલત વિશે કેવી રીતે ઘરે કહીશ એની ચિંતા માં જ હતી.પણ આજે તમે લોકો ઘરે આવવાના જ છો તો તમે પણ થોડી મદદ કરી શકશો આ બધી વાત ને વર્ણવવામાં.ખરું ને??"

આમ,બન્ને એકબીજા ની વાતો માં સહમત થઈ અનુરાધા ના નેસ(રહેઠાણ)તરફ ઘેટાં બકરાં ને લઈને રવાના થયા.

નેહડે પહોંચતા થોડુ મોડું થઈ ગયેલું એટલે અનુરાધા એ ફટાફટ બધા ઘેટાં બકરાં ને વાડા માં પૂરી દીધા અને યશવિર અને ગોપાલ ને લઈને નેહડાં ની અંદર ગઈ.ત્યારબાદ બન્ને ને ખાટલે બેસાડી પાણી આપ્યું અને રાજલ (અનુરાધા ની માં) અને સુનંદા (અનુરાધા ની મોટી બહેન) સાથે એમનો પરિચય કરાવ્યો.

હવે , યશવીર અને ગોપાલ ના પરિચય પછી રાજલ અને સુનંદા નો વ્યવહાર શું હશે??શું અનુરાધા એના પરીવારજનો ને વેણું ની બધી જ હકીકત કહેવામાં સફળ થશે??

જાણો આવતા .....ભાગ ૧૭ ...."પુનઃ મેળાપ"...માં