The turn of destiny - 15 in Gujarati Novel Episodes by Krisha books and stories PDF | નસીબ નો વળાંક - 15

નસીબ નો વળાંક - 15

આગળના પ્રકરણ માં આપણે જોયું કે આનંદવન માં પહોંચીને યશવીરે અનુરાધાને હિચકિચાટ સાથે હકીકત જણાવતાં કહ્યું કે "સાંભળો, હજુ વેણુ ને અમે સાવ સાજુ નથી કરી શક્યા...જો તમારે આને સાવ સાજુ કરવું હોય તો વેણુ ને ત્રણ દિવસ સુધી અમારી જોડે પાટો બદલાવવા માટે અમને સોંપવું પડશે ..રોજ સાંજે અમે વેણુ ને અમારી જોડે લઈ જાશું અને બીજા દિવસે તમને ફરી આપીશું.. આમ બે-ત્રણ દિવસ સુધી તો ના છૂટકે તમારે વેણુ ને અમારા હાથે સોંપવું જ પડશે..!! બાકી તમારી ઈચ્છા?? તમે જેમ કહો એમ???

હવે આગળ,

"અદભૂત મેળાપ"

પહેલા તો યશવીર ની વેણુનો પાટો બદલાવવાની વાત સાંભળી અનુરાધા ચિંતાતુંર ભાવે વેણુના પગમાં તપાસવા લાગી અને પાટા ઉપર હાથ ફેરવી આંખોના ખૂણે આવી ગયેલા ઝળઝળીયા લુછવા લાગી... પછી ધીમે રહીને વ્યાકુળ ભાવે કહેવા લાગી, "હજુ પાટો બદલાવવો પડશે?? શું આ એક પાટાથી સારું નહિ થાય???"આટલુ કહીને અનુરાધા સાવ નિમાંણી પડી ગઈ..અનુરાધાને આમ નિમાણી અને વ્યાકુળ જોઈ યશવીર પણ થોડીવાર તો ભાવુક થઈ ગયો અને પછી અધીરાય થી કહેવા લાગ્યો,"અરે.. એમાં શું ખાલી રાત ની જ તો વાત છે!!!અને વળી સવારે તો અમે વેણુ ને લઈને અહીં આવવાના જ ને!!આખો દિવસ તમારી જોડે રાખજો અમે સાંજે ફરી લઈ જાશું!!અને એ પણ ખાલી બે-ત્રણ દિવસ ની જ તો વાત છે. પછી તો એ સાવ તમારી જોડે જ રહેશે ને!!!"પછી યશવીર ગોપાલ સામું જોઈ કહેવા લાગ્યો,"ખરું ને ગોપાલ!!!"ગોપાલે પણ યશવીર ની હા માં હા ઉમેરી અને કહેવા લાગ્યો,"હા ભાઈ, બરોબર કીધું તે... બે-ત્રણ દિવસની તો વાત છે."

હવે અનુરાધા યશવીર અને ગોપાલ ની વાતથી સહમત થઈ તો ગઈ પણ એણે એક વિનંતી કરતા કહ્યું કે, "હા, મને તમારી વાત મંજુર છે કારણ કે આમ પણ એ વેણુના હિતમાં જ છે ને... પણ જો સાંભળો તમારે રોજ સવારે વેણુને લઈને અહીં આવવું પડશે હો..!અને એક વિનંતી કરું જો તમને મંજુર હોય તો??"યશવીરે કહ્યું,"હા, હા. બોલો શું વિનંતી છે "અનુરાધા એ થોડું અચકાતા કહ્યું,"શું તમે આ બે -ત્રણ દિવસ માટે આખો દિવસ મારાં જોડે અહીં રહી શકશો??? અને સાંજે વેણુને લઈને જતા રહેજો... જો તમારી ઈચ્છા હોય તો જ બાકી તો હું બળજબરી નહિ કરું...!!"

યશવીર ને તો જોતુંતું એવું મળી ગયું.!!એ તો મનમાં ને મનમાં ખુબ જ હરખાયો અને એકદમથી કહેવા લાગ્યો,"અરે હા હા, એમાં શું મોટી વાત!!આમ પણ અમે આખો દિવસ આમ જંગલમાં શિકા....."યશવીર આટલુ બોલવા જતો હતો ત્યાં જ ગોપાલે એને અટકાવતા કહ્યું,"અરે હા, એમાં શું અમે રોકાશું આખો દિવસ અહીં હો..!!આટલું કહી ગોપાલ યશ્વીરનો હાથ પકડીને એને અનુરાધા થી થોડે દૂર લઈ જઈને ધીમે થી કહેવા લાગ્યો,"અરે ભાઈ, શું તારે બધી મહેનત માં પાણી ફેરવી દેવું છે કે શું?? તું શું બોલવા જતો હતો હે.... કે આપણે આમ જંગલમાં શિ..... શિકાર કરવા જઈએ??? એને હજુ ખબર નથી કે એના વેણુની આવી હાલત આપડા શિકારબાજી ના કારણે જ થઈ છે.... તો તું શું કરવા જઈ રહ્યો હતો ભાઈ... એ તો સારું થયું મેં બધું સાચવી લીધું બાકી તારી પ્રેમ કહાની તો શરુ થતા પહેલા જ પુરી થઈ જાત.."આમ કહી ગોપાલે યશવીરને મીઠો ઠપકો આપ્યો.

ગોપાલની વાત સાંભળી યશવીર ને એ તો સમજાય ગયું કે પોતે શિકાર વાળી વાત એ ઉતાવળમાં બોલી દેવાનો હતો એટલે ગોપાલે એની વાત અનુરાધા સામે વાળી લીધી... પણ યશવીર હજુ થોડો માયુસ હતો એટલે ગોપાલે કહ્યું, "હવે શું થયું તને??? ભાઈ હજુ એને કંઈ ખબર નઈ પડી!!"યશવીરે વેણુને રમાડવામાં વ્યસ્ત અનુરાધા સામે જોઈને ગોપાલ ને કહ્યું,"ગોપાલ એ છોકરી કેટલી ભોળી છે બિચારી!!!આપણા જેવા સાવ અજાણ્યા ઉપર વિશ્વાસ મૂકી પોતાના ખાસ મિત્ર ને આપણા હાથે સોંપી દીધું..... મને મારી જાત ઉપર શરમ આવે છે કે મેં આવા નિર્દોષ વ્યક્તિ ની આવી હાલત કરી.. પણ ગોપાલ, હવે હું વધુ એની સામે ખોટું નહિ બોલી શકું.... હું આજે જ એને બધી જ હકીકત જણાવી દઈશ!!"આટલુ કહી યશવીર એકીનજરે નિખાલસ ભાવે અનુરાધા સામું જોવા લાગ્યો.

ગોપાલને યશવીરના જિદ્દીપણા ની ખબર જ હતી એટલે એણે યશવીરને વધુ કંઈ ના સમજાવતા ખાલી એટલું જ કહ્યું કે,"હા ભાઈ જેવી તારી ઈચ્છા!!આમ પણ તું એકવાર જે નક્કી કરી લે છે... એ તું ગમે તેમ કરીને પૂરું કરે જ છે... તો મારે તને સમજાવવાનું વ્યર્થ છે.. તું તારે બધી જ હકીકત એ છોકરીને જણાવી દેજે પણ ખાલી આજનો દિવસ થોભી જા..... કાલે કહી દેજે અથવા વેણુ સાવ સાજો થઈ જશે હમણાં બે-ત્રણ દિવસ માં ત્યારે કહી દેજે... અત્યારે જો તું એને બધું જણાવીશ તો એ આપણી ઉપર હવે વિશ્વાસ નહિ કરે અને શી ખબર વેણુને પણ કદાચ આપણી જોડે ના મોકલે???"ગોપાલની વાત સાંભળી યશવીરને પણ થયું કે પોતે લાગણીઓના આવેશમાં આવીને બધી જ હકીકત અનુરાધાને કહી દેવાની ઉતાવળ કરે છે... આથી એણે પણ પછી ગોપાલની વાત સાથે સહમત થઈ કહ્યું, "હા દોસ્ત, તું સાચું કહે છે.... હું છેલ્લા દિવસે અનુરાધાને હકીકત જણાવી દઈશ જયારે વેણુ સાવ સાજુ થઈ જશે.. અત્યારે એને હકીકત જણાવવી યોગ્ય નથી.."આમ કહી યશવીર અનુરાધા સામું જોવા લાગ્યો.

ત્યારબાદ વેણુ ને નીચે જમીન ઉપર બેસાડી અનુરાધા પોતે ધોયેલા કપડા સુકાવવા માટે કપડાં નું પોટલું લઈને સૂકા ઝાડ તરફ જવા લાગી...અને છેવટે એને એક સૂકું વૃક્ષ દેખાતા ત્યાં કપડાં સુકાવવા લાગી.... કપડાં સુકાવવા જતાં અનુરાધાની નજર યશવીર ઉપર પડી.... તો યશવીર એકી નજરે અનુરાધા સામુ જોઈ રહ્યો હતો.. ગોપાલ જમીન ઉપર બેસેલા વેણુ ને પંપાળી રહ્યો હતો... આમ અનુરાધા એ પણ વેણુ ની ચિંતામાં આટલા દિવસ માં પહેલી વાર યશવીર ને એકદમ નિરાતે અને વ્યવસ્થિત રીતે જોયો હતો.. અનુરાધા એકચિત્તે એના રૂપાળા ચહેરા ઉપર નું લજામણી ના છોડ ની માફક નું હાસ્ય નિહાળી રહી હતી... આમ આંખો થી જ અનુરાધા અને યશવીર ની લાગણીઓનો અદભુત મેળાપ થઈ રહ્યો હતો... અનુરાધા તો થોડીવાર કપડાં સુકાવવાનું જ ભૂલી ગઈ હોય એમ આંખોના ખૂણે ખૂણે પ્રસરેલાં લાગણીઓના અદભૂત અને આહલાદક મેળાપ ને ખુબ જ ચિતમગ્ન થઈને માણી રહી હતી.. યશવીરે તો પહેલી મુલાકાતમાં જ અનુરાધા ની છબી પોતાના હૈયામાં કોતરી લીધી હતી.. એટલે એ પણ પોતાની આંખોમાં ઉભરેલી પ્રેમભરી ચિનગારી ને અનુરાધા ની સામુ વ્યક્ત કરી રહ્યો હતો.

વેણુ ને પંપાળવામાં વ્યસ્ત ગોપાલની નજર અચાનક આ લાગણીઓના અદભૂત મેળાપ ઉપર પડી ગઈ.... ગોપાલ પણ મનોમન આ વેણું ના માધ્યમથી શરૂ થયેલું પ્રેમ પ્રકરણ નિહાળી ને વેણું ની સામુ નજર કરી મજાક મશ્કરી કરતા કહેવા લાગ્યો,"જો વેણુ..આ બધું તારા લીધે જ થઈ રહ્યું છે... તું જ આ પ્રેમી પંખીડાને મળાવનાર એક માત્ર કડી છે.."

આ બાજુ હવે અનુરાધા ની પાંપણ નો ઝબકારો થતાં એ ઝબકી ગઈ અને આજુબાજુ ના હકીકત વાતાવણ વાળા માહોલ માં ફરી આવી ગઈ. એણે જોયું તો એ ઉપરાઉપરી કપડાં સૂકવી રહી હતી... આમ પોતાને આમ બાવરી થઈ ગયેલી જાણી અનુરાધા નીચું જોઈ મનોમન હસવા લાગી.. યશવિરની નજર તો હજુ અનુરાધા ઉપર જ હતી.

ત્યારબાદ ગોપાલે યશવિરને બૂમ પાડીને એની પાસે બોલાવ્યો. જેવો યશવીર અનુરાધા ઉપરથી નજર હટાવી ગોપાલ પાસે પહોંચ્યો કે એણે અનુરાધા ની એક ચીસ સાંભળી.."હાય રામ..!!"યશવિરે જેવું પાછળ ફરીને જોયું કે એના હોશ ઉડી ગયા.. એની આંખો ખુલી ની ખુલી જ રહી ગઈ.

હવે અનુરાધા એ કેમ આવી ચીસ પાડી હશે?? આખીર શું થયું હશે અનુરાધા જોડે?? શું આ ચીસ લાવશે યશવીર અને અનુરાધા ના પ્રેમ પ્રકરણ માં નવો વળાંક?? શું અનુરાધા પણ એ જ અનુભવે છે જે યશવિર એના માટે અનુભવે છે??

જાણો આવતાં..... ભાગ-16...."પરિચય".... માં

Rate & Review

Falguni Patel

Falguni Patel 1 year ago

hr Shilp

hr Shilp 9 months ago

Jahal

Jahal 9 months ago

Milan

Milan 1 year ago

dinesh gadhe

dinesh gadhe 10 months ago