Shrapit Mahel - 1 books and stories free download online pdf in Gujarati

શ્રાપિત મહેલ - 1

પ્રસ્તાવના :-

આ મારી લેખિકા ના રૂપે પ્રથમ હોરર વાર્તા લખવાનો પ્રયાસ છે. હું મારા થી બનતા બધાજ પ્રયત્ન કરીશ કે વાર્તા ના શીર્ષક ને અનુકૂળ હું વાર્તા આપની સમક્ષ રજૂ કરી શકું. હું આશા રાખીશ કે મારી આ વાર્તા "શ્રાપિત મહેલ " વાંચવા મા વાંચકો ને રસ પડે.

Episode no. 1

દેહરી નામનું એક ગામ હતુ. દેહરી ગામ આમ જોવા જાયે તો એક નાનકડું નગર જ હતુ. એ ગામમાં એક દક્ષિણ દિશા મા એક જૂનો મહેલ હતો. એ દિશા મા કોઈ જાતું ન હતુ. એ જૂનો જર્જરિત મહેલ જે ખંડેર થઈ ગયો હતો ત્યાં વસ્તી ન હતી. ત્યાં આજુ બાજુ કોઈ રહેતું ન હતુ. રાત્રે તો શુ કોઈ દિવસે પણ ત્યાં જવા માટે ગ્રામવાસી ડરતા હતા. કારણકે દિવસે પણ એ જગ્યા ખુબજ ડરાવણી લાગતી હતી એટલે કોઈ એ મહેલ પાસે જવાનુ કરતા નહિ. એ મહેલ સાવ સુમસાન અને વિરાન હતો. એ બાજુ થી કોઈ દિવસે પણ નીકળતું તો એ મહેલ માંથી અજીબો અવાજ આવતી. ક્યારેક કોઈ ના રડવાનો અવાજ આવતો તો ક્યારેક કોઈ જોર થી ચીસો પાડતું હોય એવો અવાજ આવતો તો ક્યારેક "બચાઓ બચાઓ "એવો અવાજ આવતો.

આ જર્જરિત અને ખંડેર થઇ ગયેલા મહેલ નો એક અલગ જ ઇતિહાસ હતો. એક જમાના મા આ મહેલ ની એક અલગ જ શાન હતી. દેહરી ગામ ની પ્રજા એમના રાજા થી ખુબ ખુશ હતી. દેહરી ગામ ના રાજા સમરસેન પ્રજા નુ ખુબ ધ્યાન રાખતો હતો. રાજા સમરસેન માટે એની પ્રજા એમના બાળકો સમાન હતી.રાજા સમરસેન ના રાજ માં પ્રજા ખુબ ખુશ હતી. રાજા સમરસેન ખુબજ ભલો અને પરોપકારી રાજા હતો. રાજા સમરસેન ની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાયલી હતી. રાજા પોતાની પ્રજા ને ખુબ માન સમ્માન આપતા હતા. એમના રાણી લીલાદેવી પણ ખાનદાની હતા. તેઓ ગંગાપુર રાજ્ય ના રાજકુવરી હતા. રાજા સમરસેન એ પેહલી વાર રાણી લીલાદેવી ને મંદિર મા જોયા અને એમના પર મોહી ગયા. અને લગ્ન નો પ્રસ્તાવ મોકલાવ્યો. રાણી લીલાદેવી એ લગ્ન નો પ્રસ્તાવ સ્વીકારી લીધો.

રાણી લીલાદેવી પણ રાજા સમરસેન ની જેમ બહુજ પરોપકારી અને ભોળા હતા. રાણી લીલાદેવી ખુબજ ધાર્મિક હતા. રાજા સમરસેન રાણી લીલાદેવી ને ખુબ પ્રેમ કરતા હતા. રાણીલીલાદેવી ખુબજ સ્વરૂપવાન હતા. રાજા સમરસેન ની પરોઢ રાણી ની માતાજી ની આરતી અને ભજન થી થાતી અને સંધ્યા પણ માતાજી ની આરતી થી જ થાતી હતી.

પણ કહ્યું છે ને ભગવાન બધા ને બધું નથી આપતો એમ રાજા રાણી ને બધુજ સુખ હતુ પણ એક જ દુઃખ હતુ. રાજા અને રાણી ને બાળકો નો'તા. શેર માટી ની ખોટ હતી. એ દુઃખ એમને બંનેવ ને કોરી ખાતું હતુ. બાળક માટે નઈ એટલા દેવ પૂજ્યા. બ્રાહ્મણ ને જોવડાવી ને હોમ હવન પણ કરાવ્યા પણ બધું જ વ્યર્થ. રાજા રાણી ની ત્યાં પારણું ના બંધાયું. રાણી ને અધૂરપ લાગતું હતુ. રાજા તો પોતાના કાર્ય મા રહેતા પણ રાણી નુ ક્યાય મન નહિ લાગતું. રાણી લીલાદેવી હતાશ થઈ ગયા.વિચારમગન રહેતા હતા. એક દિવસ એમને વિચાર આવ્યો કે રાજા સમરસેને બીજા લગ્ન કરી લેવા જોયે.

રાણી લીલાદેવી એ એમનો વિચાર રાજા ને કહ્યો પણ રાજા એમના આ વિચાર નો અસ્વીકાર કર્યો. પણ રાણી લીલાદેવી ની હઠ આગળ રાજા સમરસેન ને નમવું પડ્યું. રાજા મનથી તૈયાર નોતા થાતા. પણ રાણી ને નિરાશ કરવા નોતા માંગતા એટલે ક મને સંમતિ આપી દીધી. એટલે રાજા સમરસેન માટે બીજી રાજકુવરી ની શોધ ચાલુ થઈ.

આ બાજુ દૂર એક દેશ લેકર ની રાજકુવરી વિદ્યા એ સમરસેન ના ખુબ વખાણ સાંભળીયા હતા. ત્યારથી કુંવરી વિદ્યા એ રાજા સમરસેન સાથે લગ્ન કરવા માટે હઠ પકડી હતી. અને જ્યારે રાજકુવરી વિદ્યા ને ખબર પડી કે રાજા સમરસેન ફરી વખત લગ્ન કરવા ના છે તો કુંવરી વિદ્યા એ એમના લગ્ન નો પ્રસ્તાવ સ્વીકારી લીધો.

અને રાજા સમરસેન ના લગ્ન લેકર દેશ ની રાજકુવરી વિદ્યા સાથે નક્કી થઈ ગયા.

રાજા સમરસેન એ વાત થી અજાણ હતા કે લેકર દેશ કાળા જાદુ અને ભૂત પ્રેત જેવી અગોચર અને મેલી વિદ્યા માટે પ્રખ્યાત હતો. અને ત્યાંની રાજકુવરી આ મેલી વિદ્યા મા પારંગત હતી. રાજકુવરી વિદ્યા ને અગોચર અને મેલી વિદ્યા મા ખુબજ રસ હતો. રોજે રોજ મેલી વિદ્યા નો અભ્યાસ કરતી હતી. અને આવી કુંવરી સાથે રાજા સમરસેન ના લગ્ન નક્કી થઇ ગયા.

રાજા સમરસેન ના લગ્ન રાજકુમારી વિદ્યા સાથે થઈ ગયા. અને રાજા સમરસેન સાથે પરણી ને રાજા ના ભવ્ય મહેલ મા આવી ગયા. અને દેહરી રાજ્ય ની પતન ની શરૂઆત થઈ ગઈ.

થોડા સમય માટે તો જાણે બધું બરાબર જ ચાલતું હોય એવુ લાગતું હતુ. પણ મહારાણી લીલાદેવી ને કંઈક ખરાબ થવાનું છે એવા ભણકારા થાતા હતા. કેમકે જ્યારથી રાજા સમરસેન ના લગ્ન રાણી વિદ્યા સાથે થયાં હતા ત્યારથી રાજા સમરસેન મા બદલાવ આવી ગયો હતો એ રાણી લીલાદેવી ને એહસાસ થવા લાગ્યો હતો.

પણ હકીકત મા આ બધો ખેલ રાણી વિદ્યા નો હતો એ કોઈ ને સમજાયું ન હતુ. રાણી વિદ્યા એની મેલિવિદ્યા નો ઉપયોગ કરી ને રાજા સમરસેન ને પોતાની મુઠી મા કરી લીધા હતા. ધીરે ધીરે રાજા સમરસેન પોતાની પ્રિય રાણી ને ભૂલતા ગયા.

થોડા જ સમય મા રાણી વિદ્યા એ એક પુત્ર ને જન્મ દીધો. રાજકુંવર નુ નામ પામરસેન રાખવામાં આવ્યું. રાણી વિદ્યા એ પુત્ર રૂપે એક શૈતાન ને જ જન્મ આપ્યો હતો. રાણી વિદ્યા એ પોતાની શૈતાની અને પીશાચી તાકતો નો ઉપયોગ કરી ને દેહરી રાજ્ય નુ રાજપાટ પોતાના શૈતાની હાથ મા લઇ લીધું.

ધીરે ધીરે રાજકુંવર મોટો થતો ગયો એમ એમ એની શૈતાની રમતો પણ સાથે સાથે મોટી થતી ગઈ. રજકુંવર પામરસેન જેમ જેમ મોટો થતો ગયો એમ એમ પ્રજા ને બહુજ ત્રાસ આપવા લાગ્યો. પ્રજા ની બેનો -દીકરીઓ ને રંજાડવાનું ચાલુ કરી દીધું હતુ. પ્રજા ને હેરાન કરવા ના કોઈ પણ મોકા છોડતો ન હતો. જેવી એની માતા રાણી વિદ્યા હતી એવો જ એ ક્રૂર હતો. નાનપણ થી જ રાણી વિદ્યા એ પોતાના પુત્ર ને મેલિવિદ્યા શીખવાડવાનું ચાલુ કરી દીધું હતુ. ધીરે ધીરે રાજકુંવર પામરસેન આવી મેલિવિદ્યા મા પારંગત થતો ગયો હતો. એની મેલિવિદ્યા માટે નિર્દોષ પ્રજા ની બલી આપતા પણ અચકાતો નહિ. અને નિર્દોષ પ્રજા ની બલી આપતો.

પ્રજા ખુબ ત્રાસી ગઈ હતી પણ કોઈ ના મા હિમ્મત નો'તી રાજા સમરસેન ને ફરિયાદ કરવાની. એટલે રાજકુંવર પામરસેન ની હિમ્મત ખુબ વધી ગઈ હતી. જેમ જેમ જવાની મા કદમ રાખ્યો કે એના રંગ બદલાવા લાગ્યા.

એક દિવસ રાજકુંવર પામરસેન ગામમાં ફરવા માટે ગયો. ફરતા ફરતા ગામના તળાવે પહોંચી ગયો. અને ત્યાં ગામની સ્ત્રીઓ ને નાહતા જોયા બાદ એનામાં રહેલો વાસના નો શૈતાની કિડો જાગી ગયો. અને ચાલુ થયો બરબાદી નો નવો અધ્યાય. રાજકુંવર પામરસેન નો વાસના નો રાક્ષસ એટલો બધો વધી ગયો કે રાજ મેહેલ મા કામ કરતી દાસીઓ ની અસ્મત સાથે ખેલવાડ કરવા લાગ્યો.

ધીરે ધીરે એની આ કુટેવ જુનુન મા પરિવર્તિત થઈ ગઈ. રોજ રાત્રે એક કુંવારી કન્યા ની અસ્મત સાથે રમવું એ એનો શોખ થઈ ગયો હતો. એના શોખ માટે એ ગામની કોઈ પણ કુંવારી કન્યા ને ઉપાડી લેતો. અને એની અસ્મત સાથે રમત રમતો.

આખા ગામ મા રાજકુંવર નો ત્રાસ વધવા લાગ્યો હતો. પ્રજા ખુબજ દુઃખી થઈ ગઈ હતી. પ્રજાજન પોતાનો દેશ છોડી ને પરદેશ જવા મંડ્યા હતા. પણ થોડા ગામવાસીઓ મળી ને વિચાર કરવા લાગ્યા કે આ રાજકુંવર ને કેવી રીતે રોકવો. બધા ગામવાસી ઓ હિમ્મત એકઠી કરી ને રાજા સમરસેન પાસે ગયા અને ફરિયાદ કરી. ગામવાસીઓ એ રાજકુંવર ની બધી કરતૂત રાજા સમરસેનને કહી સંભળાવી. ગામવાસી ઓ ની ફરિયાદ સાંભળી ને રાજા સમરસેન એકદમ ગુસ્સે થયાં. અને ગામવાસીઓ ને આશ્વાસન આપ્યું, એટલે ગામવાસી ઓ બધા પાછા પોત -પોતાના ઘરે નીકળી ગયા.

રાજા સમરસેન ગામવાસી ઓ ની આપવીતી સાંભળી ને ખુબજ દુઃખી થઇ ગયા . અને પોતાના કપૂત ની કરતૂત થી દુઃખી પણ થયાં અને ખુબ ગુસ્સે પણ ભરાયા હતા. એમને રાજકુંવર પામરસેન ને બોલાવ્યો અને બધી વાત કરી અને જવાબ માંગ્યો. ત્યારે પામરસેન ખુબજ નશા મા હતો પોતાના પગ પર સરખો ઉભો પણ ન્હોતો રહી શકતો. રાજા સમરસેન ની સામે ક્રૂરતા થી જોયું અને મોટુ અટ્ટહાસ્ય કર્યુ. રાજા સમરસેન ની સામે થયો. અને રાજા સમરસેન ને એના પિતા હોવા છતાંય ખરાબ અને અભદ્ર શબ્દો કીધા. રાજા સમરસેન અને રાણી લીલાદેવી ને બંદી બનાવી ને કારાગર મા કેદ કરાવી દીધા. રાજા સમરસેન ના સિંહાસન પર પોતે બિરાજમાન થયો અને દેહરી રાજ્ય નો રાજા બની ગયો. શરૂ થયાં દેહરી રાજ્ય ના પતન ના દિવસો. આટલુ બધું થઈ ગયુ એટલે પ્રજા ખુબ દુઃખી થઈ ગઈ અને ડરી ડરી ને દિવસો નિકાળી રહી હતી.

હવે પામરસેન કુંવર થી રાજા બની ગયો હતો. રાજા પામરસેને રાજ્ય ની પ્રજા પર જુલ્મ ગુજારવાનું વધારી દીધું.

ગામવાસીઓ ત્રાહિ ત્રાહિ થઇ ગયા હતા. દેહરી રાજ્ય મા એક વૈદ્ય રહેતા હતા. વૈદ્ય પંડિત જસરાજ જડિબુટ્ટી ના સારા જાણકાર હતા. સાથે સાથે માતાજી ના ઉપાસક પણ હતા. તેઓ ગામવાસીઓ ની પીડા થી ઘણા દુઃખી હતા. પં. જસરાજ માતાજી ની ઉપાસના કરી ને માતાજી ને વિનંતી કરતા કે આવા ક્રૂર રાજા થી પ્રજા ની રક્ષા કરો.

વૈદ્ય પં. જસરાજ ને એક દીકરી અને એક દીકરો હતો. દીકરો હંસરાજ પણ પિતા ની જેમ ગુણી હતો. અને દીકરી રૂપા એ પણ પિતા ની જેમ જ ખુબ ગુણી હતી. જેવું એનું નામ હતુ એવુજ એનું રૂપ હતુ. ખુબજ રૂપાળી હતી. રૂપા દેખાવે જાણે સ્વર્ગ ની અપ્સરા જ. રૂપા જેમ જેમ મોટી થાતી ગઈ એમ એમ એનું રૂપ ખીલતું ગયુ. યુવાની ના ઉંબરે ઉભેલી રૂપા પર બધા વારી જતા. આડોશી પાડોશી પણ રૂપા ના રૂપ મા મોહી પડતા. બધા રૂપા ના ખુલે મોઢે વખાણ કરતા. રૂપા નો નાક નકશો એવો હતો કે કોઈ એક વાર પણ રૂપા ને જોઈ લે તો જોતો જ રહી જાય. રૂપા ના અંગે અંગ એના દરેક અંગ ના મરોડ જોઈ ને તો જોતા જ રહી જાય. રૂપા ના વાળ તો એવા ને જાણે આકાશ મા કાળા વાદળા. રૂપા ના નયન એવા જાણે મૃગજળ નુ હરણું, હોઠ જાણે ગુલાબ ની બે પંખુડીઓ. રૂપા નો કંઠ જાણે કોકિલા નો કંઠ એકદમ મીઠો. રૂપા ને ગીત ગાવા નુ ખુબ ગમતું. પરોઢીયે રૂપા ના મીઠાં મધુર કંઠ થી ગીત ગાતી તો બધા પોતાના કામ પડતા મૂકી ને મંત્ર મુગ્ધ બની જઈ બધું ભૂલી જતા. રૂપા રૂપ રૂપ નો અંબાર હતી.

કુંવર માંથી બની ગયેલો રાજા પામરસેન પોતાની માં રાજમાતા વિદ્યા ની અસૂરી શક્તિ ના જોરે રાજ ચલાવતો હતો. પ્રજા એના વ્યવહાર થી દુઃખી છે એ વાત ની બિલકુલ પણ પરવા નો'તો કરતો. એ એના વૈભવ વિલાસ માં જ પડ્યો રહેતો હતો.

એકદિવસ રૂપા તળાવે પાણી ભરવા ગઈ હતી. અને મોસમ એકદમ આહલાદક હતુ. રૂપા આવા મોસમ મા બધું ભૂલી ને ગીત ગાવા મંડી. હજુ તો એણે ગીત ગાવાનું ચાલુ જ કર્યુ હતુ ત્યાં તો રાજા પામરસેન તળાવ પાસે થી નીકળતો હતો ત્યાં એના કાન મા કોઈ નો મધુર સ્વર આવા લાગ્યો એ આ અવાજ ની પાછળ પાછળ મંત્ર મુગ્ધ થઈ ને આગળ વધવા લાગ્યો, ત્યાં એણે જે મધુર સુર મા ગીત ગાઈ રહી હતી એ છોકરી ને જોઈ ને ત્યાંજ ઓત પ્રોત થઈ ગયો. એણે રૂપા ને ગીત ગાતા જોઈ ગયો અને સુધ બુધ ખોય બેઠો. અને રૂપા ને જોતાજ એનામાં રહેલો વાસના નો કિડો જાગી ગયો. એ રાજા પામરસેન માંથી હેવાન બની ગયો. રૂપા ના રૂપ મા એટલો મોહિત થઈ ગયો કે રૂપા ને પામવા ગમે તે કરી છૂટવા તૈયાર થઇ ગયો. અચાનક રૂપા ની સમક્ષ આવી ગયો. પેહલા તો રૂપા ખુબ ડરી ગઈ. પણ રૂપા ને રાજા પામરસેન ના બદઈરાદા ની ખબર પડી ગઈ. અને ત્યારે તો રૂપા રાજા પામરસેન ને કોઈ પણ રીતે ઝાસો આપવામાં સફળ થઈ અને ત્યાંથી ભાગી ગઈ.

પણ રાજા પામરસેન ની ઊંઘ હરામ કરતી ગઈ હતી. રાજા પામરસેન ના હાથ મા થી આજ સુધી કોઈ પણ સ્ત્રી છટકી નો 'તી શકી. પણ આ વખતે રૂપા છટકી ગઈ હતી એટલે પામરસેન ખુબ છછેંડાયો હતો. રાજા પામરસેન પોતાની રૂપા ના હાથે થયેલી હાર સ્વીકારી શકતો ન હતો. રૂપા ને પામવા ની જીદ મા પામરસેન કંઈ પણ કરી છૂટવા તૈયાર થઇ ગયો. રાત દિવસ બસ રૂપા ને ભોગવવા નુ જ ભૂત સવાર હતુ. રાજા પામરસેન કોઈ પણ રીતે રૂપા ને પામવા અને ભોગવવા માંગતો હતો.

રાજમાતા વિદ્યા ને આ વાત ની જયારે જાણ થઇ તો એ એના દીકરા પામરસેન ને સમજાવા લાગી કે એક અદના છોકરી માટે આવું પાગલપન સારુ નથી. પણ પામરસેન એની જીદ છોડવા તૈયાર નો'તો, એની માતા ની વાત પણ માનવા તૈયાર નઈ થયો. એટલે એની માતા એ એની જીદ પુરી કરવાનુ આશ્વાસન આપ્યું . અને રાજમાતા વિદ્યા એ રૂપા ને પામરસેન સુધી પહોંચાડવાનું કાવતરું ઘડવા મંડ્યું. રાજમાતા વિદ્યા વિચારવા લાગ્યા કે એક મામૂલી ગામડા ની છોકરી માટે એમનો દીકરો પાગલ થયો છે. એમનો દીકરો જેની માટે કોઈ પણ છોકરી ની અસ્મત લૂંટવી તો મામૂલી વાત છે. એમના દીકરા ને રોજ રાત્રે નવી નવી છોકરીઓ ની અસ્મત સાથે રમવાનો શોખ હતો અને એમ ના આવા ગંદા શોખ ને પુરા કરવા મા પોતે પુરે પૂરો સાથ આપતી હતી. અને એમના દીકરા ને આવા ખરાબ ગુણો માટે સમર્થન પણ આપતી હતી. અને પોતાની મેલિવિદ્યા ની શક્તિ ના જોરે એમના દીકરા ને શક્તિઓ પણ પુરી પાડતી હતી. પોતાની કાળી શક્તિ ના જોરે રાક્ષસી શક્તિઓ થી બંને મા -દીકરો રાજપાટ ચલાવતા હતા.

રાજમાતા વિદ્યા એ એમની શૈતાની શક્તિઓ ના જોરે રૂપા ને રાજમહેલ સુધી તો ખેંચી લાવ્યા પણ રૂપા એમ એમના દીકરા ના હાથ મા આવે એવી નો 'તી.

 

*****