Sexaholic - 7 - last part books and stories free download online pdf in Gujarati

સેકસાહોલિક - ભાગ - ૭ ( અંતિમ )

બીજી તરફ ડિમ્પલ પોતાના ઘરવાળાને દર્પણ ની તમામ કરતૂત જણાવી દે છે. ડિમ્પલ ના ઘરવાળા દર્પણ ઉપર ખૂબ જ ગુસ્સે થાય છે.
ડિમ્પલ ના ઘરવાળા દર્પણ ઉપર સરકારી કાર્યવાહી કરવાનું વિચારે છે, પણ રાજેશ એમને રોકે છે અને કહે છે કે એમાં પોતાની ઈજ્જત પણ જશે.જે આપણને પોસાસે નહિ માટે વાટાઘાટ કરીને સમસ્યાનો અંત લાવવા વિચારે છે.
ડિમ્પલ અને એના માતા-પિતા દર્પણના ઘરે પહોંચે છે જ્યાં એમની મુલાકાત દર્પણના પિતા સાથે થાય છે. દર્પણના પિતા તેઓને ત્યાં આવવાનું કારણ પૂછે છે, પણ એ લોકો દર્પણના મુખેથી જ દર્પણના કરતૂત સંભાળવાની જીદ કરે છે.
તેઓ બધા સાથે મળીને દર્પણના રૂમ તરફ જાય છે. જ્યાં ઘણી વાર દરવાજો ખખડાવવા છતાં પણ દર્પણ દરવાજો ખોલતો નથી માટે દર્પણના પિતા ગુસ્સામાં આવીને દરવાજો તોડી નાખે છે અને અંદર જુવે છે તો દર્પણે પંખા ઉપર ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોય છે. દર્પણના પિતા ને આનું કારણ સમજમાં આવતું નથી. તેઓ શંકા ની દૃષ્ટિએ ડિમ્પલ અને એના પરિવાર તરફ જુએ છે. દર્પણના પિતાની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગે છે. એમને વિશ્વાસ નહોતો થતો કે એમનો સમજુ અને જવાબદાર દીકરો આવું કઈ રીતે કરી શકે છે.
રામુભાઇ કરશનભાઈ ને તમામ હકીકત જણાવવા કહે છે. કરશન ભાઈ જે હકીકત ડિમ્પલે એમને કહી હતી તે તમામ વાત રામુભાઇ ને જણાવી દે છે. રામુભાઇ તમામ વાત જાણી જાય છે અને કરશનભાઈ ની માફી માંગે છે અને આ વાત કોઈને ન કહેવા કહે છે.
થોડીવારમાં ત્યાં રાજેશ આવી પહોંચે છે અને ત્યાંનું વાતાવરણ જોઈને એ શોકમાં સરી પડે છે. એનો તમામ ગુસ્સો પીગળી જાય છે. એ દર્પણના રૂમમાં જાય છે અને ત્યાં જોય છે તો ત્યાં એક કાગળ પડ્યો હોય છે જે દર્પણે આત્મહત્યા કરતા પહેલા લખેલો જણાય છે. દર્પણ એ કાગળ રામુભાઇ પાસે લઈ જાય છે, પણ રામુભાઇ એ વાચવાની હાલતમાં હોતા નથી માટે રાજેશને વાચવા માટે કહે છે. રાજેશ એ કાગળ વાચે છે.

પ્રિય પિતાજી,
એમ તો હું તમને પિતાજી કહેવાનો હક ખોઈ ચૂકીસ જ્યારે તમને મારી તમામ કરતૂતો ની જાણ થશે. મે જે કઈ પણ કર્યું એના ઉપર મારો કાબુ ન હતો. મેં મારા મન ઉપર થી કાબુ ગુમાવી બેઠો હતો. અહીંયાં આવ્યા બાદ હું ખરાબ વસ્તુઓની આદતોમાં આવી ગયો હતો. જેના કારણે મારા આચાર, વિચાર તદ્દન બદલાઈ ગયા. મારાં ગંદા આચરણને કારણે હું નારી જાતને ગંદી નજરોથી જોતો હતો. મારી રોજની ગંદી આદતોને પોસવાને કારણે મારા વિચલિત થઈ ગયેલા મને, મુજને ડિમ્પલ સાથે આમ કરવા માટે મજબૂર કર્યો. તમે વિચારતા હશો કે તું તો કેટલો સમજુ હતો પછી આ બધામાં પડવાની શું જરૂર, પણ આ એક એવું નર્ક છે જેમાં પહેલાતો બધું સારું સારું લાગે છે, આનંદ ની પ્રાપ્તિ થાય છે, પણ જેમ જેમ તમે અંદર ઊતરતા જાઓ છો તેમ તેમ એના સિકંજામાં આવતાં જાઓ છો. મેં એમાંથી બહાર આવવાની કોશિશ કરી મારા મનને એ બધું કરવાની આદત પડી ગઈ હતી માટે હું એને છોડી ન શક્યો. વિચાર્યું કે એક વાર કોઈને પાસે ભૂખ સંતોસાવી લઈશ તો હું આ બધામાંથી બહાર આવી જઈશ, મારા માટે એ પણ અશક્ય બન્યું. તમે બધું સમજી જ ગયા હશો માટે બધું કહેવાની જરૂર નથી મારે. બંને તો મને માફ કરજો. હું તમારાં સપનાઓ ના પૂરા કરી શક્યો. તમે મારા કરતા સારા પુત્ર ને લાયક હતા. ભગવાને કર્યું તો આવતાં જન્મે હું તમારા તમામ સપનાઓ પૂરા કરીશ. આ જન્મ પૂરતો મને માફ કરી દેજો. તમારા માતૃત્વનું ઋણ મારા ઉપર જન્મો જનમ રહશે.

તમારો પ્રિય,
દર્પણ

વાંચન પૂરું થતાં ની સાથે બધાની આંખમાં આંસુ વહેવા લાગ્યા લાગે છે. દર્પણ ના માતા-પિતા હૈયાફાટ રુદન કરે છે. રાજેશના આંખમાંથી પણ નદીઓ વહેવા લાગે છે.
એટલામાં ડિમ્પલ દર્પણના પિતા પાસે આવે છે, જેમની પાસે કરશનભાઈ બેઠેલા હોય છે અને કહે છે.

' અંકલ, હું પ્રેગનેંત નથી. દર્પણે મારી સાથે જે કર્યું એના માટે હું એને સબક સિખાવા માંગતી હતી. માટે મે એને અને મારા પરિવારને ખોટું કહ્યું, પણ મને ખબર ન હતી કે એનું આટલું ભયાનક આવી જશે. બંને તો મને પણ માફ કરી દેજો.' આટલું કહી ડિમ્પલ ત્યાં થી જતી રહે છે.

બધા એની તરફ જોતા રહે છે....

સમાપ્ત