Sexaholic - 6 books and stories free download online pdf in Gujarati

સેકસાહોલિક - ભાગ - ૬

ડિમ્પલના માતા-પિતા ના આવ્યા બાદ પણ ઘરનું વાતાવરણ સામાન્ય હતું, માટે દર્પણને ખાત્રી થઈ ગઈ કે ડિમ્પલે એના ઘરવાળાને કોઇજાતની વાતચીત કરી ન હતી. માટે એ પોતે સેફ છે અને ડરવાની જરૂર નથી એમ એને લાગ્યું.

આ ઘટનાને બન્યાને એક મહિના બાદ દર્પણના સમાચાર કાઢવા માટે દર્પણના માતા-પિતા સુરત આવ્યા.

માતા પિતા ને ઘરે આવેલા જોઈને દર્પણ ને ઘણો આનંદ થયો. દર્પણના પિતાએ દર્પણના અભ્યાસ સબંધી માહિતી લીધી. દર્પણના અભ્યાસથી રામુભાઇ સંતુષ્ટ હતા.

એક દિવસ ડિમ્પલ દર્પણ ના ઘરે આવી.

' અંકલ દર્પણ ક્યાં છે ?' ડિમ્પલે દર્પણના પિતાને પૂછ્યું.
' દર્પણ એના રૂમમાં હશે.' રામુભાઇ એ કહ્યું.
' ઠીક છે, મારે એમનું થોડું કામ હતું.' ડિમ્પલે કહ્યું.
' જા, એ એના રૂમમાં જ હશે.' રમુભાઈ એ કહ્યું અને ડિમ્પલ દર્પણના રૂમ તરફ ચાલી નીકળી.

ડિમ્પલ ને આવેલી જોતા જ દર્પણ એકાએક ચોકી ગયો.

' તું અહીંયાં ?' દર્પણે આશ્ચર્ય સાથે પૂછયું.
' હા, વાત જ એવી છે કે મારે ના છૂટકે આવવું પડ્યું.' ડિમ્પલે કહ્યું.
' કેમ શું થયું ?' દર્પણે સહજ ગભરાતા પૂછ્યું.
' તમે જે મારી સાથે કર્યું એ વાતને આજે સવા મહિના ઉપર થાય ગયું અને હજી મને પીરીયડ આવ્યા નથી.' ડિમ્પલે કહ્યું.
' તો એ બધું મને શું કામ કહે છે ?' દર્પણે પૂછ્યું.
' તમને નહી કહું તો કોને કહું ? મારી એક દોસ્તે મને કહ્યું કે સંભોગ કર્યો બાદ જો પીરીયડ આવવામાં જો વધારે સમય લાગે પ્રેગનેટ થવાનો ખતરો રહે છે.' ડિમ્પલે કહ્યું.
' એવું ના હોય, તું ટેન્શન ન લે. એક વારમાં એવું બધું થોડું થતું હશે.' દર્પણે હસતાં હસતાં કહ્યું.
' હજી થોડા દિવસ રાહ જો પીરીયડ આવી જશે, એમાં આટલું બધું ગભરાવાની જરૂર નથી,ઓકે.' દર્પણે કહ્યું.
' તમે આટલાં બધાં બિન્દાસ કંઈ રીતે રહી શકો ? અહીંયાં મારો ડર ના મારે જીવ જાય છે ને તમને કોઈ પણ પ્રકારનું ટેન્શન નથી.' ડિમ્પલે ગુસ્સે થતા કહ્યું.
' કંઈ થવાનું જ નથી તો હું શું કામ નાહકનું ટેન્શન લઉં ?' દર્પણે કહ્યું.
' દર્પણ, જો ખરેખર પ્રોબ્લેમ ઊભો થયો ને તો હું મારા પરિવારને બધું સાચે સાચું જણાવી દઈશ. પછી જે થવાનું હોય એ થાય.' આટલું કહી ડિમ્પલ ગુસ્સામાં ત્યાંથી ચાલી ગઈ.

આ વાતને ઘણાં દિવસો વીતી જાય છે. એક દિવસ અચાનક દર્પણ ના ફોન ઉપર એક અજાણ્યા નંબર ઉપર થી ફોન આવે છે. દર્પણ એ ફોન ઉઠાવે છે.

' હેલો, કોણ ?' દર્પણે પૂછ્યું.
' હું ડિમ્પલ.' ડિમ્પલે કહ્યું.
' કેમ આજે ફોન કરવાનો વારો આવ્યો ?' દર્પણે પૂછ્યું.
' જેનો ડર હતો એજ થયું, હું પ્રેગનેંટ છું.' ડિમ્પલે કહ્યું.
' આવો મઝાકના કર તું મારી સાથે.' દર્પણે કહ્યું.
' હું મઝાક નથી કરી રહી, હું તમને સચ્ચાઈ જણાવી રહી છું.' ડિમ્પલે કહ્યું.
' હવે શું ?' દર્પણે પૂછ્યું.
' હવે શું ? મારે ઘરવાળાને તમામ હકીકત જણાવવી પડશે, નહિ તો મહિના વધશે તો પ્રોબ્લેમ વધારે થશે.' ડિમ્પલે કહ્યું.
' ઘરવાળાને ખબર પડશે તો બંનેની ઈજ્જત જશે.' દર્પણે કહ્યું.
' ઘરવાળાને કહીશ તો કંઈ નિરાકરણ આવશે, એમ પણ મને આ બાબતમાં કોઈ સમજણ નથી.' ડિમ્પલે કહ્યું.
' તારા ઘરવાળાને કહીશ તો મારા ઉપર કોઈ કાનૂની પગલાં લેશે, તો મારું જીવન બરબાદ થઈ જશે.' દર્પણે કહ્યું.
' જીવન તો મારું બરબાદ થઈ ગયું છે એનું શું ? મે તમને પહેલા જ ચેતવેલા પણ તમે મારું માન્યું નહિ, ને તમે મારી સાથે બળજબરી કરી.' ડિમ્પલે કહ્યું.
' હું કોઈ રસ્તો કાઢું છું. તું તારા ઘરવાળાને કંઈ ન જણાવતી.' દર્પણે કહ્યું.
' ના, હવે જે થશે થવાનું હશે એ થશે. હું મારા ઘરવાળાને તમામ હકીકત જણાવા જઈ રહી છું, હવે આગળ જે થશે જે જોયા જશે.' ડિમ્પલે કહ્યું અને ફોન કાપી નાખ્યો.

આવેલા નંબર પર દર્પણે ઘણા ફોન કર્યા પણ એ એસ.ટી.ડી નંબર હતો માટે કોઈ જવાબ મળ્યો નહિ.

દર્પણ ખૂબ ગભરાઈ ગયો એને કંઈ સમજમાં ન આવી રહ્યું હતું કે હવે એણે શું કરવું જોઈએ. દર્પણનું દિમાગ ફાટી રહ્યું હતું.

જો ઘરમાં આ વાતની ખબર પડશે તો દર્પણના માતા-પિતા આ વાત જીરવી નહિ શકે અને આત્મહત્યા કરી લેશે. સમાજમાં બદનામી થશે એ તો પછી અલગથી. દર્પણને પોતાની કરતૂતો ઉપર શરમ આવી રહી હતી, પણ હવે એનો કોઈ અર્થ હતો નહિ. તીર મ્યાનમાંથી નીકળી ચૂક્યું હતું જે હવે પાછું આવી શકે એમ ન હતું.

દર્પણ ગભરાયેલો ગભરાયેલો પોતાના ઘરે આવ્યો અને કોઇની સાથે પણ વાતચીત કરવાનું ટાળીને પોતાના રૂમમાં કેદ થઈ ગયો.