Vaishya no prem books and stories free download online pdf in Gujarati

વૈશ્યાનો પ્રેમ


લલિતાબાઈના કોઠામા સંગીતના વાદ્યોનો સુરીલો અવાજ સંભણાય છે. રાત્રીના આઠ વાગ્યા હતાં. કોઠાની ફરતે દિવાલ ઉપર એક પછી એક દીવાઓ સળગતા હતા, લલીતાભાઈનો કોઠો અડધાએક વીઘામાં પથરાયેલો હતો. તેમાં દસ ઓરડા અને એક મોટો અતિથિગૃહ હતો. જેમ ઇન્દ્રની સભામાં અપ્સરાઓ નૃત્ય કરતી હોય તેમ લલીતા બાઈના કોઠામાં અતિથિગૃહ માં તવાયત પોતાની સૌંદર્યતા ઠાલવતી હોય છે.

લલીતાબાઈના કોઠાની રોનક આમ તો ઘણી તવાયત હતી, પણ શ્યામા પોતાનામાં જ એક મેનકા, ઉર્વશી ,રંભા હતી. શ્યામાના ઓરડાની ભીડ એટલે કે ગ્રાહકો ક્યારેય ઓછા ન થતા. અને તેની કિંમત એટલી જ લલીતાબાઈ બમણી લેતી. શ્યામાના રૂપની જો વાત કરવામાં આવે તો તેના કમળ જેવા હોઠ માં લિપસ્ટિક લગાડવાની તેને કોઈ જરૂર રહેતી નથી, અને તેની આંખોમાં તો એટલું કામણ હતું કે કોઈ પુરુષ તેને જોઈ તો તેને તે જોતા હણી લે , તેના વાળ કાળી નાગણ ને વિટળવા લલચાવે એટલા તો કાળા હતા જો તેનું પ્રતિબિંબ ડોરા પાણીમાં પડે તો તેનું પાણી અમૃત સમાન લાગે , પાંચ હાથ પુરી, શ્યામા ના પલંગ પર સુવું તે કોઈ સામાન્ય પુરુષ ની હેસિયત નહોતી.

શ્યામા તેના ગ્રાહકને સંતોષી પોતાના ઓરડાની બહાર આવે છે, તો શ્યામાના કાનમાં ધીમો-ધીમો કંઈક શોર - બકોર સંભળાય છે તે શોર - બકોર અતિથિગૃહ તરફથી આવતો હતો. તે અવાજ સાંભળી અતિથિગૃહ તરફ શ્યામા જાય છે, શ્યામાને આવતી જોઈ લલીતાબાઈ શ્યામા તરફ જોઈને કહે છે "શ્યામા તું આ આદમી ને ઓળખે છે"? શ્યામા તે આદમી તરફ જોઈને લલીતાબાઈને ગરદનથી 'ના 'પાડે છે. જો જોયું ભાઈ અહીંયા કોઈ 'શ્રદ્ધા' નથી કે નથી તેના જેવી શ્યામાં તેમ લલીતાબાઈ ગુસ્સામાં તે પુરુષ સામે જોઈને બોલે છે.

' અરે માસી તમે જેને શ્યામા કહો છો તે જ મારી શ્રદ્ધા છે ', ' અમે નાનપણમાં ભેગા જ ભણતા હતા '. ' અને એક જ ગામના હતા, અને અમે બંને એકબીજાને પસંદ પણ કરતા હતા '. શ્યામા તેની વાત સાંભળી તેના અતીતમાં ડોકિયું કરે છે, પણ તેને કંઈજ યાદ આવતું નથી કારણકે તે ઘણી નાની હતી ત્યારે તેના ગામને છોડીને અહીં લાવવામાં આવી હતી, પણ તેને એ ખબર હતી કે તેનું મૂળ નામ શ્રદ્ધા હતું અને તે તેની કિશોર અવસ્થામાં ગામના એક છોકરાને પસંદ કરતી હતી.

શ્યામાએ તે પુરુષ તરફ જોઈ અને કહ્યું કે ' તમે અનિરુદ્ધ શો ' ? તે પુરુષ તેના વળતા જવાબમાં ગર્વથી ' હાં ' નો ઉચ્ચાર કરે છે.

લલીતાબાઈ બંને સામે જોઈ ને બોલી તમારે બંનેને જે કરવું હોય તેમ કરો, હું આરામ કરવા જાઉં છું અને એક વાતનું ધ્યાન રહે કે કોઠાની બહાર ન જવું તેમ કહી લલીતાબાઈ ત્યાંથી તેના ઓરડા તરફ જાય છે.

શ્યામા અનિરુદ્ધ ની પાસે જઈ તેને ખુરશીમાં બેસવાનું કહે છે અને તેના માટે પાણી લાવે છે, અનિરુદ્ધ પાણીનો ગ્લાસ મોઢે માંડી અને શ્યાંમાં સામે જોઈ પાણી પીવે છે. શ્યામા તેનું પાછલું જીવન યાદ કરવા માંગતી નથી શ્યામા અનિરુદ્ધ ને કહે છે જો અનિરુદ્ધ તમે આજે અહીંયા આવ્યા છો પણ હવે પછી તમે નહીં આવતા. આ મારગ તમારા માટે નથી તમે તમારા પરિવારને સાચવો તેની ખ્વાઈશ પૂરી કરો.

પણ મારું પરિવાર નથી, તેમ ભોળાપણમાં અનિરુદ્ધ બોલ્યો. અને હું તમારા માટે અહીં આવ્યો છું, તમને ગોતવામાં મને આટલી વાર લાગી ગઈ બાકી તો હું ક્યારનો તમારી પાસે આવી ગયો હોત. તમે અત્યાર સુધી જેમ હોય તેમ તેનાથી મને કોઇ ફેર પડતો નથી . હવે તમે મારી સાથે આવો આપણે બંને ઘરસંસાર માંડીએ.


શ્યામા થોડી વિચારીને બોલી કે હું અનિરુદ્ધ એક વેશ્યા છું
મારી સાથે સંસાર માંડી ન શકાય .હું અત્યારે તારા લાયક નથી.

જો શ્રદ્ધા તું એ બધું હવે ભૂલી જા, હું તને લેવા જ અહીં આવ્યો છું હું તને આ નરકમાં રહેવા દેવા માંગતો નથી અને તારી સાથે લગ્ન કરવા માગું છું. મેં અત્યાર સુધી તમારી તલાશ કરી છે ,અને તું મને જવાનું કહે છે. હું અત્યારે અહીંથી જાવ છું, અને વહેલી સવારે અંધારું હોય ત્યારે હું કોઠાની પાછલી દીવાલે ઊભો હશે, તું વિચારીને આવી જાજે .જો તું નહીં આવ તો હું સમજી કે તને આ નરકમાંથી બહાર નીકળવું નથી. અને આવી તો હું સમજી કે તે મારા પ્રેમને સ્વીકાર કર્યો છે, અને આપણું જીવન કિંમતી બની જશે એમ કહી અનિરુદ્ધ ત્યાંથી નીકળી જાય છે.

શ્યામા પોતાના ઓરડામાં મનમાં ને મનમાં મૂંઝાતી હતી કે શું કરવું . શ્યામા ને કોઈ પ્રેમ કરી શકે તે તો શ્યામાએ સપને પણ વિચાર્યું ન હતું . શ્યામા મનમાં ને મનમાં બબડે છે કે શું સાચે અનિરુદ્ધ તેની સાથે લગ્ન કરશે ? શું સાચે તે મને પ્રેમ કરતો હશે ? જો તેને મારી સાથે શરીર સુખ માણવું હોત તો તે આજે જ મારી સાથે શરીર સુખ માણી શક્યો હોત પણ કદાચ તે મને હજી એટલો પ્રેમ કરે છે જેટલો ત્યારે કરતો હશે તેની વાત ઉપરથી તે કપટી તો નથી જ લાગતો.

વહેલી સવારે શ્યામા પોતાનો સામાન ભરી ચોરી છૂપીથી દિવાલ લાંગીને અનિરુદ્ધ પાસે પહોંચી જાય છે અને તે બંને સૂર્ય નીકળતા જ કોઠા થી દૂર નીકળી જાય છે.

અનિરુદ્ધ શ્યામાને એક ગેસ્ટ હાઉસમાં લઈને જાય છે ત્યાંથી તે તેના ગામે જવાના હતા. શ્યાંમાં આ બધો સામાન લઈને ગેસ્ટહાઉસના રુમમાં જાય છે . અને અનિરુદ્ધ ચા - નાસ્તો લેવા જાય છે. શ્યામા પલંગ પર બેઠી બેઠી વિચારોના વમળમાં ખોવાઈ છે અને તેના ભવિષ્યના સંસારનો મજા લે છે. અને દરવાજે ટકોરા થાય છે શ્યામાને એમ કે અનિરૂદ્ધ આવી ગયો લાગે છે. શ્યામાએ દરવાજો ખોલ્યો તો કોઈ અજાણ્યો શખ્શ સામે ઉભો હતો.

' તમે કોણ છો ' ? તેમ શ્યામા બોલી.

' હું જમનાદાસ છું , તમે શ્યામાં છો ' ?

' હા હું જ છું પણ તમે કોણ ' ?

' હું તમારો નવો માલિક છું ' .

' તમારા જૂના માલિક રમેશે મને તને વહેંચી દીધી છે '.

' કોણ મારો માલિક હું કોઈ રમેશને ઓળખતી નથી અને હું મારા પતિ સાથે અહિયાં છું, તે હમણાં જ આવતા જ હશે તમે અહીથી જાવ ' .

' કયો તારો પતિ પેલો ઘોડાગાડીમાં બેસીને જાય છે તે તેમ બારીએથી જમનાદાસ અનિરુદ્ધ ને બતાવે છે ' .

' અરે ભાઈ તે અહીંયા ચા - નાસ્તો નહીં મળતો હોય એટલા માટે તે થોડા દૂર જતા હશે , અમે બંને એક જ ગામના છે, બેલાપુરના અને અહીંથી અમે અમારા ગામે જવાના છીએ ’ .

' અરે એ કોઈ બેલાપુરનો અનિરુદ્ધ નથી, તે કલકત્તાનો રમેશ દલાલ છે. તેણે તને એકસો પાંચ રૂપિયામાં વેચી દીધી છે હવે તું મારી માલિકીમાં છે, જો હું એવો માણસ નથી કે તને બળજબરી થી અહીંથી લઇ જાવ તારે ' ના ' આવવું હોય તો મને મારા રૂપિયા પાછા આપી દે એટલે હું અહીંથી જાવ બાકી તું ચાલ મારા ભેગી ' .

શ્યામા આ બધું સાંભળી એકદમ સ્તબ્ધ થઈ જાય છે પોતાના થેલામાંથી એકસો પાંચ રૂપિયા કાઢી જમનાદાસને આપી દે છે. અને પોતાનો સામાન લઈ ત્યાંથી કોઠા તરફ રવાના થાય છે.