Account of love - 3 books and stories free download online pdf in Gujarati

પ્રેમનો હિસાબ - 3

પ્રેમનો હિસાબ ભાગ-૩

આ વાતને પંચીસ વર્ષ વીતી ગયા. અનિકેતના ગયા પછી રશ્મી ઉદાસ રહેવા લાગી. એને થયું કે, એની ખુશોઓ બધી જતી રહી. તે અનિકેત વગર કંઇ રીતે રહેશે. થોડા સમય પછી તેના માતા-પિતાએ તેને સામેથી પૂછ્યું કે, બેટા શું થયું તને? કેમ ઉદાસ રહે છે.?’’ રશ્મીના ઘરે વાતાવરણ રૂઢીચુસ્ત ન હતું. તેના માતા-પિતા બંને શિક્ષિત હતા. પણ રશ્મી કંઇ બોલી નહિ. એણે ફકત ભણવાનું ટેન્શન છે એમ કહ્યું. થોડા સમય પછી એણે સરકારી નોકરી માટે તૈયારી ચાલુ કરી દીધી. તેના નસીબ પણ એટલા સારા કે તેને કલાસ-વન કક્ષાની નોકરી મળી ગઇ. તેના ઘરની સ્થિતિ હવે સુધરી ગઇ. હવે તેમની ગણતરી પણ શ્રીમંત પરિવારમાં થવા લાગી. તે પછી રશ્મીના માતા-પિતાને લાગ્યું કે, હવે દીકરીની લગ્નની ઉમર થવા આવી છે. આથી તેમણે તેને પૂછ્યું કે, ‘‘તને કોઇ ગમતું હોય તો કહે અથવા તો અમે તારા માટે છોકરો શોધવા માંડીએ.’’ રશ્મીને આ સાંભળીને અનિકેતની યાદો તાજા થઇ ગઇ. એ અનિકેતને ભૂલી નહોતી શકી. તે પોતાના આંસુ રોકી ના શકી ને તરત જ એના રૂમમાં જતી રહી. તેના માતા-પિતાને કંઇક અજુગતું લાગ્યું પણ તેમને થયું કે સવારે વાત કરીશું આ બાબતે. આથી એ પણ પોતાના રૂમમાં જતા રહ્યા.

સવાર પડતા જ રશ્મી નાસ્તાના ટેબલ પર આવી ને એણે તરત જ કહ્યું કે, મમ્મી-પપ્પા, તમે મારા માટે છોકરો શોધી શકો છો. મને કોઇ વાંધો નથી. બંનેને આશ્વર્ય થયું પણ તે ખુશ હતા કે, તેમની દીકરીના પણ લગ્ન થશે. તેમણે છોકરાઓ શોધવાનું ચાલુ કર્યું. સમાજમાં રશ્મી માટે છોકરાઓ શોધવા માંડયા. ત્યાં જ એકવાર રશ્મીના માસી તરફથી એક સગું આવ્યું. રશ્મીના માતા-પિતાને તે યોગ્ય લાગ્યું. પણ તે રશ્મીની પણ મંજૂરી હોય તેમ ઇચ્છતા હતા. આથી તેમણે છોકરા અને તેના માતા-પિતાને ઘરે બોલાવ્યા અને વાચીત આગળ નીકળી. રશ્મીને જે છોકરો જોવા આવ્યો હતો તેનું નામ દિગ્વિજય હતું અને તે પણ સરકારી નોકરી કરતો હતો. રશ્મીને દિગ્વિજય સાથે વાત કરતા સારું લાગ્યું. તેણે વિચાર્યુ કે, હવે જીંદગીમાં આગળ વધવાનું છે મારે અને કયાં સુધી મારે મારા માતા-પિતાને ખુશીઓથી વંચિત રાખવા. આથી એણે લગ્ન કરવાનું નકકી કરી દીધું. છોકરા અને તેના માતા-પિતા સાથે વાત કરી. પછી મહેમાન ગયા એ પછી રશ્મીની માતાએ તેને પૂછ્યું કે, ‘‘તને છોકરો કેવો લાગ્યો અને પસંદ હશે તો જ આપણે વાત આગળ કરીશું. અમારા માટે તારી ખુશી મહત્વની છે.’’ રશ્મીએ કહ્યું કે, મમ્મી મને છોકરો પસંદ છે. એનું ફેમિલી પણ સારું છે અને બીજું કે એ મારી જેમ એ સરકારી નોકરી પણ કરે છે. ’’ રશ્મીએ લગ્ન માટે હા પાડી દીધી.

રશ્મી અને દિગ્વિજયની સગાઇ અને લગ્ન બહુ ધામધૂમથી થયા. રશ્મી તેના લગ્નજીવનથી ઘણી ખુશ હતી કેમ કે, દિગ્વિજય તેને બહુ સારું રાખતો હતો. તેને સાસરીમાં પણ વાતાવરણ બહુ સારું હતું. રશ્મીની નોકરી અને ઘર બંને સારી રીતે તે મેનેજ કરી લેતી હતી. જોતજોતામાં રશ્મીને ઘરે સારો અવસર આવ્યો અને રશ્મીને બંને જોડીયા બાળકો આવ્યો. એક છોકરો અને એક છોકરી. ઘરના બધા બહુ જ ખુશ હતા કે તેમનો પરિવાર હવે સંપૂર્ણ થઇ ગયો. તેમણે છોકરાનું નામ અર્થવ અને છોકરીનું નામ નૂપુર રાખ્યું.

રશ્મી અને દિગ્વિજયનું લગ્ન જીવન પણ બહુ સારી રીતે ચાલતું હતું કેમ કે, દિગ્વિજય બહુ જ સમજુ હતા. જોતજોતામાં બાળકો મોટા થઇ ગયા. અર્થવ હવે હોસ્પિટલમાં ડોકટર તરીકે પ્રેકટીસ કરતો હતો અને નૂપૂર સરકારી એકઝામના કલાસીસ કરતી હતી. બંને બાળકો બહુ જ સંસ્કારી હતા. આથી એ જોઇને રશ્મી પણ ખુશ હતી.

પણ શું રશ્મીની આ ખુશી કાયમ રહેશે? એમના જીવનમાં હવે શું તૂફાન આવશે?

(વધુ આવતા પ્રકરણે ભાગ-૪માં)

- પાયલ ચાવડા પાલોદરા