Premno Hisaab - 2 in Gujarati Love Stories by Payal Chavda Palodara books and stories PDF | પ્રેમનો હિસાબ - 2

પ્રેમનો હિસાબ - 2

પ્રેમનો હિસાબ (ભાગ-૨)

અનિકેત ઘરે પહોંચ્યો ત્યારે વાતાવરણ જ કંઇક અલગ હતું. અનિકેતની મમ્મીએ તેના વધામણાં કર્યા અને કહ્યું કે, દીકરા, આજે અમે બહુ જ ખુશ છીએ. તારા પપ્પાને બહુ મોટો ઓર્ડર મળ્યો છે અને બીજી વાત તારા માટે અમે છોકરી શોધી લીધી છે. તારા પપ્પાના જે ખાસ મિત્ર છે તેમની દિકરી છે. પૈસેટકે આપણા જેવા છે અને સમાજમાં તેમનું નામ પણ છે.’’ અનિકેત કંઇક બોલે તે પહેલા જ તેના પપ્પાએ કહ્યું કે, મે તો માારા મિત્રને કહી જ દીધું કે મારો છોકરો મારા કહ્યામાં જ છે અને મે તેને સંસકર જ એવા સારા આપ્યા છે કે એ મારી વાત માનશે જ. મને ગર્વ છે મારા પુત્ર પર.’’ આ સાંભળતા જ અનિકેતને આઘાત લાગ્યો કે આ શું થઇ ગયું. હું અમારા વિશે કંઇ રીતે કહું હવે. તેણે વિચાર્યુ કે હાલ વાત કરવી યોગ્ય નથી. બધા આરામથી બેઠા હશે ત્યારે વાત કરશે. જયારે બધા જમવા બેઠા ત્યારે અનિકેતે ધીમેથી પપ્પાને કહ્યું કે, મારે તમને કંઇક વાત કરવી છે. કોલેજમાં હું એક છોકરીને પસંદ કરું છું અને તેની સાથે જ લગ્ન કરવા માંગુ છું.’’ આ સાંભળીને બંને જણ ઉભા થઇ ગયા ને ક્રોધમાં તેના પપ્પા કાંઇ બોલવા જતા હતા. ત્યાં જ અનિકેતે તેમને રોકયા અને કહ્યું કે, પહેલા તમે મારી વાત સાંભળી લો પછી તમારે જે કહેવું હોય તે કહેજો. એ છોકરી બહુ સારી છે. એ મધ્યમવર્ગીય પરિવારમાંથી આવે છે. એના પપ્પા કલાર્ક છે. અમે બંને એકબીજાને પસંદ કરીએ છીએ. તમારી મંજૂરી હોય તો અમે લગ્ન કરવા માંગીએ છીએ. ’’ એ પછી અનિકેતના પપ્પાએ તેને પહેલીવાર એક લાફો ઝીંકી દીધો. તેના મમ્મી તો આશ્ચર્યચકિત થઇ ગયા કે આ શું થઇ રહ્યું છે. અનિકેતના પપ્પાએ તેને કહ્યું કે, તને કંઇ ભાન પડે છે તું શું બોલે છે? આ શહેરમાં મારું કેટલું નામ છે અને એટલે જ મે તારા માટે શ્રીમંત ઘરની છોકરી શોધી ને તું સાવ સામાન્ય કલાર્કની છોકરીને આપણા ઘરે લાવવા માંગે છે. તે તો મારું નાક કપાવ્યું.’’ પછી તેના મમ્મીએ કહ્યું કે, ‘‘દીકરા, એ છોકરી આપણા ઘરે ના ચાલે. આપણા રીત-રિવાજ ને આપણી રહેણીકરણી અલગ છે. ને કયાં આપણે મોટા માણસ ને તે સાવ સામાન્ય છોકરી. તે છોકરીએ તને પૈસાની લાલચમાં ફસાવ્યો લાગે છે. આવી છોકરીઓ તો ગળે જ પડતી હોય.’’ બંનેને વચ્ચેથી અટકાવીને અનિકેતે કહ્યું કે, ‘‘મા-પપ્પા હું નાનો નથી. મને ભાન છે હું શું કરું છુ અને તેણે મને નથી ફસાવ્યો. બલ્કે મે જ તેને સાથેથી પ્રેમથી એકરાર કર્યો છે. બસ મને તમારી મંજૂરી જોઇએ. હું રાજીખુશીથી લગ્ન કરવા માંગું છું. તમારી મરજી હશે તો બહુ સારી વાત છે અને નહિ હોય તો હું મારું કરી લઇશ.’’ આ સાંભળીને તેની મમ્મીએ કહ્યું કે, દીકરા તું પેલી છોકરી માટે અમને પણ છોડવા તૈયાર છે? એટલો બધો પ્રેમ છે તને એના માટે તારા મા-બાપ માટે પ્રેમ નથી તને? ’’ ‘‘મમ્મી, તું મને ઇમોશનલ બ્લેકમેઇલ ના કરીશ. મને તમારી મંજૂરી જોઇએ બસ.- એવું અનિકેતે કહ્યું. ત્યાં જ તેના પપ્પા વચ્ચે બોલી પડયાં કે, ‘‘તારે મારા મિત્રની છોકરી સાથે જ લગ્ન કરવા પડશે. નહિતર હું અને તારા મમ્મી આત્મહત્યા કરી લઇશું.’’ અનિકેતથી ચીસ નીકળી ગઇ. તેણે કહ્યું કે, આ શું કહો છો પપ્પા. હું તમારા વગર ના રહી શકું. તમે કેમ સમજતા નથી.’’ ‘‘તારે અમારી સાથે રહેવું હોય તો તે છોકરીને છોડવી પડશે અને એ મારો ફાયનલ નિર્ણય છે.’’

અનિકેત અનસંજસમાં પડી ગયો. હવે શું કરવું. મારો પ્રેમ તો એક જ દિવસમાં વેર-વિખેર થઇ ગયો. તેણે પોતાનો ફોન બંધ કરી દીધો. આ બાજુ રશ્મી તેને ફોન ઉપર ફોન કરતી હતી અને તે જાણવા માટે ઉત્સુક હતી કે તેના પરિવાર દ્વારા શું જવાબ આવ્યો. તેણીએ ત્રણ દિવસ રાહ જોઇ. આ બાજુ અનિકેત ઘરની બહાર નીકળતો જ નહિ. ને ચૂપચાપ જમી લેતો કોઇ સાથે વાત પણ ના કરતો. આ બધું જ તેના માતા-પિતા જોઇ રહ્યા હતા પણ તે તો તેના સગાઇની તૈયારી કરી રહ્યા હતા. અનિકેત પણ મૂંગા મોઢે બધું જ સ્વીકારી લીધું. ત્રણ દિવસનો એક મહિનો થવા આવ્યો. હવે રશ્મીની ધીરજ ખૂટી. તે ઘરમાં ગુમસુમ રહેવા લાગી. અચાનક એક દિવસ અનિકેતનો ફોન આવ્યો. તેણે કહ્યું કે, આપણે એક થઇ શકીએ તેમ નથી. મારા માતા-પિતાથી વિશેષ કંઇ જ નથી મારા જીવનમાં અને એ તને સ્વીકારવા તૈયાર નથી. મે તેમનેમ બધી રીતે સમજાવી જોયા પણ તે કંઇ સમજવા નથી માંગતા. મારો પ્રેમ તારા માટે અંકબંધ રહેશે પણ હું તારો થઇ શકું તેમ નથી. મને માફ કરજે. ’’રશ્મી કંઇ જ ન બોલી. તે ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા માંડી. આથી અનિકેતને ખ્યાલ આવી ગયો કે, એવું હોય તો હાલ જ તને હું મળવા આવું. આપણે બેસીને વાત કરીએ.’’ રશ્મીએ કહ્યું કે, ‘‘ના હું ઠીક છું. તું તારા માતા-પિતાનું માન રાખ. એ જ આપણા માટે સર્વસ્વ હોય છે અને હું તે સારી રીતે સમજું છું કે તને મને કેટલો પ્રેમ કરો છો. આજ પછી આપણે વાત નહિ કરીએ. ઓ.કે. બાય.’’ આ ઓ.કે. અનિકેતને ખટકવા માંડયું અને આ બાજુ રશ્મીએ ફોન મૂકી દીધો.

અનિકેતના મનમાં અક સવાલ હતો કે, રશ્મીએ કેમ કંઇ કહ્યું નહિ? એ તેનો પ્રેમ ભૂલી ગઇ? ...........................

- પાયલ ચાવડા પાલોદરા

(વધુ આવતા પ્રકરણે ભાગ-૩ માં)