Account Of Love - 5 books and stories free download online pdf in Gujarati

પ્રેમનો હિસાબ - 5

પ્રેમનો હિસાબ ભાગ-૫

ચાર વર્ષ વીતી ગયા. અથર્વ સરકારી ડોકટર બની ગયો હતો, નૂપૂર પણ કલાસ-૧ બની ચૂકી હતી અને અદિતિ પણ સરકારી નોકરી કરતી થઇ ગઇ હતી. તે ત્રણેય હાલમાં પણ સાથે બહાર જતા અને અદિતિ પણ ઘણી વાર અર્થવ સાથે ફોન પર વાત કરી લેતી. અદિતિને થયું કે, હું ઘરે વાત કરી લઉ અર્થવ વિશે. રાતે જમતી વખતે જયારે અદિતિના દાદા, દાદી, માતા અને પિતા બધા સાથે જમતા હતા. ત્યારે અદિતિએ વાત કરવાની શરૂઆત કરી. તેના ઘરે વાતાવરણ રૂઢિચુસ્ત ન હતું અને અદિતિ બધાની લાડકી હતી. આથી અદિતિ કંઇ બોલે તે પહેલા જ તેના પપ્પાએ કહ્યું કે, કોઇ છોકરાની વાત લાગે છે. તને કોઇ ગમતો લાગે છે. અદિતિ તો એકદમ આશ્વર્યચકિત થઇ ગઇ અને તેના દાદ, દાદી, મમ્મી બધા હસવા લાગ્યા. તેના પપ્પાએ કહ્યું કે, ‘‘ડ્રાઇવર લેવા નહતો આવતો ત્યારે મને શંકા ગઇ. એટલે તપાસ કરતા મને બધી જ માહિતી મળી ગઇ. ’’ તેણે શરમાઇને જવાબમાં ડોકું હલાવ્યું. પછી તેણે વિસ્તારપૂર્વક ઘરના બધાને વાત કરી. બધા બહુ જ ખુશ થઇ ગયા કે અદિતિએ બહુ સારો છોકરો પસંદ કર્યો છે અને તે પણ ડોકરર. તેના પપ્પાએ કહ્યું કે, આપણે તેની બહેનપણીના ઘરે આપણી દીકરીનું માંગું કરવા જઇશુ. અદિતિની ખુશીમાં જ આપણી ખુશી છે. બધાએ વાત ને માન્ય રાખી. અદિતિ તેના પિતાને વળગી પડી. આ વાતની જાણ અદિતિએ સૌથી પહેલા નૂપૂરને જણાવી. આથી નૂપૂર પણ ખુશ થઇ ગઇ પણ અર્થવ અદિતિને પસંદ કરે છે એ વિશે તેને થોડી શકા હતી.

બીજા દિવસે રવિવારે અદિતિના મમ્મી-પપ્પા બધા જ નૂપૂરના ઘરે આવ્યા. નૂપૂરે તેમની ચા-નાસ્તાની વ્યવસ્થા કરી આપી ત્યાં સુધી નૂપૂરના પપ્પા દિગ્વિજય પણ ત્યાં આવ્યા. તેમણે પણ બહુ સારી રીતે વાતચીત કરી અને અદિતિને તો નૂપૂરના ઘરના બધા જ પહેલેથી જ ઓળખતા હતા. અર્થવ કંઇ સમજી જ ના શકયો કે બધા અહી કેમ આવ્યા છે. ચા-નાસ્તો પત્યા પછી નૂપૂરના ઘરના બધા આવી ગયા સિવાય તેની મમ્મી. નૂપૂરે જણાવ્યું કે, મમ્મી આવે જ છે. રશ્મી જેવી દરવાજાથી અંદર આવી એટલે નૂપૂરે કહ્યું કે, આવી ગઇ મમ્મી. દરવાજાથી જ નૂપૂરે રશ્મીને કહ્યું કે, ‘‘મમ્મી અદિતિના પરિવારના લોકો આવ્યા છે.’’ રશ્મી આવી તે પહેલા જ ઘરમાં બધી વાતચીત થઇ ગઇ હતી. રશ્મી આવીને તરત જ તેમને મળવા જ જતી હતી. ત્યાં જ તે અદિતિના પપ્પાને જોઇને ડઘાઇ જ ગઇ. અદિતિના પપ્પા બીજું કોઇ નહિ પણ અનિકેત હતા. રશ્મી અનિકેતને જોઇને સાવ સ્તબ્ધ જ થઇ ગઇ. પછી સ્વસ્થ થતા તેણે સ્માઇલ આપી દિગ્વિજય પાસે બેસી ગઇ.

અનિકેત પણ શું બોલવું એ સમજી ના શકયો. વિચારતો હતો કે રશ્મી આ રીતે તેને મળશે એવું એને સપને પણ ખ્યાલ ન હતો. વધુ ના વિચારતા અનિકેતે વાતની શરૂઆત કરી. તેણે કહ્યું કે, અદિતિ મારી એકની એક દીકરી છે અને અમે તેને બહુ લાડથી ઉછરેલી છે. મારી અદિતિને તમારો છોકરો અર્થવ ગમે છે અને અમે તેના લગ્ન અર્થવ સાથે કરાવવા માંગીએ છીએ. ’’ આ સાંભળી અર્થવની આંખો તો પહોળી જ થઇ ગઇ. એ વિચારતો હતો કે અદિતિ તેને પસંદ કરે છે અને મને ખબર જ નહિ. રશ્મીએ થોડો સમય માંગ્યો અને કહ્યું કે, મને અદિતિ પસંદ છે પણ હું મારા પરિવાર સાથે ચર્ચા કરીને કાલે જવાબ આપીશ અને બીજું મારા અર્થવની મંજૂરી પણ જરૂરી છે. ’’ દિગ્વિજયને પણ રશ્મીની વાત યોગ્ય લાગી. આમ એકદમ કોઇને જવાબ આપવો યોગ્ય નથી. આથી થોડી સમાજિક વાતચીત પછી બધા ઘરના છૂટા પડયા.

રાત્રે રશ્મી ઉંડા વિચારમાં હતી કે, શું કરું? અનિકેતનો પ્રસ્તાવ નકારી દઉં. જેમ એના માતા-પિતાએ મને સ્વીકારી ન હતી એમ હું પણ એવું કરું? ને કાલે જ અનિકેતને ના માં જવાબ આપી દઉં કે મને તારી દીકરી મારા અર્થવ માટે યોગ્ય લાગતી નથી.’’

શું રશ્મી અર્થવ માટે આવેલ અદિતિના પ્રસ્તાવને સ્વીકારશે? કે પછી તે અનિકેત અને તેના માતા-પિતા સામેના ગુસ્સાને કારણે અદિતિને ના પાડશે?

(વધુ આવતા પ્રકરણે ભાગ-૬માં)

- પાયલ ચાવડા પાલોદરા

Share

NEW REALESED