Shwet Ashwet - 32 in Gujarati Novel Episodes by અક્ષર પુજારા books and stories PDF | શ્વેત, અશ્વેત - ૩૨

શ્વેત, અશ્વેત - ૩૨

ક્રિયાનું મૃત દેહ જોતાં કૌસરના રુવાડા ઊભા થઈ ગયા. ક્રિયાને જોઈને કોઈ કહી ન શકે કે તે મરી ગઈ છે. ટાંકીની નીચે જ્યાં ઘાસ પાસે થોડીક માટી છે, ત્યાં તેનું મૃત દેહ પળ્યું હતું. કોઈને જોતાં એવું થાય કે તે બસ ઊંઘે છે (આ સ્થળે કોઈ ઊંઘતું તો નાજ હોય) પણ નજીક જોઈને જુઓ તો તેના મોઢામાં દેખાય: એક વિશાળ સમુદ્ર. અને એ વિશાળ સમુદ્રમાં હતું લોહી. લાલ, કાળું લોહી. 

મર્યાદા ત્યજી સીમા લાંગી ઉભરતું, ઉદ્ભવતું લોહી. 

તેની નીચે માટીમાં પણ લોહીના ફુવારા હતા. કરોડરજ્જુમાં ચપ્પુ ઘૂસાડી કોઈએ તેને મારી નાખી હતી. શરીર હલાવ્યું ન હતું. કૌસરે એને જોઈ તરત તે બીજી તરફ વળી ગઈ. ફોરેન્સિકના લોકો એ મૃત દેહ ઉપાડી મૂક્યું તેમની વેનમાં. 

ચપ્પુ બાજુમાં જ હતું. અને હા, ચપ્પા પર નિશાન પણ હતા. 

નિશાન કોણ હતા તે તો અત્યારે ખબર ન હતી. ફોરેન્સિકમાં કામ કરતી એક નારી તેની પર બ્રશ ફેરવી રહી હતી. હવે તેઓ આ ચપ્પુ લઈ જશે. આ બધુ શું હતું?

કૌસરે પાછળ ફરી જોયું. તેની પાછળ જ સિયા ઊભી હતી. 

સિયા તેની સામે હસવા લાગી. 

‘કૌસર. મારે તારી સાથે વાત કરવી છે.’ 

‘સિયા.. પણ તું અહી કેવી રીતે?’

‘એ આપણે પછી વાત કરીએ. અત્યારે તું મારી સાથે ચાલ.’ 

‘ક્યાં?’

‘પ્લીઝ! તું ચાલને.’ 

કૌસરે વિચાર્યુ. આ સ્ત્રી એક હત્યારી હોય શકે છે. 

પણ કૌસર જે જગ્યાએ કામ કરતી હતી ત્યાં તો ઘણા બધા એવા લોકો હતા જ... 

તેઓ સાથે કૌસર એકલી ક્યાંય જાય નહીં. 

પણ કૌસર એ જવાનું નક્કી કર્યુ. 

સિયા તેની સાથે તેની ગાડી લઈને આવી હતી. 

કૌસરે  પોલીસ જીપ લીધી, પણ સિયા એ અનુરોધ કર્યો તો લાઇટ અને સાઇરન બંધ રાખ્યા. 

સિયા તેની ગાળી બીચ તરફ લઈ ગઈ, અને કૌસર તેની પાછળ જવા લાગી. 

ત્યાં ઢળેલો સૂરજ અને તેની યાદોમાં પીળું આકાશ હતું. સિયા પાણી તરફ જવા લાગી. કૌસરને ખૂબ જ અજીબ લાગવા લાગ્યું. 

સિયા ક્ષિતિજ આગળ થોભી. તેના હ્રદયના ધબકારા કૌસરને પણ સંભળાતા હતા. 

‘કૌસર.. હું.. મને -’

‘શું?’

‘મને તે મારી નાંખશે.’ 

‘શું?’

‘કૌસર.. છેલ્લા થોડાક દિવસો થી મે કોઈ લવ લેટરસ મોકલી રહ્યું હતું. મારા ઘરના આંગણે આવે. હું મુંબઈમાં રહતી હતી. ત્યાં તો મને ખૂબ જ ડર લાગતુ. દરેક લેટરના અંતમાં એક જ લીટી લખી હતી.. પોરબંદર આવ ને. મને.. અને છેલ્લી વાર તો- મારા ઓસીકા નીચેથી મને એ પ્રેમ પત્ર મળ્યો. મને ડર લાગવા લાગ્યું. સમર્થ મારો ભાઈ નથી, અને નથી હું એની બહેન. અમે બંનેઉ કોઈ દિવસ પોરબંદર ન હતા રહેતા. સમર્થનું સાચું નામ સામર્થ્ય છે. હું એને એટલે સાથે લઈને આવી છું કારણકે તે ક્રીમિનિલોજિસ્ટ છે. તેને મુંબઈમાં ઘણા બધા કોન્ટેનકટ્સ છે. મારે જાણવું હતું કે આ બધુ કોણ કરે છે. ત્યારે સમર્થ એ વિશ્વકર્મા અંકલ સાથે વાત કરી તો એમને એક શરત મૂકી. સામે વાળું ઘર મફતમાં અમને મળશે જો એ મારી સાથે શ્રુતી અને તેની ફ્રેન્ડ્સનું પણ ધ્યાન રાખશે. અને.. અમને મળ્યો એ લવ લેટર લિખિતંગ. એ ઋત્વિજ હતો. અશ્લીલ વાક્યો વાંચી મને એવું લાગતું હતું કે આ માણસ વિકૃત હશે કે તેનામાં બુધ્ધિ નહીં હોય. પણ ઋત્વિજ તો બંનેવ છે.’ 

‘તે મને આ બધી કીધું કેમ નહીં તો?’

‘મને ડર લાગતો હતો. હું.. હું શ્રુતીના બારમાંના દિવસે તેના બધા તમાસા જોતી હતી કે તેની આંખો મારા તરફ વળી. સામર્થ્યે  તે જોયું હતું. એટલે હું મારા રૂમ તરફ જતી હતી ત્યાં તે મારી પાછળ આવ્યો.. એને જોયું કે કોઈ નથી તો તે એક પ્રેમ પત્રની લાઈનો બોલવા લાગ્યો. હું ડરવા લાગી. પણ તે જ સમયે વિશ્વકર્મા અંકલ, જ્યોતિકા આંટી સામર્થ્યની સાથે, મારા રૂમમાં આવી ગયા. ઋત્વિજ મારા કાનમાં કહી ગયો હતો, તે મને હાસિલ કરશે.’


‘આટલું બધૂ.. અને એ હવે કહે છે.’

‘પણ હવે હું શું કરું?’

‘કૌસર. યુ હેવ ઓલવેઝ બિન સો ઈંડીસાઇસીવ. તને ખબર છે કે એ જુઠ્ઠું બોલે છે.’

‘મને કઈ રીતે ખબર હોય. એ સાચ્ચું પણ હોય. આ બંધ બેસતું એક્સપ્લેનેશન છે.’ 

‘છે. પન અડધુ સચ એ જુઠ જ હોય છે. તને ખબર નથી?’

‘મતલબ?’

‘મતલબ કે અને તને બધુ નથી કહી રહી. આ બહુ કનવીનીએન્ટ છે. અને ઋત્વિજ. એન પૂછવા કોણ જવાનું છે.’ 

‘પણ શ્રુતિને કોણ મારે? અને ક્રિયા ને?’

‘એક જ માણસ. પણ શું ટાર્ગેટ શ્રુતિ હતી કે ક્રિયા?’

‘મને ખબર છે કેવી રીતે ખબર પડશે.’

‘ઓહો! મીડિયામાં જુઠ્ઠું - જુઠ્ઠું એક્સપોસ કરવું છે ને? મને ખબર પડી ગઈ.’ 

‘અને આપણે સાથે એક નામ પણ જાહેર કરીએ તો?’

‘એની પહેલા મારે તને મળવું છે. હું ક્યાં આવું?’

‘ઘરે. મળવું છે કેમ?’

‘ઘરે નહીં. હું તને ક્રાઇમ સીન ઉપર મળીશ. અળધો કલાકમાં. ત્યાં સુધી તું મીડિયા ને આા વાત કહી દે જે.’ 

અને કૌસરે કહી દીધું. લોકલ ન્યૂઝપપેરના એડિટરનો નંબર હતો. ફોન કરી જાહેર કરી દીધું. હવે.. તએ પકડાઈ જશે. અને એ સાંભળતાજ તેની પર ફોન આવ્યો. આ ફોન ન્યુસ ધરાવહી નો હતો. તેને પણ કૌસરએ જાહેરાત આપી, અને એક બીજી સ્ટેટમેંટ હોંશે, હોંશે આપી- જેને ક્રિયાને મારી તેની માટે તો પ્રૂફ પણ હતું. આા સાંભળી તેની પર તેના સ્પોકસપર્સન નો ફોન આવ્યો. મીડિયા માં કહેવાની જિમ્મેદારી તેની હતી, કૌસરની નહીં. હવે ઉપરથી કોઈનો ફોન આવ્યો તો એની જવાબદારી રહશે નહીં. કૌસર  માફી માંગી. કહ્યું આ ભૂલ ફરી નહીં થાય. પણ તએ પણ સમજતો હતો કે આ એક ગેમ્બીટ હતી. હત્યારાને પકડવાનો જુગાર. 

પછી ત્યાં નાઝ આવી પોહંચી. તે તો ક્રાઇમ સીનને આતુરતા થી જોવા લાગી. અને કૌસરે ઘણી વાર તેને વધુ નજીક જવાની ના પાડી. નાઝ બધુ આતુરતાથી જોતી હતી. તે કૌસરની બાજુમાં આવી બોલી. 

‘જેને પણ માર્યું છે તએ એક શાંત માણસ છે. અને આા જગ્યા ચ્યુસ કરવામાં આવી હતી. અહીનો જ કોઈ રહવાસી છે, જેને આા કર્યુ છે.’

‘પણ કોઈ પણ સસ્પેક્ટ અહીનું નથી.’ 

‘આા જગ્યા અહિ વર્ષો પહેલા પણ હતી. ક્રિયા તો મરી. એટલે એ ના હોય. બચ્યા કોણ: શ્રુતિના પેરેંટ્સ. એમની પર ઇન્કવાઈયરી કર જે. કાલે ઇન્ટરવ્યૂ. અને જે પણ વાત થઈ તએ મને કહેવાનું ભૂલતી નહીં.’

‘આ કેસ બહુ ધીમે ચાલે છે.’

‘તને લાગે છે કે આા કેસ બહુ ધીમે ચાલે છે.. ફાસ્ટ ચલાવો છે?’

‘હાસ્તો.’ 

‘તો તું મને કાલે તે  બંનેવ ને લઈ જાય. પછી મને ફોન કરજે.’ 

‘સારું. પણ કેમ?’

‘શું તારે બે ટાર્ગેટ તારી સસપેક્ટ લિસ્ટ માંથી નથી નિકાળવા?’

‘નિકાળવા છે ને.’

‘તો લિવ ધીસ ટુ મી.’ 

‘તું ત્યાં શું કરીશ પણ?’

‘એ તારે નઇ જોવાનું. જો હું પકડાઈ જાવ તો ખાલી છોડાવી દે જે.’ 

 

Rate & Review

Hema Patel

Hema Patel 3 months ago