Premni ek anokhi varta - 1 books and stories free download online pdf in Gujarati

પ્રેમ ની એક અનોખી વાર્તા - ભાગ 1

દરેક સ્ટોરી ની જેમ જ... હું સવૅ પ્રથમ એ જ જણાવવા માંગીશ કે....આ વાર્તા પણ કાલ્પનિક છે... કોઈ પણ વ્યક્તિ,નામ કે સ્થળ, સંજોગો..જો આ વાર્તા ને મળતા આવતા હોય તો એ એક સંયોગ માત્ર જ હશે...

પ્રસ્તાવના:
આ એક સંયુક્ત, ખુશ ખુશાલ પરિવાર ને આવરી લેતી વાર્તા છે... જેમાં બે બહેનો અને તેમની લાગણી ઓ...તેમજ તેમના પ્રેમ ની આજુબાજુ મોટા ભાગે વાર્તા વણૅવી લેવાઈ છે...
તો શરુ કરીએ..એક નવા જ મુદ્દા પર લખવામાં આવતી વાર્તા ..આશા છે કે, આગળ ની વાર્તા ઓ ની જેમ જ તમને આ વાર્તા પણ કદાચ ખૂબ જ ગમશે...

એક અમદાવાદ શહેર... તેમાં રહેતું એક મધ્યમ વર્ગીય બ્રાહ્મણ પરિવાર.
એક સંયુક્ત અને ખુશ પરિવાર....આ વાર્તા તે સમય દરમિયાન ની છે... જ્યારે મોબાઈલ ફોન નો કે લેન્ડ લાઈન ફોન નો આવિષ્કાર નહોતો થયો... 🤔

દરેક વ્યક્તિ ઓ... ફોન દ્વારા નહીં પણ લાગણીઓ થી...અને પત્રવ્યવહાર થી જોડાયેલી રહેતી....

આ પરિવાર માં હવે એક દાદા બની ચુકેલ અંબાલાલ ભાઈ શુક્લ... તેમના ધર્મ પત્ની... એટલે કે..દાદી હંસા બહેન શુક્લ....મોટો દીકરો રમાકાંત ભાઈ શુક્લ... તેમના પત્ની ઉમા દેવી....નાનો દીકરો દેવ શુક્લ તેમજ તેમના પત્ની લક્ષ્મી દેવી રહેતા હતા...

મોટા દીકરા રમાકાંત ભાઈ શુક્લ અને તેમની પત્ની ને બે બાળકો હતા...મોટો ૧૦ વર્ષ નો દિકરો જીતેન્દ્ર તેમજ નાની દીકરી ૩ વર્ષ ની દિક્ષા....

દેવભાઈ ના મેરેજ થયાં ને લગભગ ૩
ચાર વર્ષ વીતી ચુક્યા હતાં... પરંતુ એમના ત્યાં પગલી નુ પાડનાર બહુ રાહ જોવડાવી રહ્યું હતું...

દેવ ભાઈ તેમજ લક્ષ્મી દેવી...બંને ખૂબ જ.. ધાર્મિક હતા...આસો નવરાત્રી ના તો તેઓ નવ દિવસ માત્ર ફળાહાર કરીને.... ઉપવાસ કરતા...પણ માં અંબા તેમની સામે જુએ ત્યારે ખરૂં...તમને માં અંબા પર બહુ જ શ્રધ્ધા હતી..કે માં તેમને નિરાશ તો નહીં જ કરે....

એવી જ એક આસો માસની નવરાત્રી આવી...ઘર ના‌ બધા જ ભક્તિ ભાવથી માં અંબા ને પોતાના ઘરે લાવીને... સ્થાપના કરી...
બધા જ ઘરમાં..પુરો પરિવાર મળીને... ખૂબ જ ભક્તિ ભાવથી માં અંબા ની પુજા અર્ચના કરે છે....

તે દિવસ આઠમ નો હતો...આઠમ ના દિવસે સ્પેશિયલ તેમના ઘરમાં હવન કરવામાં આવતો.તેમજ સુખડી ની પ્રસાદ ધરાવવામાં આવ્યો....

બધા એ તે દિવસે આઠમ નો ઉપવાસ રાખ્યો હતો..્રહવન કરીને....ભાવપુણૅ રીતે માતા ની પુજા આરતી કરી...
.્્
તેમજ ખૂબ જ શ્રદ્ધા થી માં અંબા ને..સુખડી નો થાળ ધરાવવામાં આવ્યો....

ત્યાર બાદ દરેક ને તે પ્રસાદ આપવામાં આવ્યો.... પ્રસાદ ખાતા જ લક્ષ્મી દેવી.. ત્યાં જ .ઢળી પડ્યા... બધા ચિંતિત થઈ ગયા...

દેવભાઈ એ.... લક્ષ્મી દેવી ને ઊંચકી ને બેડ પર સુવડાવ્યા...તેમ જ તુરંત જ તેમના ફેમિલી ડોક્ટર "પ્રહલાદ ભાઈ શાહ" ને ગભરાયેલા સ્વરે કોલ કરીને.. તેમના ઘરે તત્કાળ આવી જવા વિનંતી કરી.

પ્રહલાદ ભાઈ તુરંત જ.. પળવાર નો ય વિલંબ કર્યા વગર... ઝડપથી... અંબાલાલ ભાઈ શુક્લ ના ઘરે આવી પહોંચ્યા.... તેમણે લક્ષ્મી દેવી ને તપાસી કહ્યું..." ચિંતા કરવા જેવું કંઈ જ નથી...માં અંબા એ આટલા વર્ષે તમારી પ્રાર્થના સ્વિકાર કરી છે... તમને તમારી ભક્તિ ના પ્રસાદ રૂપે... ખુશ ખબરી આપી છે..."

લક્ષ્મી બહેન ૨ મહીના થી ગભૅવતી છે....

આવી પરિસ્થિતિમાં થોડી દોડધામ ના લીધે ચક્કર આવી ગયા હશે...મેં ઈન્જેકશન આપી દીધું છે... ગભરાવવાની જરૂર નથી..બસ તેમનું તમારે થોડું ખ્યાલ રાખવાનું છે.... મારી વાઈફ સ્મિતા શાહ કે જે ગાયનેકોલોજીસ્ટ છે...તેમને કાલે તમે કલીનીક પર મળી જશો..જે તમને જરુરી સુચનાઓ તેમજ દવાઓ આપી દેશે...

અને અંબાલાલ ભાઈ.. તમે પણ ઉભા શું છો?? મ્હોં તો મીઠું કરાવો...ઘણા વર્ષે માં અંબા એ તમારી નાની વહુ સામે જોયું છે..."
ત્યાં જ
હંસાબહેન ખૂબ જ હર્ષ થી બોલી ઉઠ્યા...: હા હા કેમ નહીં?? તમે તો અમને ખુબ જ સારા સમાચાર આપ્યા છે. પણ લક્ષ્મી વહું ને અચાનક આમ ઢળી પડતાં જોઈ અમે થોડા ટેન્શન માં આવી ગયા હતા....એટલે..પણ હવે .હાશ થઇ...તમે બેસો હૂં હમણાં જ આવી...તેમ‌ કહી દોડી ને , મંદિર માં માં અંબા ને ધરાવેલ.. ગરમ ગરમ સુખડી નો પ્રસાદ લઈ આવ્યા...તેમજ મોટી વહુ ઉમા ને જલ્દી થી પ્રહલાદ ભાઈ માટે થોડો ચ્હા નાસ્તો લઈને આવવા કહ્યું..

હવે આગળ શુ થશે?? જોઈશું..... પ્રેમ ની એક અનોખી વાર્તા ભાગ ૨ માં...