Darjeeling books and stories free download online pdf in Gujarati

દાર્જિલિંગ

દાર્જિલિંગ :- ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલા પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલા દાર્જિલિંગ જિલ્લામાં આવેલું એક મહત્વનું શહેર છે. બરસત શહેરમાં દાર્જિલિંગ જિલ્લાનું વહીવટી મુખ્ય મથક આવેલું છે.

આ શહેર એક આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ગિરિમથક છે અને તે અહીંની ખાસ દાર્જિલિંગ ચા માટે જાણીતું છે. વળી યુનેસ્કો દ્વારા ઘોષિત વિશ્વ ધરોહર સ્થળમાં આ દાર્જીલીંગ હિમાલયન રેલ્વે માટે પણ આ સ્થળ જાણીતું છે. દાર્જિલિંગ જિલ્લાનું આ મુખ્ય મથક છે. આ શહેર મહાભારત પર્વત માળામાં કે નિમ્ન હિમાલયન પર્વતમાળામાં આવેલું છે. આની સરાસરી ઊંચાઈ ૬૭૧૦ ફુટ છે.

આ શહેરનો ઇતિહાસ મધ્ય ઓગણીસમી સદી સુધી જાય છે. શરૂઆતમાં અહીં બ્રિટિશરોએ અહીં એક સેનેટોરિયમ અને મિલિટરી ડેપો બનાવ્યો. ત્યાર બાદ અહીં ચાનું વાવેતર કરવામાં આવ્યું. અહીં વાવેતરકારો એ કાળી ચાની સંકર પ્રજાતિઓ અને આથવાની નવી પદ્ધતિઓ વિકસાવી. આને પરિણામે એક ખાસ ચા અસ્તિત્વમં આવી જે આજે દાર્જિલિંગ ચા તરીકે વિશ્વમાં સૌથી પ્રચલિત બનેલ છે. દાર્જીલીંગ હિમાલયન રેલ્વે આ શહેરને મેદાની પ્રદેશ સાથે જોડે છે. ભારતમાં ચાલુ રહેલ બહુ થોડા વરાળ એંજીન આ રેલ્વેમાં છે. અહીં બ્રિટિશ સ્ટાઈલની શાળાઓ છે જેમાં ભણવા માટે ભારત અને પડોશી દેશોમાંથી વિદ્યાર્થીઓ આવે છે. બાજુમાં આવેલ કાલિમપોંગ શહેર સાથે મળી ૧૯૮૦ની ગોરખાલેંડનું કેંદ્ર હતી. હાલમાં સક્રીય ગોરખાલેંડ નામના અલગ રાજ્યની માંગણીનુ મુખ્ય કેન્દ્ર પણ દાર્જિલિંગ છે. હાલના વર્ષોમાં વધતા પ્રવાસી ભારને કારણે વધેલી સ્ત્રોતની જરૂરીયાતને કારણે અહીંના નાજુક પર્યાવરણને ખતરો નિર્માણ થયો છે.

દાર્જિલિંગનો ઇતિહાસ બંગાળ, ભૂતાન,સિક્કિમ અને નેપાળના ઇતિહાસ સાથે ગૂંથાયેલો છે. પૂર્વ ૧૯મી સદી સુધીના સમય સુધી દાર્જિલિંગની આસપાસનો પહાડી પ્રદેશ ઐતિહાસિક રીતે ભૂતાન અને સિક્કિમ રાજ્યો દ્વારા નિયંત્રિત હતો અને સિલિગુડીનો મેદાન પ્રદેશ નેપાળ રાજ્ય, દ્વારા નિયંત્રિત હતો અને અહીમ્ અમુક લેપ્ચા કુળના અમુક કુટુંબો રહેતાં હતાં . ૧૮૨૮માં નેપાળ-સિક્કિમ સીમા ક્ષેત્ર તરફ જતા એક શિષ્ટ મંડળ દાર્જિલિંગમાં રોકાયું અને તેમણે નક્કી કર્યું કે બ્રિટિશ સિપાહીઓનીએ સેનેટોરિયમ માટે આ સ્થળ ઉપયુક્ત હતું. ૧૮૩૫માં કંપનીએ સિક્કિમના ચોગ્યાલ પાસેથી મહનંદા નદીની પશ્ચિમ તરફનું ક્ષેત્ર ભાડાપટ્ટે લીધું. ૧૮૪૯માં, સિક્કિમના ચોગ્યાલ દ્વારા બ્રિટિશ ઈસ્ટ ઈંડિયા કંપનીના ડાયરેક્ટર આર્થર કેમ્પબેલ અને શોધક અને વનસ્પતિ શાસ્ત્રી જોસેફ ડેલ્ટન હૂકરને બંદી બનાવાયા. તેમની મુક્તિ માટે ઈસ્ટ ઈંડિયા કંપનીએ સેના મોકલી. સિક્કિમ શાશકો અને કંપની વચ્ચે ખટરાગ ચાલુ રહ્યો અને કંપનીએ ૧૯૫૦માં દાર્જિલિંગનું ૬૪૦ ચો માઈલ જેટલું ક્ષેત્ર પચાવી પાડ્યું.૧૮૬૪માં ભૂતાની શાસકો અને બ્રિટિશરો વચ્ચે સિચુલાની સંધિ થઈ અને ટેકરીઓથી થઈને પસાર થતા ઘાટ અને કાલિમ્પોન્ગ ક્ષેત્ર તેમણે બ્રિટિશરોને હસ્તક આપ્યો. સિક્કિમ અને બ્રિટિશરો વચ્ચે સતત ચાલુ રહેલ અંતસને પરિણામે તેમની વચ્ચે યુદ્ધ થયું. જેના પરિણામ સ્વરૂપે એક ૧૯૬૫માંસંધિ થઈ અને તે અનુસાર એકતીસ્તા નદીની પૂર્વ તરફનો પ્રદેશ બ્રુટિશ તાબા હેઠળ ગયો. ૧૮૬૬ સુધી દાર્જિલિંગ જિલ્લાએ આકાર અને કદમાંતેનું હાલનું સ્વરૂપ મેળવી લીધું હતું જેનું ક્ષેત્ર ૧૨૩૪ ચો માઈલ જેટલું હતું .

બ્રિટિશ રાજ સમય દરમ્યાન દાર્જિલિંગના સમષીતોષ્ણ વાતાવરણને કારણે એજ ગિરિ મથક તરીકે આનો વિકાસ થયો. મેદાન પ્રદેશની ઉનાળુ ગરમીથી બચવા બ્રિટિશ રહેવાશી અહીં આવી પહોંચતા. ૧૮૪૦ સુધીમાં આ શહેર બ્રિટિશ પ્રેસીડેન્સીની અઘોષિત ઉનાળુ રાજધાની સમ બની ગઈ હતી, ૧૮૬૪માં કાયદેસર રીતે આ સ્થાન ઉનાળુ રાજધાની બની ગઈ હતી.

તેના ટૂંક સમયમાં દાર્જિલિંગનો એક આરોગ્યધામ અને સેનેટોરિયમ તરીકે ઝડપી વિકાસ થયો. આર્થર કેમ્પબેલ ,કંપનીના સર્જન અને રોબર્ટ નેપીઅર નામના લીયુટેનન્ટ દ્વારા અહીં ગિરિમથકની રચના કરાઈ હતી. કેમ્પબેલના પ્રયત્નો દ્વારા અહીં ગિરિમથકની સ્થાપના અને ઢોળાવપર વાવેતર કરાવવાની યોજના ઘણી વિકસી અને તેને પરિણામે ૧૮૩૫થી ૧૮૪૯ વચ્ચે દાર્જિલિંગની વસતિ અહીં વસવાટ અર્થે આવેલ લોકોને કારણે ૧૦૦ ગણી વધી. ૧૮૩૯ અને ૧૮૪૨ વચ્ચે અહીં થી મેદાન પ્રદેશનો જોડતો રસ્તો બાંધવામાં આવ્યો. ૧૮૪૮માં બ્રિટિશ સૈનિકો માટે અહીમ્ મિલિટરી ડેપો સ્થપાયો અને ૧૮૫૦માં આ શહેરને નગરપાલિકા મળી. [૧૨] ૧૮૫૬માં અહીં વ્યાપારી ધોરણે ચાનું વાવેતર શરૂ થયું અને ઘણાં બ્રિટિશ વાવેતરકારો અહીં સ્થાયી થયાં.[૫] બ્રિટિશ રહેવાસીઓમાટે સ્કોટિશ મિશન્રીઓએ અહીં શાળા અને અન્ય લોકોપયોગિ ઉદ્યમો શરૂ શરુ કર્યાં, આમ દાર્જિલિંગનો એક વિદ્યાધામ તરીકેનો આધાર નખાયો. ૧૮૮૧માં દાર્જિલિંગ હિમાલયાન્ રેલ્વે શરૂ થતાં આ ક્ષેત્રના વિકાસન્ વધુ વેગ મળ્યો. ૧૮૯૯માં અહીં એક મોટું ભૂસ્ખલન થયું જેને લીધે શહેર અને સ્થાનીય વસતિને ભારી નુકશાન થયું.

બ્રિટિશ રાજ દરમ્યાન શરૂઆતમાં દાર્જિલિંગ બિન વહીવટી ક્ષેત્ર હેઠળ હતું, ઓછી વસતિ અને આર્થિક રીતે પછત ક્ષેત્રને આવા ક્ષેત્ર મનાતા હતાં અને બ્રિટિહશ રાજના કાયદા કાનૂન સીધી રીતે અહીં લાગૂ પડતા ન હતાં. ૧૯૧૯માં આ ક્ષેત્રને પછાત ઘોષિત કરાયું. ભારતની સ્વાતંત્ર ચળવળ દરમ્યાન હાથ ધરાયેલ અસહકારની ચળવળ દાર્જિલિંગના ચા બગીચાઓમાં પણ ફેલાઈ. ૧૯૩૪માં ક્રાંતિકારીઓ દ્વારા બંગાળના ગવર્નર જ્હોન એન્ડર્સનની હત્યાનો એક નિષ્ફળ પ્રયાસ પણ અહીં થયો હતો. ત્યારબાદ ૧૯૪૦ના દશકામાં સામ્ય વાદીઓ દ્વારા ચાના બગીચામાં કામ કરનારાઓને સાથે લઈ અંગ્રેક્ જ સરકાર વિરુદ્ધ ચળવળ ચાલુ રહી.

૧૯૭૫માં સીક્કીમ નામના નવા રાજ્યની ઘોષણા થઈ. ભારત સરકારે કમને નેપાળી ભાષાને સંવિધાનમાં માન્યતા આપી. આને પરિણામે ગોરખાલેંડ નામના નવા રાજ્યની માંગણી એ વધુ જોર પકડ્યું. સમગ્ર ૧૯૮૦ના દાયકા દરમિયાન અલગ રાજ્યની માંગણી માટે આંદોલન ચાલુ રહ્યાં, ૧૯૮૬-૮૮ દરમ્યાન આંદોલન હિંસક પણ બન્યાં. ભારત સરકાર અને ગોરખા નેશનલ લિબરેશન ફ્રંટ વચ્ચે થયેલ કરાર પછી આ આંદોલન શાંથ થયું, આને પરિણામે ૧૯૮૮માં એક નિર્વાથિત સંગઠનની રચના થઈ આ સંસ્થાને જિલ્લાનો વહીવટ ચલાવવાનો અધિકાર હતો. જો કે હમણાં દાર્જિલિંગ શાંત છે, આ ક્ષેત્રના અપર્યાપ્ત આર્થિક વિકાસને ચાલતે અલગ રાજ્યની માંગણી હજી પણ ચાલુ છે. ૨૦૦૮-૦૯ દરમ્યાન ફરીથી વિરોધ પ્રદર્શન થયા, રાજ્ય અને કેંદ્ર સરકારે ગોરખા જનમુક્તિ મોર્ચાની અલગ રાજ્યની માંગણી નકારી કાઢી.

નવપરિણિત યુગલોને હનીમૂન માટે મોટે ભાગે હિલસ્ટેશન જ વધારે ગમે. ઠંડી હોય એટલે જોડીદાર સાથે આલિંગનમાં પડ્યા રહેવાનું… પૂર્વ ભારતમાં દાર્જિલિંગ-સિક્કીમનો સહિયારો પ્રવાસ તાજાં પરણેલાંઓ માટે યાદગાર બની શકે.

ઘણી ટ્રાવેલ કંપનીઓ ટ્રિપ ગોઠવી આપતી હોય છે. છ દિવસ-પાંચ રાતનો પ્રોગ્રામ રહેતો હોય છે. શોપિંગ કરવું હોય તો દાર્જિલિંગમાં જ કરી લેવું. સિક્કીમમાં મોઘું પડે છે.

ગ્લોવ્ઝ, જેકેટ્સ, મફલર જેવી ચીજો સાથે લઈ જવાનું ભૂલવું નહીં. માર્ચમાં કાતિલ ઠંડી હોય છે.

DIPAKCHITNIS (DMC)
dchitnis3@gmail.com
સુજ્ઞ વાચકમિત્રો કથા લેખક મિત્રો આ લેખ બાબતે આપના તરફથી રેટીંગ તેમજ અભિપ્રાય આવકારું છું.