Father's new life books and stories free download online pdf in Gujarati

પિતાને મળેલ નવતર જીવન

"આ બાપને તો નવતર જીવન ત્યારે જ મળે જયારે આ તારો છોકરો થોડો સુધરી જાય, બાકી જીંદગી આખી આ ઢસરડાં તો લખ્યા જ છે. હું પણ હવે સિંતેરએ પહોંચવા આવ્યો છું... "રમણીકભાઈ ફેકટરીનો હિસાબ કિતાબ લખતાં લખતાં ગુસ્સામાં બોલ્યાં. રમણીકભાઈ રોજની ટેવ મુજબ પોતાના સ્ટડી રૂમમાં કમ્પ્યુટર ટેબલ પર હિસાબ કરતા બેઠા હતા. થોડી થોડી વારે પોતાના ચશ્મા આંખ પર ચડાવી રહ્યા હતા. હિસાબ લખતા લખતા રસીલાબેન પર બૂમો પણ પાડી રહ્યા હતા.

રસીલાબેન રમણીકભાઈને ચૂપ કરાવતા પોતાની ખુરશી રમણીકભાઈની ખુરશીની નજીક લાવી બોલ્યાં. "ધીમે બોલો મારો કાનો ઊંઘી રહ્યો છે."

"આ મારો કાનો મારો કાનો કરીને તે જ ચડાવ્યો છે. કંઈ જવાબદારી જેવું ભાન છે કે નહિ. ત્રીસ વર્ષનો થયો છે તારો કાનો હવે પણ જવાબદારી જેવું કંઈ નથી. આટલો મોટો થયો પણ એને તો ફેક્ટરીના કોઈ પણ કામમાં એક ટકાનો પણ રસ નથી. બાપે આટલી મહેનતથી ધંધો જમાવ્યો છે, પણ એને તો બસ રખડવું છે દોસ્તારો ભેગું.... અને બાપના પૈસે પાર્ટીઓ કરવી હોય છે. રાત્રે બે બે વાગે રોજ આવે છે.... હા,બાકી રહી ગયું હતું તો પેલું એનું શું કહેવાય???????ગિટાર... જો બસ એ વગાડ્યા રાખતો હોય છે.એમાં કંઈ મળવાનું નથી. એ શોખ માટે બરાબર છે પણ એમાં રોટલાના ય ના નીકળે. "રમણીકભાઈ ઘરમાં ગંજી અને સફેદ લહેંઘો પહેરીને કોમ્પ્યુટર પર બેઠા બેઠા ગુસ્સામાં બોલી રહ્યા હતા.

"તમારો આ સ્વભાવ જ તમારો દુશ્મન છે. તમે ક્યારેય એને સમજતાં જ નથી. મારો હાર્દિક બધા છોકરા જેવો નથી, હજું નાનો છે. તે ક્યાંય રખડતો નથી. એ તો ક્યારેક પાર્ટી કરતો હોય છે.હવે તો આ બધો ટ્રેન્ડ છે, છોકરાઓ પાર્ટી કરતા રહેતા હોય છે. જમાના જમાના પ્રમાણે અલગ અલગ હોય." રસીલાબેન બોલ્યાં..

"જો તારા છોકરામાં ત્રેવડ હોય તો જાત મહેનતે પૈસા કમાઈને જે કરવું હોય તે કરે, આજ પછી જો એને આટલો ખર્ચો કર્યો છે તો કહી દેજે તારા લાડકાને કે મારા ઘરમાં એના માટે જગ્યા નથી." રમણીકભાઈ પણ ગુસ્સામાં કમ્પ્યુટરનું માઉસ પછાડતાં બોલ્યાં....

હાર્દિક આ બધી વાત સ્ટડીરૂમની બહાર સાંભળી રહ્યો હતો. રસીલાબેનનું ધ્યાન હાર્દિક પર પડતાં જ રસીલાબેન સ્ટડી રૂમની બહાર નીકળ્યા. હાર્દિકનો હાથ પકડી રૂમથી થોડો દૂર લઈ ગયા.
"તું ચિંતા ન કર બેટા! તારા પપ્પા એમ જ બોલે છે એના મનમાં એવું કશું નથી." રસીલાબેન હાર્દિકના માથા પર હાથ ફેરવતા બોલ્યાં.
"આજ સુધી હું કશું બોલ્યો નથી. પણ આજ તને કહું છું મમ્મી.... હું તો પપ્પાને પહેલેથી જ ગમતો નથી. પોતાની સ્વતંત્રતા માટે મને આઠમાં ધોરણથી હોસ્ટેલમાં મૂકી દીધો હતો. એ જ બધા દોસ્તારો સાથે હું દસ વર્ષ રહ્યો છું. હવે એમને મારા એ જ દોસ્તારો નથી ગમતા. જ્યારે મારે તમારા બંનેની સૌથી વધારે જરૂર હતી ત્યારે મને હોસ્ટેલમાં છોડી દીધો હતો. હવે બાપા વિચારે છે કે હું અચાનક જવાબદાર બની જાઉં એમની સાથે ફેકટરીમાં જોઈન્ટ થઈ જાઉ. મારી કોઈ મરજી હોય કે નહિ. મને મારું ભવિષ્ય મ્યુઝિક માં બનાવવા માંગુ છું." હાર્દિક ગુસ્સે થતા એના મમ્મીનો હાથ પોતાના માથા પરથી નીચે રાખતા ત્યાંથી ચાલતો થતા બોલ્યો.

"અરે બેટા! તને હોસ્ટેલમાં મૂક્યો હતો કેમકે તું નાનો હતો ત્યારે બહુ તોફાની હતો. તારા પપ્પાને લાગ્યું કે તું હોસ્ટેલમાં રહીશ તો સુધરી જઈશ." રસીલાબેન હાર્દિક પાસે રૂમમાં પાછળ પાછળ જતા બોલ્યાં.

રસીલાબેન હાર્દિક પાસે રૂમમાં જઈ રડવા લાગ્યા. "તું સમજ ને બેટા!!તારા પપ્પાને તારી જરૂર છે. તારા પપ્પાને ફેકટરીના કામમાં થોડી મદદ કરી દેતો જા ને, તારા પપ્પાને થોડું સારું લાગશે." રસીલાબેન હાર્દિકને સમજાવતાં બોલ્યાં.

"મમ્મી તું મને ઈમોશનલ બ્લેકમેઇલ ના કર. તને ખબર છે તારા આ આંસુ જોઈ હું પિગડી જાવ છું." હાર્દિકએ એના મમ્મી સામે જોઈને કહ્યું...

"હું તારી પાસે માત્ર એટલું જ માંગુ છું કે તું તારા પપ્પા સાથે ફેકટરીનું કામ શીખ અને આપણો બિઝનેસ આગળ વધારે, તારુ મ્યુઝિક બંધ કરવાનું ક્યાં કહુ છું. માની જાને દિકરા તારા મમ્મીની આ વાત." રસીલાબેન આજીજી કરતા હોય એવા સ્વરમાં બોલ્યાં..

"હા,સારું. પપ્પાને કહેજે કે કાલથી હું ફેકટરી પર જઈશ. એમના કામમાં મદદ પણ કરીશ. માત્ર તારા માટે આ બધું કરી રહ્યો છું મમ્મી..." હાર્દિક એના મમ્મીને પ્રોમિસ કરતા બોલ્યો.

રમીલાબેન પણ ખુશ થઈ ગયા. રોજની જેમ જ સવારે એના સમય પર રમણીકભાઈ એની ફેકટરી ચાલ્યા જાય છે. રમણીકભાઈ પોતાની ઓફિસમાં બેઠા હતા.
રમણીકભાઈ અચાનક ફેકટરીમાં હાર્દિકને આવતાં જોઈ આશ્ચર્ય સાથે બોલ્યાં. "ઓહો!!!શું વાત છે???આજે મારો દિકરો ઓફિસ આવ્યો છે. બોલ બેટા બાપા પાસેથી પૈસા જોતા લાગે છે? કેમ??" રમણીકભાઈએ કટાક્ષમાં હાર્દિકને કહ્યું.

"ના.પપ્પા હું તમને ફેકટરીના કામ કાજમાં મદદ કરવા માટે આવ્યો છું. તમે મને કામ આપો,હું હવેથી તમે કહેશો એ જ કામ કરીશ."હાર્દિક પરાણે પરાણે બોલ્યો...

રમણીકભાઈ તો હરખાય જાય છે. "લે બેટા!!આ મીટિંગ હવે તારે કરવાની છે. આ બધા હિસાબો પણ તું જોઈ લે. હું તો હવે મારી રિટાયરમેન્ટ લાઇફ જ જીવવા માંગુ છું. તું શીખી જા એટલા દિવસો હું અહીઁ બેઠો છું, તું આ બધું કામ શીખી લે એટલે હું મારી જિંદગી શાંતીથી જીવીશ."

રમણીકભાઈ તો નાળિયેર જેવા હતા, બહારથી નાળિયેર જેવા કડક અને અંદરથી મલાઈ જેવા કોમળ.

હાર્દિક એનું કામ ધીમે ધીમે ચાલુ કરે છે. થોડા દિવસો વીતી જાય છે.

"હવે મારો હાર્દિક મારો બાજુમાં ઉભો રહી ગયો છે. હું આજ બહુ ખુશ છું....રસીલા." રમણીકભાઈ ખુશ થતા રસીલાબેનને બોલ્યાં.

"હા.તમારા મોંઢા પર એ હરખ દેખાય છે...હાર્દિકના પપ્પા..." રસીલાબેન પણ રમણીકભાઈ પાસે ખુરશીમાં બેઠા બેઠા બોલ્યાં.
ત્યાં જ રમણીકભાઈને ઓફિસમાંથી એમના મેનેજરનો ફોન આવે છે. રમણીકભાઈ ઊભા થઈ ટેબલ પરથી પોતાનો ફોન લઈ વાત કરે છે. "સર... આપણે જે કંપની પાસે પાસે પૈસા માંગી રહ્યાં હતાં એ કંપની જ ઊઠી ગઈ છે. આપણે દેવાદાર થઈ ગયા છે. આપણા બધા શેરના ભાવ પણ ગગડી ગયા છે. કંપની વહેંચવા સિવાય કોઈ ઓપ્શન નથી. તમે ઘરના કાગળ પણ બે મહિના પહેલા જ ગીરવે મૂક્યા છે યાદ છે ને..રમણીકભાઈ...કંઇક તો બોલો."

આ ફોન સાંભળતા જ રમણીકભાઈને ત્યાં જ ઉભા ઉભા છાતીમાં જોરદાર દુખાવો ચાલુ થઈ જાય છે. એમના આંખ આગળ અંધારા આવવા લાગ્યા.

"હાર્દિક જલદી આવ......તારા પપ્પાને કંઈક થઈ ગયું છે." એકદમ ચિંતિત સ્વરમાં રસીલાબેન બોલ્યાં. હાર્દિક એના રૂમમાંથી દોડતો આવે છે.

બધા હોસ્પિટલ પહોંચે છે, ડોક્ટર ત્યાં જ હાજર હોય છે. રમણીકભાઈને ઇમરજન્સી રૂમમાં લઈ જવામાં આવે છે.

હાર્દિકને ડોકટર પોતાની ઓફિસમાં બોલાવે છે. "હાર્દિક...તારા પપ્પાને માઈનોર એટેક આવી ગયો છે અને મને લાગે છે એમને બાયપાસ કદાચ કરવી પડે. કાલ રિપોર્ટ કરાવી ત્યારે ખબર પડે." ડોક્ટરએ હાર્દિકને કહ્યું. "રિપોર્ટ અને ઓપરેશન નો ખર્ચ જાણી લેજે અને રોજ નું આઈ.સી.યુ.નું બીલ અહીઁ આજથી ચૂકવવું પડશે. હવે તું બહાર જઈ શકે છે."

"મમ્મી હું હમણાં આવું છું. તું અહીં બહાર બેસજે,હું આવું જ છું.પપ્પાને કંઈ નહિ થાય ચિંતા ન કરતી. હું પૈસાની વ્યવસ્થા કરીને આવ્યો. "હાર્દિકએ બહાર બેંચ પર બેસેલા એની મમ્મીને હિંમત આપતા કહ્યું..
"બેટા!!આપણે દેવામાં ડૂબી ગયા છીએ. તારા પપ્પા પાસે પણ બચતનો એક રૂપિયો રહ્યો નથી. તું પૈસા લાવીશ ક્યાંથી?ઘરના કાગળ પણ તારા પપ્પા એ બે મહિના પહેલા જ ગીરવે મૂક્યા છે." રસીલાબેન નીરસ થઈ રડી પડે છે....
ત્રણ મહિના પછી

આખો હોલ ખચાખચ પ્રેક્ષકોથી ભરેલો હોય છે. આખા હોલમાં અંધારું હોય છે. અચાનક સ્ટેજ પર એક માણસ હાથમાં માઇક લઈ આવે છે જેના પર લાઈટનું ફોકસ પડે છે. એ માણસ એનાઉન્સમેન્ટ કરતા બોલે છે. બેસ્ટ મ્યુઝીસિયનનો એવોર્ડ મળે છે........

ત્યાં તો પ્રેક્ષકોમાંથી અવાજ આવે છે....હાર્દિક....હાર્દિક.......

યસ...તમે સાચા છો..... "હાર્દિકને બેસ્ટ મ્યુઝીસિયનનો એવોર્ડ મળે છે,જે હાર્દિક એના પપ્પાના હાથે સ્વીકારવા માંગે છે."

સુટ-બૂટમાં રમણીકભાઈ સ્ટેજ પર આવે છે. રમણીકભાઈ આજે હાર્દિક પર ખૂબ ગર્વ અનુભવી રહ્યા હતા.

મારા દિકરા હાર્દિકને આ એવોર્ડ આપતા પહેલા બે શબ્દો કહેવા માંગુ છું. "હમેશાં આપણે વિચારીએ છીએ આપણા સંતાનો વિશે એ સાચુ નથી હોતું. હું વિચારતો હતો કે આ ગિટારથી હાર્દિકનું શું ભલું થશે,પણ આજે હાર્દિક એ સાબિત કરી બતાવ્યું.... એના આ ગિટારથી જ અમારી ફેકટરી દેવામાંથી ઊભી થઈ ગઈ અને હું મોતના મૂખમાંથી બહાર આવી ગયો. મને નવું જીવન મળી ગયું. હું વિચારતો હતો કે હાર્દિક રાત્રે જાગી જાગીને પાર્ટી કરે છે પણ હાર્દિક તો મ્યુઝિકના શો કરતો હતો. એમાંથી ભેગા કરેલા પૈસા એ તો મારો જીવ અને મારી ફેકટરી બંનેને બચાવ્યા.

લવ યુ મારા દિકરા, મને તારા પર ગર્વ છે. "હાર્દિકને બધા વચ્ચે ગળે લગાડતાં રમણીકભાઈ બોલ્યાં... રમણીકભાઈ પોતાના હસ્તે હાર્દિકને એવોર્ડ આપે છે.

બાપ અને દિકરા બંનેની આંખમાં આંસુ હતા. આખા હોલમાં તાળીઓનો ગળગળાટ ગુંજી ઉઠ્યો.


યોગી