Maadi hu Collector bani gayo - 25 books and stories free download online pdf in Gujarati

માડી હું કલેકટર બની ગયો - 25

🚔માડી હું કલેકટર બની ગયો 🚔

ખંડ -૨૫

બે દિવસ પછી જીગર નું ઇન્ટરવ્યૂ છે. રાત્રે વર્ષા તેની ડાયરી તેના દિલ પાસે રાખી આંખો બંધ કરીને સુઈ રહી હતી. તેના આંસુ ગાલ પર સુકાય ગયા હતા. વર્ષા ના પપ્પા એના રૂમ પર આવ્યા હતા. વર્ષાની ડાયરી માં તેના આંસુ થી થયેલ ધાબા જોવા મળી રહ્યા હતા. પપ્પા એ તેની ડાયરી તેની પાસેથી લીધી અને એકીટકે જોતા રહ્યા. થોડા જ સમય પહેલા પપ્પા નું સપનું સાકાર કરનાર વર્ષા આજે ઉદાસ હતી. પપ્પા થી વધુ વર્ષાને બીજું કોણ જાણે? પપ્પાને તેની સમજદારી પર પૂરો ભરોસો હતો. તેને પપ્પા પાસે કોઈ જીદ ન કરી ખાલી ભણવામાજ મન લગાવ્યું હતું.

પપ્પાએ વર્ષાને જોતા તેના હોઠ પર મુસ્કાન આવી ગઈ. પપ્પા તેની છોકરી પાસે બેસી ગયા અને તેના માથા પર હાથ ફેરવવા લાગ્યા. અને વર્ષા નો એ ઉદાસ ચેહરા પર હવે પાછા આંસુઓની ધારાઓ વહેવા લાગી. પપ્પાએ વર્ષા ને સાંત્વના આપતા ભેટી પડ્યા. ઘણા દિવસોથી ડરી રહેલ, ઉદાસ થયેલ વર્ષા ને જાણે પાંખો મળી ગઈ હોય.

કાલે જીગરનું ઇન્ટરવ્યૂ છે. અને જીગર હજુ વર્ષા ની રાહ જોઈ રહ્યો છે. ઇન્ટરવ્યૂ માટેની તૈયારી સારી રીતે કરી હતી. જીગરે હવે તેની ડાયરી ઉપાડી અને તેમાં લખ્યું - અત્યાર સુધીની જીવનયાત્રા માં ગણિતમાં પાસિંગ માર્કથી લઈને આઈ.એ.એસ ના ઇન્ટરવ્યૂ સુધીની સંઘર્ષ યાત્રા માં ઘણા સંઘર્ષો જોયા છે માતા પિતા એ વ્યાજે રૂપિયા લઈને મને અહીંયા મોકલ્યો છે. માતાએ એકપણ સાડી નથી લીધી જેથી થોડા પૈસા બચે અને મને મોકલે. વર્ષા ની પણ ઘણી ઉમ્મીદ જોડાયેલી છે. બસ હવે આ છેલ્લો પ્રયત્ન અને મારી સફળતા ને ફક્ત એક દિવસ બચ્યો છે. હા પણ આ દિવસે વર્ષાની ખુબ જ યાદ આવે છે...!

જીગરે હવે ડાયરી ના પન્ના ફેરવતા તે વાંચવા લાગ્યો. તેને આખી ડાયરી વાંચી લાઈબ્રેરીમાં નોકરી, આટ્ટા ચક્કી માં નોકરી, શાનકોઠી, વગેરે તેના જીવન સંઘર્ષ ને વાંચ્યો અને તેની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. અને તેને ડાયરી વાંચતા જોયું કે તેમાં ઘણો બધો શ્રેય પંડિતનો પણ હતો તેની ઈચ્છા પંડિતને મળવાની થઈ.

જીગર પંડિત ને મળવા માટે તેના રૂમ પર જવા તૈયાર થઈ ગયો. જીગર જેવો પંડિત ને મળવા તેના રૂમ પર થી બહાર નીકળ્યો કે તેને આંખો પર એક ભરોસો અને હસતા હસતા સામેથી આવતી વર્ષા ને જોઈ. વર્ષા ને આવતા જોઈને જીગરની જિંદગી ભરી ભરી લાગવા લાગી.

વર્ષા એ જીગરને કહ્યું - સોરી જીગર, મારે આવતા મોડું થઈ ગયું.
જીગરે હસતા કહ્યું - નહી વર્ષા, તું મારી જિંદગીમાં એકદમ સાચા સમયે જ આવી છો. તારા આવવાથી જ બધું સારું થયું છે.
પોતાના વખાણ સાંભળતા વર્ષા હસવા લાગી.
જીગરે ફરી કહ્યું - વર્ષા, મારે પંડિત ને મળવા જવું છે. મારા જીવન માં તેનું ઘણું યોગદાન છે હું તેને નહી ભૂલું શાયદ પંડિત ન મળ્યો હોત તો હું અહીં સુધી ન પોંહચી શકત!!
વર્ષા - પણ પંડિતે તો તારું અપમાન કર્યું હતું.
જીગર - નહી વર્ષા, પંડિત મારો દોસ્ત છે, તેને ગાંધીનગર માં મારી ઘણી મદદ કરી હતી. જેણે તમારું ભલું કર્યું હોય તેનો સાથ ક્યારેય ન છોડવો જોઈએ.

જીગરની વાત સાંભળી વર્ષા ની આંખો ભીની થઈ ગઈ. તે બોલી - જીગર, મને લાગે છે કે મે તને મારી જિંદગીમાં પસંદ કરીને ખુબ જ ખુશ છું કેમ કે જેની પાસે આવું દિલ છે જે બધાને પ્રેમ કરવાનું જાણે છે.

બંને ગાંધીવિહાર ચાલ્યા પંડિતને મળવા. પંડિત તેના રૂમ પર સુતો સુતો " જહાં નહી ચેના વહાં નહી રેહના " ગીત સાંભળી રહ્યો હતો. જીગરની સાથે વર્ષાને જોઈને પંડિત ચોંકી ગયો. પંડિતે ગીત બંધ કરી દીધું અને તે પલંગ પર બેસી ગયો.
જીગરે પંડિતને કહ્યું - કાલે મારું ઇન્ટરવ્યૂ છે પંડિત! મને ઇન્ટરવ્યૂ સુધી પોંહચાડવામાં વર્ષા સિવાય જો કોઈ બીજું હોય તો એ તું છે. તે મારો સાથ ન આપ્યો હોત તો શાયદ હુ અહીં સુધી પોંહચી જ ન શકત. આજે તારી શુભકામનાઓ ની મારે ખુબ જ જરૂર છે!

વર્ષા એ પંડિત ને કહ્યું - ભાઈ, હવે તમે તમારા છેલ્લા પ્રયત્ન માં લાગી જાઓ સારી તૈયારી કરો, ખુબ જ મેહનત થી વાંચવા લાગો. જીગર પણ તેના છેલ્લા પ્રયત્ને ઇન્ટરવ્યૂ માટે નામાંકિત થયોને..!
પંડિત - શાયદ જીગરનું સિલેક્શન ન થયું તો?
વર્ષા - જીગરે ખુબ જ મેહનત થી તૈયારી કરી છે. અને જો નહી થયું તો દુનિયામાં બીજા ઘણા કામ છે. મારા માટે જીગર ઇન્પોર્ટન્ટ છે તે શું બને છે એ નહી.

જીગર - પંડિત તું આ વર્ષે મન લગાવી ને તૈયારી કર તું જરૂર સફળ થઈશ.

બંને ના અશ્વાશન અને સાંત્વનાથી પંડિત નું દિલ હવે હલકું થયું. થોડા સમય પછી બંને ને છોડવા માટે પંડિત ગાંધીવિહાર રીક્ષા સ્ટેન્ડ સુધી ચાલ્યો ગયો.
રીક્ષાની રાહ જોતા પંડિતે જીગર ને કહ્યું - જીગર, મે વર્ષના ઘરે ફોન કર્યો હતો. લાગણીમાં આવીને પંડિતે સાચી વાત કહી દીધી.
પંડિતની વાત સાંભળી જીગરે ખાલી એટલું કહ્યું - કોઈ વાંધો નહી પંડિત, બની શકે અનાથી ઈશ્વરની કંઈક અલગ ઈચ્છા હોય.

પંડિત મૌન રહ્યો અને કંઈજ ન બોલી શક્યો. જીગર અને વર્ષા રિક્ષામાં બેસીને નહેરુવિહાર તરફ ચાલ્યા અને પંડિત એ બંને ને જોતો રહ્યો.

જીગર અને વર્ષા upsc ઓફિસ જવા માટે તૈયાર થઈ ગયા. જીગર આજે પેહલીવાર કોઈ ઇન્ટરવ્યૂ આપવા માટે જઈ રહ્યો હતો.

to be continue...
ક્રમશ: આવતીકાલે
જયદીપ સોનારા"વિદ્યાર્થી"