Maadi hu Collector bani gayo - 27 books and stories free download online pdf in Gujarati

માડી હું કલેકટર બની ગયો - 27

🚔માડી હું કલેકટર બની ગયો 🚔

ખંડ -૨૭

આજે બાર તારીખ ને યુ.પી.એસ.સી ફાઇનલ રિઝલ્ટ નો દિવસ હતો. સાંજે નવ વાગ્યે રિઝલ્ટ આવવાનું હતું. ફાઇનલ રિઝલ્ટ યુ.પી.એસ.સી બોર્ડ પર અને ઇન્ટરનેટ ઉપર લાગવાનું હતું. ઇન્ટરવ્યૂ આપવવાળા પરીક્ષાર્થીઓ એજ ઉમ્મીદ લગાવીને બેઠા હતા કે તેનું ફાઇનલ સિલેક્શન થઈ જશે. વર્ષા એ જીગર ને મોબાઈલ ભેટ માં આપ્યો હતો. જીગર એકટકે તેને જોઈ રહ્યો હતો. જીગર નો દિવસ ક્યારેક ખુશી તો ક્યારેક નિરાશા માં વીત્યો. ક્યારેક લાગતું કે પાસ થઈ જઈશ તો કેટલું સારું બધું જ ઠીક થઈ જશે! તો ક્યારેક લાગતું કે જો શાયદ ફેઇલ થયો તો બધું જ બરબાદ થઈ જશે!

અંતે સાંજ ના આઠ વાગ્યે જીગર રૂમ પરથી નીકળ્યો. જીગર ના ફોન માં ઇન્ટરનેટ ચાલતું ન હતું. તે સાઇબર કાફે માં રિઝલ્ટ જોવા માટે નીકળ્યો. પણ ત્યાં જ અચાનક વરસાદ ચાલુ થઈ ગયો એક બાજુ ઘનઘોર અંધારું અને ધોધમાર વરસાદ ચાલુ થયો. જીગર ત્યાં જ હનુમાનજીના મંદિર પાસે ઉભો રહ્યો. તે વરસાદ ને જોઈને તેના રિઝલ્ટ ની કલ્પના કરવા લાગ્યો.

બીજી બાજુ વર્ષા પંડિતને લઈને આજ સમયે યુ.પી.એસ.સી ગેટ પાસે રીક્ષા માં ચાલુ વરસાદે પોંહચી ગઈ. શાયદ તે જીગર ને સરપ્રાઈઝ આપવા માંગતી હશે. જ્યા રીક્ષા ઉભી રહી ને ગેટ પાસે બધા પરીક્ષાર્થીઓની ભીડ જોવા મળી. ચાલુ વરસાદે બધા જ ભીંજાઈ રહ્યા હતા. પંડિતે ભીડ માં જઈને ધક્કો મારતા મારતા તે બોર્ડ કે જ્યાં રિઝલ્ટ લગાવ્યું હતું ત્યા પોંહચી ગયો વર્ષા પણ તેની પાછળ જ પોંહચી ગઈ. ત્યાં બંને એ પાંચ લગાવેલ લિસ્ટ માં જીગરનું નામ શોધવા લાગ્યા. વરસાદ વર્ષા ને ૭૬ માં રેંક માં જીગરનું નામ જોવા મળતા જ તે ખુશી થી ચીલ્લાઈ ઉઠી અને પંડિતે પણ તે નામ જોઈને બંને ખુબ જ ખુશ થયા.

આજ સમયે ઘનઘોર રાત ધમધાર વહેતો પવન અને સાથે ધોધમાર વરસાદ વરસે છે. હનુમાનજીના મંદિર પાસે ઉભો જીગર શાયદ કોઈના ફોન ની રાહ જોઈ રહ્યો હોય ત્યાંજ તેના ફોન ઘંટી વાગી ફોન જીગર એ ભીના હાથે ફોન ઉપાડ્યો ને બોલ્યો - હા બોલ પંકલા શું છે ?
પંકજ - લ્યા તને ખબર નથી આજે ૧૨ તારીખ છે
જીગર - હા છે તો શું કરું ?
પંકજ - લ્યા રિઝલ્ટ આયી ગયું
જીગર - શું થયું મારું ?
પંકજ - કીધુંતું ને! લ્યા કલેકટર બની જ્યો લ્યા!

જીગર - ધડામ દઈને ફોન મુક્યો ને દોટ માંડી એક બાજુ ધોધમાર વારસતા વરસાદ માં જાણે એને કોઈજ ફિકર ના હોઈ જાણે એને આખી દુનિયા મળી ગઈ હોઈ એમ દોડવા લાગ્યો. અને એક મકાન ની છત નીચે ઉભો રહીને એને ઘરે માં ને ફોન કાર્યો માં એ ફોન ઉપાડ્યો રાતે ફોન આવતા જરાક ફફડાટ હતી માં બોલી ' હા જીગર કેમ અત્યારે ફોન કર્યો બધું ઠીક છેને!'

જીગર - "માડી તારો દીકરો કલેકટર બની ગયો" આખોમાં આંસુ ની ધાર ને માથે પડતાં છાટા લૂછતાં લૂછતાં જીગર બોલ્યો
આટલી વાત સાંભળતા જ માતા એ દોટ મુકી જીગર ના બાપુ સાંભળો છો જીગર કલેકટર બની ગયો! ત્યાં હરજીભાઈ ગાયું ને ઘાસ નાંખતા મૂકીને આવ્યા 'હાચે!'

જીગર સાથે બંને એ વાત કરી ત્યાંજ અચાનક જીગર ને વર્ષા નો ફોન આવ્યો
વર્ષા - જીગર, તું આઈ.એ.એસ બની ગયો.
જીગર - શુ કહ્યું ફરીથી કેને?
વર્ષા - હા જીગર, તું આઈ.એ.એસ બની ગયો.
જીગર - વર્ષા મને હમણાં જ પંકજ નો ફોન આવ્યો હતો અને આજ ખુશ ખબર આપવા તને ફોન કરી રહ્યો હતો ત્યાં તેજ મને ખબર આપી.
વર્ષા - જીગર સાંભળ હું યુ.પી.એસ.સી ભવન થી નહેરુવિહાર આવી રહી છું તું ત્યાં જ મારી રાહ જોજે.

જીગર હવે દોડતો દોડતો નહેરુવિહાર તરફ જવા લાગ્યો. ચાલુ વરસાદે તેને હવે કોઈ જ ફિકર ન હતી. તેના ચેહરા પર એક અજીબ ખુશી હતી. ક્યારે નહેરુવિહાર આવી ગયું ખબર જ ના પડી! વર્ષા ઉભી ઉભી જીગર ની રાહ જોઈ રહી હતી. સામેથી જીગરને દોડીને આવતા જોઈને વર્ષા ના ચેહરા પર મુસ્કુરાહટ છવાઈ ગઈ. વર્ષા જીગરને ભેટી પડી અને આંખો માંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા.

જીગર અને વર્ષા નહેરુવિહારના પુલ પર ઉભા ઉભા ચાલુ વરસાદે પુલ નીચે પાણીને જોઈ રહ્યા હતા. ત્યાંજ જીગરે ઉત્સાહથી કહ્યું - વર્ષા, હવે બધુજ ઠીક થઈ જશે!
વર્ષા - હા જીગર, હવે બધું ઠીક થઈ જશે.
જીગર - વર્ષા હું કાલે ઘરે જઈને આવું ઘણો સમય થી ઘરે જવાનો સમય નથી મળ્યો.
વર્ષા - જીગર , હું પણ એજ કેહવાની હતી કે હું પણ કાલે ઘરે જઈ રહી છું. હવે આપણે શાયદ દિલ્લીમાં મળી ન પણ મળી શકીયે
જીગર - કેમ વર્ષા શું થયું ?
વર્ષા - જીગર, આજે તારો ખુશીનો દિવસ છે. તું કાલે ઘરે જા, હું પછી કહીશ
જીગર ને સમજ માં ન આવ્યું.
બંને હવે પોતાના ભવિષ્યની ચિંતા છોડી ને એકબીજાનો હાથ પકડીને એકબીજાના મન માં ખોવાઈ રહ્યા હતા.

ત્યાં જ પાછળથી દોડતા દોડતા ગુપ્તા અને પંડિત આવ્યા.
ગુપ્તા - મહારાજ, તમે તો બઉ મોટું તીર મારી દીધું. એ પણ સીધું જ યુપીએસસી અને એમાંય સીધું આઈ.એ.એસ જીગર આજે હું ખુબ જ ખુશ છું.
જીગર - ધન્યવાદ ગુપ્તા, તું પણ હવે dy.sp બની જા
પંડિત - મજાક ઉડાવતા કહ્યું - અભિનંદન કલેકટર સાહેબ!
જીગર - પંડિત, હું મારા મિત્રો માટે એક મિત્ર જ છું અને રહીશ!

to be continue...
ક્રમશ : આવતીકાલે
જયદીપ સોનારા "વિદ્યાર્થી"