Maadi hu Collector bani gayo - 30 books and stories free download online pdf in Gujarati

માડી હું કલેકટર બની ગયો - 30

🚔માડી હું કલેકટર બની ગયો 🚔

ખંડ -૩૦

સાંજે જીગર એકેડમી ના રૂમ પર આરામ કરી રહ્યો હતો ત્યાં આકાશ ગરમા ગરમ કોફી લઈને આવ્યો. અને આકાશ એ કહ્યું કે સર તમે આઠ વાગ્યે ડિનર માટે તૈયાર થઈ જજો.
જીગર ફોર્મલ ડ્રેસ માં ડિનર કરવા માટે નીકળ્યો.
જીગર હોસ્ટેલ ના પગથિયા ઉતરી જ રહ્યો હતો કે તરત જ આકાશ એ કહ્યું - સાહેબ જી, તમે કોટ અને ટાઈ લગાવી લો. ડાયરેકટર સાહેબ આ મામલમાં ખુબ જ સખ્ત છે.
જીગર રૂમ માં ગયો આકાશ પણ આવી ગયો તેને જીગર ને ટાઈ અને કોટ આપ્યો અને બોલ્યો - સાહેબજી, તમે આમાં ખુબ જ સરસ લાગશો!
જીગરે કોટ અને ટાઈ પહેરીને આકાશ તરફ જોતા કહ્યું - હવે ઠીક ને દોસ્ત ?

આકાશ - હા સાહબજી, હવે ડિનર માટે જઈ આવો!

હવે આ ઔપચારિક કપડા પહેરીને જીગર ડિનર કરવા જઈ રહ્યો હતો. જીગર થોડો નર્વસ હતો કેમકે તેને લાગતું હતું કે બધાની નજર તેના પર હશે. પણ બધા જ ઓફિસર એક પરિવાર ની જેમ મળી રહ્યા હતા. એક બીજાની ઓળખાણ કરી રહ્યા હતા. જીગરે પણ અમિત, વર્મા સર, અને ગોદાવરી મેડમ સાથે ઓળખાણ કરી. જીગરને હવે આત્મવિશ્વાસ આવવા લાગ્યો. તેનો ડર હવે નીકળી ગયો. જીગરે ડિનર ખતમ કર્યું.

બીજા દિવસે વહેલી સવાર નો સમય હતો. જીગર નીંદર કરી રહ્યો હતો. ત્યાં રૂમ પર આકાશ આવ્યો જીગરે નીંદર માં દરવાજો ન ખોલ્યો આકાશ એ બે ત્રણ વખત દરવાજો ખટખટાવ્યો. અંતે જીગર ઉભો થયો અને દરવાજો ખોલ્યો
ત્યાંજ આકાશ બોલ્યો - સર અત્યારે પી.ટી માટે ગ્રાઉન્ડ પર જવાનો સમય છે અને તમે આરામ કરી રહ્યા છો?
જીગરે અચાનક તેની ઘડિયાળ જોતા ૬ વાગી ચુક્યા હતા. જીગર ફટાફટ તૈયાર થઈને ગ્રાઉન્ડ ઉપર ગયો બધાજ ટ્રેની ઓફિસર કોઈને કોઈ એક્ટિવિટી કરી રહ્યા હતા, કોઈ રનિંગ કરી રહ્યું હતું, કોઈ કસરત કરી રહ્યું હતું. ડાયરેક્ટર સાહેબ પણ આજ એક્ટિવિટી માં વ્યસ્ત હતા એ જોઈને જીગરે ફટાફટ રનિંગ ચાલુ કરી દીધું.

પી.ટી બાદ બ્રેકફાસ્ટ નો સમય હતો અને તે પછી લેક્ચર શરૂ થવાના હતા. જીગરે ફટાફટ બ્રેકફાસ્ટ કરી લેક્ચર માં ગયો. બધાજ ઓફિસર ની ભાષા અલગ અલગ હતી. પરંતુ બધા જ ની શેક્ષણિક પૃષ્ઠભૂમિ પણ અલગ હતી. જીગર તેની પહેલાં કલાસ માં જઈને નવાઈ લાગી. જીગર એક એવા કલાસ રૂમ માં બેઠો જાણે કોઈ થિયેટર હોઈ. એક મોટું પ્રોજેક્ટર અને સામે મોટી મોટી ઓફિસર ની ખુરશી અને તેમાં ઓફિસર ના નામ લખેલ હતા. જીગર તેના નામ લખેલ જગ્યા એ બેસ્યો ત્યાં એક માઈક રાખેલ હતું જેમાં કોઈ પ્રશ્ન પૂછવા માટે હતું. આજે અર્થશાસ્ત્ર પર અને કાયદા પર ફેકલ્ટી સમજાવી રહ્યા હતા. જીગર આ બધું જોઈને ખુબ જ ખુશ હતો.

અંતે ટ્રેનિંગ શરૂ થઈ. કાર્યક્રમ કંઈક આ પ્રમાણે હતો - સવારે પી.ટી પછી ત્રણ વખત કલાસ થતા જેમાં આખો સમય વીતી જતો. અને બીજી ઘણી અન્ય પ્રવૃત્તિ પણ કરવામાં આવતી હતી. જીગર આ કાર્યક્રમ માં ભાગ લેવા લાગ્યો અને ખુબજ ઉત્સાહથી નવું નવું શીખવા લાગ્યો. તેના વ્યક્તિત્વમાં એક ઓફિસર જેવા ગુણો આવવા લાગ્યા.

લાખો રૂપિયાના સાધનો એકેડમી માં ઉપલબ્ધ હતા. જીમ પણ હતું જીગરે આવું જીમ ક્યારેય જોયું ન હતું. સવારે ઓફિસર ગ્રાઉન્ડ પર એવી રીતે નીકળતા જાણે કોઈ સેના નીકળતી હોય. જીગર બધી વસ્તુ નો આનંદ લાઈ રહ્યો હતો.

એક દિવસ સવારે જીગર કલાસ જઈ રહ્યો હતો કે આકાશ એ પાછળથી બૂમ પાડી - જીગર સર......જીગર સર....તમારા માટે ફોન છે!

જીગર આકાશ સાથે હોસ્ટેલ ના ફોન બુથ પર ગયો ત્યાં ફોન ચાલુ જ હતો.
જીગર બોલ્યો - હા જી કોણ...?
ત્યાંજ જીગર ને એ અવાજ સાંભળવા મળ્યો જે ઘણા સમય થી રાહ જોઈ રહ્યો હતો.
વર્ષા મુસ્કુરાઈ ને કહ્યું - અચ્છા કલેકટર સાહેબ, હવે અમને પણ ભૂલી ગયા કે શું??

જીગરે ઉત્સાહથી કહ્યું - વર્ષા સોરી હું એકેડમી માં થોડો વ્યસ્ત હતો. અને અહીંયા દરેક વસ્તુ માં સમય નું પાલન કરવું પડે છે. ખુબ જ સખ્ત નિયમ છે અહીંયા!
જીગરે ઉત્સાહથી પૂછ્યું - વર્ષા તું ક્યાં દેહરાદૂન છે?

વર્ષા એ હસીને કહ્યું - જીગર, હું તારી સામે જ છું. LBSNAA ની ગેટ પાસે ઉભી છું. તું બહાર આવી શકીશ?

to be continue...
ક્રમશ : આવતા અંકે
જયદીપ સોનારા "વિદ્યાર્થી"