Shwet Ashwet 44 books and stories free download online pdf in Gujarati

શ્વેત, અશ્વેત - ૪૪

‘કાલે સવારે જ. અસ સૂન અસ યુ આર ઇન પોરબંદર, તમે મને પ્લીઝ કોલ કરજો, જેથી કરીને હું તમારા ટાઈમિંગસ સિડ્યુલ કરી શકુ.’

‘ઓક.’

તનીષાએ પૂછ્યું, ‘કોણ છે?’

‘કોઈ નૈના ઇંદ્રાણી. શિ ઇસ વિથ અ ન્યૂસ ચેનલ. એને કીધું કે આપણો એક ઇન્ટરવ્યૂ લેવો છે.’

‘પણ આપણે પોલિસને પહેલા પૂછવું જોઈએ. હોય શકે એ લોકોએ કોઈ ઇન્ફોર્મેશન બહાર ન આપી હોય તો પછી..’

‘હા. એ ડેટેક્ટિવ કોણ હતી? કો.. શું હતું એનું નામ?’

‘કૌસર. એને પૂછી લઈશું. પોલીસ સ્ટેશન જઈને વાત કરીશું.’

નૈના ઇંદ્રાણીએ તનિષ્કને ફોન કર્યો તે પહેલા સામર્થ્ય, સિયા, અને જ્યોતિકાને ફોન કર્યો હતો. કોઈએ જવાબ ન હતો આપ્યો.  જ્યારે શ્રુતિ અને તેના મિત્રો અહી પોરબંદર આવ્યા, ત્યારથી જ નૈના તેઓને ફોલો કરતી હતી. પછી અચાનક જ પોસ્ટ બંધ થઈ ગઈ. હાલાકે થોડા દિવસોમાં જ શ્રુતિના મર્ડરની વાત બહાર આવી હતી (પોલિસનું કેહવું હતું કે કિલર પકડાઈ જશે, પણ કોઈને હજુ ગિરફત કરવામાં આવ્યા ન હતા), અને પછી ક્રિયાની. આ બધામાં મીડિયા તો ઇંતેરેસ્ટેડ હોય જ. પણ આ ઘરનું કોઈ પણ  વ્યક્તિ બહાર બહુ ન હતું આવતું, અને પોલીસ સ્ટેશનમાં હજુ કોઈ રીપોર્ટરને તેઓ દેખાયા ન હતા. શ્રુતિની મૃત્યું પેપર્સમાં હાઇલાઇટ થઈ ન હતી, પણ જે પ્રમાણે નૈનાને ખબર હતી, આ કેસ તેથી બેચિદા હતો. કૌસર અને નૈનાને બિલકુલ ફાવતું ન હતું. કૌસર બધુ છીપાવીને રાખવા માથે, પણ નૈના તો તે જાણીજ લે. હાલ નૈનાને બસ એક જ ડર હતો  – નૈનાને એ તો ખબર હતીકે કૌસરને ઈન્ટર્વ્યુ વિશે પૂછવામાં આવે તો કૌસર ઘસીને ના કહી દેશે, પણ એક વાર કૌસર ના કહી દે તે પછી તે તનિષ્ક પાસેથી “ઇન્ફોરમાલી” બધુ રહસ્ય કઈ રીતે જાણશે. આ લોકો પૈસા, કે ફેમની લાલચમાં કઈ કરે એવા હતા નહીં. અને ન હતી આ લોકોને “ફ્રીડમ ઓફ પ્રેસ”ની કઈ પરવાહ. પણ કોઈ રીતે તો જાણવું જ પળશે.. 

તેજ સમયે સામર્થ્ય ઊંઘવાનું ઢોંગ કરી રહ્યો હતો. તે ધીમેથી પોતાના બેડમાંથી નીકળ્યો. દરવાજો ખોલ્યો. દરવાજા પાછળના કપબર્ડમાં આજે તેને ગાડીની ચાવી ન હતી મૂકી. તે ચાવી સામર્થ્યએ જે કુર્તા પહર્યો હતો તેના  પોકેટમાં હતી. દરવાજો બંધ કરી તે બહાર આવ્યો. એ વાતની ખાતરી કરી કે હાલ કોઈ જાગતું ન હતું. એના હાથમાં જે ફોન હતો, તેમા તેને સમય જોયો. સામર્થ્યએ તેની બાજુના રૂમની અંદર જોયું. સાંકળ ન હતી, અને અંદર પણ કોઈ ન હતું. દરવાજો બંધ કરી પગથિયાં ઉતાર્યો. નીચે સામર્થ્યએ ખાતરી કરીકે કોઈ લિવિંગ રૂમમાં તો નથીને. પછી તે કિચન તરફ વળ્યો. અહી લાઇટ કર્યા વગર જ તે ઊભો હતો. ઝારા, ચમચા, ચીપયા, ચપ્પા બધુ એક જ બાજુ ગોઠવવામાં આવ્યું હતું. વાસણ તો વધારે ન હતા. તેમાથી સામર્થ્યએ એક ચપ્પુ લીધું. રસોડામાં બહાર નીકળવાનો એક દરવાજો હતો. દરવાજો ખુલ્લો હતો. સામર્થ્યએ અંદરથી બહાર જોયું તો કોઈ દેખાયું નહીં. પણ કોઈકનો અવાજ સાંભળાઈ રહ્યો હતો. 

સામર્થ્યએ બહાર ડોકું નીકળ્યું. કોઈ દેખાયુ નહીં. જમણી બાજુ જોયું. ઘરની દીવાલોના કોર્નર આગળ કોઈ ઊભું હતું. સામર્થ્યએ દરવાજો ખુલ્લો રાખી ધીમે ધીમે, ભીતની પળખે ચાલવાંનું શરૂ કર્યું. તેના ધબકારા વધી ચૂક્યા હતા. જ્યોતિકા હતી. તે ફોન પર કોઈની સાથે વાત કરી રહી હતી. સામર્થ્ય હવે જ્યોતિકાની એકદમ જ પાછળ ઊભો હતો. અને સામર્થ્યએ ચપ્પુ ઉપાળ્યું.. 

જ્યોતિકાએ પાછળ ફરી સામર્થ્યની આંખમાં મુઠ્ઠી જેટલું મરચું નાખી દીધું. 

સામર્થ્યને દેખાયો લાલ રંગ, અને આંખો બંધ થઈ ગઈ બંધ. બળતરા થાય એટલે એને એક ચીસ પાળી. શ્રીનિવાસને આ ચીસ સંભળાઇ. અને જ્યોતિકાએ સામર્થ્યના પગમાં ચપ્પુ ખોસી દીધું. સામર્થ્યનો ફોન નીચે પળી ગયો, સાથે તે પણ નીચે પળ્યો.