Shwet Ashwet 43 books and stories free download online pdf in Gujarati

શ્વેત, અશ્વેત - ૪૩

‘પણ તું અહી શું કરવા આવ્યો છે?’

‘હરે! મારે પોરબંદર જોવું હતું.’

‘તો ગૂગલ પર સર્ચ કરી લેવું હતું. અને અહી જોવા માટે છે પણ શું? એક કિલ્લો છે, અને એ પણ બંધ છે. કીર્તિ મંદિર જોવા આવ્યો છે?’

‘નાઝ, યુ આર હિયર. તો હું તને જ જોવા આવું ને..’

કૌસરને હવે આ લોકોના સો - કોલ્ડ પ્રેમથી કંટાળો આવવા લાગ્યો હતો. કોઈ ઝગડતું જ ન હતું. કમ સે કમ નોક - ઝોકમાં મઝા તો આવે. અહી તો.. 

પછી નાઝ કહે, ‘વિડીયો કોલ કરવો હતો. તને ખબર છે ને હું અહી શું કામ આવી છું.’

‘હા. બટ ધ ફંકશન ઇસ ઓવર. અને કૌસર પોતાનો કેસ હેન્ડલ કરી રહી છે, હેને કૌસર?’

હવે આ વાત પર શું રિસ્પોન્સ આપવો?

એમ કહે કે હા, તો પછી અમાન  અને નાઝ સાથે જતાં રહે, અને ના પાળે તો એનું ‘‘સેલ્ફ વર્થ’’ શું રહે?

તે બોલે તે પહેલા નાઝ એ કહ્યું, ‘હું મદદ કરીશ તો જલ્દી પતશે. હમણાં મને એક વાત એવી ખબર પડી છે જે કૌસર ને નથી ખબર.’

અમાન અને કૌસર એક સાથે બોલ્યા. ‘શું?’

‘એ હું તારી સામે નહીં કહું. ધેર મસ્ટ બી  કોનફિનડેનષ્યાલીટી.’

આ સાંભળી અમાન હસવા લાગ્યો. 

‘ડોન’ટ વરી. હું મુંબઈ જતો હતો, તો મને થયું કે હું તમને મળી લઉં. બાકી અહી પોરબંદરમાં શું ચાલે છે?’

‘પોરબંદરમાં જે પણ ચાલતું હોય, તારી ફ્લાઇટ ક્યારની છે?’

‘અહીથી રાજકોટ, કાલે જઈશ અને પછી ત્યાંથી અમદાવાદ. ફ્રોમ અમદાબાદ, હું મુંબઈ જઈશ થ્રી ડેસ પછી.’

‘પણ કોઈને ખબર નથી થેટ યુ?’

‘ના. અને હું એક પોલીસ ઓફિસરના ઘરે છું તો પછી શું પ્રોબ્લેમ છે?’

નાઝના ચહેરા પર મુસ્કાન આવી, ‘સાચી વાત છે.’ 

‘તો આપણે ક્યાંય બહાર ફરવા જઈએ?’ અમાનએ પૂછ્યું. 

‘હા. બીચ પર જઈશું.’ કૌસર એ કહ્યું. 

તેઓ સ્કૂટર પર બીચ તરફ જવા નીકળ્યા. આમ તો કૌસરનું ડ્રાઇવિંગ ઘણું સારું હતું, પણ તે મોસ્ટલી જીપમાં ટ્રાવેલ કરતી હતી. જ્યારે જીપ ન હોય, કે બહાર જવાનું હોય ત્યારે બસમાં, કે રિક્ષામાં. તે ઘણા ટાઈમ પછી પોતાનું ઍક્ટિવા ચલાવી રહી હતી. તેની પાસે એક જૂનું બાઇક પણ હતું, જે એને અમાનને આપ્યું હતું. કૌસર જ્યારે ઓગણીસ વર્ષની થઈ ત્યારે તેને બાઇક અપાવ્યું હતું તેના માં - બાપે. તેઓ ખૂબ ખુશ હતા, અને કૌસર પોતાની શાળામાં બારમાં ધોરણમાં અવ્વલ આવી હતી. તેઓની ઈચ્છા હતી કે કૌસર ઈંજનર બને, પણ પછી તેઓ મૃત્યુ પામ્યા. માંમાં હતા કોન્સ્ટેબલ પણ કૌસરને સુપરિંટેંડેંટ બનવાની ઈચ્છા હતી. 

જ્યારે બીચ પર પોહંચ્યા ત્યારે કૌસરને યાદ આવ્યું કે નાઝને કઈક ઇન્ફોર્મેશન શ્રીનિવાસ પાસેથી મળી હતી. અમાન ફોન પર વાત કરતો હતો ત્યારે તેને પૂછ્યું, 

‘શ્રીનિવાસએ શું કહ્યું?’

‘તે કહે છેકે સિથા મૃત્યુ પામી છે.’

‘તે કઈ રીતે બની શકે?’

‘મને બિ આઇડિયા નથી. આ વાત જો સાચી સાબિત થાય તો કેસને નવા એંગલથી જોવું પળે.’

‘મને નથી લાગતું. શ્રીનિવાસ કદાચ જુઠ્ઠું બોલે છે, કે પછી તેને કોઈએ ફસાયો છે. એ વધારે ઊંડાણમાં જાય, તે કરતાં એને બીજી દિશામાં દોરી કેસ સમાપ્ત કરી દે એવું જો કોઈ ઇચ્છતું હોય તો..’

‘બની શકે.’

 ‘એને એ વાત કઈ રીતે ખબર પળીકે સિથા મૃત્યુ પામી છે?’

‘બેગસૂરાઈમાં એક છોકરી મૃત્યુ પામી હતી. તે પરથી અંદાજો લગાવ્યો. હું તને ઘરે જઈને વાત કરીશ.’

‘હા.’

અમાનએ ફોન મૂકી દીધો. તેઓ બીચ પર ચાલી રહ્યા હતા. 

આકાશમાંથી ચંદ્રની કિરણો બીચ પર પળી રહી હતી.  

તેજ સમયે નિષ્કા, જે ચારસો કિલોમીટર દૂર પોતાની બહેન સાધ ગાળી માં બેસી પોરબંદર આવી રહી હતી, તેના પર કોઈકનો ફોન આવ્યો. 

‘હેલ્લો?’

‘યેસ. હું એમ આઈ સ્પીકિંગ વિથ?’

‘શું કહો છે.. ઈન્ટર્વ્યુ? ક્યારે?’