Maadi hu Collector bani gayo - 41 books and stories free download online pdf in Gujarati

માડી હું કલેકટર બની ગયો - 41

🚔માડી હું કલેકટર બની ગયો 🚔

ખંડ -૪૧

ગાંધીનગરની સેકટર ૧૭ ની સેન્ટ્રલ લાઈબ્રેરી ની બહાર નીકળીને....
આ છોકરા એ આકાશને ફોન કર્યો.
આકાશ એ ફોન ઉપાડ્યો.
હેલ્લો............આકાશ અંકલ!
આકાશ - હા રૂદ્ર......!!
આકાશ....અંકલ....જીગર સાહેબ સાથે વાત થઈ શકે?
આકાશ - અચ્છા...થોડીવાર રહે.....!!
આકાશે જીગરને ફોન આપ્યો.

જીગર - હા રૂદ્ર, હું એક ઇન્પોર્ટન્ટ કામ માં છું ફટાફટ બોલ.
રૂદ્ર - સાહેબ....પેલી તમારી ડાયરી વાંચી મને ખુબ જ પ્રેરણા મળી છે. પણ એમાં અધૂરી માહિતી છે આગળ ની ડાયરી મને મળી શકે?
જીગર - અચ્છા આગળ બે દિવસ રાહ જોઈ લે. હું કામથી ત્યાં આવવાનો છું. ત્યારે હું લેતો આવીશ.
રૂદ્ર - ઠીક......છે....... સાહેબ....!


રૂદ્ર લાઈબ્રેરી માં જઈને પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી. બે દિવસ પછી તેને આકાશનો ફોન આવ્યો. આકાશે તેને જીગર ને મળવા માટે ગાંધીનગર સચિવાલય માં બોલાવ્યો.
રૂદ્ર ફટાફટ તૈયાર થઈને સચિવાલય જવા નીકળ્યો. સચિવાલય માં ગેટ પાસ બનાવીને તે સીધો જ કર્મયોગી ભવન ના ગેટ માં ગયો અને બીજા માળે તે રૂમ નંબર પચ્ચીસ માં નેમ પ્લેટ વાંચીને રૂદ્ર હવે ચોંકી ગયો...!!
નેમ પ્લેટ માં લખ્યું હતું.......પંકજ જોશી આઈ.એ.એસ

તે થોડીવાર ત્યાં નેમ પ્લેટ ને જ જોતો રહ્યો. અને ત્યાં પાછળથી આકાશ આવ્યો. આકાશ રૂદ્ર ને જોઈને હસવા લાગ્યો. આકાશ તરફ જોઈને રૂદ્ર બોલ્યો
આકાશ અંકલ......આ તે જ પંકજ સાહેબ છે જેના વિશે જીગર સાહેબે બુકમાં લખ્યું છે?

આકાશ - હા રૂદ્ર.....અંદર સાહેબજી તારી રાહ જોઈ રહ્યા છે. આવ!!

રૂદ્ર પહેલી વખત કોઈ અધિકારીને મળવા જઈ રહ્યો હતો. તે આકાશ સાથે અંદર પ્રવેશ્યો. જીગરને જોઈને તેને નમસ્તે કહ્યું....પંકજ ને પણ હેલ્લો.... સર....નમસ્તે...કહીને તેને સીધું જ કહ્યું.
રૂદ્ર - સાહેબ મેં તમારા જીવન અને સંઘર્ષ વિશે ઘણું વાંચ્યું છે, જેમાંથી મને એક સાચી દિશા મળી છે.
પંકજે હસતા હસતા બેસવાનો ઈશારો કર્યો.

જીગરે હવે રૂદ્ર નો પરિચય કરાવતા કહ્યું
પંકજ આ રૂદ્ર છે આપણી જેમ જ તે પણ ઘણી બધી મુશ્કેલીઓ અને ઘણા બધા સંઘર્ષો નો સામનો કરીને હાલ સ્ટેટ પી.સી.એસ અને યુ.પી.એસ.સી ની તૈયારી માં લાગ્યો છે.

પંકજ - તમારા જેવા યુવાનો ને તૈયારી કરતા જોઈને અમને પણ અમારી તૈયારીના એ દિવસો યાદ આવી જાય છે.
રૂદ્ર - જી સાહેબ.

આમ જ વાતો નો સિલસિલો ચાલુ રહ્યો. અંતે જીગરે પંકજ ને કહ્યું.
જીગર - ચાલ પંકજ, હું નીકળું મારે બીજી જગ્યાએ પણ થોડું કામ છે.
પંકજ અને જીગર બંને એકબીજાને ભેટી પડ્યા. અને વિદાય લીધી રૂદ્ર પણ જીગર સાથે જ નીચે ઉતર્યો. નીચે જતાં જતાં જીગરે રૂદ્ર ને થોડું માર્ગદર્શન આપ્યું અને પેલી બુક આપતા કહ્યું

જીગર - રૂદ્ર, હું જ્યારે તને જોઉ છું ત્યારે મને દિલ્લીના એ દિવસો યાદ આવે છે. તું પણ મારી જેમ જ તૈયારી કરી રહ્યો છે. મને વિશ્વાસ છે તું જરૂર સફળ થઈશ.
રૂદ્ર - થૅન્ક યુ સાહેબ.
આમ જ જીગર પોતાની કાર માં બેસી ગયો
હા......લ્યા.......એજ.......લાલ બત્તીમાં...!🚓🚔🚓!

જીગર ની ગાડી જોઈને રૂદ્ર એ તેની પોતાની ડાયરી કાઢી અને તેમાં લખ્યું......

" गुजरते है कलेक्टर रोड से
जैसे अकबर गुजरता है।
चिपक जाती है सबकी नजरें गाड़ी से
जैसे चुम्बक सिर्फ वहां चिपकता है।।"

રૂદ્ર ફટાફટ ગાંધીનગર ના સચિવાલય ની બહાર નીકળ્યો અને તે સેન્ટ્રલ લાઈબ્રેરી ગાંધીનગર માં પોહચ્યો. પરસેવાથી રેબજેબ રૂદ્ર એ લાઈબ્રેરી ની અંદર પ્રવેશ કર્યો. તે પોતાની જગ્યાએ બેસીને જીગરે આપેલી બુક નું પેલું પાનું ઉઠલાવ્યું અને વાંચવાનું શરૂ કર્યું......!!

🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹
પંકજ અને પંડિત માટે આજનો દિવસ કાઢવો મુશ્કેલ હતો. કેમ કે આજે મુખ્ય પરીક્ષાનું રીઝલ્ટ સાંજે પાંચ વાગ્યે જાહેર થવાનું હતું. પંકજ અને પંડિત બંને બોપર ના ત્રણ વાગ્યે રૂમ પર બેઠા હતા પંડિત ને અચાનક જ ફોન આવ્યો.

પંડિત - હા પપ્પા, પ્રણામ
પપ્પા - લ્યા આવી ગયું રીઝલ્ટ?
પંડિત - નહીં પપ્પા, હજી બે કલાકની વાર છે.
પપ્પા - પાસ તો થઈ જઈશને?
પંડિત - હા પપ્પા પેપર તો ઠીક ગયા છે..હવે રીઝલ્ટ પર નિર્ભર છે.
પપ્પા - અચ્છા, રીઝલ્ટ જોઈને તરત મને ફોન કરજે
પંડિત - જી પપ્પા

પંડિત હવે નિરાશ થઈ રહ્યો હતો. તે પંકજ ને બોલ્યો.
પંડિત - યાર પંકજ, જો આજે મારી મેઈન પરીક્ષામાં ન થયું તો?
પંકજ - પંડિત આપણે મેહનતથી કરીને પેપર આપ્યું છે, આપણે જરૂર સફળ થઈશું.
પંડિત - પણ છતાં, મારી પાસે તો પ્લાન બી પણ નથી યાર. જો આ વખતે હું નહીં થાઉ તો....!!

ત્યાં જ ગુપ્તા રૂમ પર આવ્યો શાયદ તે પંકજ અને પંડિત ની વાતો બહારથી જ સાંભળી રહ્યો હતો તેને આવતા જ કહ્યું

ગુપ્તા - અરે પંડિત, જો તારું ન થયું તો તું મારી સાથે મારા ગામમાં આવી જજે. અરે ખેતી કરીશું. દેશમાં હરિતક્રાંતિ લાવીશું બંને મળીને!! હસતા હસતા ગુપ્તા બોલ્યો.

પંડિત - ગુપ્તા તું હવે બસ કર....તું એકલો હરિતક્રાંતિ લયાવજે.
ગુપ્તા - અરે, આપણે બંને સ્વામિનાથન બનીશું.
પંડિત - હવે ચીડાય ને કહ્યું. બસ કર ગુપ્તા...!!

ત્યાં જ પાંચ ના ટકોરે યુ.પી.એસ.સી ની મુખ્ય પરીક્ષાનું રીઝલ્ટ આવ્યું ગુપ્તા એ તેના મોબાઈલમાં રીઝલ્ટ જોયું.

પંડિત - શું થયું ગુપ્તા ?
ગુપ્તા - બંને પાસ થઈ ગયા.
ગુપ્તા એ પંડિત અને પંકજ ને મોબાઈલ આપતા કહ્યું બંને એ તેના રીઝલ્ટ જોયા બંને પાસ થઈ ગયા.

ગુપ્તા - અરે, મારા સ્વામિનાથન હવે તો પાસ થઈ ગયો હવે તો ઉદાસ ન થા.......!!

to be continue...
ક્રમશ...
જયદીપ સોનારા "વિદ્યાર્થી"

Share

NEW REALESED