Maadi hu Collector bani gayo - 42 in Gujarati Motivational Stories by Jaydip H Sonara books and stories PDF | માડી હું કલેકટર બની ગયો - 42

Featured Books
Share

માડી હું કલેકટર બની ગયો - 42

🚔માડી હું કલેકટર બની ગયો 🚔

ખંડ -૪૨

જીગર અને આકાશ અને તેની બહેન હવે સવારે જ સામાન લઈને તેઓ રાજસ્થાન સ્થિત સિંહોરી જિલ્લામાં પહોંચ્યા.
સિંહોરી જિલ્લામાં અંદર પ્રવેશ કરતા જ રેલ્વે સ્ટેશને બે કોન્સ્ટેબલ અને પાંચ અધિકારીની ટીમ લેવા માટે આવી હતી. પુષ્પગુંજ થી તેમનું સ્વાગત કરવામાં આવ્યું. જીગર અને આકાશ ગાડીમાં બેસીને કલેકટર બંગલો માં પ્રવેશ્યા. જીગરે પ્રથમ વખત આખા બંગલાનું નિરીક્ષણ કર્યું. અને આકાશને આટલો મોટો બંગલો જોઈને નવાઈ લાગી.
જીગરે સવારના દસ વાગ્યે તેની ઓફિસમાં જઈને ચાર્જ સાંભળ્યો. અને પ્રથમ શહેર માં અધિકારીઓ દ્વારા આચારવામાં આવતા ભ્રસ્ટાચાર ના કેસોની ફાઈલ મગાવી.
હવે તે તેના રૂટિન કામો માં વ્યસ્ત રહેવા લાગ્યો. સાથે જ આકાશ પણ હવે જીગરની સાથે ઓફિસે જવા લાગ્યો અને કામ કરવાની રીત સમજવા લાગ્યો.

🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹

બીજી બાજુ પંકજ અને પંડિત બંને હવે ઇન્ટરવ્યૂ ની તૈયારીઓ ની શરૂઆત કરી. જીગરના માર્ગદર્શન થી તેઓ રોજ મોક ઇન્ટરવ્યૂ આપવા માટે ધ્યેય આઈ.એ.એસ માં જોડાઈ ગયા. અને બંને એ ખુબ જ જીણવટતા પૂર્વક તૈયારી કરી. શરૂઆત માં બંને થોડા નર્વસ લાગી રહ્યા હતા. ઇન્ટરવ્યૂયર્સ ના જવાબો પણ ઠીક થી આપી શકતા ન હતા પરંતુ આગળ જતાં તેમનાથી થયેલી ખામીઓ ને સુધારતા સુધારતા બંને હવે ઘણું બધું શીખી ચુક્યા હતા.

બંને આજે સવારે તૈયાર થઈને હવે યુ.પી.એસ.સી ભવન ના ગેટ પાસે પોહચ્યાં. ત્યાં ઘણા પરીક્ષાર્થીઓ નો મેળો લાગ્યો હતો. કોઈક તેના પરિજન ને કહી રહ્યું હતું કે મારું ઇન્શર્ટ તો ઠીક છેને? તો કોઈ તેના કોટ ને વારંવાર સરખો કરી રહ્યા હતા. તો કોઈક શર્ટ ના કૉલર ને વારંવાર સરખું કરી રહ્યા હતા. પંકજ અને પંડિત બંને ગેટ માં અંદર પ્રવેશ્યા.

ક્રમ માં પહેલો નંબર પંકજ નો આવ્યો હતો. તેનું ઇન્ટરવ્યૂ લગભગ ૨૨ મિનિટ ચાલ્યું હતું. અને તે હવે એક મુસ્કુરાહટ થી બહાર આવ્યો. થોડો સમય બાદ પંડિત નું પણ ઇન્ટરવ્યૂ પૂરું થઈ ગયું. બંને હવે રીક્ષા માં બેસીને રૂમ પર જઈ રહ્યા જ હતા કે પંડિતે ફરી શંકા કરતા કહ્યું.

પંડિત - પંકજ મેં તો ઇન્ટરવ્યૂર્સ ના પ્રશ્નો ના જવાબ તો બધા આપ્યા છે પણ એક પ્રશ્ન માં હું અટવાયો હતો શાયદ તેમાં મને કોઈ તકલીફ તો નહી પડે ને ?

પંકજ - કયો પ્રશ્ન કર્યો હતો?

પંડિત - તેમના દ્વારા કહેવામાં આવેલ કે તમારી હોબી તો ક્રિકેટ છે તો મનો કે તમારી એક ઇન્પોર્ટન્ટ ચેરીટી મેચ છે જેમાં જવું તમારે અત્યંત જરૂરી જો તમે નહી જાઓ તો ચેરીટી માં પૈસા ગરીબ પરિવારો ને મળશે નહી. અને બીજી બાજુ તમારે કલેકટર તરીકે એક ગામ માં લાગેલ આગ ની પરિસ્થિતિ માં મદદે જવાનું છે અને રીપોર્ટ તમારા રાજ્ય ના હોમ મિનિસ્ટર ને સોંપવાનો છે. તો તમે શું કરશો.

પંકજ - અચ્છા, પંડિત તો તે શું કહ્યું?

પંડિત - મેં કહ્યું કે હું પ્રથમ તો એ ગામ માં જઈશ અને પછી ક્રિકટ ની મેચ રમવા જઈશ.

પંકજ - અચ્છા પછી?

પંડિત - પણ તેમાંથી એક બુઝુર્ગે મને કહ્યું કે તમારે કોઈ એક જ કામ કરવાનું હોય તો તમે શું કરો?

પંકજ - તે ક્યુ સિલેક્ટ કર્યું?

પંડિત - મેં તો ગામમાં લાગેલ આગ ને વધુ પ્રાધાન્ય આપ્યું અને ત્યાં જવાનું કહી દીધું.

પંકજ - અરે, નહી પંડિત તારે મેચ રમવા જવાનું હતું.

પંડિત - લે કેમ ?

પંકજ - કેમ કે તું કલેકટર તરીકે એકલો કંઈ નથી કરવાનો તું ત્યાં પોંહચીસ ત્યાં સુધીમાં તો આગ કાબુમાં આવી જશે. ફાયરબ્રિગેડ ત્યાં પોંહચી જશે અને તું ત્યાંના સ્થાનિક અધિકારીઓ ને મોકલવાનું પણ કહી શકેને? અને હોમ મિનિસ્ટર ના રીપોર્ટ માટે મેચ પત્યા બાદ પણ આપી શકેને? તને પ્રશ્ન માં કહેલ હતું કે જો તું મેચ રમવા ન ગયો તો ગરીબ પરિવારો ને પૈસા નહી મળે! મતલબ કે અહીંયા સીધું જ નુકશાન થવાનું છે. જ્યારે પેલા ગામ માં આગથી તો નુકશાન થયું છે પણ ફાયરબ્રિગેડ, અને એમ્બ્યુલન્સ અન્ય બાબતો નું આ આખા મામલા માં તારું સુપરવિઝન જ કરવાનું હતુંને! પણ એ માટે તું એક અધિકારી ની ટીમ મોકલી શકે છે.
પંડિત - અચ્છા, હવે શું.......!!

આમ જ ચર્ચા કરતા બંને રૂમ પર આવી ગયા.પંડિત હવે આ એક પ્રશ્નને લઈને ખુબ જ હતાશ હતો. તે તેના ભવિષ્યના ખ્યાલો માં ખોવાઈ ગયો.

to be continue....
ક્રમશ....
જયદીપ સોનારા "વિદ્યાર્થી"