Safar ek anokha premni - 36 books and stories free download online pdf in Gujarati

સફર-એક અનોખા પ્રેમની... - 36


(આપણે આગળના ભાગમાં જોયું કે અભિજીતભાઈ નીયાની સંપતી મેળવવા માટે તેનાં લગ્ન આલોક સાથે કરાવી રહ્યાં છે અને વિરાજ અભિજીતભાઈને મળવા જાય છે અને તેમને જણાવે છે કે તેને આ કાવતરા વિશે ખબર છે અને કહે છે કે તે અભિજીતભાઈનાં આ પ્લાનમાં ખુશ છે. ત્યારબાદ વિરાજ ત્યાંથી નીકળી અને તેનાં ડેડે મંગાવેલી વસ્તુ લેવા મોલમાં જાય છે. ત્યાં જ તે બાજું નીયા જ્યારે બાળકો સાથે શોપિંગ કરવા જાય છે ત્યારે રસ્તા વચ્ચે પરીને ટ્રક ટકકર મારવાનું જ હોય છે કે એક યુવક તેને બચાવી લે છે. અને નીયાને ખબર પડે છે કે તે યુવક બીજુ કોઈ નહીં પણ વિરાજ છે. હવે આગળ....)

પરીને બચાવનાર તે યુવક ફોન પર વાત કરે છે ત્યારે તેનો અવાજ સાંભળી નીયાનાં મોંમાંથી શબ્દો સરી પડે છે, "વિરાજ!!"

એટલે તે યુવક એટલે કે વિરાજ ફોનમાં કહે છે, "ડેડ, હું ફોન રાખું છું." કહીને વિરાજ ફોન મુકે છે અને પાછળ ફરીને ઝડપથી નીયા તરફ આવે છે. વિરાજનો બદલેલો લૂક જોઈને નીયાનું મોં ખુલ્લું જ રહી જાય છે. તે વિરાજને નખ-શીખ સુધી જુવે છે. ખભા સુધીનાં લાંબા વાળ, વધી ગયેલી દાઢી, કેપ અને ગોગલ્સ પણ પહેરેલા હતાં. બ્રાઉન કલરનો કોટ પહેરેલો હતો. નીયા તો પહોળી આંખોએ વિરાજને જ જોતી રહી.

વિરાજ બોલ્યો, "નીયા!!"

નીયાએ કોઈ જવાબ ના આપ્યો. તે તો બસ હજુ નવાઈ સાથે વિરાજનાં નવા બદલાયેલા લુકને જ જોઇ રહી હતી. ત્યાં પરી નીયાનાં હાથને હલાવતા બોલી, "દીદી, ભૈયા આપ કો બુલા રહે હે." એટલે નીયા ભાનમાં આવી. વિરાજ ફરીથી બોલ્યો, "નીયા" પણ નીયાએ કોઈ જવાબ ન આપ્યો અને તરતજ બાળકોને કહેવા લાગી, "ચલો, બચ્ચો હમે દેર હો રહી હે." બિચારા બાળકોને કાઈ સમજાણુ નહી, તે તો નીયા સાથે ત્યાંથી નીકળવા માંડ્યા. વિરાજે બે-ત્રણ વાર રાડ પાડી, "નીયા..." પણ ત્યાં તો નીયા રોડના સામેનાં છેડે પહોંચી ગઇ હતી. વિરાજ પણ પોતાનો સામાન ખરીદવા તે બાજુ નીકળી ગયો.

બાળકોને શોપિંગ કરાવતાં સમયે પણ નીયાનાં મગજમાં ફક્ત વિરાજનાં વિચારો આવી રહ્યાં હતાં, તેની આંખો સામે વારંવાર વિરાજનો હાલનો બદલાયેલો ચહેરો આવી રહ્યો હતો. શોપિંગ કરતી સમયે એક છોકરીએ નીયાને પોતાને ગમેલો ડ્રેસ બતાવ્યો પણ નીયાએ કોઈ જવાબ નાં આપ્યો એટલે તે છોકરીએ નીયાને થોડીક હલાવતા કહ્યુ, "દીદી, મે આપકો ક્બ સે દેખ રહી હું આપ ક્બ સે કોઈ ગહેરી સોચમે હે?! ક્યાં હુઆ?" નીયા આ સાંભળીને વિચારોમાંથી બહાર આવતાં બોલી, "નહીં, કુછ નહીં."
પછી તે મનમાં બોલી કે, "હું શા માટે વિરાજનાં વિચારો કરૂ છું?" અને તેણે વિરાજનાં વિચાર કરવાનું બંધ કર્યું અને બાળકો ભેગી શોપિંગ કરવામાં લાગી ગઇ. શોપિંગ કર્યા બાદ નીયા બાળકોને ગેમ ઝોનમાં લઇ ગઇ ત્યાં બાળકો ગેમ રમી રહ્યાં હતાં ત્યારે નીયાને વિચાર આવ્યો કે તે આલોક માટે કોઈ ગિફ્ટ લઇ લે એટલે તે એક શોપમાં ગઇ ત્યાં તે આલોક માટે વસ્તુ જોઇ રહી હતી. ત્યાં તેને ફોર્મલ શર્ટ અને પેન્ટની જોડી પસંદ આવી ગઇ. તે તેને પેક કરાવી રહી હતી ત્યાંજ વિરાજ પણ પોતાના ડેડ માટે બ્લેઝર લેવા ત્યાં આવ્યો હતો. નીયાનું ધ્યાન વિરાજ તરફ ના ગયું પણ વિરાજનું ધ્યાન નીયા તરફ ગયુ એટલે તે નીયાની બાજુમાં આવીને બોલ્યો, "હાઈ" નીયાએ તેનાં તરફ જોયું અને તેને ગુસ્સો આવવા લાગ્યો. તેણે કાઈ જવાબ ના આપ્યો એટલે વિરાજ ફરીથી બોલ્યો, "અરે જવાબ તો આપ નીયા..." એટલે નીયા પોતાની પેક થયેલી ગિફ્ટ લેતા ગુસ્સામાં બોલી, "શું છે તારે વિરાજ? તે પરીને બચાવી તેનાં માટે થેન્ક્સ. બટ, હવે તું મારો પીછો શું કામ કરે છે?"

"નીયા મે માન્યું કે મે ભુલ કરી છે પણ હવે એ વાતને જાજો સમય થઈ ગયૉ છે, હવે તો તું મને માફ કરી દે." વિરાજ માફી માંગતા બોલ્યો.

નીયાએ કાઉન્ટર પર પેમેન્ટ કર્યું પછી તે વિરાજથી કંટાળતા બોલી, "ઓક્કે મે તને માફ કરી દીધો. બસ? હવે પ્લીઝ, તું મારો પીછો છોડ."

"પણ નીયા મારે તને કાંઇક કહેવું છે. તું સાંભળ તો ખરાં. " વિરાજ ધીમા સ્વરે બોલ્યો.

"મારે તારી કોઈ વાત સાંભળવી નથી. મને આટલી દુઃખી કરી ને તારૂ મન નથી ભરાણુ? કે હજું મને દુઃખી કરવા માંગે છે. પ્લીઝ, તું મારો પીછો છોડ." નીયા ઉંચા અવાજે આટલું બોલીને વિરાજ તરફ બે હાથ જોડીને ત્યાંથી નીકળી ગઇ.
નીયાનાં ઉંચા અવાજે બોલવાથી અને વિરાજ પ્રત્યે આવુ વર્તન કરીને શોપમાંથી નીકળી જવાથી બધાં પોતાનુ કામ પડતું મુકીને વીરાજ તરફ જોવા લાગ્યા એટલે વિરાજે પોતાના માથે હાથ રાખીને બધાંને કહ્યુ, "શું જુવો છો યાર મારી સામું? મે કોઈ મોટો ગુનો નથી કર્યો. આ છોકરીઓનાં નખરા તો એવાં જ હોઇને, તમે લોકો તો સમજો."
એટલે ત્યાં ઉભેલ એક કાકાએ વિરાજ તરફ હકારમાં માથું હલાવ્યું અને બોલ્યા, "એકદમ સાચી વાત બેટા." એટલે તેમની બાજુમાં ઊભેલા તેમનાં પત્ની કાકા સામે આંખો કાઢીને બોલ્યા, "શું બોલ્યા તમે?"
"કાઈ નહીં." બોલી કાકા ચુપ થઈ ગયા.
આ બધુ જોઇ વિરાજ અને ત્યાં શોપમાં રહેલા બીજા લોકો હસવા માંડ્યા. પછી વિરાજ પોતાની વસ્તુ લઇને ત્યાંથી નીકળી ગયો.

આ બાજુ વિરાજ ફરીથી મળવાથી નીયાને વિરાજ સાથેનો પોતાનો ભૂતકાળ યાદ આવવા માંડ્યો....
"વિરાજ સાથે મોલમાં શોપિંગ કરવા આવવું, કોફી શોપ પર કોફી પીવા જવું અને ઘણી બધી વાતો કરવી. બન્ને રેસ્ટોરેન્ટમાં સાથે જમવા જતા ત્યારે વિરાજ હમેંશા પોતાને જોઈતું હોઇ તેનાં કરતા વધું જમવાનું મંગાવતો અને દરવખતે વિરાજ બધુ જમી ના શકતો અને અંતે નીયાને જ તેની મદદ કરવી પડતી. બન્ને જ્યારે એક સાથે મુવી જોવા જતા ત્યારે બન્નેને હમેંશા અલગ જ પિક્ચર જોવાનું મન થતુ, એટલે તે બાબતે બન્ને વચ્ચે દર વખતે ઝઘડો થતો. ઘરથી ઓફિસે અને ઓફિસેથી ઘરે સાથે જવું. નીયા અને વિરાજ બન્નેએ થોડા સમય માટે જ સાથે સમય વિતાવ્યો હતો છતાં ઘણી યાદો હતી.

તેને એક ઘટના યાદ આવી જયારે રાત્રે ધોધમાર વરસાદ વરસતો હતો. બન્ને એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાં હતાં. આખી ઓફિસમાં તેમનાં બે સીવાય બીજુ કોઈ હતું નહીં. અચાનક લાઈટ પણ ચાલી ગઇ. જોરથી વરસતા વરસાદ સાથે વીજળીનાં કડાકા અને વાદળોની ગર્જનાનાં આવજો વધું બિવડાવે તેવા હતાં. બધેજ પાણી ભરાઈ ગયા હોવાથી ઘરે જવું પણ અશક્ય હતું. વિરાજ વીજળી તથા અંધારાને કારણે ડરી રહ્યો હતો અને નીયાને તેની જાણ થતાંજ તે અલગ-અલગ આવજો કાઢી અને કહાનીઓ કરીને તેને વધુ ડરાવતી હતી અને વિરાજને ડરેલો જોઈને હસી રહી હતી. આમ જ કામ, મજાક-મસ્તી અને વાતોમાં તેમણે રાત ગાળી હતી." વર્તનમાનમાં નીયાની નજર સમક્ષ આ બધાં દ્રશ્યો આવી રહ્યાં હતાં અને તે મનમાં હસી રહી હતી.

"દીદી, આપ કહા ખો ગઇ?" એક છોકરો નીયાને હલાવતા બોલ્યો એટલે નીયા વર્તમાનમાં આવી અને આમ-તેમ જોયું તો તે ગેમ ઝોનની બહાર બેઠી હતી.

બાળકો બોલ્યા, "આપ કહા ખો ગઇ થી? ઓર આપ તો અંદર થી નાં યહાં બાહર કૈસે?"

"વો મુજે થોડા કામ થા ઇસલિયે. ચલો હમ ફૂડ કોર્ટ ચલતે હે." નીયા વાત ફેરવતા બોલી.

બધાં નાસ્તો કરી રહ્યાં હતાં ત્યારે એક છોકરી બોલી, "દીદી, મે આપ કો ક્બ સે દેખ રહી હું આપ ઉસ ભૈયા સે મિલને કે બાદ કિસી ખ્યાલો મે ખોયી હુઈ હો. મેને જબ શોપ પર આપકો ડ્રેસ દિખાયા થા તબ ભી આપ કુછ શોચ રહી થી. ઓર વો ભૈયા આપ કો કબ સે બુલા રહે થે, તબ આપને ઉસકો જવાબ કયો નહીં દિયા?"

"અરે, કુછ નહીં વો તો એસે હી મજાક કર રહે થે ઇસલિયે...ઓર મુજે કુછ નહીં હુઆ હે. તું આજ કલ બહુત સોચને લગી હે." નીયા વાત ટાળતા બોલી.

પછી બધાં ઘરે જવા માટે નીકળ્યા. બાળકોને મુકીને નીયાએ આલોકને કૉલ કર્યો.

નીયા: હાઈ, આલોક. ક્યાં છે તું?

આલોક: હાઈ, હું હોસ્પિટલે છુ.

નીયા: તો ઘરે ક્યારે આવીશ?

આલોક: ઘરે જવાનું તો નક્કી નહીં. આજે લેઇટ થઈ જશે, કેમ કાંઈ કામ હતુ?

નીયા: હા, અમસ્તુ જ મળવું હતુ.

આલોક:આજેતો કદાચ નહીં મળાય પણ એક કામ કરીએ કાલે આપણે સાંજે મારા ઘર પાસેનાં ગાર્ડનમાં મળીએ તું ત્યારે ફ્રી હોઇશ ને?

નીયા: હું તો ફ્રી હોઇશ તારા ઘર પાસેનાં ગાર્ડનમાં કેમ? તે તો બહુ દૂર થઈ જશે.

આલોક:અરે ડોન્ટ વરી, હું હોસ્પિટલથી પાછો આવતે સમયે તને પીક-અપ કરતો જઇશ.

નીયા: ઓક્કે સારું ત્યારે કાલે મળ્યા.
એમ કહીને તે કોલ કટ કરે છે.

બીજા દિવસે જ્યારે આલોક અને નીયા ગાર્ડનમાં પહોંચે છે તો જુએ છે કે સામે પ્રિયંકા બેઠી હોઇ છે, પ્રિયંકાને જોઇને નીયા આશ્ચર્ય સાથે પૂછે છે "પ્રિયંકા તું અહીં?"

પ્રિયંકાએ કહ્યુ, "હા મેમ, આ ગાર્ડન મારા ઘરની નજીક છે તેથી ફ્રેશ થવાં માટે ક્યારેક- ક્યારેક અહીં આવુ છું"

"સારુ" પછી આલોક સામું જોઇ ને નીયા બોલી, "આ છે મારો મંગેતર આલોક. અને આલોક આ છે મારી આસિસ્ટન્ટ પ્રીયંકા." નીયાએ આલોક અને પ્રીયંકા બન્નેને એક-બીજાનો પરિચય કરાવ્યો. આલોક અને પ્રીયંકા બન્ને અજાણ્યા હોઇ તેમ એક-બીજા સામે સ્મિતથી જુએ છે.

પ્રીયંકા બોલી, "સારૂ મેમ. હવે મારો જવાનો સમય થઈ ગયો છે. બાય."

"બાય." નીયા આટલું બોલી ત્યાંજ પ્રીયંકા તરત ત્યાંથી નીકળી ગઇ. પ્રીયંકા આવી રીતે નીકળી ગઇ એટલે નીયાને નવાઈ લાગી એટલે તેણે આલોકને કહ્યુ, "બિચારી, થોડા દિવસથી મૂંઝવણમાં હોય તેવું લાગે છે. તે મને કહી શકતી નથી અને હું તેની આ મૂંઝવણ જોઇ શકતી નથી."

આલોકે વાત ફેરવવા માટે નીયાને બીજી વાતોએ ચઢાવી દીધી અને પછી બન્નેએ ઘણી વાતો કરી. સાંજે નીકળતી સમયે આલોકે નીયાને ઘરે લંચ પર આવવા માટે કહ્યુ અને તે બન્ને ત્યાંથી નીકળી ગયા.

બીજે દિવસે બપોરે નીયાએ ઓફિસેથી નીકળતે સમયે આલોકને ફોન કર્યો "હેલો આલોક, ક્યાં છે તું?"

આલોકે કહ્યું "હું તો હજુ હોસ્પિટલે જ છું. મારે આવવાંમાં હજુ એકાદ કલાક જેટલો સમય લાગી જશે પણ તું જો ફ્રી થઈજા તો મારા ઘરે જતી રહેજે હું પણ ફ્રી થાઉ એટલે ઘરે પહોંચુજ છું"

નીયા આલોકનાં ઘરે જવા નીકળી ગઇ...
આલોકનાં એપાર્ટમેન્ટે પહોંચી તે ઉપર આલોકનાં ફ્લેટનો ડોરબેલ વગાડવા જ જતી હતી કે તેને કોઈ અવાજ સંભળાયો એટલે તેનાં હાથ ત્યાંજ થંભી ગયા.

નીયાએ એવું તો શું સાંભળ્યું હશે કે તેનાં હાથ ત્યાંજ થંભી ગયા!? જાણવા માટે વાંચતા રહો, સફર-એક અનોખા પ્રેમની....

ત્યાં સુધી જય સોમનાથ 🙏
# stay safe, stay happy.😊
જય હિંદ....જય ભારત....