Safar ek anokha premni - 42 books and stories free download online pdf in Gujarati

સફર-એક અનોખા પ્રેમની... - 42


(આગળના ભાગમાં આપણે જોયું કે અભિજીતભાઈ અને હેત્વિબહેન આલોકનો એટલે કે રિતિકનો ભૂતકાળ કહે છે. બધાંને આલોક અને પ્રીયંકાની પ્રેમ કહાની વિશે ખબર પડે છે. પરિવારો વચ્ચેની બધી ગેરસમજણ દુર થાય છે. નીયા અને પ્રીયંકા મોલમાં શોપિંગ કરવા માટે જવાના હોય છે. હવે આગળ....)

સાંજે નીયા અને પ્રીયંકા ઓફિસેથી ડાયરેક્ટ મોલ પહોચે છે. નીયા અને પ્રીયંકા બન્ને એક કોસ્મેટીકની શોપ પર જાય છે. પ્રીયંકા તેનાં માટે લિપસ્ટિક જોવા માંડે છે અને નીયા ત્યાં બાજુંની ચેર પર ફોનમાં વ્યસ્ત હોય છે. ત્યાંજ શોપનો દરવાજો ખુલે છે અને શોપમાં એક યુવતી એન્ટર થાય છે. ત્યાંજ તેની પાછળથી અવાજ આવે છે...
"પ્રિતી યાર, કેટલી ઝડપથી ચાલે છે તું! કોઇ ટ્રેઇન છૂટી જવાની છે?"

આ અવાજ નીયાનાં કાને અથડાતા તેનાં કાન ઉંચા થાય છે અને તે વિચારે છે કે, "અરે, આ તો વિરાજનો અવાજ છે!" અને તે શોપનાં દરવાજા બાજું જુએ છે તો તે વિરાજ જ હોય છે. તે વિરાજને જોઈને અવાક રહી જાય છે.

બ્લેક કલરનું સ્કિન ટાઈટ ટી-શર્ટ, વ્હાઇટ જીન્સ, શેવ કરાવેલ સુંદર ચહેરો, એક હાથમાં નીયાએ વિરાજને તેનાં બર્થ-ડે પર આપેલ વોચ, બ્લેક સૂઝ, ખભા સુધીના લાંબા વાળ.

વિરાજનું ધ્યાન પણ નીયા સામું જાય છે તો નીયા પણ આજે ખુબજ સુંદર લાગી રહી હોય છે. વ્હાઇટ કલરનું જીન્સ, ડાર્ક ર્પપલ કલરનો શર્ટ, વ્હાઇટ કલરના શૂઝ, બ્રાઉન કલરની વોચ, ખભા સુધીનાં વાળ.


"તે ફરીથી તારો લુક બદલાવી નાખ્યો!" નીયા બોલી.

"હા, કેમ સારો નથી દેખાતો?" વિરાજે નીયાને પુછ્યું.

"ના એવું કાંઇ નથી...મારા વાળ જેવડા જ વાળ રાખ્યા છે. હેન્ડસમ દેખાઈ રહ્યો છે." નીયા હસતા-હસતા બોલી.

"થેન્ક યું. તું પણ સરસ લાગે છે." વિરાજ બોલ્યો.

"તારીફ કે લિયે શુક્રીયા." નીયા એક્ટિંગ કરતા બોલી. વિરાજ હસવા માંડ્યો.

"પણ તું અહિયાં?" નીયાએ પુછ્યું.

"બહેન સાથે શોપિંગ કરવા આવ્યો છુ." આટલું કહી વિરાજ પ્રિતીનાં ખભા પર હાથ મૂકતા બોલ્યો, "નીયા, આ છે મારા કંપનીની cs પ્રિતી આહુજા અને મારા બહેન જેવી જ છે અને પ્રિતી આ છે, નીયા શર્મા, મારી ફ્રેન્ડ."

નીયા અને પ્રિતી હાથ મીલાવે છે. પછી વિરાજે નીયાને પુછ્યું, "તને તો મેક-અપ કરવો બહુ ઓછુ ગમે છે ને? તો પછી તું આ શોપમાં? ઘણી આશ્ચર્યની વાત છે!"

"અરે, ના હું તો આ પ્રીયંકા સાથે આવી છું. એને મેક-અપનો થોડો સામાન લેવો હતો એટલે..." નીયા સ્મિત સાથે બોલી. ત્યાં જ પ્રીયંકા ત્યાં આવીને બોલી, "હા, નીયા મારી ભેગી આવી છે."

"ઓક્કે. પ્રિતી આ છે, નીયાની પર્સનલ સેક્રેટરી અને તેની ફ્રેન્ડ પ્રીયંકા, અને પ્રીયંકા આ છે પ્રિતી." વિરાજે બન્નેનો પરિચય કરાવ્યો.

"આ પ્રિતીને મેક-અપનો ઘણો શોખ છે એટલે તેને પણ થોડો મેક-અપનો સામાન લેવો હતો એટલે હું તેની ભેગો આવ્યો છું." વિરાજ બોલ્યો.

"અરે, વાહ તો તો આપણી જોડી જામશે. મને પણ મેક-અપનો બહુ શોખ છે. અને તને ખબર છે પ્રિતી, હું તો આજ શોપમાંથી બધી ખરીદી કરુ છું, અહિં કવોલેટીવાળી વસ્તુઓ મળી જાય છે." પ્રીયંકાએ ખુશ થતા કહ્યુ.

"સેમ ટુ યુ યાર. હું પણ આજ શોપમાંથી મારી મેક-અપની બધી વસ્તુ લઉં છુ." પ્રિતી પણ ખુશ થતા બોલી.

પછી પ્રિતીએ વિરાજ અને નીયાની સામું જોઇ કહ્યુ, "અમને બન્ને તો શોપિંગ કરવા માટે એક-બીજાની કંપની મળી ગઇ, હવે તમારે બીજે જયાં જવું હોઇ ત્યાં જઇ શકો છો."

"હા, નીયા તમારે જો બીજુ કોઈ કામ હોય તો એ પુરૂ કરી આવો." પ્રીયંકા નીયા સામું જોતાં બોલી.

વિરાજ નાટક કરતા બોલ્યો, "લો, હવે બન્નેને આપણી કોઈ જરૂર નથી, ચાલો...ચાલો... હે મહાદેવ...દુનિયા કેટલી સ્વાર્થી થઈ ગઇ છે!"

"વિરાજ, આમપણ હું અહીં બેસીને ક્યારની બોર થતી હતી, સારુ થયુ પ્રિતી તું આવી, તમે બન્ને શોપિંગ કરી લો. ત્યાં સુધીમાં અમે બન્ને ચક્કર લગાવી આવીએ." નીયાએ કહ્યું.

પ્રીયંકા અને પ્રિતી પોતાની શોપિંગમાં લાગી ગયા. વિરાજ અને નીયા શોપની બહાર નીકળીને ચાલવા માંડ્યા.

"હવે ક્યાં જવું છે? કોઈ આઇડીયા?" નીયાએ ચાલતા-ચાલતા વિરાજને પુછ્યું.

"અમ્મ...તારી અને મારી ફેવરિટ જગ્યાએ જઇએ. ચાલ.." વિરાજ બોલ્યો.

"ક્યાં?" નીયાએ નવાઈ સાથે પુછ્યું.

"અરે, ચાલ તો ખરાં." વિરાજે નીયાની આગળ ચાલતા-ચાલતા કહ્યુ.

પછી બન્ને જણા ફૂડ કોર્ટ પાસે આવ્યાં, ત્યાં આવીને વિરાજ રોકાઈ ગયો અને બોલ્યો, "અહિયાં. આખા મોલમાં આ જ એક જગ્યા છે જે મારી અને તારી ફેવરિટ છે." વિરાજ હસતા-હસતા બોલ્યો. નીયા પણ હસવા લાગી પછી બન્ને ટેબલ પર બેઠા અને નાસ્તો મંગાવ્યો. બેક ગ્રાઉન્ડમાં બોલિવૂડ સોંગ વાગતા હતાં, નીયા નાસ્તો કરતા-કરતા બોલી, "સારું થયું આપણે અહિં આવ્યાં, પ્રીયંકા મને ઓફિસેથી ડાયરેક્ટ મોલમાં લઇ આવી એટલે કાંઈજ નાસ્તો થયો નહતો એટલે મને ભુખ પણ બહુ લાગી હતી."

"સેમ, પ્રિતીએ પણ આવુ જ કર્યું. મને તો એમ થાય છે કે આ બધી કંપનીની સેક્રેટરી આવીજ હશે!" વિરાજ પણ નાસ્તો કરતા-કરતા બોલ્યો.

નીયા આ સાંભળી હસવા મંડી. બન્ને હસવા લાગ્યા. વિરાજ બોલ્યો, "બાકી, ઓફીસનું કામ-કાજ કેવું ચાલે?"

નીયા બોલી, "બસ, ચાલ્યા રાખે. "

"ઘરમાં બધાં મજામાં ?"વિરાજે પૂછ્યું.

"હા..બધાં મજામાં, અજય અંકલ ને કેમ છે?"નીયાએ કહ્યું.

"તે પણ મજામાં"વિરાજે કહ્યું.

ત્યાં બેક ગ્રાઉન્ડમાં સોંગ ચેન્જ થયું અને અરીજીત સિંહનું સોંગ "હમ તેરે બિન અબ રેહ નહીં શકતે તેરે બીના ક્યાં વજૂદ મેરા...." વાગવાનું શરુ થયું.

"વાહ...મસ્ત સોંગ આવ્યું છે" વિરાજ સ્મિત કરતા બોલ્યો.

આ સાંભળીને નીયા પોતાના હાથમાં રહેલ જ્યુસનાં ગ્લાસને ટેબલ પર મૂકતા બોલી, "શું વાત છે... તમને રોમેન્ટિક સોંગ્સ ક્યારથી ગમવા લાગ્યા?"

"જ્યારથી મારા ઘરે શિફ્ટ થયો ત્યારથી ગમવા લાગ્યા એમાં પણ અરીજીત સિંહ તો મારો ફેવરિટ...ઓહોહો.. શું દર્દ હોય છે એનાં આવાજ માં, ગીતના બોલ સીધા દિલમાં ઉતરી જાય" વિરાજ જાણે નીયાને કાંઇ કહેવા માંગતો હોય એમ બોલ્યો.

"સારું એન્જોય યોર સોંગ" નીયા આટલું કહીને ફરીથી નાસ્તો કરવા મંડી.

"કેમ?તને આ સોંગ નથી ગમતું? "વિરાજે
પૂછ્યું.

"આ સોંગ? મનેતો એકપણ રોમેન્ટિક સોંગ પસંદ નથી" નીયા પણ જાણે વિરાજને કાંઇ કહેવા માંગતી હોય એમ બોલી.

"લો બોલો પહેલાતો તને લવ સોંગ્સ બહુ ગમતાં ને હવે અચાનક શું થયું?" વિરાજે આશ્ચર્ય સાથે પૂછ્યું.

"મને હવે લવ કે લવ સોંગ્સ બન્ને માંથી કાંઇ પસંદ નથી." નીયા વિરાજ સામું જોયા વગર જ બોલી.

"અરે એવું થોડી હોય?... લાઈફમાં લવનું એલિમેન્ટ તો હોવું જ જોઈએ" વિરાજ સહેજ ઉંચા આવજે બોલ્યો.

"ઓહો.. શું વાત છે..જુઓ તો ખરાં...માર્કેટમાં નવા લવ ગુરુ આવ્યાં છે!! જે પોતેજ થોડાં સમય પહેલાં લવમાં માનતા ન હતા, શું તમે એ જણાવવાની ચેષ્ટા કરી શકશો કે આ પરિવર્તન પાછળનું કારણ શું છે?" નીયા વિરાજ સામું જોતા બોલી.

"છે એક વ્યક્તિ, જેનાં કારણે આ પામર મનુષ્યમાં આટલું પરિવર્તન આવ્યુ છે." વિરાજ ટેબલ પર પડેલ કોફીનાં કપને હાથમાં લેતા બોલ્યો.

"ઓકકે, કોણ છે એ વ્યક્તિ? નામ તો જણાવ.." નીયા ઉત્સુકતાથી બોલી.

"અરે નામ શું? હું તારી તેની સાથે મુલાકાત કરાવીશ, તું તેને ઓળખે જ છે." વિરાજે કોફીનો એક ઘૂંટ ભર્યા બાદ સ્મિત સાથે કહ્યુ.

"મારી જાણીતી છે? કોણ છે એ? વિરાજ યાર, આમ વાતને ગોળ-ગોળ નાં ફેરવ, તારે કહેવું હોઇ તો કહે." નીયા મોં ફૂલાવતા બોલી.

વિરાજ હાથમાં પહેરેલી ઘડિયાળને જોતાં બોલ્યો, "બસ, તે પાંચ મિનીટમાં આવતી જ હશે, (પછી તે ત્યાં સામે રહેલ કપડાની શોપ તરફ આંગળી ચિંધતા બોલ્યો..) જો સામે જે શોપ દેખાય છે ને, ત્યાં આવવાની છે, તેને ત્યાંથી શોપિંગ કરવી છે. ચાલ, તને હું તેની સાથે ત્યાંજ મુલાકાત કરાવી દઉ.."

બન્ને તે કપડાની શોપમાં એન્ટર થયાં અને વિરાજ ઘડિયાળ સામું જોવા લાગ્યો આથી નીયા બોલી, "શું આમ ઘડિયાળ સામું જુવે છે, તેને ફોન કર ને."

વિરાજ કોઈ પણ જવાબ આપ્યાં વીના શોપમાં અંદરની બાજું આમ થી તેમ જોવા લાગ્યો અને નીયાને કહ્યુ, "ચાલ, મારી સાથે..." આટલું બોલી તે શોપનાં સામેનાં છેડા તરફ ચાલતો થયો, નીયા પણ તેની પાછળ-પાછળ આવી. શોપનાં છેડે આવીને વિરાજ ઉભો રહ્યો અને નીયા પણ તેની પાછળ આવતાં બોલી, "વિરાજ, તું મને અહિં કેમ લઇ આવ્યો? અહિં તો કોઈ નથી?"

વિરાજ નીયા સામું જોતાં બોલ્યો, "તે તો અહિં જ છે."

આ સાંભળી નીયા આસ-પાસ નજર ફેરવીને હસતા બોલી, "મને તો એ નથી દેખાતી! એ વ્યક્તિ છે કે ભૂત!"

વિરાજ, સામે દીવાલ પર રહેલા અરીસામાં પડતાં નીયાનાં પ્રતિબિંબ તરફ આંગળી ચિંધતા બોલ્યો, "આ રહી તે વ્યક્તિ."

આ સાંભળી નીયાએ અરીસામાં જોયું અને તેમાં તે પોતે જ દેખાતી હતી, આ જોઇ નીયા સ્તબ્ધ રહી ગઇ એકજ ક્ષણમાં તેનાં ચહેરા પર રહેલ હાવ-ભાવ બદલાઇ ગયા.

નીયા ગંભીર અવાજે બોલી, "વિરાજ, તું.... કહેવા શું માંગે છે?!"

"હકીકત." વિરાજ નીયા સામું જોતાં બોલ્યા.

"જો વિરાજ આ મજાક કરવાનો સમય નથી." નીયા ગંભીરતાપૂર્વક બોલી.

"મજાક તો મારી જીંદગી બની ગઇ છે નીયા... જ્યારથી હું તારાથી દૂર થયો છું ત્યારથી... નીયા, હું તને અનહદ પ્રેમ કરૂ છું. જ્યારથી હું તારા ઘરેથી મારા ઘરે આવ્યો હતો ત્યારથી અંદરથી એક ખાલીપો અનુભવતો હતો, હું તારે ત્યાં આવ્યો હતો મારા સ્વાર્થ ખાતર, પણ જ્યારે હું ત્યાંથી નીકળ્યો ત્યારે જાણે હું પોતાનું કોઈ પાછળ છોડીને આગળ જઇ રહ્યો હોઇ તેવું લાગી રહ્યુ હતું. જ્યારે મારા સપનામાં તું આવતી ત્યારે ઉઠતા સમયે મારા ચહેરા પર એક સ્માઈલ આવી જતી. હું મારા ઘરનું ગાર્ડન જોતો ત્યારે તારી સાથે તારા ઘરનાં ગાર્ડનમાં વીતાવેલો સમય યાદ આવતો. તારી સાથે જમવા જવું, મુવી જોવા જવું આ બધી બાબતો મને યાદ આવતી, તારી એ મુસ્કાન, મસ્તી કરતી સમયેનો તારો ખિલેલો ચહેરો, આ બધુંજ મને યાદ આવતું, રોજેરોજ યાદ આવતું.

હું એ નહતો સમજી શકતો કે હું તો ફક્ત તારો ઉપયોગ કરવા જ તારી સાથે રહ્યો હતો તો પછી મારા ઘરે આવ્યા બાદ પણ શા માટે મને રોજે-રોજ તારી યાદ આવતી? હું કોઈ છોકરીનો ચહેરો જોતો તો મને શા માટે તેમાં તારો જ ચહેરો દેખાતો?! કદી કોઈ વ્યક્તિ સાથે બહુ લાગણીથી ન જોડાયેલ હું પોતે શા માટે કોઈ છોકરી વિશે આટલું બધુ વિચારવા લાગ્યો?! હું તો તારી સાથે અનુનો પણ બેસ્ટ ફ્રેન્ડ હતો ને? તો પછી મને ફક્ત તારા જ વિચારો શા માટે આવતાં તેના કેમ નહીં? આ સવાલો મને થયાં હતાં પણ તેનાં જવાબ તો મને ત્યારે મળ્યા જ્યારેે મારા અને ડેડ વચ્ચેની ગેરસમજણ દૂર થઈ અને હું પ્રેમની લાગણી સમજવા લાગ્યો, મેં તારી ડાયરી વાંચી અને તારા મનને ઓળખ્યું, તારા પ્રેમને મહેસુસ કર્યો, તારી ડાયરી વાંચીને મારા આંખોમાંથી આંસુ નીકળવાનાં બંધ નહતા થતા આવુ શા માટે? એ સવાલ મને થયો ત્યારે મારા ડેડે મને કહ્યુ કે, 'આને જ પ્રેમ કહેવાય.'
મને મારા બધાં સવાલોનાં જવાબ મળી ગયા. મારા દિલે કહ્યુ, "વીરાજ, આને જ પ્રેમ કહેવાય..."

જ્યારે મને મારી ભુલનો અહેસાસ થયો ત્યારે મને મારા પર ગુસ્સો આવી રહ્યો હતો, મને પારાવાર પસ્તાવો થઈ રહ્યો હતો. આઇ એમ સોરી નીયા.." વિરાજે જાણે ઘણા સમયથી આ વાત દિલમાં દબાવી રાખી હોય તેમ એકી શ્વાસે બોલી ગયો.

પછી વિરાજ નીયાની સામે ઘૂંટણભેર બેસીને હિંમત એકઠી કરીને બોલ્યો, "આઇ લવ યું નીયા......"

નીયાએ કાઈ જવાબ નાં આપ્યો એટલે વિરાજ બોલ્યો, "નીયા કાંઇક તો બોલ."

"તારે જવાબ જ જોઈએ છે ને? તો મારો જવાબ છે, 'આઈ ડોન્ટ લવ યુ' " નીયા ગુસ્સામાં બોલી.

વિરાજ આ સાંભળી ઉભો થયો અને નીયાને પૂછ્યું "પણ શા માટે?"

"એનું કારણ જણાવવું હું જરૂરી નથી સમજતી." નીયાએ સહજતાથી જવાબ આપ્યો. પણ આ વાક્યથી વિરાજને બહુ દુઃખ થયુ. તે બોલ્યો,
"જો તું મને પ્રેમ નથી કરતી તો પછી વેલેન્ટાઇનનાં દિવસે તું શા માટે મને પ્રપોઝ કરવા આવવાની હતી?"

"એ પહેલાની વાત છે વિરાજ. અત્યારની નહીં. તારી હકીકત જાણ્યા બાદ, હું તને પ્રેમ નથી કરતી." નીયા બોલી.

વિરાજને ગુસ્સો આવવા લાગ્યો તેણે નીયાનો હાથ પકડ્યો અને તેણીનાં હાથમાં પહેરેલી બ્રાઉન કલરની વૉચ નીયાને દેખાડતા બોલ્યો, "તો પછી આ વૉચ , જે મેં તને ગિફ્ટમાં આપેલી છે...શા માટે તું દરરોજ આ વૉચ પહેરે છે? પેલી ફંકશનની રાત્રે પણ તારા હાથ પર આ વૉચ હતી, હું જયારે તને શોપિંગ મોલમાં મળ્યો હતો ત્યારે પણ તે આ વૉચ પહેરી હતી. શા માટે?"

"મને આ વૉચની ડિઝાઈન અને કલર ગમે છે એટલે." નીયા પોતાનો હાથ વિરાજનાં હાથમાંથી છોડાવતા બોલી.

"ઓક્કે, ચાલ એ પણ જવા દે.
વેંલેન્ટાઇનની રાત્રે જ્યારે હું તારા ઘરે આવ્યો હતો ત્યારે તે એમ કહ્યુ હતુ કે તને ડાબા પગમાં મૉચ છે, પણ પછી બીજે દિવસે સવારે એમ કહ્યુ કે મને જમણા પગમાં મૉચ છે! મતલબ કે તું ખોટું બોલી રહી હતી, બરાબર? તે આવું ખોટું બહાનું એટલાં માટે કર્યુંને કે જેથી મને એ જાણ ન થાય કે મારી અસલિયત તને ખબર પડી ગઇ છે. આવુ શા માટે? એજ માટે ને કે મને આ વાતની જાણ ન થાય અને હું ઘરે જઇને મારી પ્રગતિ પર ધ્યાન આપુ. જો તું મારી હકીકત જાણ્યા બાદ મને પ્રેમ નહતી કરતી તો પછી શા માટે મારૂ સારુ ઇચ્છતી હતી? બોલ?"

વિરાજે આટલું બોલીને નીયા સામું જોયું પણ નીયા નીચું જોઇ ગઇ એટલે વિરાજ બોલ્યો, "આટલું પુરતું નથી? ઓક્કે...તો પછી એ કહે કે મારા અને ડેડ વચ્ચે સુલેહ કરાવવા માટે તે પ્રિતીને શા માટે મારી કંપનીમાં મોકલી? મીસ. સિરિયસ..." વિરાજ નીયા સામું સ્મિત કરતા બોલ્યો. નીયાએ તરતજ વિરાજ સામું આશ્ચર્યભાવે જોયું, "તને કઇ રીતે ખબર પડી કે મેં જ પ્રિતીને તારી કંપનીમાં મોકલી છે?"

"પ્રિતી જે રીતે તારા વિશે વાત કરી હતી તે પરથી તો હું ઓળખી જ જાઉ ને કે આ બીજા કોઈની નહીં પણ નીયાની જ વાત કરી રહી છે." વિરાજ બોલ્યો.

નીયા પાસે હવે કોઈ જવાબ નહતો, વિરાજ બોલ્યો, "તને મારા પ્રત્યે પ્રેમ હતો તો જ તે પ્રિતીને ત્યાં મોકલીને?"

"એવું કાંઇ નથી, મે તો અજયઅંકલ માટે તેને ત્યાં મોકલી હતી, તેનો કોઈ વાંક ન હોવાં છતા તે દુઃખ સહન કરી રહ્યાં હતાં." નીયાએ કહ્યુ.

"તો તું મને પ્રેમ નથી કરતી?" વિરાજે નીયા સામું જોઇને પુછ્યું.

"ના નથી કરતી, હવે તને સુવર્ણ અક્ષરે લખી દઉ?" નીયા સહેજ ગુસ્સામાં બોલી.

"તે તારા મગજમાં એમજ બેસાડી દીધું છે કે 'તું મને પ્રેમ નથી કરતી.' તું તારા દિલનું નહીં પણ દિમાગનું સાંભળે છે નીયા, દિમાગનું. તારું દિલ તો મારા વિશે વિચારે છે પણ દિમાગ કહે છે કે આ માણસે તારો વિશ્વાસ તોડ્યો છે, હવે તું તેને પ્રેમ ન કરી શકે...અને તું તારા દિમાગનું જ માની રહી છે.
તું એકવાર તો તારા દિલનું વિચાર, તેનુ માન, તેને સમજ..." વિરાજ નીયા સામું જોઇને બોલી રહ્યો હતો પણ નીયા શુન્યમનસ્ક હતી .

વિરાજને આના કારણે વધું ગુસ્સો આવ્યો તે બોલ્યો "મે તને સમજાવવાનાં, મારી દિલની વાત કહેવાનાં, તારી માફી માંગવાનાં ઘણા પ્રયત્ન કર્યા પણ તે ક્યાં મારી કોઈ વાત સાંભળી જ છે? તે કોઈ દિવસ મારી વાત સમજવાનો પ્રયાસ કર્યો છે? તારાથી અલગ થયા બાદ આ એક વર્ષ તો મેં કેવી રીતે કાઢ્યું હશે એ મારૂ મન જાણે, એક-એક દિવસ જાણે એક-એક વર્ષ જેવો લાગી રહ્યો હતો. પોતાના કામમાં વ્યસ્ત રહીને હું તને ભૂલવનો પ્રયત્ન કરતો પણ આ સ્ટુપીડ દિલ, એ મારુ માનતું જ નથી, હું જેટલું તને ભૂલવાનો પ્રયત્ન કરતો તેટલી જ તારી યાદ વધારે આવતી." નીયા હજું જાણે પોતે કાંઇ સાંભળતી નહોય તેવો દેખાવ કરતી હતી.

આથી વિરાજ ગુસ્સામાં બોલ્યો, "હું તો ભૂલી જ ગયો કે હું કોની સાથે વાત કરૂ છું? એક પૂતળા સાથે, જેણે પોતાના મગજમાં એક જ વાત ઠસાવી લીધી છે કે દુનિયા ભલે આમથી તેમ થઈ જાય તો પણ હું વિરાજને પ્રેમ નહીંજ કરૂ.. સારુ, તું કાઈ નાં બોલી, તેમાં જ હું તારો જવાબ સમજી ગયો પણ નીયા તું મને જુઠ્ઠુ બોલીશ તો ચાલશે, તારા દિલને જુઠ્ઠુ નહીં બોલતી." વિરાજ પોતાની આંસુ ભરેલી આંખોએ ત્યાંથી નીકળી ગયો.

નીયા હજુ એક પૂતળાની માફક જ ઉભી હતી. ત્યાંજ તેની પાસે પ્રીયંકા અને પ્રિતી આવ્યાં. પ્રિતી બોલી, " આ શું કર્યું તે નીયા?"

નીયા બોલિ "તમે બન્ને અહીં ક્યારે આવ્યાં?"

પ્રિયંકાએ કહ્યું " આ બધો પ્લાન અમારો જ હતો. મેં અને પ્રિતીએ તને અને વીરાજને મેળવવાનું નક્કી કર્યું કે જેથી તું વિરાજની વાતને સમજી શકે. તમે અમને ના જોઇ શકો તે રીતે અમે સાઈડમાં જ ઉભા હતાં."

પ્રીતિએ કહ્યું " નીયા, વિરાજ એક સારો છોકરો છે અને તે તને ઘણો પ્રેમ કરે છે. કોઈપણ સ્વાર્થ વગર તેણે તારી મદદ કરી હતી, માતા-પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ મારી માથે મારાથી નાના મારા બે ભાઈ-બહેનની પણ જવાબદારી હતી, જેથી મને નોકરી જોઈતી હતી અને તું મારી કૉલેજની ફ્રેન્ડ હતી એટલે મને જોબ શોધીને આપી અને સાથે-સાથે વિરાજ અને તેનાં ડેડ વચ્ચે સુલેહ કરવાનું કહ્યુ. તેમનાં વચ્ચેની ગેરસમજણ તો મેં દુર કરી પણ સાથે મને એ પણ સમજાયું કે તે તારાથી દુર ચાલ્યો ગયો ત્યારે તે સાવ શાંત રહેવા લાગ્યો, તે બધાં સાથે ખૂબજ ઓછી વાત કરવા મંડ્યો અને સાવ ચુપ રહેવા લાગ્યો. તે તને ખુબજ પ્રેમ કરે છે નીયા, ખુબજ..." આટલું બોલી પ્રિતી ત્યાંથી દોડીને વિરાજ પાછળ જવા મંડી પણ તેને ક્યાંય વિરાજ દેખાયો નહીં એટલે તેને ચિંતા થવા લાગી, તેણે અજયભાઈને ફોન કરીને સમગ્ર વાત જણાવી અને કહ્યુ કે વિરાજ ક્યાંય દેખાતો નથી એટલે અજયભાઈ બોલ્યા કે, 'અત્યારે તે એક જ જગ્યાએ હોઇ શકે, પણ પ્રિતી તું ત્યાં ન જતી, તેને એકલો જ રહેવા દે.'

આ બાજુ નીયાની આંખોમાં પાણી આવી ગયા તેને પોતાના પર ગુસ્સો આવવા મંડ્યો. તેણે સામેની દીવાલ પર રહેલ અરીસામાં પોતાનુ પ્રતિબિંબ જોયું અને ગુસ્સામાંને ગુસ્સામાં તેણે અરીસામાં બે-ત્રણ વાર મુક્કા માર્યા આથી અરીસાનો કાચ તુટી ગયો અને કાચના ટુકડા તેનાં હાથમાં ખૂંચી ગયા અને તેનાં હાથમાંથી લોહી વહેવાનું શરૂ થઈ ગયું.

પ્રીયંકાએ ધીરે રહીને હાથમાં ખૂંચી ગયેલાં કાચના ટુકડા કાઢ્યા પણ નીયા તો સાવ ચુપ જ હતી. થોડીવારમાં નીયા અચાનક દોડતી બહાર જવા મંડી. પ્રીયંકાએ તેને રોકવાની કોશિશ કરી પણ તે રોકાણી નહીં એટલે પ્રીયંકા પણ તેની પાછળ જવા લાગી. નીયા મોલની બહાર જઇ રહી હતી ત્યાં સામે તેને પ્રિતી મળી, પ્રિતીએ નીયાનો લોહીવાળો હાથ જોયો, તેણે પણ નીયાને રોકવાનો પ્રયત્ન કર્યો પણ નીયા ન માની અને મોલની બહાર જતી રહી અને પોતાની કાર લઇને નીકળી પડી...

નીયા ક્યાં જતી હશે? શું વિરાજ અને નીયા બન્ને ભેગા થઈ શકશે કે પછી તે બન્નેની કિસ્મત તેમને કાંઇ અલગજ મોડ પર લઇ આવીને ઉભા રાખશે. જાણવા માટે વાંચતા રહો, સફર- એક અનોખા પ્રેમની...


જય સોમનાથ🙏
#stay safe, stay happy.😊