love books and stories free download online pdf in Gujarati

પ્રેમ

જયશ્રી રામ!🙏

પ્રેમ!!
પ્રેમ ની વ્યાખ્યા તો ઘણા લોકો એ, અલગ અલગ રીતે કરી છે, જેને જે અનુભવ્યું,એ‌ પ્રેમ ની વ્યાખ્યા રૂપે પ્રગટ કર્યું.
આજના યુવાનો માટે તો‌ પ્રેમ એટલે,સારો દેખાવ, સાથે કોફી પીવા જવું, બહાર ફરવા જવું , ફિલ્મ જોવા જવું, વગેરે..
પ્રેમ તો આત્મા થી હોવો જોઈએ, શરીર થી નહીં,
શરીર‌ થી‌‌ પ્રેમ કરનારા ક્યારેય સાચ્ચા પ્રેમ નો અર્થ સમજી શકતા નથી,
જેને પ્રેમ કરીએ એની શરીર‌ ની‌‌ સુંદરતા કરતાં એનાં મન ની સુંદરતા ને પ્રેમ કરવો જોઈએ,
ત્યારે તમને સાચ્ચા અર્થમાં પ્રેમ મળી શકે.
રાધા કૃષ્ણ ના પ્રેમ થી કોઈ અજાણ્યા નથી,
પ્રેમ માં, ના સ્વાર્થ હોય,ના ઈર્ષ્યા,
ના તન થી પામવા ની ઈચ્છા.
"મન " થી ‌તમે પામી લો એનાં થી‌ વિશેષ‌ કંઈ જ નથી .
"પ્રેમ" તો શ્રી કૃષ્ણ એ લોકોને આપેલ એક અનમોલ‌ ભેટ છે,

પણ આજ‌‌કાલ ના લોકો એ તો‌ પ્રેમ ને‌ એટલો‌ બદનામ કરી નાખ્યો છે કે," પ્રેમ" પ્રેમ ના રહીને, હવસ નુ ‌બીજુ નામ બની ચૂક્યો છે , લોકો શરીર થી જ પ્રેમ કરે છે, અને આમાં ભણેલા ગણેલા લોકો વધારે છે, શિક્ષણ થી સમજ વધે,પણ આ તો કળિયુગ છે, શિક્ષણ થી સમજ નહીં,અપરાધ વધે છે,
માફ કરજો,જો તમને ખરાબ લાગે તો,પણ‌ આ જ સત્ય છે,

રાવણ‌ એક રાક્ષસ કુળનો હતો,પણ તો પણ‌ એને એટલા અપરાધ નહોતાં કર્યાં, જેટલા આજનો શિક્ષીત કરે છે,
પ્રેમ ની મીઠી મીઠી વાતો માં ફસાવી, એક સ્ત્રી ને શરીર થી પામવા માંગે છે,અને જ્યારે એની ઇચ્છા પૂરી થયા બાદ,તું કોણ અને હું કોણ!!!
જેમ‌ દરેક પુરુષ સારાં નથી હોતા,તેમ દરેક સ્ત્રી ‌પણ સારી નથી હોતી,
પુરૂષ ને પ્રેમ જાળમાં ફસાઈને પોતાની મરજી મુજબ ની માંગણી કરે છે,
આ કળિયુગ માં તમને કોઈ સાચો પ્રેમ કરનાર કોઈ મળે, તો સૌથી પહેલાં ભગવાન નો આભાર માનજો, એ બાદ તમને મન થી પ્રેમ કરનારા ની કદર કરજો,
મિત્રો! ખરેખર, પ્રેમ એ ભગવાન ની બનાવેલી એક અદભુત રચના છે , જેનો અનુભવ બધાને નથી થતો,પણ‌ જેને પણ થાય છે, એ દુનિયા નો સૌથી નસીબદાર વ્યક્તિ ગણાય છે.

"પ્રેમ" આ અઢી અક્ષર, જીંદગી ને જોવા નો નજરિયો જ બદલી નાખે છે,જો આપણું મન પ્રસન્ન હોઈ તો આસપાસ બધું ‌સારૂ જ લાગશે , મન થી મન નો‌ પ્રેમ તમને દરેક પરિસ્થિતિમાં જીવતા શીખવાડે છે, કપરો‌ સમય પણ તમને કઠિન નહીં લાગે,,
"પ્રેમ"દરેક રોગ ની દવા છે, પ્રેમ થી તમે પ્રસન્ન રહેશો, અને પ્રસન્ન રહેશો તો શરીર માં રોગ ની અસર નહિવત હશે,
પ્રેમ, થી તમે મુશ્કેલીઓનો સામનો સારી રીતે કરી શકશો,
આ બધું જ શક્ય છે,પણ‌ "મન" માં નિસ્વાર્થ પ્રેમ ભાવ હોવો જરૂરી છે,
કપટ, સ્વાર્થ,લોભ,મોહ ,આ બધું જ જીવન માં થી exit કરશો તો તમને સાચ્ચા પ્રેમ ની અનુભૂતિ થશે.
આપણે ભગવાન પાસે કેટલુંયે માંગીએ છીએ, પણ ભગવાન ને તો વગર માંગ્યે જ "પ્રેમ"ની રચના કરી છે, તો શું આપણે શરીર રૂપી પ્રેમ છોડી ને,મન રૂપી પ્રેમ ‌ના‌ કરી શકીએ??

હું તો આ મનરૂપી પ્રેમ માં જ વિશ્વાસ કરું છું, એટલે તમારી સમક્ષ મારી લાગણીઓ અહીં જણાવેલ છે,
જરૂરી નથી કે બધા જ પ્રેમ કરે,પણ જેને પણ પ્રેમ છે,એમને બસ એટલું જ કહેવું છે કે ‌તમે જેને પણ પ્રેમ કરતા હોવ, એમને એકવાર એમની ખામીઓ સાથે મન થી પ્રેમ કરી‌ જુઓ, તમે અંતર આત્મા થી પ્રસન્નતા અનુભવશો.

જય‌શ્રી‌ રામ!🙏