---
_Disclaimer_ :- પ્રસ્તુત નવલકથાના તમામ પાત્રો અને ઘટનાઓ કાલ્પનિક છે તેનો જીવિત કે મૃત વ્યક્તિ સાથે સીધો કે આડકતરો કોઇપણ સંબંધ નથી.
➖➖➖➖➖
_પ્રકરણ -11_ ચોરે સાંજ ટાણે.
સાંજ ટાણે ગામ ચોરે ભવાનીપુર. આખો દિવસની થાકેલપાકેલ હતી છતાં હજી ઘરે પહોંચ્યાને અડધો કલાક જ થયો હતો, રાત જ પડવા આવી હતી. છતાય પૃથા રોજની જેમ હડિયુ કાઢી ગામના ચોરે પહોંચી ગઈ. ત્યાં બધી બેનપણીઓ રાહ જોતી હતી, "એ આવી પૂથાડી........"
બધી ટોળું વળી હીંચકાની બાજુમાં નીચે રેતીના પટમાં ગોળ કુંડાળું કરી બેઠા. કોઈ વળી આજુબાજુથી એકદમ ગોળ પથ્થર લઈ આવી અને પાચીકડે રમવા લાગ્યા. રેતીમાં સરખું ફાવતું ન હતું એટલે સ્પોર્ટ્સ ક્લબની ઓસરીમાં બેઠા રમવા. વાતો કરતી હાહાહા હીહીહીહી કરતાં રમતા જાય.
કોઈ બોલ્યું - "બસ નવરાત્રી પુરી થવામાં બે દિવસ બાકી. પછી સૂનું સૂનું લાગશે....."
ખાસ રાતે રેખલી બોલી - "બસ થોડા જ દિવસ પછી દિવાળી ને પછી આ લોકોની નાતાલ."
બેનપણીઓમાં કેટલીક ખ્રિસ્તી પણ હતી. બન્ને મોટા તહેવાર બધાં સાથે મળીને ઉજવતા. નાતાલમાં પૃથા એ બધાને મીઠાઈ આપે. એ રીતે મીઠાઈની આપ લે. પૃથાને ત્યાં મીઠાઈ આપવા જાય ત્યારે એ લોકો કહે "બેન ચિંતા ના કરતાં, ઈંડા વાળું કાઈ નથી. અલગ વાસણમાં બનાવ્યું છે." પૃથા લોકો બ્રાહ્મણ એટલે ઘરમાં ઈંડા વગેરેની વાત પણ ના બોલાય. ઉપરાંત પૃથા આ ખ્રિસ્તી છોકરીઓ સાથે ફરે, એનાં ઘરે જાય એય કોઈને ના ગમે.
છોકરીઓ - "તહેવારો આવીને ક્યાં જતાં રહે એ ખબર જ નથી રહેતી. નાતાલ પછી ઉતરાયણ, હોળી... પાછી મજ્જા."
રેખલી - "શું મજ્જા! હોળી પર તો વાર્ષિક પરીક્ષા પતે. પછી પરિણામ, વેકેશન, નવું વર્ષ, છઠ્ઠું ધોરણ સોનપુર જવાનું ભણવા. સાંજે બાબુરાવ સાહેબને ત્યાં.... પછી આ રોજનું રખડવાનું ઓછું. નકરું બસ ભણો ભણો."
હા યાર નવરાત્રી જાય એટલે મજા બગડી જાય
ઘરે જતા જતા પૃથા વિચારતી હતી. હવે બે જ દિવસ... પછી સોનપુર, નવી સ્કૂલ, બાબુરાવ સાહેબનો અભ્યાસ. આ રોજનું ચોરે બેસવું, પાચીકડે રમવું,બેનપણીઓ સાથેની મસ્તી બધું યાદ આવી જશે. કાકીએ કહ્યું હતું "ભણવું જરૂરી છે બેટા" પણ મન તો હજુ અહીં જ હતું. એણે આકાશ સામે જોયું અને મનમાં કહ્યું - "આ છેલ્લા બે દિવસ પૂરા માણી લઈશ આં વખતની નવરાત્રી "
મનમાં વિચાર ચાલતો હ્તો ત્યાં......
થોડીવારમાં ત્યાં કેટલાક છોકરાઓ ક્લબમાં રમવા આવ્યા, એટલે છોકરીઓ વાતો કરતી ત્યાંથી નીકળી ગામનો ચક્કર મારવા નીકળી.
_રેખલી_ - "અલી પૃથા ચણીયાચોળી લાવી? બતાવને ચાલ."
_પૃથા_ - "હાસ્તો.... સ્પર્ધાના દિવસે જોજો. કાકીએ અત્યારથી ઉપર માળીએ કબાટમાં મૂકી દીધી છે. બે દિવસની જ વાર...."બેટલી તો ધીરજ રાખી શકશો ને મને પહેરેલી જ જૂઓ વધુ સમજ પડશે કેવી છે. આમ વાતો વાતોમાં રાત પડવા આવી એટલે પૃથાના ઘરેથી બુમ પડી
છોકરીઓ -"કયારેક તો મોડે સુધી બેસતી હો તો મજા પડે
પૃથા -"હા યાર રાતની પરમિશન ફક્ત નવરાત્રી પૂરતી છે, ઈચ્છા મનેય થાય.... રાતે ઠંડા પવનોમાં બેસવાની વધું મજા આવે
છોકરીઓ -"અમે કોક દિવસ તને રાતે બોલાવવા આવશુ એમાં શુ.
પૃથા -"આવજો પણ મને રાતે બેસવા મોકલો એવુ નો કેતા નહિતો નવરાત્રી પણ બન્ધ.
એવુ પૃથા કહેતી "ચલો ગરબા ગ્રાઉન્ડમાં આજે મળીએ. આ છેલ્લા બે દિવસ મન મૂકીને માણી લઈએ."
ગામનું ગરબા ગ્રાઉન્ડ દીવાઓથી ઝળહળતું હતું. વચ્ચે માતાજીની મોટી પ્રતિમા અને ચારેબાજુ રંગોળી પુરાઈ હતી. ઢોલના તાલ સંભળાતા જ પગ આપોઆપ થનગનવા લાગે. છેલ્લા બે દિવસની સ્પર્ધા માટે બધી છોકરીઓએ નવા ઘરેણાં અને ચણિયાચોળી તૈયાર રાખી હતી. હવામાં પણ નવરાત્રીની ખુશ્બુ હતી.
હવે છેલ્લા સ્પર્ધાના દિવસે ગ્રાઉન્ડમાં શું થશે???
_વધુ આવતા પ્રકરણે....._