Ek lekhak books and stories free download online pdf in Gujarati

Ek lekhak

એક લેખક....

તમારા માટે એક સરસ વાર્તા છે. એક પૈસાદાર અને પીધ્ધડ એક વખત દારૂ ઢીંચીને તેના મિત્રો સાથે ક્લબમાં શરત લગાવે છે, કે દસ વર્ષ સુધી એક ઓરડીમાં જે બંધ રહી શકે તેને 200 ડોલર આપવામાં આવશે. બધા દારૂ ઢીંચીને પૈશાની બોલીઓ લગાવતા હતા.ત્યારે એ ‘બાર’ નો વેઈટર આ બધી વાતો સંભાળતો હતો. પોતે અત્યંત ગરીબ હતો તેથી પૈશાની લાલચમાં આવીને તેણે વિચાર્યું કે, ‘ હું આ શરત પર કોઈ પણ ભોગે ખરો ઉતરીશ. અને હું ચોક્કસપણે આ શરતના પૈસા મેળવીને મારી ઘર-ગૃહસ્થીને સારી પેઠે ચલાવીશ. એટલે તેમણે આ દારૂડિયાઓની વાતને ગંભીરતા પૂર્વક લઇ લીધી. જેમાં એક બહુ બાહોશ હતો તેણે તો આવેગમાં આવીને 300 ડોલરની બોલી લગાવી. અને તેનાથી કોઈ ઉપરવટ ના થઇ શક્યું. અંતે એવું નક્કી થયું કે એ વેઈટરને 10 વર્ષને અંતે ૩૦૦ ડોલર ચૂકવવાના.

જંગલની અંદર એક સુમસામ જગ્યાએ ખંઢેર જેવી ઓરડીમાં એ વેઈટરને રાખવામાં આવ્યો. સ્વાભાવિક જ છે કે એકલું માણસ આમ કેટલા દિવસ સુધી રહી શકે? માણસ એક સામાજિક પ્રાણી છે. તેને હવા, પાણી અને ખોરાક ની સાથે પ્રેમ, સહાનુભુતિ ની પણ જરૂર પડે છે.પણ “લાલચ બુરી બલા હૈ”. થોડા સમય સુધી તો તેને કૈંજ તકલીફ ન’તી કેમકે સામે પૈસા દેખાતા હતા. પણ પછી એકલતાના અંધકારમાં એ સારી પડ્યો.પોતાની જાત સાથે સંવાદો કરી કરી ને એ પોતાનાથી જ કંટાળી ગયો. વટ્ટથી કરેલી શરત આગળ એ હારી ગયો-ત્રાસી ગયો, થાકી ગયો. એક બાજુ વિચારતો હતો કે શરતને અદ્ધવચ્ચે જ છોડીને જતો રહું પણ 300 ડોલર એ આખી ઝીન્દગીમાં પણ ના કમાઈ શકે. એટલે બીજો કોઈ ઉપાય જ નતો.

એક દિવસ તેમણે બારીએથી જમવાનું આપવા આવતા વ્યક્તિને એક ચિઠ્ઠી આપી. જેમાં લખ્યું હતું કે તેને કેટલાક પુસ્તકો આપે. પેલા માણસે તેને પોતાના ઘરમાં પડેલા નકામા પુસ્તકો આપ્યા. અને તે દિવસથી એ પુસ્તકોને જ મનોરંજનનું સાધન સમજીને વાંચવા લાગ્યો. એ વાંચતો ગયો- વિચારતો ગયો- વૃદ્ધી પામતો ગયો. દસ વર્ષ સુધી સતત ને સતત વાંચન કર્યું. હવે દસ વર્ષ પુરા થવાના હતા. અને એ પોતાની શરત જીતવાનો જ હતો. એ ખુશ હતો. નાચી રહ્યો હતો. કુદકા મારીને બુમો પડતો હતો. બહાર નીકળવાના સમયે એ પુસ્તકોને ચૂમીઓ ભરી રહ્યો હતો. અને અંતે એ બહાર નીકળ્યો પણ પોતાની મરજી પ્રમાણે. એ શરતમાં નક્કી કરેલ સમય કરતા દસ મિનીટ વેહલો નીકળી ગયો.

તેનો માલિક જયારે અંદર જોવા માટે આવ્યો તો અંદર કોઈ જ નતુ. પણ આખા ઓરડામાં પુસ્તકો અને પુસ્તકો જ હતા. દીવાલો પર લેખકોના ફોટા અને સુવાક્યો હતો. ટેબલ પર એક મોટો લેટર લખેલો હતો જેમાં લખ્યું હતું “ મેં આ મારી ઝીન્દ્ગીના દસ અમુલ્ય વર્ષોને મન મુકીને જીવી લીધા છે. કાલ્પનિક પાત્રોની વચ્ચે હું સતત જીવંત રહ્યો છું. હું એક સાથે કેટલાય લોકોની અંદર ઊંડો ઉતરી શક્યો છું. દીવાલો પર જે દેખાય છે, ને એ લોકો મને વારંવાર કેહતા હતા કે ‘તું તારી જાતને ઓળખ. તારા આતમરામને ઉજાગર કર. અને એ બધાએ સાથે મળીને મારા પર જે દબાણ કર્યું તેનાથી મારો આતમરામ મારી સામે ખડો થયો. મને મારો જ સાક્ષાત્કાર થયો. મેં આ દસ વર્ષ ઘણા લોકોની ભીડ વચ્ચે વિતાવ્યા છે. અને એ લોકોએ મારું નવું ઘડતર કર્યું છે. મને માલમમાલ કરી દીધો છે. મને 300 ડોલર જેવડી મામુલી રકમ પરવડે તેમ નથી મારે જે કમાવવાનું હતું એ મેં કમાઈ લીધું છે. બસ મને મારી સાથે હતા એ લોકો જોઈએ છે.”

ખરેખર અદ્ભુત કેહવાય ને! શું સફેદ પન્નાઓ પર ગોઠવાયેલ બરક્ષારીની આટલી તાકાત!! ?? આશ્ચર્ય ની વાત છે. ખરેખર ક્રાંતિમય જ કેહવાય. વાંચન માણસને બદલે છે એ વાત તમે અને હું બંને સ્વીકારીએ જ છીએ. મારે આજે આવું અસરકારક લખનારાઓ વિષે જ કેહવું છે.

એક લેખક એટલે એક સર્જક. એક જગત નિર્માતા. દીર્ઘદ્રષ્ટા. એક ક્રાંતિવીર. હાં..હાં..એક ક્રાંતિવીર. જયારે સ્વતંત્રતાની ચળવળના વાદળ નીચે ભારત ઘેરાયેલું હતું ત્યારે મને યાદ છે, કે લેખકો અને કવિઓને પોતાના સ્વતંત્ર લેખો પ્રકાશિત કરવા પર પ્રતિબંધ હતો. કેમકે એક નંબરના ડરપોક એવા અંગ્રેજોને ભારતીય પ્રજાના લખાણની શક્તિ તેના હથિયારો કરતા તીવ્ર લગતી હતી. જુઓ કેટલી શક્તિ છે પુસ્તકોમાં!!! તો પછી આ પુસ્તકોનો જન્મદાતા કેટલો શક્તિમાન હશે?

જમાનો બદલવાની જે તાકાત ધરાવે છે, એવા લેખકો બસ એક કલમની ધાર પર દુનિયાની દશા અને દિશા બદલી શકે છે. એક લેખક એક કાલ્પનિક પાત્રોમાં પ્રાણ પૂરીને તેને જીવંત રાખે છે. તેને આપના હ્રદય સુધી પોહ્ચાડે છે. જયારે આપને કોઈ સ્ટોરી વાંચતા હોઈએ ત્યારે તેનું મુખ્ય પાત્ર આપણે ખુદ જ છીએ એવું ક્યાંકને ક્યાંક લાગ્યા જ કરે. એનો મતલબ એવો નથી કે આપણે જ મેઈન હીરો કે હિરોઈન છીએ. પણ એનો મતલબ એમ છે કે જોજન દુર બેઠેલો એ લેખક આપણા દિલમાં આવી વસ્યો છે. આપના હૃદયના તાર પર એ કોમળ આંગળીઓથી મધુર સંગીત ક્યારે વગાડવા લાગે તેની આપને ખબર પણ નથી પડતી. તમે યાદ કરો તમારા પ્રાથમિક શિક્ષણને. કદાચ ગણિતના ચેપ્ટરને આપણે ભૂલી ગયા હોઈશું. વિજ્ઞાનના સીધાન્તો પર રજ ચડી ગઈ હશે પણ ગુજરાતીના કાવ્યો અને એના પાઠ આપણને નામ સહિત યાદ હશે. ત્યારે તો આપણે બાળક હોઈએ છે છતાં બાળમાનસ પર આટલી ઊંડી છાપ પાડનાર એક લેખક કે કવિ શિવાય બીજું કોણ હોઈ શકે?

ઘણી વખત આપણે લેખકોને તેમના પુસ્તકોનું કેટલું વેચાણ થયું કે, તેની પોપ્યુલારીટી કેવી છે? એ ન્યાયે મૂલવતા હોઈએ છે. પણ એ નારી મૂર્ખાઈ છે. પણ એનું તત્વજ્ઞાન તો જુઓ. એની હકારાત્મકતા, તેના પાત્રો, તેના વિચારો, તેની કલ્પના, અને તેનો સંદેશો શું છે? એ તો જુઓ. એ શું વાત કરવા માંગે છે? તેમની અંદર પાડેલી એ વાતને તમારા સુધી પોહ્ચાડવા માંગે તો એ વાત શું છે એ તો સાંભળો.

એક લેખક પોતાની આસપાસ ના સમુદાયને, પાત્રોને, પરિસ્થિતિને, સમસ્યાને, અને તેના સમાધાનને એમ અનેક ઉતર ચડાવોને તેમના અનુભવની કલમમાં ડુબોવીને પોતાના લેખને સીંચે છે. એક કાગળપર પોતાની કલમને, પોતાના દર્દને પણ કંડારે છે. ક્યારેક કેટલાક પાત્રોને પોતાના હૈયામાં થઇ રહેલ ઉત્પાત દ્વારા જીવંત કરીને એક જન્મદાતા જેવું કામ કરે છે. તેમની ઇચ્છાઓ, ઝંખનાઓ, તેમનું વ્યક્તિત્વ, વિચારો, તેમના લેખનમાં દેખાય આવે છે.

આપણે સૌએ ક્યાંક ને ક્યાંક ઝવેરચંદ મેઘાણીને વંચા હશે.કલાપીના કાવ્યોનું રસપાન કર્યું હશે.ત્યારે ખ્યાલ આવે કે શું અદ્ભુત તાકાત હોઈ છે એ લેખનની. એક કટાર અને એક કીર્તાલ જેવી શક્તિ રહેલી છે લેખનની. એક સુંદર વાક્ય હતું કે

“ શબ્દોની શક્તિ એવી હોઈ છે

કાં તો સજાવી દે અને કાં તો સળગાવી દે”.

“ હ્રદયની અંગત વાત માત્ર તમને જ કહું છું

કેમકે હું એક લેખક છું”

હૃદયનો આવાજ સાંભળે છે.

વાહલા હગ ડે તો હવે આવ્યો,

ભેટવા માટે બહાનું લાવ્યો,

પણ યાદ કર રાધા ને કાનને,

રામ લખમણ ને હનુમાનને,

વગર હગ ડે ના પણ ઉજવણા હોઈ છે.

એમ કંઈ નક્કી કરીને ભેટવાનું થોડું હોઈ છે!!