Montu ane Mery books and stories free download online pdf in Gujarati

મોન્ટુ અને મેરી

Suresh Patel

skumar_1068@yahoo.com

મોન્ટુ અને મેરી

એક હતું નાનું ગામ એના બગલમાં એક મોટું જંગલ હતું.
આ જંગલમાં એક મોટો જાડો પાડો હાથી એનું નામ ‘મોન્ટુ’ હતું.
ગામમાં એક નાની પરી જેવી છોકરી જેનું નામ ‘મેરી’ હતું.
મેરી ખુબ ચપળ અને હોશિયાર હતી. એની દાદીએ કહેલી બધી વાર્તાઓ એને યાદ રેહતી. અને એ વાર્તાઓના બોધ પણ એ સમજીને યાદ કરી લેતી અને વખત આવ્યે એના દોસ્ત-મિત્રોને એ સમજાવતી. મેરી ઘરમાં સૌ ની લાડકી હતી. અને સ્કુલમાં સૌની પ્રિય.
એક વખત ની વાત છે, મોન્ટુ જ્યારે નાનો હતો ત્યારે એને જંગલ માંથી કોઈ ચોર ઉપાડી ગયા હતા. અને ગામમાં સર્કસવાળાને ત્યા મૂકી ગયા હતા. મોન્ટુ ખુબ તોફાની હાથી હતો એટલે એને ખુબ મોટી સાંકળથી બાંધી રાખવામાં આવતો. અને એની આંખો પર પટ્ટી બાંધેલી રેહતી. બિચારો મોન્ટુ ખુબ તાકાત લગાવતો એ સાંકળથી છૂટવા માટે પણ એ છૂટી સકતો નહિ ઉલટાનું એને પગમાં કોઈ વખત લોહી નીકળી આવતું. ગણીવાર મોન્ટુ ને એના સર્કસના રીંગ માસ્ટર નો માર પણ ખાવો પડતો જયારે એ કોઈ ખેલ કરવામાં ભૂલ કરે ત્યારે. બિચારો મોન્ટુ હતો હાથી પણ હજુ બહુ નાનો હતો એટલે એના થી કોઈ ડરતું નહી. અને એ મોટી સાંકળથી બંધાયેલો રહતો એટલે કોઈ દિવસ ભાગી જવાનો તો સવાલ જ ન હતો.
ધીરે ધીરે મોન્ટુ મોટો થતો ગયો. સરકસમાં લોકોને એના ખેલ ગમવા લાગ્યા એટલે તેના ખેલ વધવા લાગ્યા. સર્કસ માં બધાનો માનીતો થઇ ગયો હતો અને ક્યારેક ક્યારેક એને ખાવામાં મિટાઈ અને અલગ અલગ વાનગીયો પણ મળતી. ખેલ પતી ગયા પછી પણ એને જોવા લોકો પડાપડી કરતા. જયારે ખેલ ન હોય ત્યારે પણ એ લોકો માટે એક મનોરંજનનું સાધન બની ગયો હતો. એટલે સર્કસવાળાએ આખો દિવસ લોકો ટીકીટ આપી ને આ હાથી ને જોવા આવી સકે એવી વ્યવસ્થા કરી. જેના થી એમને ફાયદો થાય અને લોકોને અને બાળકો ને આરામ થી, નજીક થી હાથી જોવા મળે.
મોન્ટુ રોજ પોતાને આ સાંકળ થી છોડાવવાનો પ્રયત્ન કરતો પણ નિષ્ફળ જતો. હવે એ કંટાળી ગયો હતો આ સાંકળ ના બંધન થી પણ શું થાય..?
ગણા દિવસો આવું ચાલ્યું. પછી હતાશ થઇ મોન્ટુ હાઈ ગયો.
હવે, મોન્ટુ એ મનમાં એક વાત ની ગાંઠ બાંધી લીધી હતી કે આ સાંકળને એ ક્યારેય તોડી નહી શકે અને એના થી કોઈ દિવસ છુટકારો નહિ મળે. એટલે હસતા મોએ એ બાળકો અને ભૂલકાઓ સાથે રમતો. અને પોતાના દુ:ખના દિવસો સુખ થી વિતાવતો.
ક્યારેક ક્યારેક મોન્ટુનો મિત્ર ભોલો ભાલુ પોતાના પિંજરા માંથી મોન્ટુ ને સલાહ આપતો કે એક જોર થી ઝટકો માર એટલે આ સાંકળ છૂટી જશે અને તું ભાગી જા..! પણ હવે મોન્ટુ ઉદાસ થઇ ફક્ત આ વાત ને રમતમાં કાઢી નાખતો અને હવે એને છૂટવાની કે ભાગી જવાની કોઈ આશા દેખાતી ન હતી. મોન્ટુએ એના મમ્મી પપ્પાને કેટલા મહિનાઓ થી જોયા પણ નથી અને એ લોકો ક્યાં અને કેવી હાલતમાં હશે એ પણ ખબર નથી. એની યાદમાં એ રડી પડતો. વળી પાછા એને ‘ભોલો’ ભાલુ, ‘જગ્ગુ- દગ્ગું’ બંદરો અને ‘પપ્પુ’ પોપટ ભેગા થઇ સમજાવતા કે ‘મમ્મી પપ્પા તો અમારા પણ ક્યાં છે?’ તોય અમે અહિયાં ખુશ છીએ ને..!
અને અમે તો તારી સાથે છીએ તો તું કેમ ચિંતા કરે છે મોન્ટુ..? મજા કર મજા..!
એક દિવસ મેરી એના દાદી અને સંજુ, અંજલી અને ગણા મિત્રો સાથે સર્કસ જોવા આવી.
મેરી ને સર્કસ ના બધા ખેલ બહુજ ગમી ગયા અને ખુબ મજા પડી.
સર્કસ જોઇને પાછા વળતા મેરીએ આ બધા જાનવરો ને એક બીજા સાથે વાતો કરતા સાંભળ્યા.
ભોલો ભાલુ, જગ્ગુ – દગ્ગું બંદરો, પપ્પુ પોપટ, અને ‘મોન્ટુ’ મદનિયુ આ બધા સર્કસના ખેલ કરી કરીને થાકી ગયા હતા અને આ બંધન માંથી છુટકારો ક્યારે મળશે એ વિચારતા હતા.
મેરી ને એમની વાતો સાંભળીને બધાની ચિંતા થવા લાગી.
એક દિવસ મેરી એના મિત્રો સાથે આ બધા જાનવરો ને મળવા ગઈ. બધા મિત્રો અને મેરીએ મોન્ટુ, ભોલા ભાલુ, જગ્ગુ-દગ્ગું, અને પપ્પુ પોપટ બધા સાથે વાતો કરી અને ખબર પડી કે આ સર્કસવાળા એમની પાસે થી ખુબ કામ કરાવે છે અને કોઈક કોઈક દિવસ તો બરાબર ખાવાનું પણ નથી આપતા. હા, ક્યારેક વધારે કામ કઢાવવા મીઠાઈ ખવડાવે છે બસ.
‘હા અને મને તો દોરડા ઉપર સાઇકલ ચલાવવા માટે ફક્ત એક જ લાલ મરચું આપે છે બોલો.!.’ પપ્પુ પોપટ બોલ્યો.
‘અરે, એ છોડ પપ્પુ અમને તો ખાલી બે-બે કેળા જ આપે છે..! આખા અડધા કલાક કુદા-કુદવાળા ખેલના.’ જગ્ગુ બંદર કુદતા-કુદતા બોલ્યો.
‘હા, અને મને આવડા મોટા હાથી ને ખાલી એક જ ડોલ ભરીને પાણી પીવડાવે છે હું તો તરસ્યો રહી જાઉં છું બોલો...!’ મોન્ટુ બિચારો સુંઢ ઉંચી કરતા બોલ્યો.
‘આવું તો ન ચાલે’ મેરી એ કહ્યું.
‘હા..હા એકદમ આવું તો ન જ ચાલે’ મેરી ના દોસ્ત પણ બોલી પડ્યા.
‘આપડે સર્કસવાળા અંકલને કમ્પ્લેન કરીએ તો..?’ મેરીના દોસ્ત સંજુએ આઈડિયા આપ્યો.
‘અરે કોઈ કમ્પ્લેન-બમ્પ્લેન નહિ સાંભળે..!’ દગ્ગું વાંદરો ઉછળ્યો.
‘હા, આ સર્કસવાળા તો બહુ ખરાબ છે તમને પણ અહિયાં થી કાઢી મુકશે અને ફરી આવવા નહિ દે..!’ ભોલા ભાલુએ નિરાશ થઇને કહ્યું.
‘તો, તમારે શું જોઈએ છે..? શું કરવું છે તમારે..? ભાગી જવું છે? છુટકારો જોઈએ છે..?’ મેરી એ કંટાળીને બધાને પૂછ્યું.
‘અમે તો અહિયાં ગમે તેમ કરીને જીવી લઈશું પણ, આ મોન્ટુ ને એના ઘર ની બહુ યાદ આવે છે’ જગ્ગુ બંદર બોલ્યો.
‘અને એનું ઘર પણ ગામની નજીક આ બાજુ ના જંગલમાં જ છે. એટલે એને ત્યાં જવું છે.’ પપ્પુ પોપટ ડોક હલાવીને બોલ્યો.
‘ઓહો.. તો તમને બધાને અહીયાજ રેહવું છે એમ..?’ સંજુ એ બધા જાનવરો ને પૂછ્યું.
‘હા, અમને તો અહિયાં ફાવી ગયું છે અને અમને તો જે જોઈએ એ બધું મળી જાય છે પણ આ મોન્ટુ ને બારબર ફાવતું નથી.’ ભોલો ભાલુ બોલ્યો.
‘તો તમને આ સર્કસમાં જલસા છે એવું..!!’ ગોલુ મેરીનો ખાસ મિત્ર અચાનક બોલ્યો.
‘મજા કે જલસા ના હોય તો ય એમને હવે જંગલમાં આવું તૈયાર બધું થોડી મળવાનું છે એટલે ત્યાં જઈને વધારે દુઃખી થવું એના કરતા અહિયાં બે કેળા અને એક મરચા થી ચલાવી લેવાય નહિ...!!’ મેરી થી મોટી અને સમજુ બેહપણી અંજલી બોલી.
‘હા, સાચી વાતી અંજલીબેન તમારી. હવે હું આ ઉંમરે ક્યાં જંગલમાં રેહવા જવું અને ભૂખ લાગે ત્યારે આમતેમ ભટકીને ખાવાનું શોધવા જાઉ, એના કરતા અહી થોડા ખેલ કરીને ખાવાનું મળતું હોય તો અહિયાં રેહવામાં શું વાંધો છે..?’ ભોલો ભાલુ પોતાનું ભારે શરીર હલાવતા બોલ્યો.
‘હા..હા.. અમને તો અહીયાજ પરિવાર જેવું લાગે છે, પણ આ મોન્ટુ ગણા દિવસ થી પરેશાન છે.’ જગ્ગુ બંદર પોતાનું શરીર ખંજવાળતા બોલ્યો.
‘તમે બસ આ મોન્ટુ નું કંઈક કરો.’ પપ્પુ પોપટએ સલાહ આપી.
‘મોન્ટુ, તું તો આવડો મોટો તાકાત વાળો હાથી છે તો પછી આ સાંકળ ને એક ઝટકામાં તોડી નાખ ને.!’ સંજુ એ તરત કહ્યું.
‘અરે, સંજુભાઈ અમે તો કેટલા દિવસો થી એને સમજાવીએ છીએ કે તારા માટે રમત વાત છે આ સાંકળને તોડવાની. પણ, એ માનતો જ નથી અને કોઈ દિવસ કોશિશ પણ કરતો નથી.’ જગ્ગુ બંદર કુદી કુદી ને કેહવા લાગ્યો.
‘કેમ? મોન્ટુ, તું કોશિશ કેમ નથી કરતો.’ મેરી એ મોન્ટુ ને પૂછ્યું.
પૂછડી હલાવતા હલાવતા બસ ચુપ થઇને ઉભો રહ્યો મોન્ટુ હાથી કંઇજ બોલ્યો નહિ.
‘અરે, એજ તો અમને સમજાતું નથી. મેરી બેન એ કોઈ દિવસ આ નાના ખીલ્લા ને લાત પણ નથી મારતો. જો એક લાત મારે તો આ ખીલ્લો સાંકળ સાથે ઉખડી જાય અને એ મોન્ટુડો હાથીડો ભાગી શકે.’ ભોલો ભાલુ પોતાના પીંજરામાં ઉભો થતા થતા બોલ્યો.

‘આવું કેમ કરે છે મોન્ટુ તું.? તારે છૂટવું નથી આ બંધન માંથી. તારા પોતાના ઘરે જવું નથી.’ અંજલી એ જરા દબાણ થી પૂછ્યું.

‘મારે પણ તમારી જેમ આઝાદ થવું છે. મારા ઘરે જવું છે. મારા મિત્રો, સગાઓ અને મમ્મી પપ્પા ને મળવું છે..પણ..!’ મોન્ટુ પોતાના મોટા મોટા કાન ફફડાવતા બોલ્યો.
‘પણ..?’ જગ્ગુ જબ્ક્યો.
‘ઘરે જવું છે.... પણ..પણ..પણ?’ પપ્પુ પોપટ પણ પિંજરા માંથી ડોક બહાર કાઢતાં બોલી પડ્યો.
‘પણ.. શું?!’ મેરી એ આરામ થી મોન્ટુને પૂછ્યું.
‘મને પણ આ બંધન માંથી છૂટવું છે. અને હું જ્યાર થી અહિયાં આવ્યો છું ત્યાર થી આ બંધન માંથી છૂટવાનો પ્રયત્ન કરું છું. કેટલા મહિનાઓ થી હું આ સાંકળ થી બંધાયેલો છું મને પણ નથી ખબર. અને કેટલી વાર મેં આ સાંકળ ને તોડવાની કોશિશ કરી છે એ પણ યાદ નથી. અને કેટલીયે વાર મને લોહી નીકળ્યું છે. ખુબ તાકાત લગાડેલી મેં ત્યારે ખુબ મેહનત કરી હતી મેં આ ખીલ્લાને ઉખાડવાની પણ, બધું બેકાર જતું. અને મારી સુંઢ પણ છોલાઈ ગઈ’તી આ ખીલ્લાને ઉખાડવામાં. ખુબ મજબૂતાઈ થી બાંધેલા છે આ ખીલ્લો અને સાંકળ મારા પગ સાથે.’ મોન્ટુ એક સાથે બધું બોલી ગયો.
‘ઓહો, તો આ જ વાત છે બસ..!’ સંજુ હસ્યો.
‘અરે, સંજુભાઈ આ નાની-સુની વાત નથી. આ લોખંડ ની સાંકળ અને આ ખીલ્લો મજબુત છે ખુબ મજબુત.’ મોન્ટુ વળી પાછો માંથું ધુણાવતા બબડ્યો.
‘અરે, મોન્ટુ આ ખીલ્લો અને સાંકળ મજબુત નથી પણ તારી આ શંકા ની ગાંઠ મજબુત છે.’ મેરી એ હળવેથી સમજાવાની કોશિશ કરી.
‘શંકા ની ગાંઠ..? કેવી શંકા..!? કેવી ગાંઠ..?’ મોન્ટુ અચરજ થી બોલ્યો.
‘હા, શંકા ની ગાંઠ.’
હું તમને સમજાવું. મેરીએ બધાનું ધ્યાન દોર્યું.
મારા દાદીએ મને એક વાર્તા કહી હતી. જેમાં એક નાની વાત હતી પણ એનો બોધ બહુ મોટો હતો.
ઘણીવાર નાની નાની વાતો નો આપણે બસ એમજ સ્વીકાર કરી લઈએ છીએ કે આ કામ તો મારાથી નહિ થાય. કેમ કે બીજા થી નથી થતું એટલે. અથવા મારી અમુક કોશિશો થી એ કામ પાર પડ્યું નથી એટલે હવે એ કામ મારા થી થશે જ નહિ. એવું મન માં આપણે ધારી લઈએ છીએ. અને નક્કી કરી લઈએ છીએ કે હવે આ કામ તો મારે કરવુજ નથી કેમકે એ મારા થી થશે જ નહિ. પણ હકીકતમાં એ કામ એ વખતે તમારા થી થયું નથી એનો મતલબ એવો નથી કે અત્યારે કે ફરી કોશિશ કરવાથી પણ નહિ થાય. આપણે મનમાં બાંધેલી આ ખોટી ગાંઠને ખોલી નાખવાની જરૂર છે.
જો મોન્ટુ જ્યારે તને અહિયાં સર્કસમાં લઇ આવ્યા ત્યારે તું આવડો મોટો કદાવર હાથી નહતો બરાબર.
‘હા..હા..બરાબર એતો નાનું મદનીયો હતો. મને ખબર છે’ ભોલો ભાલુ ભામ્ભર્યો.
તો એ વખતે તને જે સાંકળમાં બાંધી રાખ્યા હતો એ આવીજ હતી કે આના થી મોટી હતી..?’
‘આવડીજ હતી. અરે...આજ સાંકળ હતી કદાચ.’ મોન્ટુ હાથી જબ્ક્યો.
તો ત્યારે જે સાંકળ તારા નાનકડા શરીર માટે બહુ મજબુત અને મોટી હતી એ આજે તારા આવડા મોટા શરીર માટે ખરેખર મજબુત નથી. પણ તું ગણીબધી વાર કોશિશ કર્યા પછી હારી ગયો એટલે મનમાં ગાંઠ બંધાઈ ગઈ કે આ સાંકળ હવે તારા થી તૂટશે નહિ..! અને ક્યારેક ક્યારેક તે ફરી પણ કોશિશ કરી હશે પણ એમાય તું સફળ થયો નહિ હોય અને નિરાશ થઇ ગયો હોઈશ.
‘હા, એવુજ થયું હતું. મેં ગણીવાર કોશિશો કરી હતી પણ, હું હારી જતો આ સાંકળ થી.’ મોન્ટુ બિચારો ફસડી પડ્યો.
‘પણ, શું તે ગણા દિવસ થી આ સાંકળને ફરી થી તોડવાની કોશિશ કરી છે ?’ મેરી એ ચાલાકી થી પૂછ્યું.
‘ના...મેં ગણા દિવસો થી આ સાંકળ ને ફરી તોડવાની કોશિશ કરી નથી. હા, મને ભોલાભાઈ સમજાવતા પણ હું જ હવે થાકી ગયો હતો એટલે મેં ક્યારે વિચાર્યું નહિ અને કોશિશ પણ કરી નહિ.’ મોન્ટુ એ બરાબર જવાબ આપ્યો.
‘તો કોશિશ કરી જોઈશ. એકવાર અમારા માટે અને તારા માટે.’ સંજુ અને મેરીએ સાથે પૂછી જોયું.
જરાક જોર કરવાથી મોન્ટુ ને જે ખીલ્લા માં બાંધ્યો હતો એ ખીલ્લો તો હલવા લાગ્યો. અને એના મૂળથી ઢીલો પડી ગયો. હવે મોન્ટુ ને વિશ્વાસ બેસી ગયો કે હું આ ખીલ્લા ને અને આ સાંકળ ને તોડી શકીશ.
‘બસ બસ મોન્ટુ. જોયું હવે તું તારા માં વિશ્વાસ રાખ કે તું આ સાંકળ થી છૂટી શકીશ અને જયારે મોકો મળે તું છૂટીને ભાગી શકે છે.’ મેરી એ ધીરે થી સમજાવ્યુ.
હા, દોસ્તો હું તમારો આભાર માનુ છું કે તમે મને આ મનની ગાંઠ માંથી છોડાવ્યો. હું આજે રાત્રેજ આ સાંકળ તોડી ને ભાગી જઈશ.
‘ખુબ ખુબ આભાર મેરી, સંજુ, ગોલુ, અંજલી....’
અને હા, મિત્રો તમારો પણ આભાર ભોલાભાઈ, જગ્ગુ-દગ્ગું અને પપ્પુભાઈ.
‘અરે મોન્ટુ તું અમને ભૂલી તો નહિ જાય ને.’ ભોલો ભાલુ બોલ્યો.
‘અરે, ના મિત્રો હું એક વાર અહિયાં થી છૂટી ને મારા ઘરે પોહચી જાઉં. પછી મારા નાનપણ ના મિત્રો ને સાથે લઇને આવીશ અને તમારા માટે કંઇક કરીશ.
‘અમારા માટે કંઇજ કરવાની જરૂર નથી બસ ક્યારેક રાત્રે છુપાઈને મળવા આવજે જંગલનું ખાવાનું આપી જજે.’ જગ્ગુ બંદર બોલ્યો.
‘હા. બરાબર. અમારે જંગલમાં નથી આવવું પણ બસ તું ક્યારેક અમારી પાસે આવીને મળી જજે હોં..!’ ભોલાભાલું એ દુઃખી થઈને કહ્યું.
‘અરે, હા મિત્રો તમને હું પણ નહિ ભૂલી શકું. તમે મારા દુખના દિવસો માં સાથે હતા તો હું મારા સુખના દિવસો માં તમને કેવી રીતે ભૂલી સકું. હું જરૂર તમને મળવા આવીશ’ રડતા રડતા હસ્યો મોન્ટુ હાથી અને સુંઢ થી પોતાના આંસુ લૂછ્યા.
‘અને હા અમને પણ ના ભૂલતા તમે મોન્ટુભાઈ’ સંજુ એ કહ્યું.
‘અરે, હા. તમે પણ મને મળવા આવજો ને જંગલમાં મારા ઘરે ખુબ મજા પડશે.’ મોન્ટુ એ પાછો જવાબ આપ્યો.
‘હા, ચોક્સ્સ હવે મોન્ટુ તને મળવવા અમે તારા ઘરેજ આવીશું ભલે..!!’ મેરી એ મજાક કરી.
‘હા..ચોક્કસ હવે હું તારી રાહ જોઈશ મારા ઘરે. અને ખુબ ખુબ આભાર ફરી થી મેરી તારો કે તે મારા મનની ગાંઠ ખોલી આપી અને હું આઝાદ થયો.’ મોન્ટુ એ બધાને પોતાની સુંઢ વડે ટાટા કર્યું.
મેરી તેના મિત્રો ગોલુ, અંજલી અને સંજુ સાથે ઘરે જવા રવાની થઇ. અને મોન્ટુ આજે સાંજે કેવી રીતે પોતાના ઘરે જવાનો રસ્તો બનાવું એના વિચારમાં ખોવાઈ ગયો.

=== સમાપ્ત ===
Story by: Suresh Patel
Email : skumar_1068@yahoo.com
Mobile: 9879256446