Of O Aa Mira Atle books and stories free download online pdf in Gujarati

“ઓ ફો આ મીરાં એટલે... ”

“ઓ ફો આ મીરાં એટલે... ”

આ બૂક વિષે

મિત્રો , આ એક છોકરી ની કહાની છે.. ૧૫ વર્ષ ની છોકરી.. અત્યાર સુધી જેની નાની નાની હરકતો ને બાળક છે નાની છે એમ કરી ને જવા દેવા માં આવતી હતી.. આજે અચાનક મોટી થઇ ગય.. વધારે જાણવા માટે વાચો “ઓ ફો આ મીરાં એટલે... ”

“ઓ ફો આ મીરાં એટલે... ”

ઓ હો મીરાં સુ કરે છે તું??? જો ને રિઝલ્ટ્સ ઓનલાઈન મુકાઇ ગયાં છે...! વસુધા બેન બોલતા હતા પણ આ મીરાં જરાક બીતી હતી હા તે બીવે જ ને! ૧૦ માં બોર્ડ નું રીઝલ્ટ જો હતું, એટલે બોવ ધ્યાન ના આપ્યું.. અને કીધું ક મમ્મી સુ ઉતાવળ છે હમણાં સ્કૂલમાં જઈશું ને રિઝલ્ટ્સ લેવા. વસુધા બેન કઈ બોલે એ પહેલા એક ફોન આવે છે...

ત્રિન ... ત્રીન...(મિત્રો આ વાર્તા ની શરૂઆત ૨૦૦૭-૦૮ માં થાય છે , ત્યારે મોબાઇલ હજી ઓછા લોકો પાસે હશે )

હેલ્લો... એ જય શ્રી ક્રિશ્ના!!

સામે છેડે થી મીરાં ના મામા બોલ્યા જય શ્રી ક્રિશ્ના બેન, કેમ છો?

વસુધા બેન : મજા માં ભાઈ તમે બધા કેમ છો?? સુ રિઝલ્ટ્સ આવ્યું ?? (મીરાં ના મામા નો છોકરો પણ ૧૦ માં માં જ હતો)

મામા : એને તો ૭૯.૯૦% આવ્યા છે... મીરાં બેન નું રિઝલ્ટ્સ ??

વસુધા બેન : નથી ખબર... જો ને મીરાં ને ક્યાર ની કવ છું કે જો પણ માને તો ને...

મામા : લાવ વાત તો કરવ એની જોડે હું જ રોલ નંબર લઇ ને જોઈ લવ છું. એ તો સાયબર કાફે જશે ની.

વસુધા બેન મીરાં ને બોલાવે છે... મીરાં એ મીરું મામા જોડે વાત કર.

મીરાં : હા મામા

મામા : બેટા તારો રોલ નંબર આપ

મીરાં : પણ મામા હમણાં હું સ્કૂલમાં જ જાવ છું રીઝલ્ટ જોઈ ને તમને ફોન કરી દઈશ ને ?

મામા : અરે પણ સ્ક્રીન માં તો રીઝલ્ટ આવતા વાર લાગશે બપોર પછી રીઝલ્ટ આવે એના કરતા તું રોલ નંબર આપ હું અહિયાં થી જોઈ ને તમને ફોન કરું.

(આપણી મીરાં પાસે કોઈ વિકલ્પ ના રહ્યો અને રોલ નંબર આપી ને ફોન મુકે છે)

ધક.. ધક.. ધક મીરાં ની ધડકન એક દમ વધી ગઈ... (બીક માં જ તો... )

૧૦ મિનીટ... ૧૫ મિનીટ..

પણ કોઈ ફોન નથી આવતો..

કંટાળી ને મીરાબેન કિચન માં જાય છે...

મીરાં ના મમ્મી વિચાર મા પડી ગયા કે મારી મીરુ એ બી કિચન મા??? વસુધાબેન પોતાની 15 વર્ષ ની દિકરી ને જોયા કરે છે... સામાન્ય દિવસોમાં આ વાવાઝોડું આજે સવારથી શાંતિ ધારણ કરીને આમ થી તેમ આટા ફેરા કરે છે.
5.5 ની હાઇટ, એકદમ પતલી અને એની મોટી આંખો જેમાં લાખો સપનાં એની મોટી કાળી પાંપણ એક વાર જો પલકારે તો તમે દુનિયા ભુલી જાવ. વસુધાબેન વિચારે છે, કે પિંક ટી શર્ટ અને કેપરી માં કેવી સરસ લાગે છે.. નજર ના લાગે મારી દીકરી ને...

મમ્મી મમ્મી.. મને કોફી પીવી છે.. બોલ ને કેમ બને?

અચાનક મીરાં ના સવાલ થી વસુધાબેન ની વિચારવિચારધારા તુટે છે,

હ.. હા તો તુ ફિર્જ માથી દુધ લાવ.

ઓકે મમ્મી....

મીરાં દુધ લઈ ને હજી તો પલેટફોમઁ પર મુકે ત્યાં તો તપેલી એના હાથમાંથી સરકી જાય છે...

અરે બેટા તને લાગ્યું તો નથી ને? ??

ના મોમ ,

ખબર નથી પડતી કે ધ્યાન કયાં હોય છે આખો દિવસ... જા હવે દુધ લઈ આવ.. હમણાં વુઁદા ઉઠતી હશે, અને તને ખબર છે ને કે એને ઉઠી ને તરત દુધ જોઈએ..

હા મારી મમ્મી હું આમ ગઇ ને આમ આવી...

2 અમુલ દુધ મીરાં બોલી... દુકાન માલિક કે છે કે શું આવ્યું તારુ રિઝલ્ટ? ?
મીરાં તેના બિંદાસ અંદાઝ મા બોલી ખબર નથી મામા ને રોલ નંબર તો આપ્યો છે...

હમમ તુ તો તોફાની છું પાસ થઈજાય તો પણ સારુ.... એક તો એ અંદર થી ગભરાઈ ગઈ હતી અને આ દુકાન વાળા કાકા... !
તો ય પોતાની આબરૂ બચાવવા માટે મીરાં એ કીધું... જોઇ લેજો અંકલ હુ સારા માર્કસ સાથે પાસ થઈશ.

સારુ.. સારુ મીરાં બેટા આ લે દુધ..
5 star આપુને??? એ મીરાં ની ફેવરિટ ચોકલેટ...
હા.. હા.. બે આપી દો.

આ લો પૈસા.. મીરાં તેની કેપરી ના ખિસ્સામાંથી 50 રૂપિયા આપે છે..

4 રૂપિયા પાછા લઈ મીરાં ઘરે આવી.

મમ્મી આ લે દુધ... અને કોફી બનાવી આપ.
તારે સીખવી હતી ને? ?

ના મમ્મી હવે પછી કોઈ દિવસ...
અને મીરાં બેસીજાય છે...

વસુધાબેન સમજી ગયા કે એમની લાડલી રિઝલ્ટ ની ચિંતા મા છે, એટલે કઇ બોલ્યા વગર કિચન મા જઇ ને કોફી મુકે છે.. હે મારા કાના મારી મીરાં એમ તો હોશિયાર છે પણ તને ખબર છે ને કે એણે આખા વર્ષ દરમિયાન બોવ મહેનત નથી કરી.. લાલા પાસ કરી દેજે.. વધુ કઇ વિચારે ત્યાં તો ફોન ની રિંગ વાગી..

હલ્લો..
હા
સામા છેડે થી મામા એ કિધુ કે સર્વર ડાઉન છે મીરાં નુ રિઝલ્ટ ખબર પડી નથી..હું અહીં જ છું જેવી ખબર પડે એટલે તમને ફોન કરીશ.
એ ભલે ભલે જય શ્રી કૃષ્ણ.

મીરાં આ લે બેટા તારી કોફી.. અને સાંભળ જો કોફી ગરમ છે.. અને તારા મામા નો ફોન હતો હમણાં સર્વર ડાઉન હતા જેવી ખબર પડશે એટલે ફોન કરીને જણાવશે..

ઓકે અને મીરાં ધીરે ધીરે કોફી પીવા માડે છે..

મનમાં વિચારેછે કે એમ તો પેપર્સ સારા ગયા છે બસ એક કોમ્પ્યુટર સિવાય...

ગભરાઇ ગયેલી મીરાં નહાવા જાય છે... આમ તો મીરાં નહાતા નાહતા જે રોજ રોજ જોર જોરથી બૂમ બરાડા પાડીને ફિલ્મી ગીતો ગાતી હોય છે... પણ આજે તો એ શાંતિથી નહાય છે... અને આ શું? ?? એના મોં માથી ધિમા અવાજે એક શ્લોક નિકળે છે...

ગંગે ચ યમુને ચૈ વ...
ગોદાવરી સરસ્વતી
નમઁદે સિન્ધુ કાવેરી...
જલેડસિમન સંનિધી કુરુમં..

ફડફડતા હૈયે નહાતા નહાતા મીરાં વિચારે છે કે ભાઈ નું રીઝલ્ટ તો ૮૦% આવ્યું... મારું શું થશે? અને ફટાફટ બહાર નીકળે છે..

કબાટ ની સામે ઉભા રહી ને વિચારે છે કે કયા કપડા પહેરું ??? મમાં ઓ મમી ક્યાં છે તું?

વાસુધાબેન કિચન માંથી નેપકીનથી હાથ લૂછતાં લૂછતાં રૂમ માં આવે છે.. હા બોલ મીરાં શું છે?

મીરાં : આ જો ને મમી મારી પાસે કપડા જ નથી... કયા કપડા પહેરું???

બેટા આટલા કપડા છે ગમે તે પહેરી લેને.. જો હમણાં બેન ઉઠતી હશે મારે ઘણા કામ છે...

આવું કીધું એટલે મીરાં બેન તો ગુસ્સે થઇ ગયા.. અને રિસાય ગઈ હા સારું મમી તું જા હું મારું કરી લઈશ..

વસુધાબેન એને મનાવે છે..

જો બેટા તું તો મારી ડાહી દીકરી છે ને જો એક કામ કર આજે તો તું તારું ફેવરીટ ટી શર્ટ પહેર... પેલું બ્લેક કલર નું છે ને જેમાં ૩ બટરફ્લાય છે.. એમાં તું બોવ સુંદર લાગે છે હો...

હે સાચે મમી?????

હા બેટા ચલ હવે તું તૈયાર થઇ જા હું મામા ને ફોન કરી લવ જો હવે તારું રીઝલ્ટ ખબર પડી હોય તો.. અને તારા મન પસંદ બટાકા પોવાં બનવું છુ..

ઓકે મમી.... તું ફોન કરી લે.. ત્યાં હું તૈયાર થઇ જાવ. અને હા બોવ બીક લાગે છે અને ભૂખ લાગી છે મમી પ્લીઝ તું જલ્દી નાસ્તો આપ..

વસુધાબેન ફોન લગાડે છે..

રીંગ જાય છે.. અને આ ફોન ઉપાડ્યો

જે શ્રી ક્રિશ્ના બેન

હા ભાઈ તું ક્યાં છે તે જોયું રીઝલ્ટ??

હા હું સાયબર કાફે જ છું અને રીઝલ્ટ...

તો મિત્રો શું લાગે છે? મીરાં પાસ થઇ જશે ?? અને પાસ થયા પછી મીરાં સુ કરશે??? જાણવા માટે વાચો પાર્ટ ૨

કમિંગ સૂન

અને હા તમારા રીવ્યુ જણાવશો

You can mail on mmviththalani@gmail.com or simply comment on app.

Thanks