Hansni E Jod books and stories free download online pdf in Gujarati

Hansni E Jod

’હંસની એ જોડ’

વિદેશની ભારતીય વ્યથા

-ઃ લેખક :-

ડા. યોગેન્દ્ગ વ્યાસ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

’હંસની એ જોડ’

વિદેશની ભારતીય વ્યથા

અહીં વિદેશે

હું એકાકી,

મારી સામે રમતી હંસની એ જોડ!

જાણે સારસની જોડ!

પાંખમાં પાંખ, આંખમાં આંખ

ઉરમાં ઉર;

ઠુમક ઠુમક નાચતી

ઘૂમે ઊંડે ગાયઃ ‘ક્વાં....ઉં..! ક્વાં...ઉં..!’

શ્રવણની મુજ જોડ

સદાય વિજોગી

પડઘાતી રહેઃ

‘‘ક્યાં....હું ? ક્યાં....હું....?’’

(ભૂપેન્દ્ર વ્યાસ ‘રંજ’, મિનેસોટા, યુ.એસ.એ. ૨૦૦૨)

વિદેશ વસનારને અને એમાંયે ‘એકાકી’ હોનારને એક ઊંંડી તીવ્ર વિરહની વ્યથા સદા સાથ આપતી હોય છે. કવિવર રવીન્દ્રનાથ ટાગોરે એક કાવ્યમાં ગાયું છે કે માનવપ્રાણ એકાકી હોવાનો આવો તીવ્ર અહેસાસ અનુભવી સતત એક પ્રકાશના રાજકુમારની વાટ જુએ છે. માનવઆત્માની આ સનાતન નિયતિ છે.

‘પરદેશ’ એટલે કે ‘પારકો દેશ’ નથી પણ ‘વિદેશ’ છે. વિશેષ એવો, અજાણ્‌યો એવો છતાં કંઈક વિશેષ, વિચિત્ર એવો દેશ છે અને એ કારણે ‘આપણે અહીં ક્યાં આવી પડયા?’ એવી મૂંઝવનારી, અકળાવનારી, ગૂંગળાવનારી લાગણી થયા કરે છે.

કાવ્યનો ઉપાડ ઘણો હૃદયસ્પર્શી થયો છે. "અહીં વિદેશે હું એકાકી" લય પણ સરસ આવ્યો છે. સહોપસ્થિતિ પણ ચમત્કૃતિપૂર્ણ થઈ છે. એક બાજુ ‘વિદેશ’ છે અને તેથી ‘ઘર ત્યજી ભમું હું દૂર, ઉર ભરાઈ આવે’ એવી સ્થિતિ છે તો બીજી બીજુ કોઈ સાથ આપનાર છે નહીં, અહીં ‘વિદેશ’ શબ્દનો ધ્વન્યાર્થ પણ સમજવા જેવો છે. ’પરદેશ’ એટલે કે ’પારકો દેશ’ નથી પણ ’વિદેશ’ છે. વિશેષ એવો, અજાણ્‌યો એવો છતાં કંઈક વિશેષ, વિચિત્ર એવો દેશ છે અને એ કારણે ‘આપણે અહીં ક્યાં આવી પડયા? કે આવી ચડયા? કે આવી ભરાયા?’ એવી મૂંઝવનારી, અકળાવનારી, ગૂંગળાવનારી લાગણી થયા કરે છે.

આવી સ્થિતિમાં સામે ’હંસ’ની જોડ રમતી પ્રત્યક્ષ થાય છે. ‘હંસ’ એ આત્માનું પ્રતીક છે અને કબીરથી માંડી મીરાં સુધીના કવિઓએ એનો ઉપયોગ કર્યો છે. (સંભારોઃપાયો હંસા માનસરોવર, તાલતલૈયા ક્યોં ખોજૈ- (કબીર) અને ’મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું’- મીરાં) અહીં કવિએ હંસની જોડનું પ્રતીક લીધું છે. આત્મા અને પરમાત્માની જોડ પ્રત્યક્ષ થાય છે અને ‘જાણે સારસની જોડ!’ સાથેને સાથે, પાંખમાં પાંખ, આંખમાં આંખ, ઉરમાં ઉર! છેલ્લા શબ્દો તો જાણે ’આત્માએ આત્માને ઓળખી કાઢ્‌યો’ અથવા ’હું નો હુંએ ખોળી કાઢ્‌યો’ જેવા ’ઉરમાં ઉર’-અંતરયામી તો અંતરમાં જ વસે ને!

‘ક્યાં આ? અને ક્યાં તે?’ એવું સાંભળીને ચિત્ત, મન, પ્રાણ અત્યંત વ્યાકુળ થઈ જાય છે. પેલો મૂળ પ્રદેશ, જ્યાંથી પોતે આવ્યો છે એ મૂળ દેશ આત્માના સ્મરણમાં જીવતો થઈ જાય છે.

એ પરમાત્માએ આત્માનું રૂપ માત્ર રમવા માટે જ, લીલા કરવા માટે જ ધારણ કર્યું છે તેથી ‘ઠુમક ઠુમક નાચે, ઘૂમે ઊંડે ગાય’ (યાદ કરોઃ ‘ઊંડે દોડે એવી જળચર કરે ગમ્મત ઘણી’- કાન્ત) આ જગત ઉપર આત્મા થઈ અવતરવા માટેનું પ્રયોજન જ તો એ હતું-‘એકાકી ન રમતે’ અને એ અનાદિકાળથી ચાલતી આવેલી અને અનંતકાળ સુધી ચાલનારી રમતનું ધ્રૂવપદ કયું છે? ’કવ-આંઉ....કવ-આંઉ!’ કવિએ ભલે હંસના મધુર અવાજને ‘કવાં...ઉં....કવાં...ઉ!’ રૂપે શબ્દબદ્ધ કર્યો હોય પણ અભ્યાસીને તો તેમાંથી તરત જ ‘કવ-આઉં...કવ-આઉં’ જ સંભળાય. સંસ્કૃતમાં ‘કવ’ એ અવ્યય છે અને એ પુનરાવર્તન પામીને ‘કવ-કવ’ એવું રૂપ પામે છે ત્યારે એનો અર્થ થાય છે, ‘ક્યાં આ? અને ક્યાં તે?’

‘ક્યાં આ? અને ક્યાં તે?’ એવું સાંભળીને ચિત્ત, મન, પ્રાણ અત્યંત વ્યાકુળ થઈ જાય છે. પેલો મૂળ પ્રદેશ, જ્યાંથી પોતે આવ્યો છે એ મૂળ દેશ આત્માના સ્મરણમાં જીવતો થઈ જાય છે અને ‘શ્રવણની’ એટલે સાંભળવાનું કામ કરતાં કાનની, સાવ ઊંંધી દિશામાં રહેલી, સામસામી દિશામાં રહેલી તેથી સદાયની વિજોગી એવી જોડમાં માત્ર સંભળાતું નથી, પડઘાય છે અને તેથી વારંવાર સંભળાય છે કે ‘ક્યાં હું? ક્યાં હું?’ વિદેશમાં એકાકી જીવનારની વેદના ઘન વ્યથા બનીને તત્વજ્જ્ઞાનની પેલે પારના વિષાદના તરંગો ભાવકના અણુઓ જગાડી જાય છે, ઝંકૃત કરી જાય છે એ આ કાવ્યનો વિશેષ છે.