Live Music rock band vishe avnavu books and stories free download online pdf in Gujarati

લાઈવ મ્યુઝિક - રોક બેન્ડ વિશે અવનવું !!

  • લાઈવ મ્યુઝિક-રોક બેન્ડ વિશે અવનવું !!
  • રોક બેન્ડનું નામ પડતાની સાથે ગિટારના રોક મ્યુઝિકના તાલે થીરકવા માટે યંગસ્ટર્સ તૈયાર થઈ જાય છે. ઓલ ટાઈમ મોસ્ટ પોપ્યુલર બેન્ડઝ ઓફ ધ વર્લ્ડની યાદીમાં ધ બીટલ્સ હજુ પણ ટોચે છે. ૧૯૬૦ના દાયકામાં બિ્ટનના આ રોક સંગીતે વિશ્ર્વભરમાં ધૂમ મચાવીહતી.

    જયદીપ પંડયા

    યંગસ્ટર્સમાં રોક મ્યુઝિકનો ક્રેઝ દિવસે ને દિવસે વધતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને કોલેજમાં સ્ટડી કરતા સ્ટુડન્ટસ હવે રોક મ્યૂઝિક અને બેન્ડ કલ્ચરમાં વધારે રસ લેતા થયા છે. જેમાં હવે ગુજરાતના મેટ્રો શહેરો પણ બાકી રહયા નથી. મ્યુઝિક લવર્સ માટે અહિંયા તમામ પ્રકારના મ્યુઝિક કોન્સલ્ટ સાંભળવા મળી જાય છે. ૧૨ ડિસેમ્બરને વર્લ્ડમાં હેવિ મેટલ અને હાર્ડ રોક મ્યુઝિક ડે તરીકે મનાવવામાં આવે છે ત્યારે અમદાવાદ શહેરમાં પ્યોરલી હેવી મેડલ મ્યુઝિક વગાડતા માત્ર આઠ જેટલા બેન્ડ અસ્તિત્વ ધરાવે છે. જેમાંના મોટાભાગના બેન્ડ કોલેજ સ્ટુડન્સ દ્વારાબનાવવામાંઆવેલાછે.
    અમદાવાદમાં હેવિ મ્યુઝિક કલ્ચર રોક મ્યુઝિક અને ફયુઝન બેન્ડ જેટલું ફેન ફલોવિંગ છે તેટલું ફેનફલોવિંગ હેવિ મેટલ મ્યુઝિક વગાડતા મેટલ બેન્ડનું નથી. જેના કારણે અમદાવાદમાં વર્ષના માત્ર ૧૦ જેટલા હેવી મ્યુઝિક કોન્સલ્ટ યોજાતા હોય છે. નવેમ્બર ડિસેમ્બરમાં અમદાવાદમાં હેવિ મેટલ મ્યુઝિક ફેસ્ટિવલ પણ યોજાય છે જેમાં ગુજરાત સિવાય મુંબઈ જેવા સીટીના મેટલ બેન્ડ પર્ફોમ કરવા માટે આવે છે. શહેરમાં રોક બેન્ડના વર્ષમાં અંદાજે ૧૦૦ જેટલા લાઈવ પ્રોગ્રામ યોજાતા હોય છે જેની સામે હેવી મેટલ મ્યુઝિકના માત્ર ૧૦ શો વર્ષ દરમ્યાન યોજાઈ છે.
    મ્યુઝિકની દુનિયામાં શાસ્ત્રીય સંગીત અને ભારતના પરંપરાગત વાદ્યોથી લઈને હાલના લાઈવ મ્યુઝિકે ખૂબ જ લાંબી સફર ખેડી છે. જેમાં હાલ સાંભળનાર અને વગાડનારા એમ બન્ને વર્ગમાં ઘણો બદલાવ આવ્યો છે. જે બાબતને ધ્યાનમાં રાખી મ્યુઝિક કંમ્પોેઝર પણ નવું નવું મ્યુઝિક ક્રિએટ કરીને પ્લે કરતા હોય છે. મ્યુઝિક ટેસ્ટ વિશે વાત કરીએ તો યંગસ્ટર્સને શાસ્ત્રીય સંગીત કરતા રોક મ્યુઝિકમાં વધારે રસ લેતા થયા છે.

    રાજકોટમાં પણ યુવાનો રોક બેન્ડ પાછળ દિવાના છે. મેટ્રો શહેરનો ક્રેઝ અહીં સુધી પહોંચી ગયો છે. અહીં પણ ગિટાર વગાડવાના શોખીન યુવાનો ખાનગી ચાની દુકાનો, હોટલોમાં વગાડીને લોકોને મનોરંજન પુરુ પાડેછે. અત્યાર સુધી મહાનગરો અને મોટાં શહેરો સુધી સીમિત રોક બેન્ડની દીવાનગી એટલી હદે વધી ગઇ છે કે હવે દેશના દરેક ખૂણામાં, નાનાં-નાનાં શહેરો અને ગામોમાં નવયુવાનો બેન્ડ બનાવી પરફોર્મ કરી રહ્યા છે. છેલ્લાં પાંચ વર્ષમાં એની સંખ્યા ખૂબ વધી ગઈ છે.આ સ્થિતિ ફક્ત ઇન્ડિયન ઓશિયનની જ છે એવું નથી, દેશનાં લગભગ ૨૦૦૦ બેન્ડ પણ રાહતનો શ્વાસ લેવાની નવરાશ શોધી રહ્યાં છે. રોક મ્યુઝિકની લહેર કંઇક એવી રીતે ફરી વળી છે કે દસ વર્ષમાં તો લોકોની નજર એના તરફ બદલાઇ ગઇ છે. કાશ્મીરનું ડાઇંગ બ્રીડ હોય કે કેરલનું અવિયલ, ગુજરાતનું મૈગનસ રોબટ્ર્સ હોય કે પછી મણિપુરનું કેનિબલ્સ, બધા બેન્ડ પોતાની ધૂન પર ધૂમ મચાવી રહ્યા છે.

    ઇન્ડિયન મ્યુઝિક, ઇન્ડિયન ફન્ક, હાર્ડ રોક, મેટલ મ્યુઝિક, રાગા રોક, ફોક...જેવાં બેન્ડ હવે રોક મ્યુઝિક કોન્સર્ટ કે ફક્ત ફેસ્ટિવલ સુધી સીમિત રહ્યાં નથી. કોલેજ અને મ્યુઝિક ક્લબોમાં પરફોર્મ કરવા ઉપરાંત દુનિયાભરમાં ભારતીય રોક મ્યુઝિકને પસંદ કરવામાં આવી રહ્યું છે. ફિલ્મો માટે ગીતો બનાવી રહ્યાં છે, જાહેરાત માટે જિંગલ બનાવી રહ્યાં છે અને રોજ ગિટારની ધૂનોની સાથે નવા પ્રયોગ કરી રહ્યાં છે.

    દસ વર્ષમાં બદલાઇ ધૂન

    લગભગ ૪૦ વર્ષ પહેલાં વેસ્ટર્ન મ્યુઝિક રેડિયો દ્વારા આપણા સુધી પહોચી શકતું હતું. ત્યારબાદ ભારતીય મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં કેસેટનો જન્મ થયો અને અમુક કંપનીઓએ પ‌શ્ચિ‌મના લોકપ્રિય મ્યુઝિકનું પાઇરેટેડ વર્જન વેચીને ઘણા રૂપિયા બનાવ્યા. ૧૯૯૧માં જ્યારે મીડિયા માટે ભારતના દરવાજા ખૂલ્યા તો એમટીવી જેવી ચેનલે રોક મ્યુઝિકને અવાજ આપ્યો જેની એને જરૂર હતી. ત્યાર બાદ બેન્ડ માટે સમય ઝડપથી પસાર થવા લાગ્યો.

    ૧૯૯૦માં ઇન્ડિયન ઓશિયનનો આરંભ કરનાર રામ કહે છે કે,'પહેલાં ફક્ત લક્ષ્મીકાંત-પ્યારેલાલ ગીતો બનાવતા હતાં હવે એવું રહ્યું નથી. આપણા દેશમાં પ૦ અને ૬૦ના દસકામાં પણ બેન્ડ હતાં, પરંતુ કોઇ એમના ગીતો રેકોર્ડ કરતા નહોતા. શરૂઆતમાં અમને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. હાર માની લીધી હોત તો કદાચ આટલી સફળતા ન મેળવી શક્યા હોત. તમે પોતે જ જોઇ લો, દુનિયા કેટલી ઝડપથી બદલાઇ રહી છે.’

    દસ વર્ષ પહેલાં બેન્ડની સંખ્યા બહુ ઓછી હતી અને એની જાણકારી પણ સીમિત હતી. ઇન્ટરનેટે બધાં બેન્ડને એક સ્ટેજ પર લાવીને મૂકી દીધાં છે. મ્યુઝિક મેગેઝિન રોક સ્ટ્રીટ જર્નલના એડિટર શોમી ગુપ્તા કહે છે, 'રોક, મ્યુઝિક, જેજ, ઇલેક્ટ્રોનિક, ડીજે અને લાઇવ પરફોમન્સ બધું ભેગું કરીને દેશમાં લગભગ ૨૦૦૦ બેન્ડ છે. આજથી પાંચ વર્ષ પહેલાં દેશમાં ફક્ત ૭૦૦ બેન્ડ હતાં.’ મ્યુઝિક બેન્ડને ઘણો ફાયદો થયો છે.

    શોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે અને શહેરોમાં લાઇવ પરફોમન્સને મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. મ્યુઝિક પ્રોડ્યૂસર સમ્રાટ ભારદ્વાજ કહે છે,'ઇકોનોમીના દરવાજા ખૂલવાથી બેન્ડનાં નસીબ ખૂલી ગયાં છે. પંજાબથી લઇને પૂના અને ગુજરાતથી લઇને ગંગટોક સુધી, લાઇવ કોન્સર્ટ ધૂમ મચાવી રહ્યું છે. એક જેવા વિચારો ધરાવનાર લોકો ફેસ્ટિવલનું આયોજન કરી રહ્યા છે અને બ્રાન્ડ એડ્વર્ટાઇઝિંગ માટે એનો ઉપયોગ કરી રહ્યાં છે.’
    અલ્ટરનેટિવરોકબેન્ડ
    રોક બેન્ડનું નામ પડતાની સાથે ગિટારના રોક મ્યુઝિકના તાલે થીરકવા માટે યંગસ્ટર્સ તૈયાર થઈ જાય છે. શહેરમાં નાના મોટા કહી શકાય તેવા ૬૦ જેટલા બેન્ડ હાલ છે. જે પર્સનલ અને પ્રોફેશનલ લેવલ પર રોક બેન્ડ મ્યુઝિક પર્ફોમન્સ કરે છે. રોક બેન્ડમાં પ્યોરલી હોલીવૂડ સોન્ગસ પ્લે કરવામાં આવે છે. જેમાં બ્રિટન અને અમેરિકા જેવા દેશોના બેન્ડ દ્વારા વગાડવામાં આવતા મ્યુઝિકની કોપી કરવામાં આવે છે. જેમાં રિમેક મ્યુઝિક પ્લે કરવામાં આવે છે. રોક મ્યુઝિકમાં લિડ ગિટારીસ્ટ, રિધમ ગિટારીસ્ટ, બેઝ ગીટારીસ્ટ હોય છે.તેમની સાથે સાથ દેવા માટે ડ્રમર પણ હોય છે.આ સિવાય કિ બોર્ડ મ્યુઝિક પ્લેયર પણ તેમાં હોય છે.
    ફયુઝનબેન્ડ
    ફયુઝમ બેન્ડનો પણ શહેરના મ્યુઝિક લવલમાં સારો એવો ક્રેઝ જોવા મળે છે.જેમાં હોલીવૂડ બોલીવૂડના મ્યુઝિકને ફયુઝન એટલે મીક્સઅપ કરી મ્યુઝિક પ્લે કરવામાં આવે છે. તેમાં હોલીવૂડ અને બોલીવૂડમાં ગવાતા તમામ સોન્સને મ્યુઝિક ઈનવેનશન કરી પ્લે કરવામાં આવે છે. અમદાવાદમાં અંદાજે ૪૦ જેટલા ફયુઝન બેન્ડ છે. જેમાં મોટાભાગના કોલેજીયન યંગસ્ટર્સના ગુ્રપ દ્વારા બનાવવામાં આવેલા ગુ્રપ હોય છે. આ ગુ્રપમાં લીડ ગીટારીસ્ટ સાથે સર્પોટ ગિટારીસ્ટ, ડ્રમર અને કિબોર્ડ મ્યુઝિશિયન હોય છે. જે રોક મ્યુઝિકથી કઈક હટકે મ્યુઝિક પ્લે કરતા હોય છે.
    હેવી મેટલ બેન્ડની શરૃઆત યુએસ અને યુકેથી થઈ
    ઓલ ટાઈમ મોસ્ટ પોપ્યુલર બેન્ડઝ ઓફ ધ વર્લ્ડની યાદીમાં ધ બીટલ્સ હજુ પણ ટોચે છે. ૧૯૬૦ના દાયકામાં બિ્ટનના આ રોક સંગીતે વિશ્ર્વભરમાં ધૂમ મચાવીહતી. બ્લેક એન્ડ વ્હાઈટ યુગનું શમ્મી કપૂર પર ॥ફિલ્મવાયેલું " બાર બાર દેખો.. હજાર બાર દેખો " હોય કે અત્યારનું સુન રહા હૈ નાગીત હોય.બોલીવૂડ ઉપર પણ આ પ્રકારના મ્યુઝિકનું હંમેશા પ્રભુત્વ રહયું છે. ૧૯૬૦ની આસપાસ અમેરિકામાં રોક મ્યુઝિક પ્લે કરતા મ્યુઝિશીયનો દ્વારા હેવી ેટેમ્પોરેટ ધરાવતું મ્યુઝિક ક્રિએટ કર્યુ હતુ. જે ૧૯૭૦ પછી અમેરિકામાં ખૂબ લોકપ્રિય થયુ હતુ. હેવી મેટલ બેન્ડની મ્યુઝિકની ખૂબ લાઉડલી વગાડવામાં આવતુ હોવાથી તેમાં ટેમ્પોરેટ ખૂબ ઉચો રાખવામાં આવે છે.જેના કારણ્ે યંગસ્ટર્સને આ મ્યુઝિક વધારેગમેછે.

    મેટલબેન્ડ
    શહેરમાં રોક બેન્ડ અને ફયુઝન બેન્ડ પ્રમાણમાં જોવા મળે છે તેની કરતા બહુ ઓછા પ્રમાણમાં હાર્ડકોર મેટલ બેન્ડ જોવા મળે છે. મેટલ બેન્ડમાં એકદમ હેવી ટેમ્પોરેટ વાળા હોલીવૂડ સોન્ગસ પ્લે કરવામાં આવે છે. જેમાં પ્લે કરાતુ મ્યુઝિક ખૂબ હેવી વોલટેઝ હોય છે.આ બેન્ડ વિશે એવુ પણ કહેવાય છે કે તેમાં મ્યુઝિક પ્લે કરતા તમામ મ્યુઝિશનય એકદમ ગુસ્સાવાળા એટિટયુડમાં મ્યુઝિક પ્લે કરતા હોય છે.

    હાર્ડકોર હેવી મેટલ બેન્ડની ખાસિયતો
    મુખ્યત્વે ચાર મ્યુઝિશિયન તેમાં હોય છે
    લાઉડલી મ્યુઝિક તેમાં પ્લે કરવામાં આવે છે
    મ્યુઝિક પ્લે કરનારા મ્યુઝિશિયનો એગ્રેસીવ મૂડમાં મ્યુઝિક વગાડે છે
    તેમનો લુક પણ ડેનઝર રાખવામાં આવે છે.
    ઓડિયન્સને ઉકસાવવા માટે ચિચયારીઓ કરવામાં આવે છે.
    હેડ બેગિંગ તેમાં ખૂબ પ્રચલીત છે જે શકીરા પોતાના દરેક શોમાં કરે છે.
    વર્લ્ડના અને શહેરના ફેમસ મેટલ બેન્ડ*
    લેડ ઝેપ્લીન *
    ડીપ પરપલ*
    બ્લેક સેબર્થ*
    એસી.ડીસી બેન્ડ*
    મેટાલીકા*
    ગન્સ રોસ*
    આઈરોન મેઈડન*
    જ્યુડેસ પરાઈડ્સ*
    અમદાવાદના હેવી
    મેટલ બેન્ડઃ*
    સ્પીકેડ હેડ*
    ડિકોએડ સોલ*
    વન ડિગ્રી*
    કોન્ટ્રાવેવ

    ............