Tara Aavvano Aabhash - 4 books and stories free download online pdf in Gujarati

તારા આવવાનો આભાસ ...૪

તારા આવવાનો આભાસ ...૪

વાચકમિત્રોને આગળના ભાગ વાચી જવા વિનંતી ....

જયારે જયારે નિષ્ઠા એવું વાંચતી કે સંભાળતી કે પ્રેમમાં નિષ્ફળ જવાથી કોઈ યુવક કે યુવતી આત્મહત્યાનો પ્રયાસ કર્યો ત્યારે હમેશા એ શાશ્વતને પુછતી કે પ્રેમમાં નિષ્ફળતા કે સફળતા જેંવું કઈ હોઈ છે ખરું ? કોઈનો પ્રેમ સફળ થયો એવું કઈ રીતે કહી શકાય? શું લગ્ન એજ પ્રેમની આખરી મંજિલ હોઈ છે? તો પછી લગ્ન બધા જ પ્રેમ લગ્ન સફળ કેમ નથી થતા?

અને શાશ્વત જવાબ આપતો કે , “પ્રેમ ની સફળતા બસ એક જ છે , કે તમે જેને પ્રેમ કરો છો તે વ્યક્તિ જાણે છે કે તમે તેને કેટલો પ્રેમ કરો કરો છો અને એ પણ જરૂરી નથી કે સામેની વ્યક્તિ પણ તમને પ્રેમ કરે બસ એ જાણે છે એ કાફી છે. અને વાત રહી નિષ્ફળતાની તો પ્રેમમાં નિષ્ફળ જવાનો કોઈ વિકલ્પ નથી . કોઈની સાથે પ્રેમ થઇ જવો એજ જિંદગીની સૌથી મોટી સફળતા છે. જો પ્રેમ કોઈના મરવાનું કારણ બને તો એ પ્રેમ કહેવાય જ નહી કારણકે પ્રેમ તો બસ જીવવાના બહાના આપે છે, પ્રેમ તો બસ જીવાડી જાણે છે. અને પ્રેમ એવી અવસ્થા હોઈ છે જ્યાં એકબીજાને એકબીજાથી વધારે સુખ દેવાની હરીફાઈ હોઈ છે. અને પ્રેમ એ મંજિલ વગરની સફર છે ..........

બસ બસ સમજાય ગયું બધું જ ...love you so much અને નિષ્ઠા શાશ્વતને વળગી પડતી.

બંને હજી ચુપ જ હતા.. શાશ્વતને નિષ્ઠાનું ડૂસકું સંભળાયું , આ બાજુ શાશ્વતની આંખ પણ ભીની હતી.

ની..ષ્ઠા.. બસ..તારું રડવાનું મને બિલકુલ પસંદ નથી , જાણે છે ને? શાશ્વતે નિષ્ઠાને શાંત કરવા કહ્યું .

હમમ..

આજે આટલા ટાઈમ પછી વાત કરી એ પણ રડતા રડતા , this is not done.. આપણને આ તો ખબર જ હતી ને .. અને એટલે જ તો વર્ષ પહેલા આપણે મળ્યા એ ભેગા જ... શાશ્વત જાણે પોતાને દિલાસો આપતો હોઈ એવી રીતે નિષ્ઠાને કહ્યું.

હમમ..શાશ્વત ! નિષ્ઠાને કહેવું તો ઘણું હતું પણ અત્યારે ન તો શબ્દ મળી રહ્યા હતા કે ન તો જીભ એનો સાથ આપી રહી હતી.

વાહ પેહલી વાર મારું નામ તમારા મોઢે સાંભળવા મળ્યું .. શાશ્વતે વાતાવરણ હળવું કરવા થોડી મજાક કરી. શું કરે છે?

કઈ નહી.

એમ નહી તમારા મંગેતર શું કરે છે ? શું નામ છે? સગાઇ ક્યારે થઇ ? તમને પસંદ તો છે ને ? સ્વભાવ સારો છે ને? લવ મેરેજ છે કે અરેંજ મેરેજ છે? શાશ્વતે એકસામટા બધા સવાલો પૂછી લીધા પછી થયું કે આં સવાલો તેને નહોતા પૂછવા જોઈતા ...

નિષ્ઠા અને શાશ્વત જયારે સાથે હતા ત્યારે નિષ્ઠા એ એકપણ વાર શાશ્વતના પત્ની વિષે પૂછ્યું નહોતું , ફક્ત એક જ વાર તેને શાશ્વતની પત્નીનું નામ પૂછ્યું હતું. બસ એના સિવાય એને ક્યારેય પણ કશું જ પૂછ્યું નહોતું .

શાશ્વતે પૂછતાં તો પૂછી લીધું પછી નિષ્ઠા જવાબ આપે પેહલા જ વાત ફેરવી નાખી ,, શું તમારા મમ્મી નંબર માંગે છે ને? આપી દ્યો અથવા મારું એડ્રેસ લખી લ્યો અથવા તો ઓફીસે કંકોત્રી પહોચાડી દેજો . હવે કંકોત્રી નહી મોકલો તો પણ..

૮૧/બ , 8th floor

પારીજાત એપાર્ટમેન્ટ.

કાલાવડ રોડ રાજકોટ.

શાશ્વતને રોકતા નિષ્ઠાએ પૂછ્યું , આજ એડ્રેસ છે ને? કઈ ફેર નથી ને . લખાવાની જરૂર લાગે છે?

શાશ્વત : યાદ છે?

નિષ્ઠા : હા, આખરે એક જ એવી જગ્યા હતી જ્યાં મારા મન ને શાંતિ મળતી.

શાશ્વત રાજકોટમાં એકલો રહેતો હોવાથી નિષ્ઠાનું અવારનવાર અથવા તો જયારે પણ મળવાનું નક્કી થાય ત્યારે તેના ફ્લેટ પર જ મળતા. નિષ્ઠા બહાર મળવાનું ટાળતી , કારણકે શાશ્વત એક નામી વ્યક્તિ હતો અને નિષ્ઠાના પરિવારનું પણ શહેરમાં સારી એવી પ્રતિષ્ઠા હતી. અને બનેને ઓળખી જાય એવા ઘણા લોકો હતા , તેથી પોતાના પ્રેમને આ બધાની વાતોથી અને ખોટી શંકાઓથી બચાચવા એ બંને ફક્ત શાશ્વતના ફ્લેટ પર જ મળતા . નિષ્ઠાએ પોતાના પ્રેમ વિષે બોલાવવાનો અધિકાર કોઈ ને આપ્યો નહોતો.

નિષ્ઠા એ વાત આગળ વધારી નિલય નામ છે , કોમ્પુટર એન્જીનીયર છે, સ્વભાવ સારો છો, હસમુખો છે. ત્રણ મહિના પહેલા સગાઇ થઇ. ઘરમાં બધાને પસંદ છે . એરેન્જ .....

શાશ્વતે નિષ્ઠાને રોકતા કહ્યું સોરી. મારે આ નહોતું પૂછવું જોઈતું હતું .

તમને મારા ભવિષ્યની ચિંતા છે ,એટલે જ પૂછ્યું , ડોન્ટ વરી આઈ એમ ઓલરાઈટ. તમે આવશો?

શાશ્વત : તું કહીશ તો આવીશ.

નિષ્ઠા : હજી પણ બધું હું કહું એમ જ કરવાનું .

શાશ્વત : જી હા .

નિષ્ઠા : હું નહી કહું .. આ વખતે નિર્ણય તમારો જ રેહશે.

શાશ્વત : સારું વિચારી ને કહીસ.

નિષ્ઠા : એક વર્ષ દરમિયાન તમે વિચારતા થઇ ગયા એમ ને ?

શાશ્વત હમેશા કોઈ પણ વસ્તુ વિષે જાજુ વિચારવાનું ટાળતો, એ એવું માનતો કે વધુ વિચારવાથી જિંદગી ફક્ત વિચારવામાં જ પસાર થાય છે એને જીવી શકાતી નથી અને ઈશ્વરે આ જિંદગી વિચારવા માટે પણ નહી જીવવા માટે આપી છે. તે નિષ્ઠાને પણ સમજાવતો વધુ વિચારવું નહી, કોઈ પણ બાબત પર વધુ વિચારવ થી મન અટવાઈ જાય છે ને દિલ ઉપર દિમાગ હાવી થઇ જાય છે.

શાશ્વત : આ જિંદગી ભલભલાને વિચારતા કરી દે છે બોસ. પણ હું તમારા જેટલુ નહી વિચારું, ચિંતા ન કરો. દિલથી જ નિર્ણય કરીશ. તમને ગમશે હું આવીશ એ ?

ખબર નથી. નીષ્ઠાએ જવાબ આપ્યો .

શાશ્વત : બાકી બોલો. આજ કહેવા ફોન કર્યો હતો . વર્ષમાં ક્યારેય મારી યાદ ના આવી ?

નિષ્ઠા : તમને શું લાગે છે? તમને પણ ક્યાં યાદ આવી ?

શાશ્વત : કોઈ પ્રશ્ન પૂછે તો સામે જવાબ આપવાનો હોઈ , સામો પ્રશ્ન ન પૂછવાનો હોઈ . હજી પણ આ આદત ગઈ નથી .

નિષ્ઠા : ના, અને જશે પણ નહી.

શાશ્વત : સારું ,બીજું શું ! હજી લખો છો ?
નિષ્ઠા : ના.

શાશ્વત : એવું ના બને , તમે લખવાનું છોડી દો.

નિષ્ઠા : હવે ફક્ત ડાયરી જ લખું છું.

શાશ્વત : શું નામ છે આ વર્ષે તમારી ડાયરીનું ?

નિષ્ઠા : તારા આવવાનો અભાસ .............

શાશ્વત : વાહ. આ તો..

નિષ્ઠા : હા , તમારા જ શબ્દો છે .

{બંને એક જ શહેરમાં રહેવા છતાં ઘણી વાર તેઓ દિવસોના દિવસો સુધી મળી શકતા નહી , ક્યારેક જ એવા સંજોગ બનતા જયારે બનેને અનુકુળ સમય હોઈ અને બને શાંતિ થી મળી શકે, બાકી ક્યારેક નિષ્ઠા ફ્રિ હોઈ તો શાશ્વત ફ્રી હોઈ નહિ અને ક્યારેક જયારે શાશ્વત ફ્રી હોઈ તો નિષ્ઠા ફ્રી હોઈ નહી અને જયારે બંને ફ્રી હોઈ ત્યારે સંજોગ ન હોઈ કે તે બને મળી શકે. અને આ બાબતે જયારે એકબીજા પરસ્પર પૂછે કે ક્યારે મળશું ? ત્યારે બસ જવાબ એક જ મળે “ ખબર નહી “ . ક્યારેક તો અઠવાડિયાથી પ્લાન કરતા હોઈ અને તે કોઈ ને કોઈ કારણસર નિષ્ફળ જાય અને ક્યારેક ફક્ત બે મિનીટમાં જ મળવાનું નક્કી થઇ જાય. આ અણધારી મુલાકાતોમાં બને જાણે આખી જિંદગી સાથે જીવી લેવા નો પ્રયાસ કરતા અને જયારે નિષ્ઠા પૂછે કે , હું તમારી સાથે ન હોઈ ત્યારે તમને શું અનુભવ થાય છે ?

ત્યારે શાશ્વત જવાબ એક જ જવાબ આપતો , “તારા આવવાનો અભાસ”

તું અહી હોઈ કે ન હોઈ પણ તું જ મારી આસપાસ હોઈ છે અને જયારે પણ આંખો બંધ કરું ત્યારે ઘણા ચહેરાઓ દેખાય છે મનના દ્ર્શ્યપટ પર પણ એમાંથી ફક્ત તારા જ ચહેરો જોવાને આ આંખો મથતી હોઈ છે.}

શું લખો છો ડાયરીમાં ? શાશ્વત મનોમન જાણતો હોવા છતાં પૂછી લીધું

નિષ્ઠા : કોઈની ડાયરી વિષે પૂછી નહિ

શાશ્વત : સારું બીજું બોલો ..

નિષ્ઠા : કઈ નહિ . અત્યારે સુય જાવ. થાક લાગ્યો હશે અને આમ પણ ખાસ્સો સમય થઇ ગયો છે

શાશ્વત : ના થાક નથી લાગ્યો. વાત કરો.

નિષ્ઠા : તમે બોલો .

શાશ્વત : કઈ નહી.

નિષ્ઠા : સારૂ ... બાય

શાશ્વત : બાય.

“કઈ નહિ” શબ્દની પાછળ ઘણું બધું છુપાયેલું હોઈ છે, શબ્દમાં ન વ્યક્ત થઇ શક્તિ વાતોને કઈ નહિ એમ કરીને મનમાં દફનાવી દેવાતી હોઈ છે , કહેવાનું ઘણું બધું હોઈ, મનની અંદર લાગણીઓ ઉભરાતી હોઈ , જે વ્યક્તિ સાથે અનેક વાર એકલતામાં વાતો કરતા હોઈ અને જયારે હકીકતમાં સામે આવે ત્યારે શબ્દોમાં મૌન છલકાય જતું હોઈ છે . ફરિયાદો ઘણી હોઈ છે અને ત્યાં જ ફરિયાદો હોઈ છે જ્યાં ફરી ફરી યાદ હોઈ છે . પણ આ ફરિયાદો બોલીને કરવાની હોતી નથી કારણકે, જો વ્યક્તિ તમારું મૌન ના સમજી શકે તો એ તમારા શબ્દોને શું સમજી શકશે? તમારા આ મૌનને સમજી જાય એવા ઓછા લોકો હોઈ છે , અને જે સમજી જાય છે એ મૌનને તોડવા અને નહિ પણ મૌન પાછળ છુપાયેલા કારણોને દુર કરવા મથતા હોઈ છે અને અને આવા વ્યક્તિઓ બધાના નસીબમાં નથી હોતા , કોક ના જ નસીબમાં હોઈ છે ફરિયાદો કરવાથી સંબંધો ટકી શકતા નથી , સંબંધોના બાગને સીચવા માટે સમજણનું પાણી આવશ્યક હોઈ છે અને સહનશીલતાનું ખાતર જરૂરી હોઈ છે. અને પ્રેમ ક્યારેય કહીને કરવાનો હોતો નથી , તમે જેને પ્રેમ કરતા હોઈ તે વ્યક્તિ પણ તમને પ્રેમ કરે એવું જરૂરી નથી , તમારી એક મિનીટ પણ જેના વિના પસાર ન થતી હોઈ , આંખો હમેશા એને જ ઝંખતી હોઈ , પણ કદાચ એ વ્યક્તિ જાણતી પણ ન હોઈ કે કોઈ તેને કેટલું યાદ કરો છો . તો પણ જો એ મારા ના થઇ શકે તો કોઈ ના નહી, એવી ભાવના પ્રેમમાં હોવી ના જોઈએ એ પ્રેમ નહિ પણ હવસ છે એ એક સંકુચિત વિચાર ધારા છે.. એ પ્રેમ નહિ પણ જીદ છે . એક અહંકાર છે . અને પ્રેમમાં ક્યારેય અહંકાર , અભિમાન અને સ્વાભિમાનને કોઈ સ્થાન જ નથી . કારણકે પ્રેમ માં “હું પણા” ને ભૂલવું પડે છે.

હા , અહી ક્યારેય પોતાનું સ્વાભિમાન સાચવવું પડતું નથી કારણકે તમારો પ્રેમી જ તમારા સ્વાભિમાન ને સાચવાશે પરંતુ તેના સ્વાભિમાન ને સાચવવાની જવાબદારી તમારા પર હોઈ છે એ ભૂલવું નહી .

શાશ્વત અને નીષ્ઠા બંને ના મન માં એકબીજાને કહેવા માટે વાતોનો દરિયો હતો , એકબીજાથી દુર રહીને પણ એકબીજા સાથે વિતાવેલા સમયની યાદો હતી . પણ આજે બને માંથી કોઇપણ એકબીજાને કહી શકતું નહોતું , બને ને એકબીજા સામે પોતે તૂટી જશે એવો ડર હતો અને હવે તેઓ પરસ્પર એકબીજાને સાંભળી શકે એવા સંજોગ નહોતા એટલે બધી જ લાગણીઓને હદયના એક ખૂણે પિંજરામાં બાંધી રાખી હતી , પણ લાગણીઓ બંધાય શેની? એને જેટલી દાબવાનો પ્રયત્ન કરો એટલી એ ઉછળે છે .

શાશ્વત હવે અંદર અને અંદર તૂટતો જતો હતો અને ક્યારેય નિષ્ઠાને કહ્યું નહોતું કે તેના વગર કાઢેલી એક એક મિનીટ તેના માટે મૌત સમાન હતી , પ્રેમ ઉપર મોટી મોટી વાતો કરનારો શાશ્વતને પણ આ એક વર્ષમાં ઘણી વાર મરી જવાના વિચારો આવ્યા હતા , જયારે જયારે આવા વિચારો આવતા ત્યારે શાશ્વતની આંખ સમક્ષ નિષ્ઠાનો ચહેરો આવતો અને કાનમાં નિષ્ઠાના પૂછેલા સવાલો સંભળાતા. શું કોઈનો પ્રેમ કોઈના મૃત્યુનું કે આત્મહત્યાનું કારણ બની શકે? શું કોઈનો પ્રેમ વ્યક્તિને આટલો પાંગળો કે કાયર બનાવી શકે? શું માણસ એક વ્યક્તિના વિયોગને કારણે પોતાના બધા સંબંધોને ભૂલીને પોતાની જવાબદારીઓ અધુરી છોડીને દુનિયાને અલવિદા કહી શકે ? આ સવાલો યાદ આવતા જ શાશ્વતે નિષ્ઠાને આપેલા જવાબો યાદ આવતા અને પ્રેમ ઉપર કરેલી પોતાની જ ડાહી ડમરી વાતો યાદ આવતી.

“પ્રેમ એ ક્યારેય કોઈ ના મરવાનું કે કોઈને મારવાનું નહિ પરંતુ કોઈને જીવાડવાનું કે કોઈના માટે જીવવાનું કારણ હોઈ છે.”

અને આવ વિચારો એની મેળે જ ખંખેરાય જતા.

શાશ્વતને જીવવાનું હતું ,ભલે તેની જિંદગી તેની સાથે નહોતી પણ તેની પાસે તેની જવાબદારીઓ હતી , તેનો એક પરિવાર હતો તેના માટે તેને જીવવાનું હતું , તેની પત્ની અને તેનો પુત્ર હતો તેના માટે જીવવાનું હતું અને ખાસ નિષ્ઠાને આપેલું એક વચન હતું કે ગમે તે થઇ જાય પણ શાશ્વત , નિષ્ઠા માટે તેના પરિવારને ક્યારેય નહી તરછોડે કે ક્યારેય તેની સાથે કોઈ અન્યાય નહી કરે . આ વચન જયારે બંનેના પ્રેમ ની શરૂઆત થઇ ત્યારે જ નીષ્ઠાએ શાશ્વત પાસેથી લઇ લીધું હતું. જયારે શાશ્વતે નિષ્ઠા સમક્ષ પોતાના પ્રેમ નો એકરાર કર્યો ત્યારે પેહલી શરત નિષ્ઠાની એજ હતી કે, નિષ્ઠાના કારણે શાશ્વતના લગ્નજીવન માં કોઈ પરેશાની નહી આવે. અને શાશ્વતે પણ આ શરત સ્વીકારી હતી .

પરંતુ આજે શાશ્વતનું રોમ રોમ નિષ્ઠાને પુકારતું હતું. એક વર્ષ થયા દબાવેલી લાગણીઓએ શાશ્વત સમક્ષ અંદોલન છેડ્યું હતું , તેની પાસે બધું જ હતું પણ તેની પાસે તેની નિષ્ઠા ન હતી , ઘણીવાર જિંદગીના સફર માં એવા લોકો મળી જાય છે જેની ક્યારેય કલ્પના પણ ન કરી હોઈ અને એના મળ્યા પછી તેની સાથે જીવ્યા પછી , તેના વગર જીવવાની કલ્પના પણ કરી ન કરી શકાય , ભલે આ સાથ થોડા સમય માટે જ હોઈ તો પણ એ વ્યક્તિની એઈ આદત થઇ જાય છે જે કોઈ પણ કાળે છૂટતી નથી .જેમ પહેલા કહ્યું તેમ માણસના જીવનમાં કોઈ કોઈનું સ્થાન લઇ શકતું નથી. તે નવું સ્થાન બનાવી શકે છે. પણ કોઈની ઉણપ પૂરી કરી શકતું નથી.

શાશ્વતના દિલ અને દિમાગ વચ્ચે યુદ્ધ ચાલતું હતું , દિલ નિષ્ઠાને પુકારતું હતું તો દિમાગ નિષ્ઠાને કેમ ભૂલવું તેના ઉપાય શોધી રહ્યું હતું અને એમા પણ શું પોતે નિષ્ઠાને કોઈ બીજાની થતા જોઈ શકશે એવા ઘણા સવાલો ઉઠતા હતા . આ બધાની વચ્ચે તે એ પણ જાણતો હતો કે એ બને નો પ્રેમ એ ચાર આંખે જોવાયેલા એક સ્વપ્નની દુનિયા હતી પણ બંનેને જીવવાનું તો હકીકતમાં જ હતું .

ક્રમશ..........................