Rani ni Haveli book and story is written by jigeesh prajapati in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Rani ni Haveli is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
રાણીની હવેલી - Novels
by jigeesh prajapati
in
Gujarati Horror Stories
શિયાળાની કડકડતી ઠંડીની ઋતુ હતી. શેરીઓ એકદમ ખાલીખમ હતી. પહાડી વિસ્તારનાં ઉચ્ચપ્રદેશમાં વસતા આ નાનકડા નગરમાં શિયાળાની રાત્રીઓ કંઈક વધારે જ પડતી ઠંડી અને એટલી જ આહલાદક રહેતી. આવા સમયમા બહાર જવાને બદલે લોકો ઘરમાં પુરાઈ પરિવાર સાથે સમય વિતાવવાનુ અથવા બીજી મનપસંદ પ્રવૃત્તિ માં વ્યસ્ત રહેવાનુ પસંદ કરતાં. ક્યાંક ક્યાંક ગરમાગરમ નાસ્તાની લારીઓ પાસે શિયાળુ પ્રેમીઓ ભોજનનો આનંદ લૂંટી રહ્યા હતા. રાત્રિના લગભગ 12:00 વાગ્યા હશે અને મયંક પોતાના ઓરડામાં ભરાઈને નવલકથા વાંચી રહ્યો હતો. તેને હોરર નવલકથાઓ વાંચવાની ખૂબ મજા આવતી. તેનો ઓરડો ઓફિસ રૂમ જેવો લાગતો હતો. ઓરડાની દિવાલો આછા વાદળી રંગથી રંગાયેલી હતી. દિવાલ પર સુંદર વોલપેપર્સ લગાવેલા હતા જેની ફોટોગ્રાફી તેણે પોતે જ કરેલી હતી. દિવાલ પર સૌથી ડાબી બાજુ એક સુંદર આકર્ષક મુખાકૃતિ ધરાવતી સ્ત્રીનો પોરટ્રેટ હતો. તેની આંખો એટલી સુંદર હતી કે જાણે આપણને બીજી દુનિયામા લઈ જતી.શુ સાચે જ આવી સુંદર સ્ત્રીઓ દુનિયામા હશે! તેની બાજુમા અફાટ ફેલાયેલા કચ્છના સફેદ રણનો ફોટો હતો. ઓરડામાં એક ખૂણે ઓફીસની ડેસ્ક હતી જેના પર કોમ્પ્યુટર અને અમુક પુસ્તકો પડ્યા હતા. ટેબલ પર પગ લંબાવીને મયંક નવલકથા વાંચવામાં મગ્ન હતો. એવામાં ટેબલ ડેસ્ક પર રાખેલા લેન્ડલાઈન ફોનની ઘંટડી રણકે છે અને રાત્રીની શાંતિમાં ખલેલ પહોંચે છે.
story about a photographer and the opportunity he gets to show his photography skills and how this journey gradually turns into a scary adventure and memories of love from past.
આજથી લગભગ દોઢસો થી બસ્સો વર્ષ પહેલાની વાત છે. રાણીની હવેલી ત્યારે ધનરાજ નામના માલેતુજારે ખરીદી હતી. ધનરાજ પાસે ખૂબ પૈસા હતા. ધનરાજને ભૌતિક જગત અને એશોઆરામ પ્રત્યે બહુ લગાવ હતો. તેણે કોઇ રાજવી પાસેથી ખંડેર હાલતમાં આ હવેલી ...Read Moreહતી. સામાન્ય રીતે ધનરાજને આવી પુરાણી મિલકત ખરીદવામાં કોઇ રસ ન લેતો પણ આ હવેલીની જગ્યા એટલી સુંદર હતી કે હવેલી તેના મનમાં વસી ગઈ હતી. હવેલી ખરીદ્યા બાદ પાણીની જેમ પૈસા વહાવી હવેલીને નવુ રૂપ આપ્યુ હતુ. ઈન્ટેરિયર ડિઝાઈન માટે દૂર દૂર થી આર્કિટેક્ટ બોલાવી મોંઘાદાટ ફેરફાર કરાવ્યા હતા. આ ખંડેર હવેલી ખરીદવાનું બીજુ કારણ ધનરાજની છોકરી હતી -
ભાગ – 3 “આ નેહા પણ કમાલ છે. ક્યારનો ફોન કરુ છુ પણ ફોન જ નથી ઉપાડતી.” મયંક રોસ ઠાલવતા મનમાં બબડ્યો. તેના ચહેરા પર કંટાળાના ભાવો હતાં. “હું એકલો જ અંદર જાઉ છું” મયંક મનોમન બબળે છે અને ...Read Moreઅંદર તરફ પ્રયાણ કરે છે. તે જેવો હવેલીની અંદર પ્રવેશ કરે છે તેવો જાણે કે તેના મનને કાંઈક વિચિત્ર અનુભવ થયો હોય તેવુ લાગે છે. તરત જ તેને પ્રથમ વિચાર હવેલી વિશે સાંભળેલી પ્રેતકથાઓ વિષેનો આવે છે અને થોડો ડરનો અનુભવ થાય છે. તે આજુબાજુ નજર કરે છે. હવેલી સાચે જ બિહામણી લાગતી હતી. તરત જ આ વિચાર મનમાંથી ખંખેરીને
જ્યારે મિસ્ટર સેનનો ફોટોશૂટ માટે નેહાને ફોન આવ્યો હતો ત્યારે સંજોગવસાત નેહા હવેલીમાં જ હતી. હવેલીની અંદર નહીં પણ બહારના વિસ્તારમાં જે હવેલીનો જ એક ભાગ મનાય છે. હવેલીનો સંપૂર્ણ હિસ્સો લોકો માટે પ્રતિબંધિત નહી હોતાં અમુક વિસ્તાર લોકો ...Read Moreખુલ્લો રખાયો છે. આથી ક્યારેક અમુક લોકો ત્યાં ફરવા માટે આવતાં. નેહા તેની બહેનપણી સાથે ત્યાં આવી હતી અને અચાનક જ જાણે તેના કિસ્મત ખુલી ગયા હોય તેમ મિસ્ટર સેનનો ફોન તેના પર આવ્યો હતો અને નેહાએ ખૂશીથી તકનો સ્વીકાર કર્યો હતો. પરંતુ નેહાને ત્યારે ખબર ન હતી કે તેને મયંક સાથે કામ કરવું પડશે. મયંકને તે લાંબા સમયથી ઓળખતી