કાશી

(1.7k)
  • 102k
  • 126
  • 54k

                 આજે કાળી ચૌદસની રાત હતી. રાતો તો કાળી જ હોય પણ કાળી ચૌદસનું નામ પડતા જ ભૂતોના વિચાર આવે એવી એક રાતે.... સ્મશાનમાં કોઈક માણસ કંઈક સામગ્રી જેવુ લઈને જતો હતો. દેખાવે કસાયેલો પહાડ જેવું ખડતલ શરીર  થોડો ઉંચો બાંધો અને ગોરો રંગ ....  ધીમે ધીમે તે સ્મશાનમાં જઈ બેઠો  મનમાં કોઈ ઉચાટ કે ભયની રેખાય નહોતી દેખાતી એ શાંતિથી બેસી કોઈની રાહ જોવા લાગ્યો. આશરે રાતના ડોઢ વાગ્યા હશે. કૂતરા ને ભસવાના અને ક્યાંક ચિબરી જેવા અવાજો દૂર દૂર સંભળાતા હતાં. સ્મશાન મોટુ હોવાથી અંદર બેસવા ઉઠવાની  પાણીની સુવિધા હતી અને

New Episodes : : Every Saturday

1

કાશી - ભાગ 1

આજે કાળી ચૌદસની રાત હતી. રાતો તો કાળી જ હોય પણ કાળી ચૌદસનું નામ પડતા જ ભૂતોના વિચાર આવે એક રાતે.... સ્મશાનમાં કોઈક માણસ કંઈક સામગ્રી જેવુ લઈને જતો હતો. દેખાવે કસાયેલો પહાડ જેવું ખડતલ શરીર થોડો ઉંચો બાંધો અને ગોરો રંગ .... ધીમે ધીમે તે સ્મશાનમાં જઈ બેઠો મનમાં કોઈ ઉચાટ કે ભયની રેખાય નહોતી દેખાતી એ શાંતિથી બેસી કોઈની રાહ જોવા લાગ્યો. આશરે રાતના ડોઢ વાગ્યા હશે. કૂતરા ને ભસવાના અને ક્યાંક ચિબરી જેવા અવાજો દૂર દૂર સંભળાતા હતાં. સ્મશાન મોટુ હોવાથી અંદર બેસવા ઉઠવાની પાણીની સુવિધા હતી અને ...Read More

2

કાશી - ભાગ 2

ચારે બાજુ અંધારુ ગોર હતું તમરા ને કૂતરાના જ અવાજ સંભળાતા એવામાં એક નેળીયામાં શિવો અને એની પાછળ પાછળ પરણિત સ્ત્રી જેવી પાનેતર પહેરેલી ઘૂઘરા જેમ ઝાંઝર રણકાવતી સીતા ચાલે છે. શિવાનું તો આ રોજનું કામ હતું કે ભૂત પ્રેતનો સામનો કરવો એમની સાથે વાતો કરવી પણ આજે તો સીતા ને ઘેર લઈ જતો હતો . સીતા ને લગન કરવાના કોડ તો એ એને ઘેર ના લઈ જાય તો પણ કરી શકે છે... પણ મન માનતુ નથી એની જોડે વધુ વાતો કરવા જાણે મન કહેતું હોય એમ એના મનનું માનીતો થઈ એ ચાલે ...Read More

3

કાશી - 3

એક વર્ષનો સમય વીતી ગયો છે. ભર ઉનાળાની ધગધગતી ગરમી છે. વરસાદ આવું આવું થઈ રહ્યો છે પણ બફારો છે... પક્ષીઓ માળામાં ઝાડના છાયે ઘરની પછીતો એ લપાયા છે. ઢોર એ ઢરી ઢામ થઈ વાગોળવા બેઠા છે....એવી એક બપોરે શિવો ખેતરમાં લીમડા નીચે સૂતો છે . અને કંઈક વિચારે ચડ્યો છે. એટલામાં જાણે જમીનમાં કંઈક અવાજો આવવા લાગ્યા અને શિવો બેઠો થ્યો ... આજુ બાજુ જોયું દૂર દૂર સુધી કોઈ દેખાયુ નઈ.... અવાજ ક્યાંથી આવે છે એની એણે ખાતરી કરી જોઈ.. સાચે અવાજ જમીન માંથી જ આવતા હતાં.... એને અવાજ થોડો દૂર ...Read More

4

કાશી - 4

સાંજ થવા આવી છે અને ઠંડક વળી છે. આરતી ની ઝાલરો વાગી રહી છે. લોકો કામેથી ઘર તરફ વળ્યા શિવો મંદિરના ઓટલે મોતી હાથમાં લઈ બેઠો છે. હજાર પ્રશ્નો છે પણ જવાબ આપવા વાળુ કોઈ નથી સમય ઓછો છે એટલે એ ઉભો થઈ ઘર બાજુ વળે છે જમી પરવારી ઘરના આંગણે ખાટલામાં લંબાવ્યું.વળી પાછુ મોતી કાઢી જોવા લાગ્યો ત્યાં ડોશી આવી એની જોડે બેઠા... માંથે હાથ દઈ બોલ્યા.. " હૂં થ્યુ સે બેટા ... આજ મન નઈ લાગતું તારુ... તું ઠિક તો સેને..... " ...Read More

5

કાશી - 5

શિવો થોડો સમય બેભાન અવસ્થામાં જ રહ્યો. અને જાગ્યો ત્યારે એણે આજુબાજુ પોતાની જાતને બધાની વચ્ચે ઘેરાયેલી જોઈ... પણ ન્હોતા માણસો કે નહોતા સાપ તેમના અડધા અંગ માણસના અને કમ્મરથી નીચેનો ભાગ સાપ નો હતો...ભીડ ચીરીને એક નાગ એની જોડે આવી બેઠો... અને ધીમે થી બોલ્યો.... " હું આ નાગ લોક ના રાજાનો કુંવર છું... તમે પાતાળના નથી..... તમે કોણ છો ? " શિવાને તો પરશેવો છૂટી ગયો જીભ જ ઉપડતી ન હતી... એને નવાઈ લાગી કે પોતે આ સાપો ની બોલી સમજી કેવી રીતે શકે છે..... ...Read More

6

કાશી - 6

શિવો જમી ઉભો થયો. નાગરાજના આર્શીવાદ લીધા અને આગળ જવા રજા માંગી. નાગરાજે પોતાનું નામ લખી એક મણી શિવાને અને શિવાને કહ્યું. " શિવા આ મણી મારો પડછાયો જ સમજો તમે ગમે તે જગ્યાએ નાગલોકમાં ફસાઈ જાઓ ત્યારે આ મણી લઈ મારુ નામ લેજો હું હાજર થઈશ... તમને કોઈ રોકે તો આ મણી બતાવજો.. પણ આ મણી કોઈને આપી ન દેવાય કે ખોવાય નહીં તે ધ્યાનમાં રાખજો..." બે હાથ જોડી શિવો બોલ્યો... " મહારાજ ક્ષમા કરજો તમારુ નામ મન નઈ ખબર... તમારી વાત મું ધ્યાન રાખે પણ કોઈ ચોરી ...Read More

7

કાશી - 7

શિવો એ નાની બાળ નાગ કન્યાને જતી જોઈ જ રહ્યો.... કેટલી નિર્દોષ ભોળી પારેવા જેવી છે....એવુ વિચારતો પાછુ એણે પર લંબાવ્યુ..... થોડીવારમાં તે ઘસઘસાટ સૂઈ ગયો...સપનામાં તેને પાછા લડતા સાપ નજરે પડતા પાછો તે ગભરાઈ ગયો અને પરસેવો છૂટી ગયો અને તે સફાળો જાગી ગયો. એ થોડો બાવરા જેવો એમ જ બેસી રહ્યો.. પોતાની દુનિયામાં ભૂતો સાથે પણ કેટલો ખુશ હતો પણ આ દુનિયામાં કોઈ મિત્ર નથી કે કોઈ ભૂત પણ નથી.... પોતે જાણે એકલો જ થઈ પડ્યો છે... વિચારતા વિચારતા ઉભો થયો અને પોતાના કપડા પોતાની ઝોળી લઈ ચાલવા લાગ્યો ... થોડો ચાલ્યો ...Read More

8

કાશી - 8

પેલી નાગ કન્યા શિવાને ખેંચી કોઈ ગલીઓ માંથી અને આડા અવડા રસ્તા માંથી એક મહેલ ની નીચે ભોંયરામાં લઈ શિવો તો હજીએ એને તાકિ તાકિને જોઈ જ રહ્યો હતો... એટલામાં ત્યાં બીજો નાગ આવ્યો.. અને એક નાગણ પણ આવી ... થોડી જ પળોમાં ત્યાં આંગણીને વેઢે ગણાય એટલા નાગ નાગણ અને બાળ નાગ આવ્યા શિવો તો બોલ્યા ચાલ્યા વિના ત્યાં ઉભો હતો. પણ ડર એની આંખોમાં જરાય ન્હોતો.. ના તો એના હ્રદયના ધબકારા વધ્યા હતાં.... એ બધાને જોયે જતો હતો.... અને ભોંયરાનું નિરીક્ષણ કરે જતો હતો .. ભોંયરાની એક બાજુ રસોઈ કરવાના માટીના વાસણ એક બાજુ ...Read More

9

કાશી - 9

કસ્તુરી આપણા બન્નેથી કંઈ થઈ નઈ શકે તું જાણે છે. આ યુવાન મદદ કરે છે.. તો એના ઉપર વિશ્વાસ બેટા... આપણે અત્યારે ની સહાય છીએ...પેલા વૃધ્ધે કહ્યું. ઠિક છે.... તમે મદદ કરવા માંગો છો પણ જીવનું જોખમ છે.. અને તમે અહીંના નિયમો કે કંઈ બીજા કંઈ વિશે જાણતા પણ નથી . તો !જણાવો મને હું તૈયાર છું. જાણવા અને તમારી મદદ કરવા હું પૃથ્વી લોકમાં કદાચ પાછો તો નઈ જ જઈ શકુ... પણ અહીં મદદ કરતા મરીશ તો મને વધુ ગમશે.. શિવાએ પોતાના અંતરનું ...Read More

10

કાશી - 10

શિવોએ પાછું નાગનું રૂપ ધારણ કર્યું અને ગુફા માંથી બહાર આવ્યો. બહાર કોઈ ચકલુએ ફરકતું ન્હોતું એ છુપી રાજાનાં મહેલમાં ગયો.રાજાના સૂવાના ઓરડામાં ગયો ત્યાં જઈએ પહેરવા ઓઢવાની વસ્તું કપડા ફેદવા લાગ્યો પણ ક્યાંય એને જોવતી વસ્તું ન મળી.. તે ફેદાફેદી કરતો જ હતો ત્યાં જ કોઈ આવાનો અવાજ આવ્યો અને શિવો ત્યાં જ એક સંદૂક પાછળ સંતાઈ ગયો. એક નોકર આવી બે મુગટ મૂકી ગયો. જે તાસમાં શણગારી મૂકવામાં આવ્યા હતાં. શિવાને એક યુક્તિ સૂજી એણે પેલું મોતી કાઢી કાળા જાદુની સામગ્રી માગી એ સામગ્રી લઈ એ પાછો ગુફામાં આવ્યો.કસ્તુરી ત્યાં જ ...Read More

11

કાશી - 11

શિવો પોતાની વિધિમાં લીન હતો.ત્યાં કસ્તૂરી આવી એની જોડે બેસે છે. એની સાથે વાત કરવા આતુર હોય છે પણ કોઈ વિકલ્પ ન હોવાથી એ શિવાને જોઈ ત્યાંથી ચાલી જાય છે.એક કાસળીની વ્યવસ્થા થઈ ન હોવાથી બધા ચિંતામાં હોય છે. કંઈ જ ઉપાય સૂજ તો નથી એટલે કસ્તૂરી એક ઉપાય વિચારે છે અને કોઈને કહ્યા વિના રૂપ બદલી ત્યાંથી નીકળી જાય છે. પોતાની યુક્તિ એ જલ્દી અમલમાં મૂકે છે. નાગ લોકનાં રસ્તા પર એક સુંદર સ્ત્રી બની પોતાનો ચહેરો ઢાંકી બેસે છે. સફેદ વસ્ત્રો અને રંગબેરંગી ફૂલોથી બનેલા ઘરેણાં એણે પહેર્યા છે. ફક્ત એના ગુલાબી હોઠ દેખાય ...Read More

12

કાશી - 12

રાજા અને કુંવર બન્ને ગાંડા થઈ જાય છે.. ત્યાંરે જ કસ્તૂરીના થોડા નાગો આવીને બન્નેને નાગલોકના કેદ ખાનામાં લઈ છે અને પહેલાના રાજદરબારના લોકોએ પોતાનું સ્થાન સંભાળ્યું અને રાજાના સંમર્થન કરતાઓને પણ કેદમાં નાખ્યા....ફરી કસ્તુરીને રાજગાદી મળી.... પણ બધા નાગો મળીને શિવાને આ બધી વાતનો શ્રેય આપવા લાગ્યા.... નાગલોકમાં મોટો તહેવાર ઉજવાયો મા-બાપ પોતાના નાગબાળ સાથે રહી પ્રેમ વરસાવવા લાગ્યા... કસ્તૂરીએ આખા નાગલોકનો જમણવાર કર્યો અને એમાં માણસોનું જમવાનું શિવાના માર્ગદર્શન હેઠળ બનાવવામાં આવ્યું. બધાએ ધુમધામથી નાચગાન સાથે બે દિવસ પસાર કર્યા..... થોડા દિવસોમાં બધા પોતપોતાના જીવનમાં વ્યસ્થ થઈ ગયાં.... કસ્તૂરી પણ રાજના કામોમાં સમય ...Read More

13

કાશી - 13

કસ્તૂરી વધુને વધુ શિવા વિશે વિચારતી પણ... શિવા તરફથી કોઈ જ પ્રકારની લાગણી જેવું પોતાના માટે ન દેખાતા એ થઈ જતી અને નદી કિનારે જઈ... રડતી... પણ એના એકાંતમાં એના દુ:ખમાં સાથ આપવા એનું પોતાનું કેહવાય એવું કોઈ ન્હોતું. એક નાની બહેન હતી પણ એ એટલી નાની હતી કે એ સમજી ન શકે.. આ બાજુ શિવો પણ કસ્તૂરીને ખૂબ જ ચાહવા લાગ્યો હતો પણ એક રાણી સાથે પ્રેમ એના માટે ખૂબ જ મોટી વાત હતી એટલે એ એનાથી દૂર રહેવાનું વધુ પસંદ કરતો...કસ્તૂરીનું મન હવે ક્યાંય લાગતું નથી .. એ એકાંતમાં બેસી શાંત મને ...Read More

14

કાશી - 14

કસ્તૂરીએ મંત્રીઓ અને વડીલોની સભા ભરી અને પોતાના મનની વાત જણાવી. બધા ખૂબ જ ખુશ થયા. કેમકે બધા પણ એટલો જ પ્રેમ માન આપતા હતાં. પણ એમાંથી એક વૃધ્ધ નાગે કસ્તૂરીને કહ્યુ કે વર્ષો પહેલા એક નાગણે એક માણસ સાથે લગ્ન કર્યા હતાં પણ એના લીધે બધાએ આફતનો સામનો કરવો પડ્યો હતો.એટલે વિચારીને કરજે બેટા એમ કહી વૃધ્ધે પોતાની વાત પુરી કરી . કસ્તૂરીને શિવા પર પોતાની જાત કરતા પણ વધુ વિશ્વાસ હતો .પોતે બધા કામકાજ પતાવી શિવાને મળવા જવા તૈયાર થઈ. તૈયાર થવામાં જ પોતે વધુ મોડી પડી એવું ...Read More

15

કાશી - 15

શિવાના મોંઢામાંથી મોટા અવાજે એક ચીસ નીકળી ગઈ.. માં..... સામે સાચે એની માં હતી.. શિવો કંઈ જ સમજી સકવાની ન હતો... એને તો પરશેવા છૂટવા લાગ્યા... એની માં એના નજીક જઈ એના માંથે હાથ ફેરવ્યો... પછી એને બાંધ્યો હતો એમાંથી એને મુક્ત કર્યો...પછી શિવાને પીવાપાણી આપ્યું... " મને ખબર છે કે તારા મનમાં ઘણાં પ્રશ્નો હશે... પણ બેટા હું જ તારી માં છું... હું એક નાગણ છું... હું વૃધ્ધ થાઉં પણ વર્ષો પછી... જેમ જેમ કાશળી બદલીએ એટલી વાર અમે નવુ આયુષ્ય પ્રાપ્ત કરીએ નવું યૌવન મેળવીએ... થોડા દિવસ પહેલા તારા કાને એક ...Read More

16

કાશી - 16

કસ્તુરી... બોલતા જ શિવો એને ભેટી પડ્યો બન્ને ને ગળે ડૂમો બાજી ગયો બન્ને એક બીજાને વળગી મન ઢાલવ્યા... સૂકી ધરતી પર વરસાદ વરસેને જે માટીની સુંગંધ મહેંકી ઉઠે એમ બન્ને ના હ્રદય મહેકી રહ્યા... ઠંડું વાતાવરણ નદીનો કિનારો બન્ને માટે યાદ ગાર બની રહ્યો ... બન્ને સમય જતા સ્વસ્થ થયા. શિવો કસ્તુરીના ખોળામાં માંથું નાખી એની માંફી માગવા લાગ્યો.. " કસ્તુરી મને માફ કરી દે જે મારા લીધે તારે ઘણુ સહન કરવું પડ્યુ... પણ આજ પછી ક્યારેય તને દુ:ખ નઈ દઉં.. " " અરે.. ...Read More

17

કાશી - 17

યક્ષિણી પ્રસન્ન થઈ શિવાને મિત્ર તરીકે એનો સાથ આપવાનું વચન આપ્યુને અંતર ધ્યાન થઈ ગયા. શિવો ઉઠ્યો નજીકના મંદિરે દર્શન કર્યા અને પોતાનું કામ કરવા નીકળી પડ્યો...પહેલા મદારીઓ પાસે જઈ બીન વગાડતા શીખ્યો ... નાગને વશ કરવાની તમામ વિધિઓ શિખી... પછીએ એક મદારીનો વેશ ધારણ કરી... અલગ અલગ જગ્યાએ જઈ.. નાગોને વશમાં કરવાની વિદ્યા વાપરવા લાગ્યો... આના થી ફક્ત શિવો કલાની પરખ કરી રહ્યો હતો... હવે નાગ મણી શોધવી કેવી રીતે તેની જરા પણ સમજ પડતી ન હતી કેમ કે નાગ મણી ચોરી જનારને તે ઓળખતો ન હતો... અત્યારે એ લોકો ક્યા છે.... જીવે છે ...Read More

18

કાશી - 18

શિવાએ જળ પરીનો આભાર માન્યો અને જળ પરીઓથી બંધાયેલો રથ લઈ એ સમુદ્ર ખેડવા લાગ્યો.... ચાર દિવસ ની પછી ટાપુની નજીક પહોંચ્યાં... ત્યાં કિનારાના પાણીમાં પણ ઝેર હતું . એટલે થોડે દૂરથી જ જળ પરીઓએ શિવાને વિદાય આપી શિવાએ પણ જળ પરીઓને પોતાની બહેન નો દરજ્જો આપી ગમે ત્યારે મદદ રૂપ થવા વચન આપી ટાપુ તરફ ચાલ્યો. થોડો ટાપુના નજીક ગયો અને પાણીનો રંગ બદલાઈ ગયો શરીરમાં અજીબ ચટપટ થવા લાગી એણે તરત શર્પ રૂપ ધારણ કર્યું.... અને કિનારે પહોંચ્યો.... કિનારે પહોંચ્યો તરત પાછો મનુષ્ય રૂપમાં આવી ગયો .ચારે બાજુ નીરવ શાંતિ હતી. ના ...Read More

19

કાશી - 19

નાગરાજ લાલચમાં આવી ગયો ને લગન કરવા તૈયાર થઈ ગયો .. લગ્ન પહેલા જ ઉતાવળમાં નાગરાજે મણીની અદલાબદલી પણ દિધી.. એક બાજુ શિવા જોડે નાગમણી આવતા એ ટાપુ પરથી રહસ્યમય રીતે નીકળી નાગલોક જવા રવાના થયો... અને ફેરા ફરતા ફરતા જ યક્ષીણી એ ભડકો થઈ અદ્રશ્ય થઈ ગઈ.. નાગરાજ એ યક્ષિણીને ગાયબ થતા જોઈ રહ્યો.. પાગલ જેવો થઈ શુદબૂધ ખોઈ બેઠો.. શિવો નાગલોકમાં આવી કસ્તૂરી ને મળ્યો. અને અત્યારે જ મહાસભા અને નાગરિકોને પણ ભેલા કરવાનું કહી શિવાએ પ્રેમથી રજા લીધી... શિવ એની માતા પાસે જઈ એમના સામે નાગમણી ધરી ...Read More