kashi - 3 books and stories free download online pdf in Gujarati

કાશી - 3

              એક વર્ષનો સમય વીતી ગયો છે. ભર ઉનાળાની ધગધગતી ગરમી છે. વરસાદ આવું આવું થઈ રહ્યો છે પણ બફારો અશહ્ય છે...  પક્ષીઓ માળામાં ઝાડના છાયે ઘરની પછીતો એ લપાયા છે. ઢોર એ ઢરી ઢામ થઈ વાગોળવા બેઠા છે....એવી એક બપોરે શિવો ખેતરમાં લીમડા નીચે સૂતો છે .  અને કંઈક વિચારે ચડ્યો છે. એટલામાં જાણે જમીનમાં કંઈક અવાજો આવવા લાગ્યા અને શિવો બેઠો થ્યો ... આજુ બાજુ જોયું દૂર દૂર સુધી કોઈ દેખાયુ  નઈ.... અવાજ ક્યાંથી આવે છે એની એણે ખાતરી કરી જોઈ..  સાચે અવાજ જમીન માંથી જ આવતા હતાં.... એને અવાજ થોડો દૂર જતો લાગ્યો... શિવાએ અવાજ નો પિછો કર્યૌ..... ધીમે ધીમે અવાજ પડતર જમીનમાં આવેલા તળાવે આવ્યો અને બંધ થઈ કયો....શિવાને પોતાના કાન પર ભરોસો નહોતો આવતો.... ત્યાં જ એક જગ્યાએથી એક વિશાળ કાય નાગ બહાર આવ્યો....ઉચ્ચો કદાવર... ઉચાં થૂરીયાં એ એની આગળ નાના લાગે પોતાને તો મશળી જ નાખે એવો અને કાળો એવો કે અમાશ ની રાત.... શિવો ગભરાઈ ગયો....જીવનમાં પહેલીવાર જાણે ડર અને ભય જેવી લાગણી પોતે અનુભવી રહ્યો હતો... પરશેવાથી તરબોળ થતો એ એક ઝાડ પાછળ સંતાઈ ગયો....
                   એ નાગની પાછળ બીજો નાગ આવ્યો.... એવો જ કદાવર.... શિવાએ સાપ નાગ એરુ તો ઘણા જોયા હતા પણ આ ..... આતો મહાકાય હતાં.... ફક્ત વાતોમાં સાંભળેલા....બન્ને નાગ વચ્ચે મારા મારી ચાલી....ધૂળના ગોટે ગોટા ઉડવા લાગ્યા.... શિવો બહાર નીકળી જોવાની હિંમત ના કરી શક્યો..... પણ આવતા ફૂફાડાના અવાજ પરથી જાણી શક્યો કે બન્ને ખૂબ જ જીવલેણ હૂમલા કરી રહ્યા છે...... શિવાએ હિંમત  કરી ડોક બહાર કાઢી ત્યાં જોયું તો શિવાને તમ્મર  ચડ્યા..... લોહિના ખાબોચિયા ભરાયા હતાં તેમાં એક નાગ મરી જવાની હાલતમાં કણસતો પડ્યો હતો...બીજો નાગ જતા ...તે પેલા નાગ પાસે હિંમત કરીને ગયો. એણે એ નાગના ઝખમો જોયા પણ હવે મોડું થઈ ગયું હતું એમાંય ગરમીમાં ક્યાંરેય સાપ જેવા પ્રાણી બહાર ના નીકળે એ ખરાબપોરે તડકામાં ક્યાંક ઠંડક શોધી પડ્યા હોય ... પણ આવું  વિચારવાની સૂઝ બૂઝ ખોઈ શિવાએ નાગની એક દમ નજીક જઈ એની પર પ્રેમથી હાથ ફેરવ્યો...એટલામાં નાગ એ પોતાની કાયા સમેટી એક  વૃધ્ધનું રૂપ ધારણ કર્યું .... અને ફસડાઈ પડ્યો..... શિવાને તો બીજો ધક્કો વાગ્યો.... ગળુ હવે અંદરથી સુકાવા લાગ્યુ હતું.... એને તો આ ક્ષણે ભૂતાવળ વ્હાલી લાગતી હતી...એને તો આજે પોતે જીવતો નઈ રહે એની ખાતરી લાગી..... પેલો ઘવાયેલો વૃઘ્ઘ એની પાસે આવ્યો...અને એની પર પડ્યો... શિવાએ એને સહારો આપી બેઠો કર્યો અને એક ઝાડના છાયે દોરી ગયો... વૃધ્ધ થોડીવાર રહી બોલ્યો...
            " તે તારી આંખે જોયું એ હાચુ સે.... અમે નાગ લોકના છીએ.... પણ બધુ કેવા મારી જોડ સમય નહીં.... મારી પ્રજા દુ:ખીસે.... એને આ ગયો એ નાગ જીવવા નઈ દે ધન મણી.... રાજ પાટની લાલચમ આ ગમે તે હદે જશે.... બધાન બચાઈ લે બેટા..."
       શિવો તો માંથું હલાવી સાંભળી રહ્યો..
       વૃધ્ધે ગળામાંથી કાઢી એક મોતી આપ્યુ ... આ લઈ તું નાગ લોક જજે.... આ તળાવ ચોવિસ કલાક માટે ખુલ્લુસે પસી  પૂનમે ખૂલશે....આ મોતી તન ખૂબ કોમ લાગશે....  કરે... ન ભઈ.... તારા મારા... લોક નોખા... ભઈ પણ આટલું દુ:ખ ભાગજે....વાલા...  વૃધ્ધ વધુ જોર કરી બોલતો હતો... શિવો એનો હાથ પકડી બેઠો હતો.. શિવાએ.... દિલાસો આપ્યો કે પોતે થશે એટલી મદદ કરશે... ભલે જીવ ખોવો પડે...તમે જીવ ગતે કરો મહારાજ... વૃધ્ધ એ પાછો નાગ થ્યો અને દેહ છોડ્યો... શિવાએ ..પોતાની પાઘડી ખોલી એની ઝોળી બનાવી નાગને ઝાડ પર લટકાવ્યો.... જેથી કોઈ પ્રાણી એને નુકશાન ના પહોંચાડી શકે...પછી  એ લાકડા શોધવા ગયો... થોડી વારમાં લાકડા લાવી નાગનો અગ્નિ સંસ્કાર કર્યો...