Kashi - 5 books and stories free download online pdf in Gujarati

કાશી - 5

શિવો થોડો સમય બેભાન અવસ્થામાં જ રહ્યો. અને જાગ્યો ત્યારે એણે આજુબાજુ પોતાની જાતને બધાની વચ્ચે ઘેરાયેલી જોઈ... પણ એ ન્હોતા માણસો કે નહોતા સાપ તેમના અડધા અંગ માણસના અને કમ્મરથી નીચેનો ભાગ સાપ નો હતો...ભીડ ચીરીને એક નાગ એની જોડે આવી બેઠો... અને ધીમે થી બોલ્યો....
" હું આ નાગ લોક ના રાજાનો કુંવર છું... તમે પાતાળના નથી..... તમે કોણ છો ? "
શિવાને તો પરશેવો છૂટી ગયો જીભ જ ઉપડતી ન હતી... એને નવાઈ લાગી કે પોતે આ સાપો ની બોલી સમજી કેવી રીતે શકે છે..... પણ અત્યારે એ બધુ વિચારવાનું મૂકીને શિવો માન્ડ માન્ડ બોલ્યો...
" મું પૃથ્વી લોકથી આવ્યો છુ..... એક વચન આપેલું એ પાળવા.... ના..... ના....( જેવા ઉદ્દગાર કર્યા) નાગ દેવતા મન માફ કરો મારાથી ભૂલ થઈ હોય તો...?બે હાથ જોડી શિવો નીચો નમ્યો ..."
નાગ રાજ વચન સાંભળવા ઉત્સુક થયા અને શિવાની જોડે વાત આગળ વધારી..." કેવુ વચન.... કોનું વચન.... ?"
" મહારાજ એક નાગ ને વચન આપ્યુસે પણ ..."
નાગ રાજ ખુશ થ્યા બીજા બધાને ત્યાંથી જવાનો ઈશારો કરી .. દાશીઓને જમવાનું અને અન્ય વ્યવસ્થા કરવા કહી પોતે શિવા જોડે વધુ રસ પૂર્વક વાત કરવા લાગ્યા.
" એક માણસ થઈ નાગનું વચન પાળવા તમે પાતાળ નાગ લોકમાં આવી ગયાં...તમને ખબર છે... તમે જીવતા પાછા જઈ શકસો.. ..!"
" આગળ પાછળ મારી માં વગર કોઈ નહીં.. હું પાછો જઈશ કે નઈ એ તો ખબર નઈ પણ... જઈશ ત્યાર હું મારી માં ને ખોઈ બેઠો હોઈશ.... એવુ મન લાગ્યા કરસ.."
" હું ખુશ છુ મિત્ર..... તમારે કોઈ પણ મદદ ની જરૂર પડે તો ફ્કત મારુ નામ લઈ યાદ કરજો હું જરૂર મદદે આવીશ..."
શિવો મુજાતો બોલ્યો...
" મન આઈની કોય જ ખબર નઈ તમે કેશો મહારાજ .. તમારા જેવા બધા સારા નાગ મન નઈ મલ.... કોણ જાણ મારુ શું એ થશે....." શિવો નિરાશ થયો... અને એની આંખો ભરાઈ ગઈ..
એને આમ જોતા નાગ રાજ એને હિંમત આપી પોતે સતત એની જોડે રહી મદદ કરશે એવો દિલાશો આપ્યો...અને બોલ્યા... " આ નાગ લોક છે ... તમે એક નઈ બે નાગ લોક પાર કરી અહીં આવ્યા છો... પહેલા લોકમાં સાદા ઝહેરી નાગ જેને પૃથ્વી લોકમાં સાપ,નાગ, પૂર્વજ, કહે છે... પૂજન કરે છે.. ત્યાં સાદા સાપ... સાથે તેઓ રહે છે... જે પ્રજા જેવા સાદગી ભર્યા જીવન જીવે છે.. જ્યારે પૂર્વજ તરીકેના નાગ પૂજાય છે... તે શાંત મગજનાં અને ભક્તિમાં લીન સંત જેવા હોય છે. તે સરળતાથી કોઈના શરીર માં આત્મા રૂપે જઈ શકે છે.. તે મનુષ્ય અવતાર પછીનો અવતાર છે.. તેમને બે અવતાર યાદ હોય છે. બીજા નાગલોક તેમાં ધનની રક્ષા કરતા મૂછોવાળા નાગ નાગણ રહે છે. એ પેઢીદર પેઢી કરોડો વર્ષોથી ધનની રક્ષા કરે છે.... એ ખતરનાક અને ખૂખાર હોય છે.તેમને મારવા તો દૂર તેમની જોડે જવાનું પણ લોકો વિચારી શકતા નથી. પૃથ્વી પર પણ ઘણી જગ્યાએ તેઓ રાજ કરે છે... ત્રીજો લોક એ જ્યાં તમે ઉભા છો મારુ રાજ્ય.... જ્યાં ઈચ્છા ધારી નાગ નાગણો રહે છે.. અમારામાં જાદૂઈ શક્તિ છે..કરોડો વર્ષો સુધી અમે જીવીએ છીએ... વર્ષોની તપસ્યા પછી નાગમાંથી અમે ઈચ્છાધારી બનીએ છીએ... પહેલા નાગલોક માંથી ઈચ્છાધારી બનતા નાગ નાગણો અહીં ત્રીજા લોકમાં આવી રહીએ છીએ...ચોથુ લોક આવે છે. જ્યાં મણિની રક્ષા કરતા નાગ નાગણ વસે છે. તે પણ જાદૂઈ અને ખતરનાક છે.... છેલ્લે શેષ નાગ..... તક્ષક નાગ એમ .... મહાકાય નાગ છે.. એમાં પંચમુખી.. બે મુખી... અનેક મુખી નાગ વસે છે નાગણો એમની સેવા કરે છે..... આ નાગ પૃથ્વીની રક્ષા કરે છે.. દરેક લોકમાં નાગણો નાગબાળકો છે.જેમ પૃથ્વી લોક છે એમ જ નાગ લોક છે. બસ શરીર અલગ છે.. "
નાગરાજે બધી માહિતી શાંતિથી આપી. વચ્ચે વચ્ચે શિવો હકારા ભરતો હતો. એટલામાં એક નાગણ આવી અને જમવાની ગોઠવણ કરી શિવાને જમવા બેસાડી ગઈ..... નાગરાજ અને શિવાની વચ્ચે સામાન્ય વાતો ચાલુ જ હતી.....
ક્રમશ:...