Kashi - 15 books and stories free download online pdf in Gujarati

કાશી - 15

શિવાના મોંઢામાંથી મોટા અવાજે એક ચીસ નીકળી ગઈ.. માં..... સામે સાચે એની માં હતી.. શિવો કંઈ જ સમજી સકવાની હાલતમાં ન હતો... એને તો પરશેવા છૂટવા લાગ્યા... એની માં એના નજીક જઈ એના માંથે હાથ ફેરવ્યો... પછી એને બાંધ્યો હતો એમાંથી એને મુક્ત કર્યો...પછી શિવાને પીવાપાણી આપ્યું...
" મને ખબર છે કે તારા મનમાં ઘણાં પ્રશ્નો હશે... પણ બેટા હું જ તારી માં છું... હું એક નાગણ છું... હું વૃધ્ધ થાઉં પણ વર્ષો પછી... જેમ જેમ કાશળી બદલીએ એટલી વાર અમે નવુ આયુષ્ય પ્રાપ્ત કરીએ નવું યૌવન મેળવીએ... થોડા દિવસ પહેલા તારા કાને એક નાગણે કોઈ મનુષ્ય સાથે લગ્ન કર્યા એ વાત મે જ નખાવી હતી ... રાજ દરબાર માં મારા ઘણાં માણસો છે...એ નાગણ બીજી કોઈ નઈ હું જ છું...મારુ નામ મોહિની છે... " મોહિની એ શિવાના પ્રશ્નોનું સમાધાન કર્યું....
શિવો જવાબો મળતા થોડો શાંત થયો..
" પણ માં તે આવું શું કામ કર્યુ... તે મને કેદ કેમ કર્યો... ?"
" બેટા કેમ કે તું કસ્તૂરી સાથે લગ્ન કરે પછી..... તારી હકીકત સામે આવે તો કોણ તારી મદદ કરે... બધા તને જુઠ્ઠો ગણે એટલે.."
" તમારી વાત સાચી છે.... પણ તકલિફ શું છે.. માં આપણે અત્યારે જ સાચું કહી દઈએ તો.... મને નથી લાગતું કે કોઈ વિરોધ કરશે... "
" તારી વાત સાચી બેટા નાગ લોકના નાગ ભોળા છે.. પણ... મેં તારા પિતા સાથે લગ્ન કરી નાગ લોક નો ત્યાગ કર્યો એજ સમયે આપણા નાગ લોક ની કિંમતી અસલ નાગ મળી બીજા નાગોએ ચોરી લીધી પછી એમાં નામ મારુ આપ્યું... કસ્તૂરીના પિતા એ મારા ખાસ માણસ હતાં એટલે મેં રાજપાટ એમને આપી ત્યાંથી નીકળી ગઈ.. તેઓ મારા સારા મિત્ર હતાં..."
" તમે રાણી હતાં...પણ મને તો એવી વાત ન્હોતી ખબર...."
" મે જ ના પાડેલી કે કોઈ બીજી નાગણ ના નામે તું મને જાણે ,બેટા... બસ બીજુ કાંઈ નઈ..."
" હું હવે કસ્તૂરીને બધુ સમજાવી દઈશ.... "શિવાએ કહ્યું.

" ના..... અત્યારે નહીં બેટા પહેલા આપણા પર લાગેલું કલંક દૂર કર પછી ... આપણે હકીકત બધાને જણાવી દઈશું.."
" જેવું તમે ઠીક સમજો પણ હું એક વાર કસ્તૂરીને મળી લઉં પછી તમે કહેશો એમ કરીશું.... "
" બેટા,... આજે પણ કસ્તૂરી તારી રાહ જોવે છે... જ્યાં તે એને મળવા બોલાવી હતી... તમે બન્ને સુખી થાઓ એનાથી વધુ મારા માટે કાંઈ નથી પણ .... મારી ગયેલી ઈજ્જત સમ્માન મારે પાછુ જોઈએ છે.... એટલે ...."
" બસ માં કઈ જ કહેવાની જરૂર નથી હું બધુ જ સમજી ગયો છું.... હું કસ્તૂરીને મળી આવું પછી વિચારીશું કે આગળ શું કરવું ઠીક છે. ... હું હવે રજા લઉં માં... " શિવો મોહિનીને પગે લાગ્યો.... મોહિનીએ એને ગળે લગાળી ખૂબ સ્નેહ થી આર્શીવાદ આપ્યા ... તેનો હરખ સમાતો ન હતો કેમકે પોતે પોતાની ઓળખ છુપાયા વગર એના પુત્રને મળી હતી...એમાંય શિવાએ સહજ એને સ્વીકારી લીધી એટલે એ વધુ ખુશ હતી...
શિવો કસ્તૂરીને મળવા એ નદીની બાજુ આવી બેસી ગયો હજી અંધારુ થયું ન્હોતું એટલે એ...બેઠો બેઠો કસ્તૂરીની રાહ જોતો હતો.. એમાં એને કંઈક સૂજ્યુ એટલે એણે કૂણા વેલા તોડી ફૂલો સાથે મસ્ત ગૂથણી કરી ફૂલોના ઘરેણાં બનાવ્યા પછી કોઈને આવતા જોઈએ સંતાઈ ગયો.....
કસ્તૂરી એ નદીના કિનારે આવીને બેસી ગઈ ને શાંત આંશુ એની આંખો માંથી વહી રહ્યા .શિવાથી એની હાલત જોવાઈ નહીં એટલે એ એની જોડે જઈ બેસી ગયો.. પણ કસ્તૂરીને એવું કંઈ ભાન જ ન્હોતું... શિવાએ બોલ્યા વિના એના પગમાં ફૂલોવાળા ગૂંથેલા શણગાર પહેંરાવ્યા એની આંખોમાંથી પણ આંશુ કસ્તૂરીના પગ પર પડ્યા કસ્તૂરી ભાનમાં આવીને એણે શિવાને જોયો.. બન્ને એક બીજાને જોઈ રડી પડ્યા... બોલવા માટે ના શબ્દો હતાં... ના કઈ કહેવું હતું....
ક્રમશ:...