Kashi - 11 books and stories free download online pdf in Gujarati

કાશી - 11

શિવો પોતાની વિધિમાં લીન હતો.ત્યાં કસ્તૂરી આવી એની જોડે બેસે છે. એની સાથે વાત કરવા આતુર હોય છે પણ બીજો કોઈ વિકલ્પ ન હોવાથી એ શિવાને જોઈ ત્યાંથી ચાલી જાય છે.એક કાસળીની વ્યવસ્થા થઈ ન હોવાથી બધા ચિંતામાં હોય છે. કંઈ જ ઉપાય સૂજ તો નથી એટલે કસ્તૂરી એક ઉપાય વિચારે છે અને કોઈને કહ્યા વિના રૂપ બદલી ત્યાંથી નીકળી જાય છે. પોતાની યુક્તિ એ જલ્દી અમલમાં મૂકે છે. નાગ લોકનાં રસ્તા પર એક સુંદર સ્ત્રી બની પોતાનો ચહેરો ઢાંકી બેસે છે. સફેદ વસ્ત્રો અને રંગબેરંગી ફૂલોથી બનેલા ઘરેણાં એણે પહેર્યા છે. ફક્ત એના ગુલાબી હોઠ દેખાય છે.એનું સ્મિત એટલું મનમોહક છે કે કોઈ પણ બે ધડી એને જોઈ બધુ જ ભૂલી જાય. એ રસ્તા પરથી રાજા રોજ ફરવા નીકળે છે. એટલે તે રસ્તા વચ્ચે જઈ બેસી જાય છે. થોડીવાર પછી રથનો અવાજ સંભળાય છે. કસ્તૂરી થોડુ ડરે છે પણ એના જોડે બીજો કોઈ જ ઉપાય રહેતો નથી એટલે એ પોતાનું મન મકકમ કરી બેસી રહે છે. રથ નજીક આવી અટકી જાય છે. એમાંથી એક નાગ આવી એને ધમકાવે છે.. અને રસ્તા વચ્ચેથી ઉભુ થવા કહે છે. પણ એ ઉભી થતી નથી.. એટલે રાજા પોતે એને સજા કરવા નીચે ઉતરે છે પણ એનું રૂપ જોઈ રાજા બધુ જ ભૂલી જાય છે...એમાંય માણસનું રૂપ...જોયું..એટલે એને પોતાની સાથે રાજ મહેલમાં આવવા કહે છે.પણ કસ્તૂરી ના પાડે છે.. રાજાને વધુ મોહ જાગે છે એટલે એને મહેલમાં લઈ જવાં એ કહે એમ કરવા રાજા તૈયાર થઈ જાય છે.... થોડી આનાકાની પછી કસ્તૂરી તૈયાર થઈ જાય છે. પણ એની શરત હોય છે કે રાજા એની કાસળી એને આપે તો જ એ મહેલમાં આવશે..રાજા મોહમાં એટલો પાગલ બને છે કે એ કાસળી આપવાની હા પાડે છે...
કસ્તૂરી મહેલમાં એક દિવસ પસાર કરે છે. અને સાંજે કાસળી લેવા રાજા પાસે જાય છે.. રાજા એને કાસળીના બદલામાં એની સાથે લગ્ન કરવા પ્રસ્તાવ મૂકે છે. સામે કસ્તૂરી પણ હા પાડે છે પણ અત્યારે કાસળી આપે તો જ એ પોતે લગન કરશે એવુ એ જણાવે છે... રાજા હરખમાં હા પાડે છે. અને કાસળી આપે છે. મોડી રાતે કસ્તૂરી ભોંયરાના રસ્તે થઈ ગુફામાં કાસળી લઈ જાય છે. શિવો પોતાની વિધિમાં જ મગ્ન હોય છે... કસ્તૂરી કાસળી એક છાબડીમાં મૂકી એની સામે મૂકે છે. કસ્તૂરી પછી પોતાના મૂળ રૂપમાં આવી શિવા સામે જોઈ રહે છે.કોઈ માણસ આટલો સારો કેવી રીતે હોઈ શકે... એ વાત વિચારતા વિચારતા પોતે એની તરફ આકર્ષાઈ અને શિવા સાથે લગન ના સપના જોવા લાગી.... થોડીવાર પછી ભાનમાં આવીને શરમાઈ ગઈ... શિવાને જોતી જોતી ત્યાંથી ચાલી ગઈ.. બીજા દિવસે બધી વિધિ પૂરી કરી .. રાજ મહેલમાં કામ કરતો નાગ હતો એની મદદથી બધી જ વસ્તુ મુગટને કાસળી મહેલમાં મોકલાવી ... અને આ સામગ્રી એ નદી માંથી મળી છે એમ જણાવી દિધુ... રાજાને તો હવે મળી આવેલા મુગટોમાં પણ રસ ન્હોતો એને તો પેલી રસ્તામાંથી મળેલી કન્યા ગાયબ હતી.. એની ચિન્તા હતી.. કાસળી મળી પણ કન્યા કયાં ગઈ... આ કોયડો સમજાતો જ ન હતો...
બીજા દિવસે નાગોની બલી ચડાવવાની હતી ત્યાં રાજા એનો કુંવર બધા તૈયાર થઈ રાજ દરબારમાં બેઠા હતાં... બધા બાળ નાગોને હાજર કરવામાં આવ્યા... એમને તિલક કરવામાં આવ્યાને હાર પહેરાવ્યા..... રાજા અને એમના કુંવરના માંથે જેવા રાજમુકુટ પહેરાવવામાં આવ્યા કે બન્ને થોડીક્ષણોમાં બન્ને ગાંડાતૂર થઈ ગયાં એક બીજા સામે જોઈ જોઈને હસવા લાગયા એક બીજાને મારવા લાગ્યા...
ક્રમશ:...