Kashi - 16 books and stories free download online pdf in Gujarati

કાશી - 16

કસ્તુરી... બોલતા જ શિવો એને ભેટી પડ્યો બન્ને ને ગળે ડૂમો બાજી ગયો બન્ને એક બીજાને વળગી મન ઢાલવ્યા... સૂકી ધરતી પર વરસાદ વરસેને જે માટીની સુંગંધ મહેંકી ઉઠે એમ બન્ને ના હ્રદય મહેકી રહ્યા... ઠંડું વાતાવરણ નદીનો કિનારો બન્ને માટે યાદ ગાર બની રહ્યો ... બન્ને સમય જતા સ્વસ્થ થયા.
શિવો કસ્તુરીના ખોળામાં માંથું નાખી એની માંફી માગવા લાગ્યો..
" કસ્તુરી મને માફ કરી દે જે મારા લીધે તારે ઘણુ સહન કરવું પડ્યુ... પણ આજ પછી ક્યારેય તને દુ:ખ નઈ દઉં.. "
" અરે.. . શિવા આવું ના બોલો તમારી કંઈક મજબૂરી રહી હશે... હું તો મનો મન તમારી થઈ ચૂકી છું... મને તમારા પર પૂરો વિશ્વાસ છે.. "
" આ.. જો તારી માટે ફૂલોના ઘરેણાં મેં બનાવ્યા... તને ગમ્યા.. "
" હા.. ખૂબ જ સારા છે.. "
" તને એક વાત કહેવી છે... "
" હા , બોલોને.. "
" હું થોડા દિવસ તને મલી નઈ શકુ.. હું આવીને બધુ જ તને કહી દઈશ... પછી તારી સાથે લગ્ન કરી લઈશ... આત્યારે મારી ફર્જ મને તારો નઈ થવા દે.. "
"કાંઈ વાંધો નઈ... હવે હું તમારી જ છું તમે કહેશો એમ જ થશે... સ્વામી.. "
" શું.. બોલી.... "
" સ્વામી.. "
"હા..... હા..... 😆 શિવો હસવા લાગ્યો. "
બન્ને એક બીજાને જોઈ હસવા લાગ્યા...
શાંતિથી બેસી બન્ને એ વાતો કરી . આવી બધી જ હકીકત પોતે બધાની વચ્ચે જ કહી દેશે એવું વચન આપી શિવો કસ્તૂરીથી છૂટો પડ્યો. કસ્તૂરી પણ ખૂશ હતી કે એને શિવો પાછો મળી ગયો. બસ હવે શિવો પાછો આવે એની રાહ જોવાની રહી... પણ એ રાહ જોવાની મજા અને શિવાની મીઠી યાદો સાથે એ સમય પસાર કરશે... એવા સપના એ જોવા લાગી.. પ્રિય વ્યક્તિની મુલાકાત પછી... એ મુલાકાતનો સમય વારંવાર મનમાં વાગોળાતા... પ્રેમ પણ સતત વધતો જાય છે.એમ કસ્તૂરી પણ પોતાના પ્રેમના સપનાઓમાં મુલાકાતો વગોળવામાં લાગેલી હતી.
શિવાએ પોતાની માતા પાસે બધી વિગતો જાણી અને એક યોજના ઘડી અને પોતે જરૂરી સામગ્રી લઇ એ મણીની શોધમાં ચાલ્યો... શિવાને ખબર હતી કે આમ ભટકવાથી મણીનું ઠેકાણું નઈ જડે એટલે એ નાગ લોક માંથી પાછો પૃથ્વી પર આવ્યો... અને યક્ષીણી સાધના કરવાનું તેણે ચાલુ કર્યું.... આ દુનિયા અલૌકિક શક્તિઓ ને રહસ્યોથી ભરપૂર છે... બસ એમાં શ્રધ્ધા અને ર્દઢ વિશ્વાસ હોવો જોઈએ..
ગણતરીના જ દિવસોમાં શિવાની સાધના પુરી થઈ અને એણે મિત્ર તરીકે એક યક્ષીણી નજરે પડી... મનુષ્યોની નગરીમાં લોકો આ અંધશ્રધ્ધા ... વહેમ કહે... પણ આ જ હકીકત છે કે જે નજર સમક્ષ દેખાતું નથી એથી એ વધુ આ દુનિયાના રહસ્યો છે... યક્ષીણી સાધના મનુષ્ય પિંપળના ઝાડ નીચે બેસી કરે.. તે જે સ્વરૂપમાં યક્ષીણીની પૂજા કરે તે સ્વરૂપમાં યક્ષીણી તેને દેખાય.... પત્ની, માં, મિત્ર દરેક રૂપમાં યક્ષીણી આવે... કોઈને ખબર ન પડે તે રીતે જાપ કરવાના હોય છે... પણ એને દુ:ખી કરતા કે ધુતકારતા મનુષ્યનું અધ:પતન થાય છે..તેને ખુશ રાખતા... તેની પાસે માંગતા બધુ કાર્ય તરત જ થઈ જાય છે.
યક્ષીણી શિવા પાસે આવીને સાધના કરવાનું કારણ પૂછ્યુ... શિવો નમ્રતાથી તેમને પગે લાગ્યો...
" હે.... મિત્ર યક્ષીણી હું એક કાર્ય માટે નિકળ્યો છું... બસ એ પુરુ થાય ત્યાં સુધી તમે મારી સાથે રહો મને માર્ગદર્શન આપો....બદલામાં તમારુ નૈવૈધ તમને હું... આપીશ... મારુ કાર્ય પુરુ થતા તમે મુક્ત છો... હું તમારો સેવક સદાય તમારો મિત્ર બની તમારો રૂણી રહીશ..🙏"...
ક્રમશ:..