Kashi - 13 books and stories free download online pdf in Gujarati

કાશી - 13

કસ્તૂરી વધુને વધુ શિવા વિશે વિચારતી પણ... શિવા તરફથી કોઈ જ પ્રકારની લાગણી જેવું પોતાના માટે ન દેખાતા એ રઘવાઈ થઈ જતી અને નદી કિનારે જઈ... રડતી... પણ એના એકાંતમાં એના દુ:ખમાં સાથ આપવા એનું પોતાનું કેહવાય એવું કોઈ ન્હોતું. એક નાની બહેન હતી પણ એ એટલી નાની હતી કે એ સમજી ન શકે..
આ બાજુ શિવો પણ કસ્તૂરીને ખૂબ જ ચાહવા લાગ્યો હતો પણ એક રાણી સાથે પ્રેમ એના માટે ખૂબ જ મોટી વાત હતી એટલે એ એનાથી દૂર રહેવાનું વધુ પસંદ કરતો...કસ્તૂરીનું મન હવે ક્યાંય લાગતું નથી .. એ એકાંતમાં બેસી શાંત મને આંશું વહાવતી બસ બેસી જ રહે છે... રાજ દરબારના કામમાં કોઈ જ કચાસ આવવા દેતી નથી. બધા ના પ્રશ્નો ,ફરિયાદો સાંભળે છે.. પણ પોતાના પ્રશ્નો અને ફરિયાદો કોને કરે એ સમજાતું નથી...બસ મનમાંને મનમાં ગૂગળાયા કરે છે... શિવો રોજ મહેલમાં આવે છે પણ કસ્તૂરી ન હોય એ સમયે... છ મહીના વિતિ ગયાં બન્ને એ એક બીજાને જોયા જ નથી...
કસ્તૂરીના ખૂબ નજીકના મંત્રીએ એક દિવસ વડિલ તરીકે કસ્તૂરીને લગ્ન કરવાની સલાહ આપી... કેમકે રાજ્ય એકલી કસ્તૂરી સંભાળે પણ ટેકામાં કોઈ પુરુષ હોય તો વધુ સારુ અને રાજ્યમાં પણ ગમે ત્યાંરે દુશ્મન ફરી પગ મૂકે એ પહેલા કોઈ મજબૂત રાજા આ રાજ્યને આ લોકને મળે તો સારુ....... કસ્તૂરીને પણ એ વાત યોગ્ય લાગી પણ.... એનું મન શિવામાં જ ચોટેલું હતું. પણ હવે એ... શિવાની રાહ જુએ કે આગળ વધે એ સમજાતું જ ન હતું.... એ બધું ભગવાન પર છોડી પોતાના કામમાં પરોવાઈ ગઈ..
થોડા દિવસો પછી એક દિવસ અચાનક કસ્તૂરીની તબિયત ખરાબ થઈ ગઈ અને એ પોતાના મહેલમાં તે સૂતી હતી. શિવો નિત્ય ક્રમ અનુસાર તે ત્યાં આવ્યો. એને ખબર ન હતી કે કસ્તૂરી મહેલમાં છે . કસ્તૂરી જ્યાં હતી એ ઓરડામાં ગયો. એ ઓરડામાં બધું એ બરાબર તપાસ કરી જઈ રહ્યો હતો ને એની નજર કસ્તૂરી પર પડી.એને જોઈ શિવો એની તરફ આકર્ષાયો... પ્રેમ તો હતો પણ સામનો કરવાની તાકાત ન હતી...એ કસ્તૂરી જોડે આવી એને મન ભરી જોઈ એ ત્યાંથી જવા જ જતો હતો કે કસ્તૂરીએ શિવાને પોતાની પૂછડીથી પકડી લીધો..સવાર નો સમય હતો એટલે કોઈ દાસી કે નોકર ત્યાં હાજર ન હતાં. બધાં કામમાં હતાં.
કસ્તૂરીએ શિવાને પકડી ખેંચ્યો...અને બોલી.... રોજ આ મારો ઓરડો આ મહેલની સુરક્ષા તપાસવા આવો છો... ક્યારેક તો પૂછો હું કેમ છું..... શિવો કંઈ જ બોલ્યા વિના બસ સાંભળી રહ્યો..
" હું સુંદર નથી.. ? કે.... તમારે લાયક નથી.... કે પછી ..... મારામાં કોઈ કમી છે... બોલોને શિવા..... " કસ્તૂરી રડતા રડતા બોલી....
" જુઓ મારી ફરજ હું નિભાવું છું .. સુરક્ષા તપાસવી એ મારુ કામ છે.મને જવાદો રાજ કુમારી.... "
" શિવા વાત ના બદલો મને મારો જવાબ જોઈએ... કોઈ એક તો કારણ આપો...નઈ તો .. હું તમારી રાહ જોવામાં મરી જઈશ.... શિવા... "
" કારણ...... હા...હા..... તમે એક રાજકુમારી... હું એક સામાન્ય માણસ... તમારી સાથે લગ્ન કરવાથી શું થશે.... એ જાણો છો... " શિવો કટાક્ષમાં હસતા હસતા બોલ્યો..
" કેમ શું થશે.... ? કાંઈ નઈ થાય.... હું બધા સાથે લડી લઈશ... બધુ જ સહન કરી લઈશ... બસ તમે હા. કહી દો.... "
" તમને ખબર છે રાજકુમારી કે આપણે બન્ને એક થયા તો મારુ મૃત્યુ થશે... હું આ લોકનો નથી.. તમારા જોડે મણી છે. શક્તિ છે.... જે મારામાં નથી...તમને શું ખબર કે એકલા પણું શું હોય... પોતાની જાત સાથે લડવું શું હોય... "
" એટલે તમે કહેવા શું માંગો છો... .. શિવા સાફ સાફ કહો..."
" મને જાણવા મળ્યું કે વર્ષો પહેલા અહીં એક નાગ કન્યાએ માણસ જોડે લગન કર્યા હતા એને એક બાળક પણ હતું .જ્યારે નાગ લોકમાં આ વાતની જાણ થઈ ત્યારે નાગ કન્યાને મૃત્યુ દંડ આપવામાં આવ્યો... અને એ જીવ બચાવવા પોતાના બાળક સાથે ક્યાંક ચાલી ગઈ..એ માણસ કોણ હતો ક્યાં ગયો એ કોઈને ખબર નથી.. "
" તમને આવી વાતો કોણે કહી... મેં ક્યારેય આવું કંઈ જ સાંભળ્યું નથી... "
" તમે રાજ કુમારી છો.. તમારી સાથે રાજ્યની લોકો ચર્ચા કરે ... આવી વાતો નહીં... મને આ વાત.. તમારા મંત્રી તેજ એમણે કહી... "
" તમારી હા હોય તો કહો .... બાકી હું જોઈ લઈશ..."
" સાજા થઈ જાવ પછી.. રાત્રે નદીને પેલે પાર મળજો.... કસ્તૂરી બની... રાણીબની નહીં...ત્યારે જવાબ આપી દઈશ... "
" કોણે કહ્યું મારી તબિયત સારી નથી.... આ એક નાટક હતું. તમને મળવા માટે... જે કામ કરી ગયું.. આજે જ હું દરબારના ખાસ મંત્રીઓ અને સભ્યોને મળી મારી વાત જણાવીશ... કાલે રાત્રે હું જરૂર મળવા આવીશ... "
શિવાએ એક નજર કસ્તૂરી પર નાખી અને એક અલગ જ સ્મિત આપી એ ત્યાંથી આંખો નચાવતો ચાલ્યો ગયો.. કસ્તૂરીને પણ એનો જવાબ મળી ગયો હોય એમ એ શરમાઈ ગઈ.. ને પોતાના પહેરેલા ઘરેણાં સામે જોઈ હસી પડી.
ક્રમશ..