Kashi - 19 books and stories free download online pdf in Gujarati

કાશી - 19

નાગરાજ લાલચમાં આવી ગયો ને લગન કરવા તૈયાર થઈ ગયો .. લગ્ન પહેલા જ ઉતાવળમાં નાગરાજે મણીની અદલાબદલી પણ કરાવી દિધી.. એક બાજુ શિવા જોડે નાગમણી આવતા એ ટાપુ પરથી રહસ્યમય રીતે નીકળી નાગલોક જવા રવાના થયો... અને ફેરા ફરતા ફરતા જ યક્ષીણી એ ભડકો થઈ અદ્રશ્ય થઈ ગઈ.. નાગરાજ એ યક્ષિણીને ગાયબ થતા જોઈ રહ્યો.. પાગલ જેવો થઈ શુદબૂધ ખોઈ બેઠો..
શિવો નાગલોકમાં આવી કસ્તૂરી ને મળ્યો. અને અત્યારે જ મહાસભા અને નાગરિકોને પણ ભેલા કરવાનું કહી શિવાએ પ્રેમથી રજા લીધી... શિવ એની માતા પાસે જઈ એમના સામે નાગમણી ધરી અને એમનું સમ્માન કર્યુ.
નાગમણી ને એની માતા સાથે એ મહાસભામાં પહોંચ્યો. બધા જ નાગલોકના આમ,ખાસ, હોદે્દારો... રક્ષકો બધા ત્યાં હતાં.. મહારાણી એટલે શિવાની માતા એમનો ચહેરો ઢાંકી સભામાં ઉભા રહ્યા.શિવાએ સભામાં જઈ બધાને નમસ્કાર કર્યા. સભા બોલાવવાની જરૂરીયાત જણાવી પછી મણી હાથમાં લઈ બતાવ્યો..મણી જોઈ બધા નાગ પહેલાતો સ્તબ્ધ થઈ ગયા અને પછી ખુશ થયા.. આ એક જાટકો આપ્યા પછી શિવાએ પોતાની માતાનો ઘૂઘટ ઉચ્ચો કરી બધા સમક્ષ તેમને રજૂ કર્યા... બધા નાગને જાણે પોતાના અનાથ પણા માંથી મુક્તિ મળી હોય તેમ મહારાણીને જોઈ.. બધાની આંખોમાં હરખના આંશું આવી ગયા... શિવાએ અત થી ઈતિ સુધી સાચી હકિકત બધાને જણાવી.. પછી પ્રજા પણ અટવાઈ કે આમ તો કાયદેસર શિવો તેમનો નાગરાજ કહેવાય તો પછી કસ્તૂરી પાસે થી રાજ્ય છીનવી શિવાને આપવું.... 😕વગેરે બાબત પર ગુસપુસ થવા લાગી..
મહારાણી બધા સામે આવી માફી માગી અને અશલી રાજકુમાર શિવ એ મારો દિકરો છે .એ કસ્તૂરી સાથે લગ્ન કરવા માગે છે. એટલે રાજ્ય માટે કસ્તૂરીને શિવ બન્ને બરાબર હક્કદાર રહેશે. હું નિવૃત્તિ લઈ રહી છું અને કસ્તૂરીના પિતાએ જે રીતે આ રાજ્ય માટે પોતાના પ્રાણ આપ્યા એ માટે હું એમના પર ગર્વ અનુભવું છું મેં એમના પર મુકેલો વિશ્વાસ એમણે પોતાના પ્રાણ ત્યાગીને ટકાવી રાખ્યો છે. આજથી શિવ અને કસ્તૂરીના લગ્ન ની તૈયારીઓ તમારે જ કરવાની છે. અને લગ્ન વિધિ પતતા જ શિવ અને કસ્તૂરી મહારાજાને મહારાણી બનશે..
પછી બધા છૂટા પડયાને શિવાના લગ્નની તૈયારીઓ ચાલુ કરી... ઘણા વર્ષ પછી આ ખુશીનો માહોલ બધામાં હતો. ત્રણ દિવસમાં શિવ અને કસ્તૂરી લગ્ન જીવનમાં ગાંઠે બંધાયા બન્ને ને રાજ્ય સોંપી શિવના માતા એ ભક્તિ કરવા પાછા પૃથ્વી પર ચાલ્યા ગયા.
શિવ અને કસ્તૂરીએ સારી રીતે રાજ્ય સંભાળ્યું થોડા જ સમયમાં રાજય હતું એનાથી સમૃધ્ધ રામ રાજ્ય બન્યું..
* * * * * *

અમાસની રાતે નિરવ શાંતિ હતી મહેલમાં થોડી જ ચહલ પહલ હતી .બધા ચિંતામાંને થોડા ગંભીર જણાતા હતાં. ત્યાં એક નવજાત શિશુંનો રડવાનો અવાજ સાંભણી બધાના કાન ત્યાં મંડાયા.... શિવો તરત ઓરડામાં ગયો ત્યાં કસ્તૂરીએ એક ઈચ્છાધારી નાગબાળને જન્મ આપ્યો હતો. તેનું અડધું સાપનું રૂપ અતિશય કાળુ અને મનુષ્યનો અડધો દેહ ખુબ જ ગોરો હતો... શિવો તેને જોઈ ખુશ ખુશ થઈ ગયોને તેને લઈ બહાર આવ્યો... બધાએ આ બાળક જોયું..... બાળક દેખાવે સુંદરને તેજસ્વી હતું...શિવાએ બધાને નામ જણાવવા કહ્યું... એમાથી એક નાગે કહ્યું કે....
કાળી રાતનો છે... એટલે કાશી નામ પાડો... એટલે શિવાને નામ ખૂબ ગમ્યું એટલે એણે પોતાના બાળનાગનું નામ કાશી રાખ્યું....


નમસ્કાર, મિત્રો કાશી ભાગ 1 અહીં પૂરો થાય છે . ખૂબ જ જલ્દી ભાગ 2 લઈને આવીશ ...આપ બધા વાંચકોનો ખૂબ ખૂબ આભાર.....😍🙏 મારી ભૂલ હોય તો મને જણાવશો જેથી મારી ભૂલ સુધારી હું શિખી શકુ....