Outside of: 1 books and stories free download online pdf in Gujarati

મારુ બહારવટુ : ૧

એ મારી જિંદગી નો સૌથી નિર્ણાયક અને ખુશી નો દિવસ હતો, હજારો લોકો પોતાના હક માટે રોડ પર નીકળી આવ્યા હતા, સરકાર પર નો ગુસ્સો સરકારી વસ્તુઓ પર ઉતારતા હતા, હું પણ ત્યાં જ હતો, મેં પણ બે ત્રણ કાંચ ફોડ્યા, ભલે એમાં મારે કાઈ લેવાદેવા નહિ કેમકે એ પાટીદારો ની આંદોલન હતું અને હું તો બ્રાહ્મણ છું. પણ કોઈ મહાન ઘટના નો હિસ્સો બનવું મોટી વાત છે

અને આ છેલ્લું અઠવાડિયું જે અમે દીવ માં જલસા કર્યા એ યાદગાર હતા, હું ભારત નો એક પ્રામાણિક અને નિષ્ટવાન નાગરિક છું એટલે જ દીવ પીવા આવું છું, અને મને આ સરકાર પ્રત્યે જરાય માન નથી એટલે થોડીક બોટલ ગુજરાત માં પણ લઈ જાયસ, પણ આ બધા મારા મહાનતા ના કિસ્સા ઓ મને અત્યારે એટલે યાદ આવે છે કે હું હવે મરવાનો છુ, પેલી ફિલ્મો ની જેમ મારા માનસ પટલ પર આ બધી છબી ઓ દોડે છે, અને હું મૂર્ખ ની જેમ આ દીવ ની ગુફા માં એક શરત ને ખાતર ઘૂસી ગયો અને પીધેલો હોવા ને લોધે પાછલા 4 કલાક થી આગળ અને આગળ જ ચાલુ છુ, અને હવે જ્યારે મારી સામે સાચી મુશ્કેલી આવી,ત્યારે હું હજી પણ જીવ બચાવના ને બદલે આત્મસમર્પણ કરું છું, પેલા સિંહ ની સામે.

એવું કહેવાય છે કે જૂનાગઢ ના રાજા એ એના મહેલ થી એક ગુફા બનાવી જે દીવ માં નીકળે છે, અને મારા દારૂડિયા મિત્રો એ મને આગળ કર્યો કેમકે અફકર્સ હું જ એમનો લીડર હતો. જૂનાગઢ ની ખબર નહિ પણ આ સિંહ મને નરક સુધી તો જરૂર થી પહોંચાડી દેશે, હું ગોઠણીયે પડ્યો, માથું જમીન પર રાખી બસ એનો પંજો મારા પર પડવાની રાહ જોતો હતો અને બેભાન થઈ ગયો.

હું ઉઠ્યો ત્યારે મારુ માથું ભયંકર દુખતું હતું, બીજી ક્ષણે મને યાદ આવ્યું કે હું તો જીવતો હતો, કદાચ સિંહ ને ઉપવાસ હશે કે જુનવાણી હશે અને બ્રહ્મહત્યા ના કરાય એવું માનતો હશે, જે હોય તે પણ હું જીવતો હતો, સામે થી થોડોક પ્રકાશ આવતો હતો, હવે હોટલ પર જઈ પેલા સુઈ જવું છે એવું વિચારતો હું આગળ વધ્યો, થોડાક માણસો નો કોલાહલ હતો એટલે મને શાંતિ થઈ, હું આગળ ગયો અને વળાંક આવ્યો અને ત્યાં જ ગુફા નો છેડો હતો, એટલા વખત અંધારા માં રહ્યા પછી પ્રકાશ નો પરિચય થાય એટલે અંધારા આવે, હું આંખ ચોળતો બહાર આવ્યો, અને મેં જે જોયું એના પર મને વિશ્વાસ નતો થતો.

ચારે તરફ માણસો બેઠા હતા, કેડે તલવાર હતી , કેટલાક ના ચેહરા પર બુકાની હતી, કેટલાક પાસે જુનવાણી બંધુક, નીચે ઘણા બધા ઘોડાઓ હતા, શુ વાત છે અહીંયા તો ફિલ્મ નું શુટિંગ થાય છે.

હજી તો મારી ખુશી મારા હોઠ સુધી પહોંચે ત્યાં પાછળ થી કોઈકે કૈક જોર થી માથા માં માર્યું.હું ઉઠ્યો ત્યાં સાંજ પડી ગયેલી, એક તાપણા ની સામે બેઠો હતો અને હાથ પગ બાંધેલા હતા, એક માણસ મારી પાસે આવ્યો, હું જાગી ગયો એ જોય ને એને બુમ પાડી, બાપુ ને હાકલ કરો.

થોડી વાર માં તાપણા ની પાછળ થી એક પડછંદ કાયા દેખાણી, કમર ની બંને બાજુ તલવાર લટકતી હતી, પીઠ પાછળ બંધુક હતી જેનો છેડો છેક ગોઠણ ને અડતો હતો, લાંબી દાઢી અને કઠોર હાવભાવ, મને તો જોય ને જ બીક લાગી ગઈ, એ મારી નજીક આવ્યો અને પૂછ્યું?

તમારી ઓળખાણ?

હું તો એની આંખો માજ જોતો હતો અને જાણે હ્ર્દય ટ્રેન નું એન્જીન હોય એમ ધબકતું હતું.

નામદાર, આપ કોણ છો જણાવશો?

રોબિન,

અંગ્રેજ છો?

ના,

તો આખું નામ આપો.

રોબિન વ્યાસ.

વ્યાસ છો, બ્રાહ્મણ છો તમે?

મેં ડરતા ડરતા હા કીધું.

એણે મારા ટીશર્ટ ને ખસેડી ને જોયું, હું ગમે તેટલો નાલાયક હોય પણ જનોય તો પેહરતોજ,

એણે તરત મારા હાથ પગ ખોલી નાખ્યા.

એણે બન્ને હાથ જોડ્યા ને કીધું ક્ષમા કરજો ગોર બાપા, મને ખબર નહતી, આ તમારા પોશાક થી તમે અંગ્રેજ ના બાતમીદાર લાગ્યા.

મને હજી વિશ્વાસ નહતો, મારા બ્રાહ્મણ હોવા પર હું ક્યારેય ખુશ નતો, 45% લાવ્યો ત્યારે મને કોઈ કોલેજ એડમિશન નહતું દેતું કેમકે હું બ્રાહ્મણ હતો, ચાલો ક્યાંક તો કામ લાગ્યું. હવે મને થોડીક હિંમત આવી, મેં એને પૂછ્યું, અને તમે કોણ?

એણે થોડુંક કરડાકી થી મારી સામે જોયું, જાણે એમ કે મને નહિ ઓળખતો, પણ પછી ધીરેક થી કીધું

હું હરિદાસ ખુમાણ, મેં જૂનાગઢ ના નવાબ ની સામે બહારવીટ્યું શરૂ કરેલું છે.

હું જૂનાગઢ માં છું? મેં પૂછ્યું, જૂનાગઢ ના નવાબ અને બહારવાટિયું આ શબ્દો હજી મારા કાન માં ગુંજતા હતા.

હા, ગિરનાર ની તળેટી માં. કેમ તમે ક્યાં હતા?

દીવ,

પણ તમે જે ગુફા માંથી આવ્યા ત્યાં તો કોઈ રસ્તો નહિ.

આ ક્યુ વર્ષ ચાલે છે?

વિક્રમસવંત 1954 એણે આશ્ચર્ય ચકિત થઈ ને કીધું.

હું ગણતો હતો, 2017 ચાલે છે, પણ ગુજરાતી કેલેન્ડર માં 2074 છે તો, મારી આંખો લગભગ બહાર આવી ગઈ, જો મારી ગણતરી સાચી હોય, જે હું નથી ઈચ્છતો કે સાચી હોય તો અત્યારે 1897 ની સાલ છે, મતલબ હું ભૂતકાળ માં છું, મતલબ મેં ટાઈમ ટ્રાવેલ કરી, અને હું પાછો બેભાન થઈ ગયો.

બીજે દિવસે સવારે ઉઠ્યો, આજુ બાજુ કોઈ નતું, એક જણ ટેકરી ઉપર બેઠો હતો અને બીજો મારી બાજુ માં, પથ્થર પર પાણી નાખી તલવાર ની ધાર કાઢતો હતો, મને જાગેલો જોય એ પાણી ને થોડીક કેરી લઈ આવ્યો.એણે કીધું કે બધા બાજુ ના ગામ માં રેકી કરવા ને ફરમાન નાખવા ગયા કે આજે એમનું ગામ ભાંગસે. સરસ એટલા મોટા બહારવટિયા પણ એ ભી ખબર નહિ કે અચાનક જવાય ના કે ઢંઢેરો પીટી મેં મન માં કીધું.

હવે હું ભાન માં હતો અને હેંગઓવર નતું એટલે વિચારે ચડ્યો, ઘરે કેમનો જાયસ, હું ગુફા માં અંદર ગયો પણ એ તો વળાંક પછી ત્યાં જ પુરી થઈ ગઈ.બીજો પ્રશ્ન હું આ લોકો ને કેવી રીતે સમજાવીશ કે હું ક્યાંથી આવ્યો, પણ મને એક વિચાર આવ્યો, જે ખરેખર સ્ટુપીડ હતો.

હું મારી જાત ને મોર્ડન આઉટલો એટલે કે બહારવટિયો જ માનતો, મારી લડાઈ સરકાર સામે હતી, તો અત્યારે મને મોકો મળે છે એક સાચા બહારવટિયા ને મળવાનો અને સીખવનો તો એ કેમ જતો કરાય.આખરે ભગવાને મને જાણીજોય અહીંયા મોકલ્યો તો એમનો ભી એજ પ્લાન હશે. એની માટે હરિદાસ ખુમાણ ના મિત્ર બનવું પડે અને થોડી ખુશામત કરવી પડે. ગૂગલ હોત તો હમણાં સર્ચ કરી લેત. પણ મને યાદ આવ્યું કે મેં તો એમની વાર્તા વાંચેલી છે.

રાત પડી એટલે બધા ઘોડા પર બેસી પાછા આવ્યા, સાથે ઘણી બધી ગુણો હતી, જેમાં ઘરેણાં અને સોનુ હશે, હરિદાસ મારી પાસે આવ્યો, મેં સામે થી કીધું જય માતાજી બાપુ. આ લાઈન હરેક દરબાર પર અસર કરે છે.

એણે પણ એ જ કહી બાજુ માં બેઠા અને પૂછ્યું,

તો તમારે ઘરે નહિ જવાનું?

હું અમદાવાદ રહું છું, સરકારી કચેરી માં કામ કરૂં છું, લગ્ન પ્રસંગે આવેલો, આ કપડાં તમને નવીન લાગ્યા કેમકે આ અંગ્રેજ સરકારે આપ્યા છે, આમ કહી મેં લગભગ એના બધા પ્રશ્ન નો જવાબ આપી દીધો.

પણ તમારું નામ તો,

બાપુ આપણા નામો અંગ્રેજો થી બોલાય નહિ એટલે મારુ નામ રમેશ થી રોબિન કર્યું, કાલે ડર નો માર્યો મો માથી નીકળી ગયું, હા મેં મન માં વિચાર્યું, બાપા ને ઈચ્છા હતી હું અમેરિકા જાયસ એટલે એવું નામ રાખ્યું.

તો તમે કાલે સવારે નીકળી જશો તો જૂનાગઢ થી ટ્રેન જાય છે.

બાપુ, જો તમને ખરાબ ના લાગે, તો તમારી મંજૂરી જોયે છે.

હા બોલો બોલો.

તમે જેમ નવાબ સામે બહારવટિયુ કરેલું છે એમ અમે પણ અંગ્રેજો ની વિરુદ્ધ કરવા માંગીએ છીએ, અને તમારી જેવા મહાન માણસ પાસે થી શીખવા મળે તો બીજું શું જોયે. જો તમને અડચણ રૂપ ના હોવ તો થોડાક દિવસ રોકાઈ શકું.

એ ખડખડાટ હસવા લાગ્યા, ગોર બાપા તમે ને બહારવટિયુ, પોથી ના પૂજારી, પોતડી વાળા, તમે લડવા માટે નહી લાડવા ખાવા બન્યા છો, ક્ષત્રિય, દરબાર, રાજપૂત, કાઠી આ બધા લડવૈયા કેહવાય. એમાં તલવાર ચલાવી પડે, લોકો ને મારવા પડે, આ બધું કરી શકશો?

હવે હું મૂંઝાયો, મેં કીધું બાપુ યાદ ના હોય તો ભી જણાવી દવ, અમે પરશુરામ ના વંશજ છીએ,સોમનાથ માં જનોય નો ઢગલો થઇ ગયેલો જ્યારે એને

લૂંટવા આવ્યા અને બ્રાહ્મણો ને માર્યા, મારા વડવા જીવ દઈ ને ગાયો ના રક્ષણ કાજે મરેલા, માથું પડ્યું એના કેટલાય ગાવ આગળ ધડ પડ્યું છે.

એમને થોડોક ક્ષોભ લાગ્યો, માફ કરજો દાદા. હા તમે રહી શકો છો. Mission accomplished, હું મન માં બોલ્યો, હરામ છે ક્યારેય નાત ના જમણવાર માં ગયો હોય કે પરશુરામ જયંતિ ઉજવી હોય કે કુળદેવ ને પગે લાગ્યો હોય પણ લોકો ને છેતરવા એવું કહેવું પડે.

લોકો ને ઘોડે ચડવા ની બૌ ઉતાવળ હોય, મતલબ કે લગન ની પણ મને જરાય નહતી, છતાં બીજે દિવસે મારે ચડવુંજ પડ્યું, એટલું અઘરું નહિ પણ તો ભી, આમ ભી, 150 cc ની પલ્સર લઈ અમે બધા ભાઈબંધ અમદાવાદ ની ગલીઓ માં હોર્ન મારતા મારતા અને પીધેલા ગાળો બોલતા સ્ટન્ટ કરી શકતા હોય તો આ તો ઘોડું છે.

હરિદાસ ખુમાણ નું બહુ માન હતું, લોકો અમનું બહુ આમાન્ય રાખતા, કદાચ એમના ડર ના લીધે જ હોય.

રૂલ નંબર 1 : હંમેશા લોકો પર ધાક જમાવી રાખવી, જો લોકો ડરસે તો માન આપશે. અમે જે કેડી ઉપર થી જતા હતા, ત્યાં સામે થી એક બગી આવતી હતી, ખબર નહિ કેમ પણ એમને ખબર પડી ગઈ કે આ એક અંગ્રેજ ની બગી છે. અંગ્રેજો નવાબ ની મદદ કરતા, એમને હથિયાર અને માણસો આપતા, જેના થી એ બહારવટિયા ઓ ને મારતા, મતલબ કોઈ ભી એ બગી માં હોય, આજે એનો

છેલ્લો દિવસ. બધા લોકો ઘોડા પર થી ઉતરી ઝાંખડીયા માં સંતાય ગયા, જેવી બગી આવી, અચાનક હુમલો કર્યો.

પેહલા તો બગી વાળા પર બંધુક રાખી અને નીચે ઉતાર્યો, હરિદાસ આગળ આવ્યો ને એને પૂછ્યું, કોણ છે અંદર.

પેલો કહે, ગોરા મેડમ અને એના બાળકો.હરીદાસે એની મુઠ્ઠી કડક કરી જાંઘ પર ભટકાડી, હથિયાર બીજા ને આપી સીધો બગી ના દરવાજે પહોંચ્યો.બારણું ખોલવા કીધું, અંદર થી જવાબ ના આવ્યો. હું આગળ આવ્યો અને કીધું, હું પ્રયત્ન કરું. એમને માથું હલાવી હા કીધું.

મને પાક્કો વિશ્વાસ હતો કે આ બાઈ અને અને છોકરા આજે બલી ના બકરા બની જશે.

મેં અંગ્રેજી માં પૂછ્યું, will you please open the door?

અંદર થી થોડોક સળવળાટ થયો.બારણું ખુલ્યું, બારણાં ની સામે એક બાઈ બન્ને હાથે એક લાંબી એવી પિસ્તોલ લઈ મારા તરફ નિશાનો રાખવા નું કરતી હતી, બાળકો બગી માં બીજી બાજુ સંતાયેલા હતા, મેં તરત હાથ ઊંચો કર્યો.મરી ગયા બેટા, આ તો મરશે પણ તને ભી લેતી જશે.

હરિદાસ વાત પામી ગયા, એ મારી બાજુ માં આવી ઉભો રહી ગયો, પેલી બાઈ વધારે ડરી ગઈ, એના હાથ તો પેલા થી ધ્રુજતા હતા.હરીદાસે બોલ્યા, અમે તમને કોઈ નુકશાન નહિ પહોંચડાયે, અને મારી સામે ઈશારો કર્યો.

મેં કીધું, we will not harm you.

અમારી લડાઈ જૂનાગઢ ના નવાબ સામે છે,અને અંગ્રેજો સામે જે એની મદદ કરે છે.

મેં એનું ભાષાંતર કર્યું, પેલી હજી ડર ની મારી બંધુક પકડી ને બેઠી હતી.

કોઈ પણ સ્ત્રી મારી મા અને બહેન છે, ભલે તે અંગ્રેજ હોય. હું તમને નુકશાન નહીં પહોચાડું. હું મૂંઝાયો, લડાઈ માં દુસમન ગમે તે હોય, એને મારવાનો હોય, સ્ત્રી ,પુરુષ બાળકો, એમને મારી પોતાની ધાક બેસાડવા ની હોય પણ આતો મુર્ખામી છે.મેં એને ભાષાંતર કરી કીધું. એની બંધુક નીચે થઇ ગઇ.

હરિદાસ આગળ આવ્યો ને બોલ્યો, બેન, મારુ નામ હરિદાસ ખુમાણ, તમે નહિ ઓળખતા હો પણ તમારો ધણી મારુ નામ જાણતો હશે, મેં તમને બેન કીધી એટલે એક શિખામણ આપીશ, અહીંયા થી તમારા પરિવાર ને લઈ ચાલ્યા જાવ, જો મારા હાથે તમારા ધણી નું મોત થશે તો સાત ભવ સુધી પાપ લાગશે, આ મારા ભાણિયા ને હું બાપ વગર નો નહિ કરવા માંગતો.એમ કહી હાથ જોડી ચાલ્યો ગયો, આટલી વાર સુધી માં એણે એક વખત પણ ઊંચું માથું નહિ કર્યું. અને મેં એની વાત શબ્દશઃ એને કીધી.એણે હા માં માથું હલાવ્યું અને દરવાજો બંધ કર્યો.

હરીદાસે બગી વાળા ના ખભા પર હાથ મૂકી કીધું,

જો આ તારી બગી માં મારી બેન છે, અહીંયા તને કોઈ પંજવસે નહિ પણ જો કોઈ આવે તો એને કેજે કે હરીદાસે અમને અભય વચન આપેલું છે, જો નહીં માનો તો હરિદાસ ની તલવાર થી તમારા માથું દૂર નથી.

ત્યાં થી નિકળા પછી, હું વિચાર માં હતો, હરીદાસે એનો ઘડો મારી તરફ લીધો ને કીધું, દાદા આજે તમે બહુ કામ આવ્યા બાકી નાહક ની મારા થી સ્ત્રી હત્યા થઈ જાત.

બાપુ લડાઈ માં શુ સ્ત્રી ને શુ બાળક?એ હતા તો તમારા દુસમન ન જ ને?

જે બહારવટિયો એનો ધર્મ ભૂલી, સ્ત્રી ને બાળકો ને મારે એને ભવ ભવ માં ક્યારેય સ્વર્ગ ના મળે, આપણી લડાઈ નવાબ અને અંગ્રેજો સાથે છે, આમની સાથે નહિ.

પણ એ લોકો તમને ડરપોક નહિ સમજે?

એક બહાદુર અને એક રણછોડ વચ્ચે એક જ તફાવત છે, માણસાઈ નો. જો હું એમને મારુ તો હું બહાદુર નહિ નપુંષ્ક કેહવાવ.લોકો મને માન ના આપે.ધિક્કારે.

મેં મન માં ને મન માં એક કરેક્શન કર્યું,

રૂલ નંબર 1: લોકો માં ધાક બેસાડવા થી માન નથી મળતું, પણ એમને મજબૂત કરવા થી મળે છે.

***

નોંધ: આ વાર્તા કાલ્પનિક છે, જેમાં કોઈ પણ રાજકીય કે સામાજિક લોકો ને સ્પર્શતી નથી. વાર્તા ના પાત્ર હરિદાસ ખુમાણ એ જોગીદાસ ખુમાણ પર થી બનાવેલું છે જેમાં એની કોઈ હકીકત નથી. છતાં આ વાર્તા ને કારણે કોઈ ના મન ને ઠેસ પહોંચે તો જણાવજો.