Varshitapno mahima books and stories free download online pdf in Gujarati

વર્ષીતપનો મહિમાં

*આદિશ્વર દાદા આંતરાયકર્મ પુર્વજન્મે કર્યો તેઓ આ જન્મમાં દીક્ષા ગ્રહણની સાથે જ ઉદયમાં આવ્યો.*શ્રી ઋષભદેવ ભગવાને ફાગણ વદ ૮ ને દિવસે દીક્ષા ગ્રહણ કરી પછી ભિક્ષા અર્થે લોકોને ત્યાં જવા લાગ્યા, પણ એ ભદ્રપરિણામી લોકો સાઘુને કેવો આહાર વહોરાય તે જાણતા નહિ હોવાથી તેમની આગળ મણિ, માણેક, રત્નો, હાથી, ઘોડો, ગાય, બળદ આદિ અનેક વસ્તુઓ ધરવા લાગ્યા, પ્રભુ સર્વતા ત્યાગી હોવાથી એ કોઇ વસ્તુને અડતા નહિ એ રીતે વિચરતા એક વર્ષથી પણ અધિક કાલ વ્યતીત થઇ ગયો.

ભગવાન ઋષભદેવ પુર્વભવમાં એક માર્ગે થઇને જતા હતા ત્યારે ધાન્યના ખળામાં બળદ અનાજ ખાઇ જતા હતા અને તેથી ખેડૂત તેને મારતો હતો. એ જોઇને તેમણે કહ્યુંકે, "અરે મૂર્ખ ! આ બળદોને મોઢેથી બાંધ", તે વખતે બળદે ત્રણસો સાઠથી અધિક નિશાસા નાખ્યા તેથી અનંતરાય કર્મ બંધાયું, તે કર્મ દીક્ષા લીધી તે જ દિવસે ઉદયમાં આવ્યુ તેથી પ્રભુને આ રીતે આહાર મળવામાં અંતરાય થયો.

એક દીવસ ગજપુરનગર કે જયાં બાહુબલીજીના પુત્ર સૌમયશાના પુત્ર શ્રેયાંસકુમાર રહેતા'તા. ત્યાં શ્રી ઋષભદેવ ભગવંત પધાર્યા. તેમને જોઇ શ્રેયાંસકુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું અને પુર્વે આરાધેલ સાઘુપણું યાદ આવ્યું તેથી સાઘુને કેવો આહાર અપાય તે જાણ્યું, હવે તે જ વખતે ઇક્ષુરસના ૧૦૮ ઘડા આવેલા હતા. એટલે શ્રેયાંસકુમારે પ્રભુને વિનંતી કરી કે આપ સૂઝતો આહાર ગ્રહણ કરવાની કૃપા કરો.

પ્રભુએ તેને પ્રાસુક સમજી બે હાથનો ખોબો કરી તેને વહોર્યો અને પારણું કર્યું, શ્રેયાંસકુમારને અતિ આનંદ થયો અને દેવોએ ત્યાં પંચદિવ્ય પ્રકટ કર્યા, ઇક્ષુરસનું આ દાન શ્રેયાંસકુમારને અક્ષય ફળ આપનારૂ બન્યું. ત્યારથી એ દિવસ અક્ષય તૃતિયા પ્રસિઘ્ધથયો

આજે અનેક ભવ્યાત્માઓ વર્ષીતપ કરે છે અને તેનું પારણું આજ દિવસે કરે છે. તે વખતે સ્નેહીઓ સબંધીઓ, સાધર્મિકો વગેરે ચાંદીના એક અતિ નાના ઘડામાં ઇક્ષુરસ ભરી તેમને પીવડાવે છે. ઘણા સિઘ્ધક્ષેત્રોમાં જઇ આ તપની પુર્ણાહુતિ કરે છે.તેથી આ દિવસે તપસ્વીઓ સિઘ્ધક્ષેત્રમાં બહુ મોટી સંખ્યામાં એકઠા થાયછે. અને તેમના સગાસબંધી વગેરેની પણ વિપુલ હાજરી થતાં ત્યાં મોટો ઉત્સવ ઉજવાય છે.

*ભગવાન આદિનાથ અને વરસીતપ....અખાત્રીજ ...અક્ષય તૃતીયા.....વૈશાખ સુદ ત્રીજ ને દિવસે વરસીતપ ના પારણા..*

સંસ્કૃતિ અને સભ્ય સમાજનો પાયો નાખનારા આદિનાથ ભગવાનની પાવન સ્મૃતિમાં કરાતું વરસીતપ એ ભારતીય અને જૈન સંસ્કૃતિનું જૂનામાં જૂનું તપ છે. આ તપમાં એક દિવસ ઉપવાસ અને એક દિવસ બિયાસણું કરવાનું હોય છે. ઉપવાસમાં દિવસના અમુક કલાકો દરમ્યાન માત્ર ઉકાળેલું પાણી લઈ શકાય. કેટલાક લોકો નિર્જળા એટલે કે જૈન પરિભાષામાં ચૌવિયાર ઉપવાસ પણ કરતા હોય છે. બિયાસણું એટલે માત્ર બે ટંકનું ભોજન. આ રીતે એક વરસ અને ચાલીસ દિવસ (લગભગ ૪૦૦ દિવસ) સુધી સળંગ તપ થાય તેને વરસીતપ કહે છે.

વરસીતપ એ જૈનોનું એક અતિ પ્રિય અને શ્રદ્ધાપાત્ર તપ છે. જૈનશાસ્ત્રકારો તો ત્યાં સુધી કહે છે કે શુદ્ધ મનથી વરસીતપની આરાધના કરનારા પુણ્યવાનોનું શરીર દૈવી તત્ત્વોથી અધિષ્ઠિત બને છે અને આ તપના આરાધકોનાં દુઃખદર્દો નાબૂદ થાય છે.

આ કાળખંડમાં જિનધર્મના પ્રવર્તક આદિનાથ ભગવાને સર્વપ્રથમ આ તપની આરાધના કરી ત્યારથી અત્યાર સુધી કરોડો ભવ્યાત્માઓ આ તપ કરી ચૂક્યા છે. આગામી કાળમાં પણ આ તપની લોકપ્રિયતા આ જ રીતે અકબંધ રહેશે.

આદિનાથ ભગવાન એક એવું નિરાળું વ્યક્તિત્વ છે જેને સભ્ય સમાજ કદી વિસરી શકે તેમ નથી. જ્યાં સુધી ભગવાન આદિનાથનું નામ રહેશે ત્યાં સુધી વરસીતપની આરાધના પણ રહેશે.*જય આદિનાથ..! જય ઋષભદેવ..! જય વરસીતપ...!*

*અક્ષય તૃતીયા - અખાત્રીજ નો મહિમા*

????“ઇક્ષુરસનું દાન અક્ષયફળ બન્યુ તે દિવસ એટલે અખાત્રીજ”

????વૈશાખ સુદિ ત્રીજને અક્ષય તૃતીયાનું પર્વ ગણવામાં આવે છે. તેનો મહિમા પણ ઘણો મોટો છે.

????વર્ષીતપના તપસ્વીઓને ચાંદીના નાનકડા ઘડામાં ભરેલો ઇક્ષુરસ પીવડાવીને પારણા કરાવાય છે

????આ અવસર્પિણી કાલમાં પ્રથમ રાજા, પ્રથમ દીક્ષાર્થી અને પ્રથમ તીર્થંકર એવા નાભિરાજાના પુત્ર ઋષભદેવ ભગવાનથી અનંત કોટિકોટિ સાગરોપમ અગાઉ પરંપરાગત કરવામાં આવતો સર્વકાલીન પ્રભાવશાળી દીર્ઘતપ એટલે વર્ષીતપ

????પ્રભુની કૃપા વરશે ત્યારે વરસીતપ પૂર્ણ થાય છે.

????તપસ્વીની ભક્તિ અને તપસ્વીની અનુમોદના એ પણ તપ- અંતરાય. કર્મ તોડવામાં શ્રેષ્ઠ સહાયક સાબિત થાય છે.

વર્ષીતપની ઉજવણી અને તેનું મહત્વ

સૌથી પહેલા તો 35,000 થી 40,000 લોકો જમશે એમ ન કહેવાય, એમની સાધર્મિક ભક્તિ થશે, એમ બોલાય. ને એમાં ખર્ચો ન ગણાય, લાભ કેટલો થયો એ જોવાય.

ત્રીજા તીર્થંકર શ્રી સંભવનાથ ભગવાને તો ઉત્કૃષ્ટ સાધર્મિક ભક્તિ થીજ તીર્થંકર નામ કર્મ બાંધ્યું હતું.આટલો સુંદર લાભ અક્ષય તૃતીયા સિવાય ક્યારે મળે?

દરેક તપસ્વી ને ચાંદી નો સિક્કો તો એમની તપ ની અનુમોદના માટે આપવા માં આવશે.એ મળે એટલાં માટે કોઈ વર્ષીતપ ન કરે.

શક્તિશાળી શ્રાવકો તો આગળ ના જમાના માં સોનામહોર પણ આપતા.

મંડપ ડેકોરેશન ને લાઇટિંગ,

રીક્ષા ટેક્ષી ને બસવારા ને તો ઉલટો એ દિવસે વધારે ધંધો થશે. ને એ લોકો માં પણ જૈન ધર્મ ની પ્રદર્પણા થશે કે વાહ ભગવાન જૈનો ના આવાજ સમારંભો કરાવતા રહે.

ભગવાન તો બધું મૂકી ને સંસાર ત્યાગી ગયા હતા પણ

*ભગવાને જે કર્યું છે એ આપણે નથી કરવાનું,પણ ભગવાને જે કહ્યું છે તે આપણે કરવાનું છે.*

ને ખર્ચો તો જેણે કર્યો એને અપૂર્વ લાભ થશે.

આપણે તો વરસીતપ ની અનુમોદના નો લાભ લઇ કેટલાય તપસ્વી ના પારણાં કરાવી શકસું.કદાચ ઘણા ને એ ખબર નહી હોય કે પારણાં ફક્ત આપણાં ઓળખીતા ના જ નહીં પણ દરેક તપસ્વી ના પણ કરાવી શકાય.

તમને એક પણ તપસ્વી ના નહીં પાડે.અમુક લોકો આવું પણ કરતા હોય છે.

પારણાં કરાવવા જનારાએ એ દિવસે ઉપવાસ કરવો જોઈએ એવું વિધાન ક્યાંય વાંચવામાં આવતું નથી. આ લખનાર ભાઈ એમની ઈચ્છા અનુસાર પોતે એવું શુભ કાર્ય કરી શકે છે.

તપ ની પુર્ણાહુતી સાદગી થી કરવી કે ઉજમણું કરવું એ નિર્ણય તપસ્વી ખુદ લઇ શકે છે.જાહેર માં પારણાં કરવાનું એટલા માટે હોય છે કેમ કે મારા તમારા જેવા બીજા શ્રાવકો ને પણ આટલા સુદીર્ઘ તપ કરવાના ભાવ થાય.

ગરીબો ને હોસ્પિટલ.રાશન ની દુકાન,કબૂતર ને ચણ,

સસ્તા દવા દારૂ આ બધું તો સક્ષમ શ્રાવકો કરતા જ હોય છે.

તપ કરી ભેટ સોગાદ ન લેવી જોઈએ , એમ એકાંતે ના કહી શકાય.તમે 8 ઉપવાસ કર્યા, ને તમારા માતા પિતા સોના નો ચેન આપશે તો તમે સુ કરો?સાધુ મહાત્મા ને પૂછશો તો એ પણ કહેશે કે એમાં તમારું કર્તવ્ય આવે એટલે સ્વીકારી શકાય.

તો સુ તમારા 8 ઉપવાસ નું ફળ ધોવાઈ ગયું?

ફક્ત ભેટ સોગાદ લેવાથી ક્યારેય 400 દિવસ ના સહુથી મોટા વરસીતપ ઉપર પાણી ફરી જાય એવું તો વિચારાય પણ નહીં.

બોલવા કે લખવાનો તો સવાલ પણ નથી.

આનાથી તો આદિનાથ દાદા ના મહાન તપ ની પ્રતિકૃતિ રૂપે થતા વરસીતપ ની ઘોર આશાતના કરી કહેવાય.

ઉલ્ટું આપણે ખુદ જૈન થઈ ને જૈનો નિજ નિંદા કરતા મેસેજો ફોરવર્ડ કરી પાપ ના ભાગીદાર ન બનાય અને બીજા એમ કરતાં હોય તો એમનેય રોકાય.

જિન આજ્ઞા વિરુદ્ધ કાઈ લખાયું હોય તો હું ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ

*****

Share

NEW REALESED