Astitv ek odakh books and stories free download online pdf in Gujarati

અસ્તિત્વ એક ઓળખ

અસ્તિત્વ એક ઓળખ

નિહારિકા એક આવી છોકરી હતી જેને છોકરા તરીકે ઓળખવાયું જરા પણ પસંદ ના હતું. તેના પિતા હંમેશા એક જ વાત કહેતા તું મારી છોકરી નહિ છોકરો છે. પોતાના ભાઈ કરતા પોતે નાની હોવા છતાં તેને બધું જ સરખું મળતું કે કદાચ વધારે મળતું એમ કહી શકાય.છતાં કઈક ખૂટતું હોઈ એમ એને હંમેશા લાગતું. એની ઉમર ની છોકરી ઓ જયારે ઢીંગલી અને દોરડા સાથે રમવામાં ને ડાન્સ કરવા માં રહેતી ત્યારે થી એ પોતે ક્રિકેટ અને કરાટે સીખવામાં રહેતી. તેના પિતાજી હંમેશા તેને એક એને મજબૂત છોકરી બનાવ માંગતા . એમને લાગતું આવા જમાના માં મજબૂત રહેવું જ જરૂરી હોઈ છે.

એમાં ને એમાં તેનું બાળપણ વીતી ગયું હવે એ પોતે ૧૬ વર્ષ ની કન્યા બની ગઈ હતી .એને એનું રૂપ જોઈ ને તો કોઈ પણ જોતો જ રહી જાય. ૬ ફૂટ ની એની હાઈટ ગોરો વર્ણ , મજબૂત બાંધો, જોઈ ને કોઈ પણ જોતો જ રહી જાય. પણ એક બાજુ એના થી બધા ડરતા પણ ખરા એનો જો એક હાથ પડી જાય તો સમજી લો કોઈ ના પણ રામ જ રમી જાય . રોઝ બુલેટ પાર આવવાનું અને એકદમ બિન્દાસ થઇ ને જીવવામાં એને મઝા આવતી. એના પિતાજી પણ રાત ના પણ બિન્દાસ એને બહાર જવા દેતા. એની સખીઓ જે એની સાથે જ સ્કૂલ થી કૉલેજ આવી હતી . તેઓની માતા પણ એના ભરોસા પાર છોકરી ને જવા દેતા.

આ બાજુ કૉલેજ ના છોકરા એના પાર લાઈન મારવા માટે મોકો ગોતતા પણ કોઈ ના માં પણ હિંમત નહોતી કે એની પાસે વાત કરવા જાય શકે. એક વાર એક છોકરા એ ટ્રુથ અને ડેર ની ગેમ માં ડેર લઇ પોતાની જાત ને ડેરિંગ કરવા વાત કરવા ગયો. એવી હાલત થઇ ક વાત જ ના પૂછો ? ત્યારેથી લોકો એના થી દૂર જ રહેતા .નેહારીકા ને એક બાજુ ગમતું પણ ખરું. એક વાર બાજુ ના ક્લાસ માંથી મારા મારી નો અવાજ સાંભળ્યો . નિહારિકા એ જોયું એક છોકરો ગમે તેમ એક છોકરી ને બોલતો હતો .તે જોઈ એનું મગજ છટકી ગયું. એની એક જોર થી લાફો છોકરા ને ઠોકી દીધો.છોકરો પડી ગયો. ત્યારથી લેડી દબંગ તરીકે ઓળખIવવા લાગી.

આજ ક્લાસ માં એક છોકરો હતો. સંકલ્પ દેખાવા માં ગોરો અને ૬.૫ ફુટ ની હાઈટ વાળો પણ ખુબ જ શરમાળ .કોઈ છોકરી ને સાથે વાત કરવા જાય તો પણ એની ફાટી જાય એવો. એને નિહારિકા ખુબ ગમતી પણ કોઈ ને કેહતો નહિ. બસ ક્યારેક એને જોઈ લેતો. એક વાર એ કૉલેજ આવતો હતો. ત્યારે એને બોર્ડ માં વાંચ્યું .ક કૉલેજ માં નાટક ની સ્પર્ધા યોજાવાની છે. એને પહેલા થી જ નાટક માં રસ તો હતો એટલે એને પોતાનું નામ એમાં લખાવી દીધું. નાટક નું નામ હતું .'' આજ ની છોકરી '' સંકલ્પ ને આ નાટક નું લખવાનું કામ સોંપવામાં આવ્યું. બરાબર કોલેજ ના છેલ્લા દિવસે આ નાટક નું પર્ફોર્મ કરવાનું નક્કી થયું હતું. તેના માટે તેને કોલેજ ની છોકરી સિલેક્ટ કરવા બોલાવી.

નેહારીકા નાટક નું કામ કરવાનો કોઈ રસ તો નહોતો.પણ એ ફ્રેંડ્સ ના કહેવા થી પર્ફોર્મન્સ આપવા ગઈ. ઘણી વાર રાહ જોયા પછી એનો વારો આવ્યો . સંકલ્પ એને જોયું ને જોતો જ રહી ગયો. પિન્ક કલર નું સલવાર પહેર્યું હતું એને એ સુંદરતા ને જોઈ ને એ અIભો જ બની ગયો. શિક્ષકો અને શિક્ષકાઓ એ ની વાતો થી હોશ માં આવ્યો. નેહારીકા પણ એની જોયો પછી પોતાનું પર્ફોર્મન્સ આપવા માં મશગુલ થઇ ગઈ. પછી અચાનક નિહારિકા નો નંબર આવ્યો . ત્યારે એના હાથ માં સ્ક્રિપ્ટ આપવામાં આવી જે સંકલ્પ એ લખી હતી . સ્ક્રિપ્ટ આ પ્રમાણે હતી. એમાં લખ્યું હતું કે '' એક સ્ત્રી હોવું ખુબ જ સૌભાગ્ય ની વાત છે. નાનપણ થી લઇ ને મોટી થઇ ત્યાં સુધી એક સ્ત્રી પોતાના જીવન માં અનેક પ્રકાર ની જવાબદારી નિભાવે છે અને એ પણ કોઈ પણ પ્રકાર ના ફરિયાદ વિના, નાની હોઈ ત્યારે છોકરી ની, મોટી થયા પછી ગર્લફ્રેન્ડ ની , લગ્નઃ પછી પત્ની ની , પછી માતા ની , પછી ઘર ની બધી જ જવાબદારી લઇ ને સાસુ બનવાની એમાં પોતાની માટે કે પોતાની લાગણી સમજવનો કે સમજાવાનો કે પુરી કરવાનો અવસર એની સામે જ નથી મળતો. જો પછી પણ જો એને તિરસ્કાર જ મળે તો સ્ત્રી જાય ક્યાં? .શુ ? માં બાપ ના ઘરે થી લઇ ને મૃત્યુ સુધી એની આજ જિંદગી છે કે પછી એની માટે આ સમાજ માં આ વિચારસણી બદલવાની જરૂર છે.શુ પુરુષ પણ સ્ત્રી તરીકે સમાન દરજ્જો આપી ના શકે .કે ઘરે માં રહેતા કામ માં હાથ ના લગાવી શકે. શુ સ્ત્રી એ લોકો સમાન અધિકાર ના આપી શકે.'' આ ડાયલોગ બોલતા બોલતા નિહારિકા ગળગળી બની ગઈ . એને સંકલ્પ ની વિચારધારા ગમી ગઈ.જયારે આ ડાયલોગ એની પૂરું કર્યો ત્યારે આખો હોલ તાલિ ના ગડગડાટ થી ગુંજી ઉઠ્યો.એનું સિલેકશન આ નાટક માટે થઇ ગયુ.

પછી નાટક ના કામ થી નિહારિકા અને સંકલ્પ મળતા રહ્યા. એક વાર એક છોકરા એ સંકલ્પ ને ચીડવ્યો ત્યારે નિહારિકા એના એવો પાઠ ભણાવ્યો કે બીજી વાર કોઈ હિંમત ના કરે. સંકલ્પ આ બધીવાતો થી દૂર જ રહેતો. પણ નિહારિકા હંમશા એની સમજાવતી આવા લોકો ને એમાં જ સીધા કરાય. થોડાક જ દિવસો માં નાટક પૂરું થઇ ગયું . જયારે લોકો ને સામે આ નાટક દેખાડવામાં આવ્યું ત્યારે લોકો તાળી ના ગળગાડતો આખો હોલ ગુંજી ઉઠ્યો.

પછી જે લોકો એ નાટક માં ભાગ લીધો હતો તે લોકો ને મેડમ તરફ થી ગોવા જવાનું કહેવામાં આવ્યું .નિહારિકા ને સંકલ્પ બવ ખુશ હતા. ત્યારે ગોવા માં કાર્નિવલ ફેસ્ટિવલ ચાલી રહ્યો હતો . ગોવા માં એકવાર કાર્નિવલ ફેસ્ટિવલ જોયા પછી નિહારિકા ને સંકલ્પ બીચ પર બેઠા હતા. આજે ખબર નહિ પણ નિહારિકા ને સંકલ્પ જોડે કઈ કહેવું હતું પણ એ પહેલી વાર ડરી રહી હતી .સામે સંકલ્પ ને પણ એજ હાલત હતી .એને લાગતું હતું જો આ લેડી દબંગ નો એક હાથ પડશે તો હું ક્યાં નો નહિ રવ . અચાનક ક્યાંથી કોઈ ચોર આવી ગયું અને સંકલ્પ ના ગાલા પર ચાકુ નાખી બધા પૈસા આપી દેવા કહ્યું? સંકલ્પ ખુબ ડરી ગયો ' એની પૈસા ને મોબાઈલ આપવા લાગ્યો ત્યાં નિહારિકા એ તક જોઈ ને ચોર પર તૂટી પડી એક પછી એક લાતો નો વરસાદ થતા ચોર ડરી ને ભાગી ગયો .સંકલ્પ ને પોતાના પુરુર્ષ હોવા પર ખુબ જ શરમિંદગી થવા લાગી. જે કામ પોતે કર્યું જોવે તે કામ એક સ્ત્રી હોવા છતાં નિહારિકા કરી રહી હતી.ત્યારે જ નિહારિકા એને જોવું એ બધી જ વાત સમજી ગઈ. પણ કઈ ના બોલી અને પછી અચાનક એને સંકલ્પ નો હાથ પોતાના હાથ માં લઇ ને એની પર્પોઝ કર્યું > સંકલ્પ હું તને ખુબ પ્રેમ કરું છું શુ તું મારી સાથે લગ્ન કરીશ . આ વાત સાંભળી સંકલ્પ હતપ્રભ બની ગયો .પછી પોતાની જાત ને સંભાળી નિહારિકા ના પ્રપોઝ નો સ્વીકાર કર્યો. ગોવા થી આવી ગયા પછી હંમશા બને સાથે જ જોવા મળતા. જોકે બને ની જોડી જામતી ના હતી . એક બાજુ નિહારિકા મજબૂત અને ફિટ બીજી બાજુ સંકલ્પ થોડો ઢીલો. નિહારિકા બવ કેહતી જિમ માં જા વર્કઆઉટ કર એનાથી એ ના થતું આ બાજુ એમની કોલેજ પુરી થવાની હતી. નિહારિકા અને સંકલ્પ પરિક્ષા નું પરિણામ આવી ગયું હતું બને જાણ ફસ્ટક્લાસ પાસ થયા હતા. સંકલ્પ પોતાના ના ધંધા માં જોડાઈ ગયો હતો. નિહારિકા એ જિમ માં લેડી ટ્રેનિંગ આપવાનું ચાલુ કરી દીધું હતું .હવે પહેલા ની જેમ મળવાનું થતું ના હતું. ત્યારે નિહારિકા ના લગ્નઃ ની વાતો થવા લાગી હતી. નિહારિકા ખુબ ડરી ગઈ એ જણાતી હતી એના પિતા આ સંકલ્પ ને પસંદ નહિ કરે કેમ કે એમને પોતાના લાયક મજબૂત છોકરો જોયતો હતો . નિહારિકા ને પોતાના પિતાજી થી બવ ડર લાગતો. એટલે ક્યારે પણ એને એના પિતાજી ને સંકલ્પ વિષે જણાવ્યું નહોતું. પણ એક વાર એના પિતાજી સંકલ્પ સાથે નિહારિકા ને જોઈ તે જોઈ બવ દુઃખી થયા. ત્યારે નિહારિકા એ પોતાન પિતાજી ને બધી વાત કરી. પિતાજી ના માન્યા. એટલે બને જણા એ ભાગી ને લગ્નઃ કરી લીધા.

૧-૨ વર્ષ માં પિતાજી નો ગુસ્સો ઉતરી ગયો. નિહારિકા ની કંઈ કમી લાગવા લાગી .નિહારિકા ના ભાઈ ના લગ્નઃ માં પણ નિહારિકા ને બોલાવી ના હતી.તેનો તેમને અફસોસ થવા લાગ્યો. નિહારિકા ને હવે સારા દિવસો ચાલતા હતા. ત્યારે એના પિતાજી ને ઈચ્છા હતી કે એ ઘરે જ રોકાઈ. પણ નિહારિકા ઘરે જવા તૈયાર નહોતી. એના પિતાજી એના ઘરે ગયા બવ સમજાવી પણ એ ના માની.

રાત ના જયારે સંકલ્પ ઘરે આવ્યો ત્યારે પિતાજી એ એને કીધું એના કહેવા થી એ ઘરે જવા ત્યારે તૈયાર થઇ ગઈ. પિતાજી ને બવ ખરાબ લાગ્યું રાત ના સંકલ્પ અને એના પિતાજી વાત કરવા બેઠા હતા.પિતાજી એ એની માફી માંગી.પછી એમને કીધું, મારી દીકરી હવે મારી સાથે વાત નથી કરતી તમે એના પર કેવો જાદુ કરી દીધો છે.? શું હું કઈ ખોટો છું.? શું મારી દીકરી એના જેવા દેખાતા છોકરા સાથે પરણી જાય એવું ના સોચી શકુ.? તમે જ કો હું એમાં ક્યાં ખોટો છું .? સંકલ્પ એ પિતાજી ને કીધું : પિતાજી તમારી વાત બધી સાચી છે. તમે નિહારિકા ને છોકરા જેવી મજબૂત બનાવમાં એના અંદર રહેલી સ્ત્રી ને મારી નાખી છે.એને પણ ઈચ્છા હતી એનો કોઈ બોયફ્રેન્ડ હોઈ કોઈ એની સાથે પ્રેમ થી વાત કરે. કોઈ એને બોલાવે. કયારેક કયારેક લાગણી ના પ્રવાહ માં તણાવની એની પણ ઈચ્છા થઇ. માતાજી ના મૃત્યુ વખતે પણ તમે એને રડવા નહોતી દીધી .એક છોકરી જયારે છોકરા ના પ્રેમ માં પડે ત્યારે એનો દેખાવ કે એની પર્સનાલિટી નથી જોતી એનો પ્રેમ જોવે છે જયારે તમે આ વાત ને સમજી જશો ત્યારે તમને પણ એ પ્રેમ કરવા લાગશે . છોકરી છોકરા સાથે બરાબરી કરવા માં કઈ કે એનું સ્ત્રી સહજ લાગણી તો નથી મારતા એનું ધ્યાન રાખવું ખુબ જ મહત્વું નું છે આ વાત તમને સમજાઈ જશે ત્યારે જ તેની સાચી કદર તમને થશે .આ વાત સાંભળતા જ પિતા ની આંખો માં આંસુ આવી ગયા. પોતાની ભૂલ નો એહસાસ એમને થયો. એમની આંખો માં આંસુ હતા. ત્યાં જ નિહારિકા આવી .પિતાજી ની આંખો માં આંસુ જોઈ તે રડી પડી. ત્યારે જ પિતા એ એની માફી માંગી .સાચા અર્થ માં પોતાની દીકરી ને દીકરી જેમ લઇ ઘરે લઇ ગયા.આજે પહેલીવાર નિહારિકા સ્ત્રી હોવાનો અહેસાસ થયો પોતાના અસ્તિત્વ નો અહેસાસ પોતાનો એહસાસ થયો.