Untold story of pillow books and stories free download online pdf in Gujarati

અનટોલ્ડ સ્ટોરી ઓફ પીલો

Untold story of pillow

ઉદય મણીયાર

આમ જુઓ તો મારો જન્મ કોઈ ગામની બહુ મોટી ફ્રેકટરી માં થયો હતો. હું એક ખેતર માંથી લાવેલા રૂ કે જેના પર ઘણી પ્રક્રિયા કરવામાં આવેલી. એ રૂ પર એક સાદુ કપડુ લગાવવા માં આવેલુ ત્યાર બાદ મારો આકાર નિશ્ચિત થયો. હું હજુ તો દેખાવ માં સાવ સાદો કાંઈ આકર્ષક લાગતો ન હતો. અને હું ત્યાં કઈ એકલો ન હતો મારા બધા મિત્રો જોડે ને મારા પરિવાર જોડે ખુશ હતો. ત્યાર બાદ અમારા પર જુદા જુદા કલર અને આકર્ષક ભાત વાળા કપડા લગાવવા માં આવ્યાં. સાચુ કહું તો ત્યારે હું દેખાવ માં ખુબ સુંદર લાગતો હતો.જોતા જ ગમી જાય એવો આકર્ષક મારો દેખાવ હતો..

આવા સુંદર દેખાવા માટે મેં ઘણુ બધુ સહન કર્યું હતું. મને ઈલેક્ટ્રોનિક મશીન માં નાખવાં માં આવેલો, મારી આજુ બાજુ સીલાઈ કરવાં માં આવેલી આ ઉંપરાંત મારા શરીરની આરપાર પણ સોઈ કાઢવાં માં આવી હતી એનું દર્દ તો ઘણું હતું પણ એક નવા જન્મની ખુશી પણ હતી. વધારા માં પૂરુ એ પછી મને લાકડી થી વગર વાંકે ટીપવાં માં આવેલો.

એ ફ્રેકટરી માંથી મને એક ટેમ્પા દ્રારા એક મોટા ગોડાઉન માં લઈ જવા માં આવેલો અને ત્યાંથી હું સમયાંતરે ફરતો ફરતો એક માંથી બીજા ગામ માં અને બીજા ગોડાઉન માં લઈ જવાં માં આવેલો અને અંતે મને એક મોટા દુકાન માં રાખેલો. અહિં મારી આસપાસ મારા પોતાના બહુ ઓછા લોકો હતા પણ આ અમારા જેવા વિવિધ જગ્યા અને વિવિધતા વાળા ધણા ઓશીકા હતા...

સાચુ કહુતો અહીં મારી જિંદગી અટકતી નથી... પણ મારી જિંદગી ની સાચી સફર હવે જ શરૂ થવાની હતી.

અમે એ દુકાન માં ઘણા દિવસો રહ્યાં. રોજ નાં ધણા બધા લોકો અમને જોતા, ફેરવતા અમારા પર પસંદગી ઉતારતા અને ભાવતાલ પણ કરતા અને અમારા મિત્રો માંથી એમને પોતાની જોડે લઈ જતા. આમ ને આમ અમારા ધણા બધા મિત્રો દૂર થતા ગયા અને નવા ઉમેરાતા ગયાં.. પણ હા એમની સાથે કે મારા પરિવાર જોડે ફરી ક્યારે મુલાકાત થઈ નથી.

એક દિવસ આવ્યો એક બેન તે દુકાન માં આવેલા એમણે ઘણા બધા ઓશીકા જોયા અને મને પણ હાથ માં ઉચક્યો. મને આમ તેમ ફેરવ્યો અને મને દબાવી ને હું કેટલો મુલાયમ અને પોચો છું એ જોયું અને અંતે એ દિવસ આજ હતો કે એ બેને મારા પર પસંદગી ઉતારી અને મારી જે કાઈ કિંમત થતી હતી તે ચુકવી. આજે હું બહુ ખુશ હતો કારણકે જે દિવસ નો મને ઈંન્તજાર હતો એ આવી ગયો હતો મને આજે એક નવુ ઘર અને એક નવી વ્યક્તિનો સાથ મળવાનો હતો કે જેની સાથે હું મારી આખી જિંદગી વિતાવવાનો હતો.

એ બેન ના ઘેર હું પહોચી ગયો. એકંદરે એ મારો દિવસ સારો હતો સાંજે એનો ચોથા પાંચ માં ધોરણ માં ભણતો છોકરો ધરે આવ્યો અને એમણે મને એ છોકરાના હાથ માં મૂક્યો. મને જોઈ ને એ ખુબ ખુશ થયો અને આનંદ માં ને આંનદમાં એણે મને હવા માં ઉછાળ્યો. અને મને એના છાતી સરસો ચાપીંયો... સાચુ કહું તો મને કઈ સમજાયું નહી પણ મારા દિલ ને જરૂર ટાઢક વળી હતી ખબર નહી કેમ... બની શકે એજ હવે મારા જિંદગી નો સાથ અને હું એના સુખ દુખ નો ભાગીદાર હોઈશ એટલે..!

પછી તો જાણે સમય પણ પંખી ને પાંખ પર સવાર થઈ ને ઊડતો ગયો એ નાનો હતો અને હું પણ નવો હતો ત્યારે અમારે વચ્ચે ખાસ પરિચય નહી પણ હાં ક્યારેક કઈક વાતો થતી. એ ધીમે ધીમે સમજણો અને મોટો થતો ગયો. હું તો એની એક સારી ખરાબ આદત થઈ ગયો. હવે એ મારી પાસે આવતો મારા જોડે વાતો પણ કરતો અફસોસ અમારા વચ્ચે શબ્દોની આપલે ન થતી પણ મૌન સંવાદ રચાતો. ક્યારેક મમ્મી પપ્પા ખીજાયા હોય અને એકાદ ધોલ મારી હોય તો એ મારી પાસે આવીનેજ રડતો અને મને એ લોકોની ફરિયાદ પણ કરતો.

સમય જેમ પસાર થતો ગયો તેમ તેમ એ મારાથી ખુબ નજીક આવતો ગયો. હવે તો મને પણ એની આદત પડવા લાગી હતી. એ રમી ને થાકી ને કે ઘેર આવે તો એ આવ્યાં ની સાથે મને શોધતો અને રાત પડે ને મારી સાથે એની બધી વાતો શેર કરતો. હવે તો મને પણ એની ઈંન્તજારી રહેતી કે ક્યારે રાત પડે ને મને મારો દોસ્ત મળે ને અમે વાતો કરીએ. એ હવે ક્યારેક બહારગામ જાય તો મને પણ જોડે લઈ જવાની જીદ કરતો. એ જો બહાર ગામ ગયો હોય તો મને પણ એટલી જ યાદ આવતી કે જેટલો એ મને ત્યાં યાદ કરતો અને મારી ગેરહાજરી ને લીધે સુતો પણ નહી. એ જ્યારે પાછો આવે ત્યારે મને હાશકારો થતો અને એ પણ મને અેની બધી જ વાત કહેતો.

આવુ તો અમારે હવે રોજ નું થઈ ગયું. મમ્મી એ માર્યું હોય કે પપ્પા ખીજાયા હોય કે દાદી એ કાઈ ભાવતું બનાવ્યું હોય કે શાળા એ થી ઝધડો કરી ને આવ્યો હોય કે શિક્ષકે સજા કરી હોય એ બધી જ વાત કરતો અને મને કહેતો... અને મારી પાસે આવીને રડતો અને એમજ સુઈ જતો. એ એની મૂઝંવણ પણ મને જ આવી ને કહેતો. એ બહુ ખુશ થયો હોય તો મને ગળે લગાવતો અને મને ચૂંમીઓ પણ કરતો અને વહાલ પણ કરતો.

મને યાદ છે એ એક દિવસ શાળા એથી ધેર આવ્યો એ દિવસે એને શાળા માં વગર વાંકની સજા મળી હતી એ ત્યારે તે છઠ્ઠા ધોરણ માં હતો. એ ત્યારે બહુ દુખી થયો હતો.. મને આજે પણ યાદ છે એ રાતે એ ખુબ જ રડ્યો હતો એ પણ મોડી રાત સુધી એણે મને એની જિંદગી વિશે બહું ફરિયાદ કરી અને દુઃખો વ્યક્ત કર્યા. હું એને છાનો તો ન રાખી શક્યો પણ એને મીઠ્ઠી નીંદર જરૂર આપી.

એ જેમ જેમ મોટો થતો ગયો અને અમારી વચ્ચે સંબધ પણ વધતો ગયો. એ મને એની બધી વાત અને મૂઝંવણ કહેતો. શાળા ની દિનચર્યા, ખુશી ની વાત, ગમની વાત, સજા મળતી તો એ પણ વાતો મને કહેતો.એ મને પકડી ને મન ભરી ને રડતો... અને ખુલા દિલે હસતો. એ તરુણ થયો એના માં હવે લાગણી જન્મી જે ને વાચાનાં આપી શકતો એ બધી વાત એ મને કરતો. શાળા માં એની જુની કોઈ મિત્રને જોઈ ને એના ચહેરા પર ખુશી આવતી... એ એણે જે વાત ના કહી શકતો એ રાત્રે આવીને મને કહેતો... ક્યારેક તો એના નામ થીજ મને બોલાવતો...!!!

એ એના મનની વાત, દુખો એની ઈચ્છા એ બધુ મને કહેતો... અને જ્યારે એ એનાથી છુટો પડ્યો તો એણે એ વિયોગ મારા પર જ ઉતારી ને હળવો થયો... એની લાગણી એની ભાવના એની ખુશી એ બધું હું મારી અંદર છુપાવીને બેઠો છું...અેને મળેલા દગા, વિયોગ અેની યાદો નો.સાક્ષી હું છું...

જેટલી મુશ્કેલી એણે એના માતા પિતા ને કે ભગવાનને પણ નથી કરી એટલી મુશ્કેલી એણે મારા પર રોઈ રોઈ ને ઉતારી છે... મેં એના આંસુ પણ એટલા પીધા છે કે ક્યારેક હું જ ખારો થઈ ગયો હોઈસ... મેં એના સુખ દુઃખ આંસું બધુ જોયું છે...એના ભૂતકાળ ના દુખ અને આંસુ નો હું એક માત્ર સાક્ષી રહ્યો છું... એણે કેટ કેટલી આખી આખી રાત જાગતા વિતાવી છે એતો મને જ ખબર છે... એણે કેટ કેટલા આંસુ ના દરિયા વહાવ્યાં છે... કેટલા લોકો એ એને દગો આપ્યો ને કેટલા લોકો એને મુકી ને ગયા છે... કેટલું દુખ એણે સહન કર્યું છે...એણે હસતા મુખે કેટલા દુખો છુપાવ્યાં છે.. ને કોઈ વ્યક્તિ ને કેટલી ચાહી છે...એણે કોને કેટલા યાદ કર્યા ને કેટલી રાત જાગતા વિતાવી છે.... ઊંધવાના કેટલા નાટકને હસવાના કેટલાજુઠા ખેલ કર્યા છે...એ તો મને જ ખબર છે...!!! એને જેટલો મેંજાણ્યો છે એટલો સાયદ જ કોક હશે જે ણે જાણ્યો હશે....

મેં ગુસ્સા માં એના મુક્કા પણ ખાધા છે...ને એણે મને બટકા પણ ભર્યા છે...બધા નો ગુસ્સો મારા પર જ ઉતાર્યો છે... છે તો મને કિસો પણ કરી છેને મને ગળે લગાવીને આખી રાત બેઠો પણ છે...

અને હવે...???

એ જેમ જેમ મોટો થયો તેમ તેમ મને ભૂલતો ગયો, મારી જોડે વાતો પણ ઓછી કરતો થઈ ગયો છે.. જ્યારથી એના હાથ માં ફોન આવ્યો છે એતો મને સાવ ભૂલી જ ગયો છે...હવે તો અમારા વચ્ચે વાતો પણ બંધ.થઈ ગઈ છે... ખુશી માં તો મને સાવ ભૂલીજ ગયો છે... હા હવે ક્યારેક બહુ દુખી હોય તો મને યાદ કરે અને ક્યારેક રડી પણ લે... પણ હવે પહેલા જેવુ નથી... લાગે છે કે સાયદ એ દુઃખો ને ઝીરવતા શીખી ગયો છે...બસ એ મને આમજ ભૂલતો ગયો... લાગે છે કે મારો અંત હવે નજીક છે...

સમયાંતરે એ મને ભૂલતો ગયો... અને અમારુ સ્થાન પણ કોઈ બીજા ઓશીકાએ લીધું... એના લગ્ન થયા અને હું તો જાણે વિસરાઈ જવું છું.... અને પછી હું જુનો થઈ ગયો હોય એટલે ઘરની બહાર ફેંકાય જવું છું. જ્યાં સુધી એ એકલો હતો એનો સાથી સંગાથી હું હતો...અને હવે તો હું ક્યાંક ખુણા માં પડ્યો હોઉ...ક્યારેક વડી હાથે આવતો એ મારા પર માથુ રાખી ને સુવે...બાકી એ તો મારાથી ક્યાંય દૂર ચાલ્યો ગયો છે...

જે વ્યક્તિ ની મેં વીસ વીસ પચ્ચીસ પચ્ચિસ વર્ષ સુધી એને અને એની લાગણી અને સંવેદના ને સાચવી જે નો હમેંશા સાથ આપ્યો... એનો માર ખાધો.. એના બટકા ખાધા... કે જેને મને હજારો વાર ફેંકો અને જેના મેં આંસું પીધા આજ એ વ્યક્તિ મને સાવ ભૂલી ગયો છે... જેની સાથે મેં મારી જિંદગી વિતાવી એ મને સાવ વિસરી ગયો છે... વગર મફતનો માર ખાધો અને જેનું બધું જ મેં સાંભળ્યું કે જ્યારે એનું સાંભળવા વાળુ કોઈ ન હતું અને તો પણ જેને મેં મીઠી નીંદર આપી અને એના ઉદ્વેગ ને શાંત કર્યો અને ન જાણે કેટલા લોકોને મેં અજુગતુ પગલુ ભરતા મેં રોક્યાં હશે...

તો પણ ખબર ન હતી કે આટલો કરુણ મારો અંત હશે....

ખબર નહી ઘરની બહાર ભંગાર માં ગયા પછી મારુ ભવિષ્ય કેટલું અને કેવું હશે...એ તો બસ તમારે કલ્પના કરવાની રહેશે...

જેમની જિંદગી ઉતાર ચડાવતી ભરેલી હોય છે...

એમનો અંત પણ કાંઈક અલગ હોય છે...

આજે મને મારો અંત તો ખબર નથી પણ હા આજ એ મારી જિંદગી નો ખુબજ સારો દિવસ છે... જે વ્યક્તિ ને મેં સાથ આપ્યો એ કાળક્રમે મને ભૂલી ગયો પણ આજે એે એક બુક લખી... એ ને ભલે કોઈ ઈનામ કે સારા રિવ્યું મળે ન મળે... પણ મને તો જાણે મારી જિંદગીનો નોબેલ ઈનામ ને પદ્મ શ્રી મળ્યો છે... જે ઓશીકા એ કે ટેડીબીયરે તામારા બાળપણ માં તરુણાવસ્થા અને યુવાની માં તમારી લાગણી, સુખ દુઃખ સમજ્યા અને સાથ આપ્યો... એની અમારી સંવેદના ને આ લેખ દ્રારા વાચા આપી છે...મારો અંત પણ હવે નજીક છે... પણ હું થોડો ખુશ છું...

હેલો ફ્રેન્ડસ... આપ સૌ ને કોઈક ને કોઈક ગમતો ઓલ ટાઇમ જુનો પીલ્લો હશે જ ને કે જેણે આપણ સુખ, દુઃખ, ગુસ્સો, વિયોગ બધા માં આપણો સાથ આપ્યો હશે...અને જેણે આપણે સમયાંતરે ભૂલી ગયાં છીએ તો ચાલો ને આજ એ ઓશીકાની સંવેદનાને સમજી અને આજે ફરી એના પર માથું રાખી ને કે ગળે લગાવી ને આજ ની એક રાત સુઈએ....

અને એના અંત પહેલા એની સંવેદનાને મુલવીએ...

હેય... મેં અહી એક ઓશીકાની સંવેદના ને દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે... મેં એની સંવેદના ને બહું ટુકાંણ માં અને ઓછા શબ્દો માં સમાવવાનો પ્રયત્ન કર્યો છે... કારણ સંવેદનાને લાંબા લખાણની જરૂર નથી એતો યાદો માં વણાઈ ગયેલી સંવેદના ને બસ રજુ કરી છે.. કારણ મને ખાતરી છે કે એ વાંચતા તમે તમારી જુની યાદો ની સફર કરી આવ્યાં હશો...