Dost sathe Dushmani - 6 books and stories free download online pdf in Gujarati

દોસ્ત સાથે દુશ્મની-૬

દોસ્ત સાથે દુશ્મની

ભાગ-૬

(MKC માં થયેલા બ્લાસ્ટ કેસ ૧૨ વર્ષ ભૂતકાળમાં ઉતરી ચુક્યો હતો જ્યાં અંશુ હાર્દિક ને MKC માં જ નોકરી અપાવે છે. અંશુ હાર્દિકને બધી રીતે મદદ કરે છે. અત્યાર સુધી ગાઢ મિત્ર રહેલા બંને વચ્ચે એક એવી પરિસ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું હતું જેનો અંત જાણવા આપે વાંચવો પડશે દોસ્ત સાથે દુશ્મનીનો આ ભાગ....)

અંશુને શિફ્ટ માં આવ્યા ને લગભગ એકાદ મહિનો થઇ ગયો હતો. એટલે ધીરે-ધીરે શિફ્ટ ના ટાઇમટેબલ પ્રમાણે પણ ગોઠવાઈ ગયો હતો. એ જયારે પણ સવાર ની શિફ્ટમાં હોય તો સાંજે એ હાર્દિક માટે જમવાનું બનાવી લેતો અને જમતી વખતે બંને પ્લાન્ટમાં શું કામ કર્યું એવી વાતો કરતા. હાર્દિક પણ અંશુને દરરોજ એક નવો પ્રશ્ન પૂછતો અને ઘણી વાર તો એનો જવાબ અંશુ પાસે પણ ના રહેતા. એટલે અંશુ કહેતો કે મેનેજર ને પૂછી લેજે અને કાલે મને પણ કહેજે. આમ, અંશુને પણ ઘણી વાર હાર્દિક પાસેથી નવી વાતો જાણવા મળતી.

અંશુ અને હાર્દિક એક મિત્રથી આજે સહકર્મચારી બની ગયા હતા. બંને એકબીજાને સારી રીતે સમજતા પણ હતા એટલે જ હાર્દિક જ્યારે પણ કંપનીમાં બેઠો હોય અને અંશુ ની શિફ્ટ હોઈ તો હંમેશા અંશુ સાથે પ્લાન્ટ માં જતો રહેતો આથી અંશુ ને પણ કોઈકને સાથ મળી રહેતો અને હાર્દિક બધું શીખી લેતો. વળી, રજાના દિવસે બંને બાઈક લઇ ને દમણ કે કે સેલવાસા ફરી આવતા હતા.

છેલ્લા એક મહિના માં અંશુ એ હાર્દિક ને એવી ઘણી બધી વસ્તુઓ શીખવાડી હતી. જ્યારે પણ કોઈ પ્રોબ્લેમ આવે તો અંશુ હાર્દિક ને લઈને ત્યાં જતો, એને બતાવતો, સમજાવતો અને પછી બીજી વખત એને જાતે કરવા આપતો જેથી હાર્દિક ને એના કામ માં આત્મવિશ્વાસ વધે.

દિવસે સોમવાર હતો. અંશુ રવિવારની રજામાં દમણ ફરીને સોમવારે “B” શિફ્ટમાં આવ્યો ત્યારે ઘણો રિલેક્ષ હતો. દિવસે કંપનીમાં– ડાઉન લેવાની વાત ચાલતી હતી અને બીજા એક જ કલાકમાં એમના મેનેતરફથી એમના pc-1 ના ડાઉન ની તારીખો આવી ગઈ. MKC માં દરેક પ્લાન્ટની દર ત્રણ વર્ષે શટ ડાઉન લેવાનું હતું અને શ ડાઉન એટલે આખો પ્લાન્ટ બંધ કરી તેના દરેક – દરેક ઇન્સટ્રુમેન્ટ ના એક – એક ભાગ જુદા કરી એને સાફ કરીને ચેક કરી ફરી લગાવાના રહેતા. એટલે શટ – ડાઉન માં ખુબ જ કામ રહેતું અને તેના લીધે બધાની રજા પણ પંદર દિવસ માટે કેન્સલ થઇ ગઈ હતી અને ૮ કલાકની જગ્યાએ બધાની ડ્યુટી ૧૨ કલાકની કરી દીધી હતી.

શટ ડાઉન ની તારીખ આજના દિવસથી એક અઠવાડિયા પછીની હતી. પણ એની તૈયારી તો એ દિવસથી શરુ થઇ ગઈ. સૌથી પહેલા પ્લાન્ટમાં ઇન્સટ્રુમેન્ટ લીસ્ટ તૈયાર કરવાનું કામ મેનેજરે અંશુ ને સોંપી દીધું અને ત્રણ દિવસ નો સમય આપ્યો. ત્યાર પછી બગડેલા ઇન્સટ્રુમેન્ટ ને નવા ઇન્સટ્રુમેન્ટ થી રિપ્લેસ કરવા માટેનો ઓર્ડર મોકલવો, એના નાના નાના પાર્ટ્સ બહારથી મંગાવવા, ઇન્સટ્રુમેન્ટ સ્ટોર માં કેટલો સામાન છે એ ચેક કરી એં એક લિસ્ટ બનાવવું એમ બહુ બધા કામ હોય. તેમ છતાં ડાઉન પીરીયડ શીખવા માટેનો સૌથી સારો સમય ગણાય. કારણ કે, તમને એમાં દરેક – દરેક ઇન્સટ્રુમેન્ટ ખોલી ને રીપેર કરવાથી લઈને એના ઉપયોગ વિષે બધુ જ ખબર પડે.

PC-1 પ્લાન્ટ નું શટ – ડાઉન ચાલુ થઇ ગયું હતું. પરંતુ હજુ ઘણા – ઘણા નાના – નાના પાર્ટ્સ કંપની પાસે ના હોવાને લીધે કામ બરાબર ચાલતું નહતું. માટે મહારાજ એ મેનેજર ને ટકોર પણ કરી અને કીધું કે દરેક વ્યક્તિ માટે નવી કીટ મંગાવો જેમાં ટેસ્ટર, સ્ક્રુ-ડ્રાઈવર, પાના-પેચીયા, ઇન્સ્યુલેશન ટેપ જેવી સૌથી વધારે ઉપયોગી અને લગભગ દરેક જગ્યા એ જરૂર પડતી સામાનની ઘણી અછત હોવાથી મંગાવવામાં આવે.

બાજુ PC-1 નું શટ – ડાઉન ચાલતું હતું અને PC-2 ના પેકીંગ ડીપાર્ટમેન્ટમાંથી મહારાજ ઉપર ફોન આવ્યો કે એમની લાઈન માં કાણું પડી ગયું છે અને એના કારણે ચિપ્સ બધી બહાર પડે છે. મહારાજ તરત જ એક હેલ્પરને લઈને ત્યાં પહોચ્યા. પ્રોબ્લેમ મોટો હતો અને ખાલી ઇન્સટ્રુમેન્ટ નો ન હતો, મહારાજ એ MECHANICAL DEPARTEMENT ને ફોન કરીને જલ્દી આપવા જણાવ્યું અને અંશુ ને પણ ફોન કરીને અમુક ટૂલ્સ લાવવા જણાવ્યું તો અંશુએ કીધું કે આ ટૂલ્સ આપણા ટૂલબોક્ષમાં નથી. આથી મહારાજ વધારે ખીજાયા.

અંશુ એ તરત જ બુદ્ધી વાપરીને DEPARTMENT માં જઈને મેનેજર પાસે ટૂલ્સ માંગયા અને કીધું કે અમારી પાસે આટલા ટૂલ્સ નથી પરંતુ મેનેજર એમના ચીકણા સ્વભાવના લીધે આપવામાં આનાકાની કરવા લાગ્યો. જયારે થોડા સમય પછી પણ અંશુ ટૂલ્સ લઈને ના આવ્યો એટલે મહારાજએ ફરી અંશુ ને ફોન કર્યો. અંશુ ખરેખર મુસીબત માં આવી ગયો. એની હાલત તો “સુડી ચ્ચે સુપારી” જેવી થઇ ગઈ. બેમાંથી કોઈપણ જગ્યા પોતાનો વાંક ના હોવા છતાં બંને બાજુથી એને ગાળો ખાધી.

વળી, પ્રોબ્લેમ ઘણો મોટો હતો અને ટૂલ્સ ના હોવાને લીધે મહારાજ એના પર કામ પણ નહોતા કરી શકતા. આટલીવારમાં તો ત્યાના ઓપરેટરએ ઇન્સટ્રુમેન્ટના HOD ને ફોન કરીને જણાવી દીધુ એટલે તરત જ સિંઘ સાહેબ નો મહારાજ ઉપર જલ્દી કામ કરવા ખખડાવ્યા. બાજુ મેનેજર એ અંશુને ટૂલ્સ ના આપ્યા તો અંશુ એના DEPARTEMENT ની બહાર એમના ટૂલ બોક્ષ પાસે ગયો અને બીજાનું ટૂલ બોક્ષ નું તાળું તોડીને તેમાંથી ટૂલ્સ કાઢી પેકિંગ એરિયા માં પહોચ્યો. અંશુ ને જોઇને મહારાજ ને રાહત તો થઇ પણ એમનો ગુસ્સો સાતમાં આસમાને હતો. ફટાફટ એમણે એમનું કામ શરુ કરી દીધું અને લગભગ બે કલાક ની સખત મેહનત પછી કામ પત્યું. દરમિયાન એમના ઉપર મેનેજર અને HODના લગભગ ૧૦ ફોન આવી ચુક્યા હતા અને અંશુ એ પણ મેનેજરએ એને ટૂલ્સ ના આપ્યા અને આ ટૂલ્સ પોતે ક્યાંથી લાવ્યો એ વાત કરી ત્યારથી મહારાજ નો ગુસ્સો સાતમાં આસમાને હતો.

પેકીંગનો પ્રોબ્લેમ નીપટાવીને મહારાજ સીધા ડીપાર્ટમેન્ટમાં આવ્યા. ત્યાં મહારાજ ના હાથ માં એમના ટૂલ્સ જોઈને કિશોર ભાઈ ખુબજ અકળાયા અને મહારાજ ની કોઈ વાત સાંભળ્યા સિવાય એમને ખરી ખોટી સંભળાવી દીધી. મેનેજર એ પણ અગ્નિમાં ઘી હોમ્યું અને મહારાજને ટુલ્સ ના સાચવવા માટે બેજવાબદાર કહેવા લાગ્યા. મહારાજ ઉપર તરત સિંઘ સાહેબનો ઓફીસમાં આવવાનો ઓર્ડર મળ્યો. મહારાજ સીધા HOD ઓફીસમાં ગયા ત્યાં પણ એમને બોલવાનો મોકો આપ્યા વગર ખુબ સાંભળવું પડ્યું.

મહારાજ આમ તો શાંત સ્વભાવના પણ આજની આ ઘટના એમના સ્વાભિમાન ને ઠે પહોચાડી હતી. HOD ની ઓફીસ માંથી બહાર આવીને એમણે સીધા મેનેજર ને લીધા કે જયારે અંશુ તમારી પાસે ટૂલ્સ લેવા આવ્યો ત્યારે તમે એને ટૂલ્સ આપ્યા કેમ નહિ અને આ જે કઈ કામ માં મોડું થયું એના માટે મેનેજર ને જવાબદાર ઠેરવ્યા અને મેનેજર નું કહેવું હતું કે તેમને ટૂલ્સ આપ્યા એ સાચવ્યા નથી તમારી ભૂલ છે. આમ, મેનેજર અને મહારાજ વચ્ચે ઘણી બોલાચાલી થઇ અને અંતે મહારાજ અધૂરું કામ મુકીને ઘરે જતા રહ્યા અને બે દિવસ સુધી આવ્યા જ નહિ.

વળી, મહારાજ જેટલા અનુભવી વ્યક્તિની કમીના લીધે કામ ઘણું ધીમું ચાલતું હતું. મેનેજરને પણ એમના ઓછા અનુભવના લીધે ઘણી તકલીફ પડતી હતી. આખરે બે દિવસ પછી જયારે ડીપાર્ટમેન્ટના બધા એન્જીનીયર એમને સમજાવ્યા ત્યારે મહારાજ કામ પર આવ્યા.

કામ પર આવ્યા પછી પણ મહારાજ અને મેનેજર વચ્ચે વણસેલા સંબંધ માં કોઈ સુધારો ના આવ્યો. મહારાજએ મેનેજર સાથે બોલવાનું જ બંધ કરી દીધું. કઈ પણ કામ હોઈ તો અંશુ મહારાજ અને મેનેજર વચ્ચે વાતચીત નો સેતુ બનતો. જે જગ્યા એ મેનેજર આવે ત્યાંથી મહારાજ જતા રહેતા. એટલે અંશુ ના માથે ઘણા કામ આવતા અને આ દરમિયાન અંશુ ભૂલ પણ કરી દેતો.

દિવસે પણ એવુ કંઇક થયું. પ્રોસેસ ડીપાર્ટમેન્ટથી અંશુ પર ફોન આવ્યો અને એમણે એક મશીન શરુ કરવાનું કહ્યું અને એના વોલ્ટેજ અને કરંટ( વિધુતપ્રવાહ) ના રીડીંગ કહેવા જણાવ્યું. અંશુ એ એમના કહેવા પ્રમાણે કર્યું. અને પછી એની ફ્રિકવન્સી ચેક કરવાનું કીધું તો અંશુ એ આ કામ હાર્દિક ને જાતે કરવા માટે આપ્યું કે જેથી હાર્દિક પણ એ શીખી જાય. પણ ઉતાવળ માં હાર્દિકે મશીન રીસેટ (બંધ કરીને ફરી ચાલુ) કરી દીધું. અંશુ એ પણ તરત જ હાર્દિકને ગાળ દીધી કે આ શું કર્યું? અંશુ ઉપર તરત જ પ્રોસેસ માંથી ફોન આવ્યો કે આ શું કર્યું? તે મશીન બંધ થઇ જવાને લીધે એની સાથે લૂપ માં જોડાયેલા બધા મશીન પણ બંધ થઇ ગયા. આથી પ્રોસેસના ઓપરેટર એ સીધો ફોન ઇન્સટ્રુમેન્ટના મેનેજરને કર્યો અને આખી ઘટના કીધી અને એકદમ બેજવાબદાર વ્યક્તિ ને કામ પર રાખ્યો છે કહીને તેમનું અપમાન કર્યું. એટલે તરત જ મેનેજર એ અંશુ ને બોલાવ્યો અને પૂછ્યું કે શું થયું તો એના જવાબ માં અંશુ એ હાર્દિક થી થયેલી ભૂલ કીધી. અંશુ ને એ કે મેનેજર સમજી જશે કારણ કે ભૂલ એણે નહિ હાર્દિકે કરી હતી. પરંતુ, અંશુ માટે બહુ કપરા ચઢાણ હતા. મેનેજર એ હાર્દિક, અંશુની જવાબદારી છે અને આખી ઘટના નો વાંક અંશુ ઉપર જ કાઢ્યો અને જ્યારે પ્રોસેસવાળા નું કામ અટક્યું એટલે એમણે પ્રેસર કર્યું ત્યારે મેનેજર એ અંશુ ને જ્યાં સુધી શટ-ડાઉન ના પતે ત્યાં સુધી એક ટેકનીસિયન તરીકે અને જો ના ફાવે તો રજા ઉપર ઉતારી જવા કહ્યું.

વાત જ્યારે મહારાજ સુધી પહોચી ત્યારે તેમણે અંશુ નો પક્ષ લીધો અને કીધું કે ભૂલ હાર્દિકની છે તો એની સજા અંશુ ને શું કામ. અને એમ પણ હાર્દિક હજી નવો છે તો આટલી ભુ તો થાય એમ કરીને વાત જવા દેવાનું કહ્યું પણ મેનેજર આ વાત ને માનવા તૈયાર જ નહતા. ઉપર થી અત્યાર સુધી અંશુ એ કરેલી ભૂલોનું એમના મગજમાં બનાવેલું લીસ્ટ રીફ્રેશ કરીને બધાને સંભળાવ્યું. હાર્દિક તો હજુ નવો છે એટલે એને ના ખબર હોય અને એની જવાબદારી પણ અંશુ એ લેવી જોઈએ એમ કહીને બધો દોષ નો પોટલો અંશુ પર જ ઢોળ્યો.

હાર્દિક આવું થયા પછી ગભરાઈને પ્લાન્ટમાં કોઈક જગ્યા એ સંતાઈ ગયો હતો. લગભગ બે કલાક પછી જમવાના સમયે દેખાયો. અંશુ એને જોઇને ગુસ્સે ભરાયો પણ હાર્દિક નો પણ બધો વાંક તો નહોતો જ. પોતે એને શીવાડવાની લ્હાય માં આટલી મોટી મુશીબત વહોરી લીધી એ વાતો નો એને પસ્તાવો પણ થયો હતો. વળી, હાર્દિક ને પણ પોતાનો બધો વાંક છે એમ નહોતું લાગતું.

સાંજે પણ અંશુ અને હાર્દિક રૂમ પર ભેગા થયા ત્યારે અંશુ ખીજ્વાયેલો જ હતો. બીજા બે ત્રણ દિવસ પણ એમ જ ચાલ્યું. અંશુ અને હાર્દિક ની દોસ્તી માં પહેલી વાર તિરાડ પડી. અંશુ પણ મેનજર ના નિર્ણય ને માથે ચઢાવીને કોઈ ને પણ કહ્યા વિના બે દિવસ માટે ઘરે જતો રહ્યો. પરંતુ જયારે પાછો આવ્યો ત્યારે એના માટે એક ઔર મુસીબત માથે આવીને જ ઉભી હતી.

(મુસીબત અને અંશુ બંને એકબીજાના સમાનાર્થી બન્યા હતા. મુસીબત અંશુ પાસે નહોતી જતી પણ અંશુ મુસીબત સામે જાય છે. અંશુ પ્લાન્ટમાં કોઈને પણ કહ્યા વગર બે દિવસની રજા ઉપર ઉતર્યો છે અને મશીન બંધ થઇ જવાના બધા માછલા પણ એના જ નામે ધોવાય છે. તો હવે શું થશે એ માટે આવનારો ભાગ જ કંઇક કહી શકશે. વાંચતા રહો ‘દોસ્ત સાથે દુશ્મની’.....)

આપના અનુભવ જણાવતા રહેશો.