Break Pachhi - 2 books and stories free download online pdf in Gujarati

બ્રેક પછી ૨

(2)

શહેર બદલ્યું,

કોલેજ બદલી,

મિત્રો?

મારી બેસ્ટ ફ્રેન્ડ, મારા ક્લોઝ....

જવા દો...

પપ્પા મરીન પોલીસમાં હતા. તેમના ટ્રાન્સફર સાથે અમે

અમદાવાદ છોડી હંમેશા હંમેશા માટે દિવ આવી ગયા..

પોર્ટુગીઝના સમયનો આ શહેર અરેબિયન સમુદ્રથી ઘેરાયેલુ હતું. ચારે તરફ સમુદ્ર, જાણે આ શહેર તેની કોખમાં હોય..

અહીંની હવામાં કઈ અલગ જ મજા હતી. અહીંના કિલ્લાઓ, અહીંના ચર્ચ, સંસ્કૃતિ, આબોહવામાં અહમદાવાદ ભુલાઈ રહ્યું હતું.

દરિયા કિનારે, ક્યારેક એકલી એકલી ખુલ્લા પગે, દૂર-દૂર સુધી નીકળી જતી!

પાછળ ફરીને જ્યારે જોતી, તો મારા પગલાંઓ થોડીવાર માટે દેખાતા..

અને પાણીનું મોજું આવે ત્યારે...

સબંધોનું પણ આવું જ હોય?

થોડા સમય માટે યાદ આવે, સમય જતાં બધું વિસરાઈ જાય...

અહીં આવી જાણે મને પ્રકૃતિ સાથે પ્રેમ થઇ ગયો.

મારી સાથે સમય વ્યતિત કરવાનો મોકો મળી ગયો.

મિનિટો, કલાકો, હું અપલક ક્ષિતિજ રેખાને એકીટશે જોતી રહું છું.

ઉડતા પક્ષીઓના દેશમાં મારુ મન ઉડીને પોહચી જાય છે.

ક્યારેક ક્યારેક હું મારી જાતને હેરી પોર્ટર સમજવા લાગી જાઉં છું. હું કઇ પણ કરી શકું છું.

મારી પાસે કોઈ જાદુ નથી, પણ કલ્પના શક્તિ છે.

જેના થી હું, આ બ્રહ્માંડના કોઇ પણ ખૂણે જઇ શકું છું.

એક તારાથી બીજા તારા વચ્ચે, ફૂદકાઓ મારી શકું છું..

"મેડમ, બોલ પ્લીઝ...."

સમુદ્ર તરફ, ચેહરો કરી હું બેઠી હતી...

કોઈ પરિચિત અવાજ હોય તેવું લાગ્યું...

વળીને જોયું તો, જાણે આંખોને પોતાના પર ભરોસો ન હોય,

તેમ તેને પોતાની જાતને જ એક લાફો મારી દીધો અને કહ્યું.

"આ અનિકેત નથી, મારો બ્રહ્મ છે."

" હું બ્રહ્મ નથી અદિતિ, અનિકેત છું. અને તું અહીં?"

મારી પાસે કોઈ શબ્દો નોહતા.

બસ હું તેને જોતી રહી....

તે જ ચેહરો.... જેની અદિતિ દીવાની હતી. તે જ અવાજ જેનાથી તેને મોહબ્બત હતી.

તેં જ વ્યક્તિ જેને જોતા જ હગ કરવાની ઈચ્છા થઈ જતી હતી..

અનિકેત.......

"જિયા, રોહન, રાજ..... જોવો જોવો કોણ છે અહીં?"

દૂર સમુદ્ર કિનારે ફૂટબોલ રમી રહેલી આખી ગેંગ બંને તરફ દોળીને આવી...

અને અદિતિને જોતા જ બધા તેને ભેટી પડે છે.

"અદિતિ તું, અહીં એકલી શુ કરે છે.?"

અચાનક જ પ્રશ્નોની વર્ષા થતા અદિતિ બોલી.

"શાંતિ શાંતિ... આવો ત્યાં બેન્ચ પર નારિયેળ પીતા પીતા વાતો કરીએ.."

"અમને તારા નારિયેળ પાણીમાં કોઈ રસ નથી.." જિયા બોલી.

"મને તો રસ છે ને તમે મારા શહેરના મહેમાન છો. મેહમાનોને એમજ થોડી જવા દેવાય..."

"મહેમાન, માય ફૂટ...

તે જે કર્યું છે. તે પછી તારા મહેમાન બનાવાની અમને કોઈ ઈચ્છા જ નથી..." રાજે ગુસ્સો કરતા કહ્યું.

"અરે રાજયા મારી વાત તો સાંભળ પછી ગુસ્સો કરજે.."

"હવે તારે શુ કહેવું છે?"

કિનારે આવી, તાડ અને બીજા વૃક્ષો પાસે બાંકડાઓ પર બધા બેઠા..

કિનારે ખાસ્સી એવી ભીડ હતી.

લોકો બોટિંગ કરી રહ્યા હતા. કોઈ નાહી રહ્યું હતું.

નાના બાળકો બુઝુર્ગ... બધા આજે ઉંમર ભૂલી આનંદ કરી રહ્યા હતા.

નારિયેળ આવતા જ બધા સ્ટ્રો વડે નારિયેળ પી રહ્યા હતા.

આખી ગેંગ બેઠી હતી અને અદિતિ સામે બેઠી હતી.જાણે કોઈ પૌરાણિક સંકુલમાં ઋષિમુની બેઠા હોય, એને તેને ધ્યાન પૂર્વક સાંભળી રહેલા બટુકો...

"વાત એમ હતી, કે પપ્પાનું અચાનક ટ્રાન્સફર થયું.

સામાન માટે તો ટેમ્પો કર્યો હતો

પણ અમે લોકો અમારી કારથી જઈ રહ્યા હતા.

ત્યાં રસ્તામાં અમને અકસ્માત નડ્યો.

મને મમ્મીને અને પપ્પાને નાની નાની ઇજાઓ થઈ, મને પગમાં પ્લાસ્ટર આવ્યું.

નહિતર હું જ કોલેજ આવવાની હતી.

પગને રિકવર થતા થતા

છ-સાત મહિના જેવો સમય નિકળી ગયો, ફોન એ એક્સિડન્ટમાં જ તૂટી ગયો,

અને આ સમયમાં કોને કોઈના નંબર યાદ હોય?

અમદાવાદ આવવાની ખૂબ ઈચ્છા થતી પણ...

કોઈ મોકો ન મળ્યો."

"આટ આટલું થઈ ગયું.."જાણે વાત સાંભળી અદિતિ સામેની બધી નારાજગી દૂર થઈ ગઈ હતી.

"દિવ ક્યારે આવ્યા?"

"બસ આજે સવારે જ..."

"ક્યાં રોકાયા છો?"

"મેઈન માર્કેટ, અને શિપનું જયાં લંગર છે ત્યાં જ સામે હોટેલ છે."

"મારું ઘર હોવા છતાં, હું તમને ત્યાં રહેવા નહિ દઉં...."

નાગવા બીચથી થોડે દૂર

આસપાસ હરિયાળુ જંગલ હતું.

દિવ શહેરથી બહાર,

સમુદ્ર કિનારે એક ઇમારત હતી.

બ્લુ કલરના રંગે રંગાયેલી આકર્ષક..

નાનકડા બગીચા સાથે...

અને જોતા જ બધા ના મોઢા પર એક જ શબ્દ હતો.

"વાવ....જસ્ટ લાઈક ડ્રિમ..."

બધાને.... ગેસ્ટ રૂમ આપવામાં આવ્યા...

આખો દિવસ ફરી અને બધા થાકી અને પોતા પોતાના રૂમમાં સુઈ ગયા હતા.

અદિતિ પોતાની આદત મુજબ સમુદ્ર તરફ ખુલ્લા પગે જઈ રહી હતી.

પાછળથી જિયા આવી..

"અદિતિ.... હું આવું છું."

સૂરજ હવે બસ સમુદ્રમાં સમાવાની તૈયારી પર હતો.

લાલ પ્રકાશની અંદર બે દેહ..

દૂરથી કાળી આકૃતિ જેવા દેખાતા હતા.

"સાચે તને કોઈના નંબર યાદ નોહતા?"

"હા નોહતા..."

"જૂઠ..... તું મારા અને અનિકેતના નંબર ભૂલી જ કેમ શકે?"

"હું ભૂલી ગઈ જિયા..."

"કોને અનિકેતને?"

આદિતિએ થોડી ક્ષણ આંખો બંધ રાખી...

"તું ભૂલી નોહતી, પણ અમને સંપર્ક કરવા માંગતી નોહતી.. ખરું?"

"તમે એક બીજા માટે પરફેક્ટ છો..." આદિતિએ કહ્યું.

"એવું કશું જ નથી જેવું તું વિચારે છે.

એ માત્ર તને જલાવા માટે મજાક હતો."

"તું ખોટું બોલે છે."

"તે દિવસે અનિકેત તને જ પ્રપોઝ કરવા આવાનો હતો અને એના માટે મેં જ એને કહ્યું હતું. તમે બન્ને એકમેકને દિલની વાત કરતા ત્યાં સુધી માથામાં ધોળા આવી ગયા હોત.

અને ત્યાર પછી તું ત્યાંથી જતી રહી..."

"ઉભા રહેવાનો કઈ અર્થ હતો?"

"થોડીવાર ઉભી હોત તો બધું ઠીક થઈ જાત..."

"થઈ ગયું એ થઈ ગયું..જવા દે...."

"હવે શું વિચાર છે."

"હું હવે આગળ વધી ચુકી છું."

"અનિકેતની આંખોમાં તારા પ્રત્યે આજે પણ મને તેટલો જ પ્રેમ દેખાય છે."

"પણ મારી આંખોમાં હવે જાજવાં આવી ગયા છે. હું નથી જોઈ શકતી.."

"ખેર જવા દે......

કાલે અમે ઘેર જઈએ છીએ...

અમદાવાદ આવજે..."

"હું પ્રયત્ન કરીશ...."

ચાંદની રાતમાં સમુદ્રનું પાણી ચાંદી ની જેમ ચમકી રહ્યું હતું.

ઉનાળામાં પણ ઠંડા પવનમાં અદિતિના કેશ હવામાં લહેરાઈ રહ્યા હતા.

કોઈ કોઈ લટ આગળ આવી જતા ત્યારે તે નઝાકતથી પાછળ કરી દેતી..

તેના ચેહરા પર એક તપસ્વી જેવું તેજ હતું.

"આપણે એ નાવવાળા ભાઈને સાથે લઈ લીધો હોત તો સારુ હોત ...." રાજ બોલ્યો.

"તેની કોઈ જરૂર નથી. આ નાવ ચલાવી એકદમ સરળ છે." અદિતિએ આત્મવિશ્વાસ સાથે કહ્યું.

નાવને હળવેકથી પાણીમાં લીધી...

એક છેડે અદિતિ બેઠી હતી.

સામે છેડે અનિકેત..

વચ્ચે જિયા, રોહન, અને રાજ ગોઠવાઈ ગયા હતા.

નાવને ધીમે ધીમે પાનીકોઠાથી દૂર લઈ ગયા...

સમુદ્રની લેહરોમાં નાવ હાલક ડોલક થઈ રહી હતી.

દિવાદાંડી પરથી પ્રકાશનો એક લીસોટો સમુદ્ર પર નઝર રાખી બેઠો હતો.

દિવ શહેરનો અદભૂત દ્રશ્ય બધા પોતાની આંખોમાં ઝીલી રહ્યા હતા.

મોટી મોટી બોટ, પાર્કિગમાં ઉભી હતી.

તેના પર તિરંગા સાથે સાથે બીજા પણ કેટલા ધ્વજ લહેરાઈ રહ્યા હતા.

"કેટલો સુંદર નજારો છે નહીં?"

અનિકેત બોલ્યો...

"હા ખૂબ જ સુંદર..."

જુના કિલ્લાની આસપાસથી બોટ પસાર થઇ રહી હતી.

ભવ્ય કિલ્લાઓ કાળા રંગના પડછાયા જેવો લાગતો હતો.

અને તેને ચાંદની રાતમાં જોવો, એક અલગ જ લાહવો હતો.

બોટથી આખો વિસ્તાર ફરી વળ્યાં હતા.

"એક નાનકડી કેક કાઢી, અને તેના પર એક કેન્ડલ પ્રગટાવીને...

અદિતિએ અનિકેત સામે ધરતા કહ્યું..

"હેપી બર્થ ડે..."

તે બસ જોતો રહ્યો,

ઘડિયાળમાં ફિટ બાર થયા હતા.

આ રીતે તેને સમુદ્રની વચ્ચે પેહલી વખત બર્થડે વિશ કર્યો હશે.....

"થેન્ક યુ....."

પૂછવાનું મન થઇ ગયુ, તને મારો બર્થ ડે યાદ છે?

ક્રમશ..