Bakalu - 2 books and stories free download online pdf in Gujarati

બકા'લુ - બકાલુ ૨

(  પાર્થિવે લખેલ કાપલી નો જવાબ વળતો .... આવે છે કે શુદ્ધ ૧૦૦ % દોસ્તી અેટલે કેવી દોસ્તી  ?... )

     કાવ્યાંના આ જવાબથી પાર્થિવ મનમાં મુઝાંય જાય છે મારાથી આ ૧૦૦% શુદ્ધ વાળી દોસ્તી વિશે કહેવાય તો ગયું પણ મારે આનો જવાબ કઇ રીતે આપવો તેને ખબર નહિં પડતી ન'હોતી તે કોઇ તેનો સાથી મિત્રોની સલાહ લઇ ને જવાબ આપવા તેના વિશે વિચારવા લાગ્યો કે કોઈ મિત્રને પુછી જવાબ આપી દઇશ પણ દિલ અંદરથી અવાજ આવતો હતો. કે તું પાર્થિવ છે,તારો સાથી તું જ છે ,જો તારો નિર્ણય બીજાના ભરોસા ઉપર છોડીશ, તો તારા જીવનની ગાડીની ચાવી બીજાને ચલાવવા આપે છે ,તેવા ભણકારા સતત સંભળાતા હતા. તે વિચારોના વમળોમાં ઘેરાયેલો હતો. વિચારી વિચારી અડધી રાત સુધી જાગ્યો ને અંતે કહે છે કલ જો હોગા વો દેખા જાયેગા અવું વિચારી અોશિકું બગલમાં લઇને સુઇ ગયો.....

      સવારે વહેલો ઉઠી ,તૈયાર થઇ, પાર્થિવના દુકાનથી નજીક ગલીમાં મહ‍ાદેવનું મંદિર હતું. ત્યાં પહોંચી જવાબ માગવા મહાદેવનાં શરણે ગયો. પાર્થિવ બાળપણથી લઇ આજ દિન સુધી આ મંદિરમાં કોઇ દિવસ પૂજા કરવા ગયો નહોતો  તેથી આજુબાજુમાં રહેતા લોકોને પણ નવાઇ લાગી કે આ ને શું દુ:ખ આવી પડ્યું કે પૂજારી બની ગયો ? ,

     પાર્થિવ મંદિરેથી નિકળી  પોતાનાં સેન્ડલ પહેરી બહાર નિકળ્યો ,ત્યાં સામેથી કાવ્યાં પૂજાની થાળીમાં નાળીયેળ અને ફુલો લઇને આવતી જોઇ પાર્થિવ ઘબરાઇ ગયો ને તેના હ્રદયના ધબકારા ૧૨૦ના ઝડપે ધબકબા લાગ્યા અને તે મનમાં વિચારવા લાગ્યો કે હવે ! પાર્થિવનું શું  થશે ???

       
      કાવ્યાં તો બિંદાસ પદ્માવતીના માફક ચાલતી આવીને
પાર્થિવ ને કહે,

" ગુડ મોર્નિંગ પાર્થિવ "

પાર્થિવ: "વેરી ગુડ મોર્નિંગ" ,કહિ હળવી સ્માઇલ આપીને દુકાન તરફ ચાલવા લાગ્યો ને ,કાવ્યાં મંદિરમાં દર્શન કરવા ગઇ...

    પાર્થિવને પહેલી વાર આટલી ખુશી મળી હતી. કારણ કે પહેલી વખત મંદિરે દર્શન કરવા ગયો હતો ,અને સાથે મનની પરી જેવી કાવ્યાંના પણ મંદિર સામે જ દર્શન થયા હતા. તેના મનમાં જવાબની બીક હતી તે કયાં વિખરાઇ ગઇ હતી તેની કશી ભાન ન હતી, પાર્થિવ મહાદેવનો આભાર માનતો હતો તે પહેલી વખતે તેમના પ્રશ્નનો જવાબની માંગણી કરવા ગયો હતો. તેના બદલા મહાદેવ અે શાક્ષાત કાવ્યાં ને જ હાજર કરી આપી હતી, તેવા મનમાં લાડવા ફૂટવા લાગ્યા હતા.

      પાર્થિવ દુકાને બેસી પૂજાની થાળી લઇ આવતી, કાવ્યાંની છબી માનસ પટલ ઉપર આવતી હતી .તે યાદ કરતો કરતો બાવરાની જેમ હસી પડતો હતો. કાવ્યાંના છુટા  વાળ, સાદા કપડા, મેકઅપ વગર સૂકાં લિપસ્ટિક વગરના હોંઠ, પગમાં ચાંદીની ઝાંઝર, જમણાં પગમાં કાળા કલરનો ધાગો, સૌ કોઇ ડુબવા તૈયાર થાય તેવી આંખો જે પાર્થિવ જેવા સિધાસાધા માણસને બાવરા બનાવે તેમાં કશી નવાઇ નથી...

    પાર્થિવના જીવનમાં વસંત ખીલવા લાગી હતી, પહેલાં કરતાં પાર્થિવ ઘણાં પરિવર્તનો આવવા લાગ્યા હતા, કપડા ફેશનેબલ, બુટ પણ ધોઇને પહેરવા, હાથના નખ સમયે કાપવા, માથે વન સાઇડ ફેશન વાળા વાળે વારંવાર હાથ ફેરવવા , દિવસમાં વારંવાર અરીસામાં પોતાનો ચહેરો જોવો , જેવા પરિવર્તનો આવવા લાગ્યા હતા..

         આખો દિવસ મહાદેવની કૃપા અને કાવ્યાંના દર્શનની કેવી રીતે પસાર થઇ ગયો ખબર પડી નહિં, સાંજે કાવ્યાં શાકભાજી લેવા આવે તેનાં પહેલાં યોગ્ય જવાબ શોધીને કાવ્યાને ૧૦૦% શુદ્ધ  દોસ્તી કેવી તેનો જવાબ અાપવાનો હતો. પાર્થિવ પોતાના દુકાનમાંથી અેક જુન્નો અેક રુપિયાનો સિક્કો ઉછાળી છાપ-કાટ કરી જવાબ નક્કી કરી મુકે છે.

      રાબેતા મુજબ કાવ્યાં સાંજે શાકભાજી લેવા દુકાને લેવા અાવી અને કહે છે .....

"બકા ૫૦૦ ગ્રામ વટાણાં અને ફ્લાવર આપો"

પાર્થિવ: " બીજું કાંઇ ?

કાવ્યાં: ૨૫૦ ગ્રામ સિમલા મરચાં સાથે ફ્રીમાં જવાબ ?

......આટલું સાંભળી પાર્થિવ માગ્યા પ્રમાણે શાકભાજી તોલીને સાથે જવાબની કાપલી શાકભાજી સાથે રાખી દઇ સ્માઇલ સાથે ૧ કિલો વજન વાળો જવાબ આપ્યો હોય તેમ શાકભાજી કાવ્યાંના હાથમાં આપે છે. કાવ્યા શાકભાજી લઇ પોતાના રસ્તે ચાલતી પકડે છે અને રૂમે પહોંચી  શાકભાજીની થેલી ઉતાવળે ફ્રેશ થયા વગર જવાબ લખેલ
કાપલી ખોલીને જુઅે છે....

કાપલીમાં લખેલું હતું ...

શુદ્ધ ૧૦૦% દોસ્તી અેટલે દુધ જેવી....

    અેનાં સિવાય મારા પાસે શબ્દો નથી..
      
                                    - પાર્થિવ

        પાર્થિવના જવાબથી કાવ્યાં ખુશ હતી. કાવ્યાં ને ૧૦૦ વાતની અેક વાત આ અેક લીટીના જવાબમાં મળી ગયો હતો.કાવ્યાં ને પણ અેક સાચા દોસ્તની જરુર હતી. તે આ આહવા શહેરમાં નિર્જીવ મોબાઇલ સિવાય કોઇ દોસ્ત નહોતો.કાવ્યાંને પાર્થિવની દોસ્તી ખુબ ગમી હતી કારણ કે પહેલી વખત આવી દોસ્તીની અોફર મળી હતી. તેના કોલેજ કાળના દિવસોમાં ખાલી તેની સુંદરતા ઉપર ભમરાઅો ઘણાં ભમવા લાગ્યા હતાં તે ભમરાઅોને દાદ આપ્યા વગર કોલેજ જીવન પસાર કરેલ હતું. આ કોલેજનાં દિવસોથી જ તેમને પ્રેમ નામ પર જાણે નાગણ અને નોળીયા જેવી દુશ્મનીની નફરત ઘર કરી ગઇ હતી.

      કાવ્યાં અે પાર્થિવની દોસ્તી વગર સંકોચે સ્વિકારી લીધી. ત્યાર બાદ નવા વળાંક અને વંળાટો (ક્રમશઃ  )