Bakalu - 3 books and stories free download online pdf in Gujarati

બકાલુ - ૩

બકાલુ ૩

કાવ્યા અજાણ્યા શહેરમાં કોઇ નવા દોસ્ત મળવાથી ખૂબ જ ખુશ હતી તે નોકરીના સમયમાં પણ ટાઇમ કાઢી પાર્થિવ જોડે વાતોની મોસમ જાળવી રાખતી હતી ....

દોસ્તીના થોડા મહિના પસાર થઇ ગયા અેક બીજાને જોવા મળવા ફોન અને શાકભાજીની દુકાન સિવાય કયાંય વિવારવું પણ મુશ્કેલ હતું..

    જોત જોતાં ફેબ્રુઆરીના દિવસો આવી ગયા ,લોકો મ‍ાને છે વસંત અે પ્રેમની ઋતુ છે પણ અે તો કવીઅો સિવાય કોઇના મનને અસર કરતી નથી... સાચી પ્રેમ ઋતુતો ફેબ્રુઆરી મહિનાને માનવી જોઇએ જે આ મહિનામાં શાળા કોલેજોના તહેવારોની વાવણીનાં ફુલો આ મહિનાં માં ખીલે છે... ગુલાબી ઠંડી અને અેવા દિવસોમાં પ્રેમઅો પ્રેમની પાંખો ખોલી ઉડે છે ...

    નવી પાંખો વાળા પ્રેમી કાવ્યા અને પાર્થિવ વલેન્ટાઇન ડે ના દિવસે ક્યાંક ફરવા જવાનું નક્કી કરે છે ...

પાર્થિવ : પ્લીઝ કાવુ અોફિસ માટે ઘણાં દિવસો ફાળવ્યા હવે હું વિચારું છું કે અેક દિવસ મારા માટે ફાળવશો તો અેનાથી વધારે મારો કિમતી દિવસ નહિં હોય ....

કાવ્યાં : સારું તમે જેમ કહો ! પણ  ફરવા જવું છે કયાં ? અેક વાત બીજી કહિ દઉં મને હોટલ,સિનેમામાં કોઇ ઇન્ટ્રેશ નહિ ...

પ‍ાર્થિવ: સાપુતારા ?

કાવ્યા: ડન ?....

     કુદરતના ખોળે રમતું સાપુતારા પ્રકૃતિ પ્રેમીનું સ્વર્ગ સમાન છે જયાં દુર દુરથી ઉડીને  આવનારા પ્રેમી યુગલનો અનહદ લાગણીઅો ખીલવે છે અહિં નક્કી કરેલ સમય અને સ્થળે આ યુગલે મળવાનું હતું...

 સાપુતારા જવા પહેલા દિવસે અેકબીજાનાં મનમાં વિચારતા હતા કે ફોન ઉપરતો ગમે તે વાતો વગર બીકે કહિ દેવાય છે પણ ત્યાં તો ફેસ ટુ ફેસ કેવી રીતે મનનાં વિચારો રજુ કરશું અે બન્નેનાં મનમાં ગડમથલની રમઝટ ચાલતી હતી...

   પાર્થિવ પોતે કાવ્યાને મળવાના દિવસે પહેરી જવાના કપડા,લઇ જવાનો નાસ્તો વગેરેની તૈયારીમાં દુકાને જવાનું માંડિ વાળે છે બીજી બાજુ કાવ્યાં અોફિસમાં બેઠી બેઠી વિચાર કરે છે પાર્થિવ સાદો સિમ્પલ છોકરો છે અને તે મારા પ્રેમનો દિવાનો બની ગયો છે. હું કયાં સરકારી નોકરી વાળી અને તે તો સાવ દુકાન ચલાવવા વાળો છે અેવા થોડા નેગેટિવ અને પોઝિટિવ વિચારોમાં ખોવાઇ હતી. પણ જે હોય તે મને નિસ્વાર્થ પ્રેમ કરે છે, અેટલું જ મારા માટે બસ છે અને દુનિયા કયાં અેમ પણ સારી બાબતો દરેક વખતે સ્વિકારે છે ?  દુનિયા સ્વિકારે કે નાં પણ મારી ધડકનને મંજૂર છે તો બસ...

      નક્કી કરેલા સમયે અને સ્થળે કાવ્યાં પહોચી ગઇ હતી અને સાપુતારાનાં તળાવનાં બાજુનાં ગાર્ડનનાં બાકડા ઉપર બેસી પાર્થિવની રાહ જોઇ રહી.. જે માણસો ગાર્ડનમાં આવે છે તે માણસોમાં પાર્થિવને દુરથી  માને છે અને નજીક આવતાં પાર્થિવ ગાયબ થઇ જતો હોય તેમ લાગે છે અે રીતે અેક કલાક થઇ ગયો પણ પાર્થિવ આવ્યો નહિં  બન્ને અે નક્કી કરેલ હતું કે કોલ કર્યા વગર નક્કી કરેલ સમય અને સ્થળે ભેગા થવાનું હતું ...

     અેક કલાકની રાહ જોયા બાદ કાવ્યાથી રહેવાયું નહિ કારણ કે પહેલીવાર મળવાનું હતું ને તેમાં પણ અેક કલાકનો સમય વધારે  અેમ વિચારી કાવ્યાં પાર્થિવનો નંબર ડાયલ કરવા તૈયારી કરે છે ત્યાં કાવ્યાનાં બાજુમાં કોઇ આવીને બેઠું ...

તે કાવ્યાંનાં સામે આવીને બેસનાર પાર્થિવનો સાથી મિત્ર હતો ,તેને પાર્થિવે કાવ્યાં ને મળવા માટે મોકલ્યો હતો...

પાર્થિવને અચાનક ગળથુથીમાંથી મળેલી હ્રદયની બિમારીઅે યાદ કરતાં તે હોસ્પિટલમાં દાખલ છે અેવા સમાચાર પાર્થિવના મિત્રઅે આપ્યા ..આ સમાચાર સાંભળતા કાવ્યાંના મુલાકાતનાં સપનઅો સાપુતારાનાં ગાર્ડનમાંથી જાણે હાથમાંથી પંતગિયાની જેમ હાથમાંથી ઉડી ગયા....

  (કાવ્યાંની હોસ્પિટલમાં પાર્થિવ જોડે મુલાકાત  ક્રમશઃ  )