Karm books and stories free download online pdf in Gujarati

કર્મ

એક દિવસ ન્યાયની અધ્યક્ષતામા એક સભા મળી. સભાનો મુખ્ય વિષય હતો સૌથી મહાન કોણ તે જાણવાનો. નસીબ, ભાગ્ય, કર્મ, ધર્મ, પૈસા, સ્નેહ, એકતા, લાગણી, વગેરે એ ભાગ લીધો.

અમુક ઈર્ષ્યા, આળસ, ક્રોધ, અભીમાન, ઘમંડ જેવા ગેરહાજર રહ્યા

બધા એક પછી એક પોતાની ઉપસ્થિતિ અને લક્ષણો બતાવવા લાગ્યા

સૌપ્રથમ નસીબ ઉભો થયો તેમણે કહ્યુ હુ જેની સાથે રહુ છુ તે હંમેશા સફળતા પ્રાપ્ત કરે છે સમાજમાં તેને માન પણ મળે છે પ્રશંસા મળે છે અને બીજુ ઘણુ આટલું કહી તેને પોતાનુ સ્થાન લીધુ

હવે ભાગ્યનો વારો હતો. તેને ઉભા થઈ કહ્યુ હુ જેની સાથે રહુ છુ તેને જીવનમાં આગળ વધતા કોઇ રોકી નથી શકતુ, નસીબ કરતા પણ હુ બળવાન છુ કેમ કે તેને પણ મારી જરૂર પડે છે હુ અમુક ગણ્યાગાંઠ્યા ને જ મદદ કરૂ છું મારી કિંમત સમાજમાં ઘણી ઉચી આકંવામા આવે છે

હવે ધર્મ ઉભો થયો તેમણે પોતાનો પરિચય આપ્યો અને કહ્યું મારી જરૂર આજના સમાજમા સૌથી વધારે છે. સમાજના દરેક વર્ગના લોકો મારે શરણે આવે છે. મારા અસ્તિત્વના વિકાસ માટે ઠેર ઠેર મંદિરો બંધાય છે. કથાઓ થાય છે સમાજમા મારી ખુબ આવશ્યકતા અને જરૂરિયાત છે. મારા વગરનો આ સમાજ સાવ વિકલાંગ લાગે છે.

હવે પૈસાનો વારો હતો. તેને પોતાના વિશે જણાવતા કહ્યુ જ્યાં મારૂ સ્થાન છે ત્યાં કોઈની જરૂરિયાત જ નથી. સમાજમા બધા લોકો મને મેળવવા ભાગંભાગ કરે છે.હુ કાળો છુ કે સફેદ એ કોઇ નથી જોતુ સમાજમા બસ લોકો મારી રાહ જોઈને બેસતા હોય છે. મારા આવવાથી નસીબ, ભાગ્ય, અને ધર્મની કિંમત સમાજના માનવીમાં આપોઆપ ઓછી થતી જાય છે

ત્યારપછી એકતાનો (સંપ) વારો હતો તેમણે કહ્યુ હુ જેમની સાથે રહુ છુ તેમની તાકાત સમાજમા સૌથી વધારે છે. અમુક એકલા અટુલા લોકો મારાથી દુર જ રહે છે. મારો જે સ્વીકાર કરે છે તેની કિંમત સમાજમા વધારે હોય છે મારા રહેવાથી સમાજમા શાંતિ સ્થપાય છે

હવે લાગણીનો વારો હતો તેને કહ્યુ મારી જરૂરિયાત તો સમાજમા બધેજ છે. મારા લીધે લોકો એક બીજાને પ્રેમ કરે છે. મારા કારણે એક સારા કુટુંબ અને સારા પરીવારનુ નિર્માણ થાય છે. લોકો એક બીજાની નજીક રહે છે.દરેક વ્યક્તિ ના હ્રદયમા મારૂ સ્થાન છે.

હવે કર્મનો વારો આવ્યો તેણે એક સરસ વાર્તા કરી.

એક રાજા હતો. તેને ચાર રાણીઓ હતી

રાજાની પહેલી રાણીને રાજા ખુબ પ્રેમ કરતો તે હંમેશાં પહેલી રાણીને પોતાની પાસે રાખતો અને રાજસભામા તેને પોતાની સાથે લઈ જતો

રાજાની બીજી રાણી પર રાજા ખૂબ વિશ્વાસ કરતો પોતાની સુખ-દુઃખની વાતો રાજા તેને જણાવતો બીજા કોઈને નહીં અને રાજાના શયનખંડમાં ફક્ત તેને જ પ્રવેશવાની પરવાનગી હતી

રાજાની ત્રીજી પત્ની પ્રત્યે રાજાને ઘણુ માન હતુ રાજા જ્યારે રાજ્યની બહાર જાય કે યુદ્ધ કરવા જાય ત્યારે રાજા તેને પોતાની સાથે લઈ જતો

રાજાની ચોથી પત્નીની તે હંમેશા અવગણના કરતો, તે કોઈ વાર સામે મળી જાય તો રાજા તેની સાથે સરખી વાત પણ ના કરે. તેના શયનખંડ તરફ પણ તે કદી નહી જાય.

એક દિવસની વાત છે યમરાજના યમદુતો રાજાને લઈ જવા માટે આવ્યા. ત્યારે રાજાએ યમદુતોને વિનંતી કરી કે સફર બહુ લાબો છે તમે મંજુરી આપો તો મારી એક પત્નીને પણ સાથે લઈ લઉ. યમદુતોએ પરવાનગી આપી.

રાજા પોતાની પહેલી પત્ની પાસે ગયો જેને તે ખૂબ પ્રેમ કરતો જ્યારે રાજાએ તેને યમદુતોની વાત કરી ત્યારે તેની પહેલી પત્નીએ તરતજ કહ્યું હુ તમારી સાથે નહી આવુ.

રરાજા ઘણો નીરાશ થયો જે રાણીને તે ખુબ પ્રેમ કરતો તેને તેમની સાથે આવવાની ના પાડી દીધી.

રાજા હતાશા સાથે પોતાની બીજી પત્ની પાસે ગયો જેની પર રાજા સૌથી વધારે વિશ્વાસ કરતાં જ્યારે તેમની સાથે રાજાએ યમદુતોની વાત કરી ત્યારે તેણે કહ્યુ હુ તમારી સાથે જરૂર આવીશ પણ માત્ર મહેલના દરવાજા સુધી.

રાજાને થયુ જેમની ઉપર મે આટલો વિશ્વાસ મુક્યો, જેની સાથે સુખ-દુઃખ ની વાત કરી તેને પણ સાથે આવવાનીના પાડી.

રાજા પોતાના હતાશ મન સાથે તેની ત્રીજી પત્ની પાસે ગયો જેની સાથે તે હંમેશાં રાજ્યમાં ફરવા જતો, બહાર ગામ જતો રાજાએ તેની સાથે યમદુતો વિશેની વાત કરી તો તેની ત્રીજી પત્ની એ કહ્યું હુ આવીશ જરુર પણ અડધે રસ્તેથી પાછી ફરી જઈશ

રાજાને ખુબ ખરાબ લાગ્યું તેને એકલાજ જવુ પડશે તેનુ દુઃખ પણ હતુ. યમદુતોની સાથે તે જવા જઈ રહ્યા હતા ત્યાં પાછળથી અવાજ આવ્યો.

તે હતી રાજાની ચોથી પત્ની. જેની સાથે રાજા કદી વાત પણના કરતો . તેમણે રાજા સાથે આવવાની સંમતિ દર્શાવી.

આ રાજા એટલે બીજું કોઇ નહી પ્રત્યેક મનુષ્ય છે.

રાજાની પહેલી રાણી જેમને તે ખુબ પ્રેમ કરતો તે એટલે પ્રત્યેક મનુષ્યની ધન સંપત્તિ, પહેરવેશ, ઝવેરાત

રાજાની બીજી રાણી જેમની પર તેને ખુબ વિશ્વાસ હતો, જેની સાથે તે સુખ-દુઃખની વાત કરતો તે એટલે વ્યક્તિની પત્ની તેનો પરીવાર

રાજાની ત્રીજી રાણી જેમના પર તેને ખુબ માન હતુ, બહાર ફરવા જતો તે એટલે વ્યક્તિના સગા સબંધી તેના મિત્રો.

રાજાની પહેલી રાણીએ તેની સાથે આવવાની તરતજ ના પાડી દીધી એટલે એમ કે વ્યક્તિના મ્રુત્યુ બાદ તેને પહેરાવેલા કપડાં, ઝવેરાત કાઈ તેની સાથે નહીં આવે તે પણ લઇ લેવામાં આવશે

રાજાની બીજી રાણીએ મહેલના દરવાજા સુધી આવવાની વાત કરી તે એટલે વ્યક્તિનો પરીવાર તેની પત્ની જે મૃત્યુ બાદ ઘરના દરવાજા સુધી જ આવશે

રાજાની ત્રીજી રાણીએ તેને અડધા રસ્તા સુધી આવવાનું ક્હયુ તે એટલે વ્યક્તિના સગા સબંધી, તેના સ્નેહીજનો, મિત્રો જે વ્યક્તિના મૃત્યુ બાદ સ્મશાનભુમી સુધી સાથે આવશે

રાજાની ચોથી પત્ની જેની સાથે તેણે કદી સારી રીતે વાત પણ કરી નહોતી તેમ છતા તતે રાજાની સાથે આવવા રાજી થઈ હતી તે એટલે વ્યક્તિએ જીવનમાં કરેલા સારા કર્મો, તેમની ભક્તિ.

વ્યક્તિ આખી જીંદગી પૈસા કમાવવામા ખર્ચી નાખશે , નામના મેળવવા ઘણા કામો કરશે, પણ ધર્મ ની સામે પણ નહી જુએ, સારા કર્મો નહીં કરે

વ્યક્તિના નસીબ, ભાગ્ય, વગેરે તેના કર્મોને આધારે નક્કી થાય છે

તેમજ ગત જન્મોના કર્મોને આધારે તેને આ જન્મમા સ્થાન મળે છે અને આ જન્મમા કરેલ કર્મોને આધારે આગળના જન્મમા ક્યાં અને કઈ યોની મા જઈશુ તે નક્કી થાય છે

કર્મ એ કરેલી વાત સૌને ખુબ ગમી અને અંતે ન્યાય દ્વારા પરીણામ જાહેર કરવામાં આવ્યું કે સૌથી મહાન વ્યક્તિના કર્મો છે તેના દ્વારા જ આપણને આ જન્મમા સુખ પ્રાપ્ત થાય છે . નસીબ અને ભાગ્ય પણ તેના પર નિર્ભર છે

અંતે મારા તરફથી એટલું જ કહેવામાંગીશ કે વ્યક્તિ ધર્મથી જેટલો દુર થતો જશે એટલો જ તે સમાજના ખરાબ દુષણો તરફ ધકેલાતો જશે અને ખરાબ કુટેવો તરફ વળતો જશે

એક સારા સમાજ માટે ધર્મ ખુબ મહત્વનુ કાર્ય કરે છે