Navo Adhyay books and stories free download online pdf in Gujarati

નવો અધ્યાય

"મમ્મી મમ્મી  પપ્પા ક્યારે ઘરે આવશે? મારે પણ તેની સાથે રમવું છે. ઘોડો-ઘોડો કરવો છે.મારે પણ પપ્પા સાથે ગાર્ડનમાં ફરવા જવું છે. બધાના પપ્પા રોજ મારી ફ્રેન્ડને સ્કૂલ છોડવા આવે છે.મારા પપ્પા જ નથી આવતા! પપ્પાનો ફોન આવે તો કહેજે હું તેનાથી નારાજ છું." નવ વર્ષની અમીએ તેની મમ્મીને કહ્યું.

"તારા પપ્પા વિદેશ ગયા છે. બહુ જલ્દી આવી જશે...."

"મારી ફ્રેન્ડ રશ્મિની મમ્મી તો કહેતી હતી. તારા પપ્પા જેલમાં છે. આ જેલ શુ હોય મમ્મી?"

કવિતા મુંજાય ગઈ. ખબર નહી કઈ રીતે આટલી નાની છોકરી સામે આવું બોલતા તેનો જીવ ચાલ્યો હશે?

" તારું હોમવર્ક બાકી છે. પહેલા તું   તે પૂરું કર, પછી આપણે શાંતિથી વાતો કરીશું."

પાણી હવે માથા ઉપરથી જઈ રહ્યું છે.આજ નહિ તો કાલે, અમીને ખબર તો પડશે જ કે તેના પપ્પા જેલમાં છે. આ ફળીયુ આ શહેર,બધાને ખબર છે. આનંદે મર્ડર કર્યું છે. એક ઉદ્યોગપતિનું મર્ડર. મારી જોબ પણ અહીં છે.આમ અચાનક ક્યાં જશું? શુ  કરશું? કઈ જ ખબર નથી પડતી. મારે જલ્દીથી આનંદને મળી આ શહેર છોડી એક અલગ દુનિયામાં જવું છે. બે દાગ દુનિયામાં જ્યાં મને અમીને કોઈ ના ઓળખતું હોય, જ્યાં હું સારી રીતે અમીનો ઉછેર કરી શકું..
                
        
                     ★

શહેરની મોટી જેલમાં આનંદને રાખવામાં આવ્યો હતો. આનંદ વારંમવાર મળવા આવું સંભવ નથી. પણ આનંદની અમુક જગ્યાએ સારી પોહચ હતી. જેથી તેણે આ જ અઠવાડિયામાં બીજી મુલાકાત સંભવ થઈ  શકી! કવિતા જાણતી હતી. આ તેની છેલ્લી મુલામાતોમાં ની એક છે. અશ્રુ ભીંની આંખને છુપાવતા  કવિતાએ સંવાદની  શૂરવાત કરી...

"કેમ દાઢી વધારી છે?"

"જોતો હતો. મારા ચોકલેટી ચેહરા પર દાઢી કેવી લાગે છે?"
"હા...હા...હા... દાઢીમાં તું વધુ મિચ્યોર લાગે છે."

"પહેલા હું મિચ્યોર નોહતો?"

"મારો કહેવાનો અર્થ એ નોહતો આનંદ... "

"ખેર જવા દે, અચાનક શુ થયું? કે ફરી મળવા આવું પડ્યું. હુજુ ગ્યા  અઠવાડિયે જ મળીને ગઈ છો? "

"આનંદ મને જાણવું છે. તે રાત્રે શુ થયું હતું?"

"તું તે વાત જાણવા માટે ફરી અહીં આવી છો?"

" આજે ત્રણ વર્ષ થયાં તે ઘટનાંને, હું તારી પત્ની છું. મારાથી પણ તું તે વાતને છૂપાવીને રાખી શકે?"

"જો તારે આ વિષય પર વાત કરવી હોય તો તું અહીંથી જઇ શકે છે!"

"હું ફક્ત પૂછતી હતી."

"છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન તે આ પ્રશ્ન હજારો વાર કર્યો છે. પ્લીઝ તું મને હવે પૂછવાનું રહેવા દે....પ્લીઝ"

"ઠીક છે. નહિ પૂછું..."

"અમી શુ કરે છે?" આનંદે કહ્યું.

"મજામાં છે. તને બહુ યાદ કરે છે."

"પપ્પાની લાડકી દીકરી જો રહી...."

"આનંદ કાલે રીટાભાભીએ અમીને કહ્યું. તારા પપ્પા જેલમાં છે." અત્યાર સુધી સ્વસ્થ દેખાતા આનંદની આંખે આશુનું ટીપું સરી પડ્યું.

"પછી?"

" મેં વાતને સંભાળી લીધી...પણ આ વાત બહુ લાંબા સમય સુધી છૂપી નહિ રાખી શકું! શાળામાં ફરિયામાં,શહેરમાં દરેક લોકો અમેને વિચિત્ર નજરે જોવે છે લોકોના કડવા બોલ, ખરાબ નઝર સાથે હું અને અમી નહી જીવ શકીએ."  કવિતા એક જ શ્વાસે બધું બોલી ગઈ...

"તે શું વિચાર્યું છે?"

" આ શહેરને તને, તારી યાદોને છોડીને બહુ દૂર જવું છે. મને ખબર છે. મારો આ નિર્ણય તને નહિ ગમે, પણ મારી પાસે કોઈ રસ્તો નથી. અહીંની હવામાં તારો એહસાસ છે. અહીં આપણી કેટલીયે યાદોનો પોટલું ભરેલું છે.  હું જ્યારે જોઉં છું. તે જગ્યાઓ તે  ક્ષણોમાં મારાથી સરી પડાય છે. હું તારી યાદો મીટવામાં નથી માંગતી, પણ આ દુનિયાની ખરાબ નઝર અને વૃત્તિ સામે અમીને બચ્ચા માગું છું. હું નથી ઇચ્છતી કે આપણી દીકરીને ખબર પડે, તેનો બાપ જેલમાં છે."

"જગ્યા અને સ્થળ મને કહી દે, હું  તારી જવાની વ્યવસ્થા કરાવી આપું..."

"નહિ આનંદ, મને ખબર છે. તારી રાજકીય પોહચ બહુ છે. પણ હું નથી ઇચ્છતી અહીંની કોઈ નાનકડી વસ્તુ પણ અમારી સાથે ચાલે, આટલી દૂરથી હું વારંમવાર મળવા નહિ આવી શકું..."

"ઠીક છે. તને મારી મદદની કોઈ જરૂર નથી.મારી એક અંતિમ ઈચ્છા છે. હું અમીને જોવા માગું છું." આનંદે કહ્યુ.

" હું અમીને અહીં  જેલમાં કઈ રીતે લાવી શકીશ?"

"તું કરી શકે છે.તું જરૂર લાવીશ.
હું મારો ચહેરો નહિ બતાવું, અમી નાની છે. કઈ પણ બહાને તેને અહીં સુધી લઈ આવજે....પ્લીઝ...."

નવ વર્ષની ફૂલ જેવી અમી ગુલાબી રંગના ફ્રોકમાં પરી જેવી લાગતી હતી.

"અમી તું કહેતી હતી ને,  જેલ શુ હોય? આજે હું તને જેલમાં લઈ જઈશ. ત્યાં ઘણા બધા બગડેલા અંકલ હોય, તારે તેને સમજાવાનું છે કે ખરાબ કામ નહીં કરવાના નહિતર પાપ પડશે." કવિતાએ કહ્યુ.

ઘણા બધા લોકો તેના પરિવાર જનોને મળવા આવ્યા હતા. હું અને અમી વેઇટિંગ રૂમમાં બેઠા હતા. મારા હદયના ધબકારા વધી ગયા હતા.અમીનું રીકેશન શુ હશે? આનંદ કઈ રીતે અમીનો ચેહરો જોશે...  વિચારોમાં હું મગ્ન હતી. ત્યાં જ લેડી કોન્સ્ટેબલ મારુ નામ લઇને કહ્યુ." કવિતા બેન ચાલો...."
મારી ટીચલી આંગળી પકડીને ચાલતી અમીએ કહ્યુ. " અહીં તો કેટલા બધા અંકલ છે.આટલા બધા લોકોને હું એકલી કઈ રીતે સમજાવીશ?"
"બેટા, તારે બીજા બધાને નથી સમજાવવાના તારે ફક્ત એકને જ સમજાવવાનું છે."

આનંદ અને અમી વચ્ચે ફક્ત એક અરીસો હતો. પણ તેનો મન અરીસાની આરપાર આવીને અમીને ચૂમીને ભેટી પડ્યું હતું. ત્રણ વર્ષથી તેંણે પોતાની દીકરીનું મોઢું જોયું નોહતું. આથી વધુ બદકિસ્મત માણસ કોણ હોઈ શકે?

"હેલ્લો, અંકલ, તમે રડી કેમ રહ્યા છો?" કપડાં પાછળ છુપાયેલ ચેહરમાં  અમી  તેની વહેતી આંખોને જોઇ લીધી.
"મારે  પણ તારા જ જેવી એક ઢીંગલી છે. તેને હું ખૂબ પ્રેમ કરું છું. તને જોઈને મને તેની યાદ આવી ગઈ..."

"અંકલ તમે બહુ ખરાબ છો. મારી મમ્મીએ કહ્યુ. એટલે જ તમે જલેમાં છો. તમે ખરાબ કામો કરવાનું છોડી  સુધરી જાવ, તમારી  દીકરી પણ તમારી રાહ જોતી હશે...." કહેતા તેને ફોન મૂકી દિધો...કવિતાએ પહેલા અમી પછી આનંદ, બનેના ચેહરા વારાફરથી જોયા....

                     ★

ડુંગરાઓથી ઘેરાયેલો રસ્તો હતો. ઊંડી ધોરણો, વાંકા ચૂકા વણાંક વાળો રસ્તો હતો.અમે અમદાવાદથી ખૂબ જ દૂર આવી ગયા હતા. આઠ દશ કલાકની બસની સફર પછી, એમ એક ગામમાં ઊતર્યા. એક ચાની લારી, ત્યાં પડેલું એક નાનકડું બાકડું... લીમડાના ઝાડ પર લટકેલા પાટીયામાં લખેલું ગામનું નામ.. આસપાસ દેખાતા કાચા મકાનો, વડ, લીમોડો, પીપળા જેવા વૃક્ષો દેખાતા હતા.

વાદળી રંગની સફારી પહેરી એક ચાલીસ બેતાલીસ વર્ષનો એક વ્યક્તિ આમારી પાસે આવ્યો.

"તમારા આવવાના સમાચાર મળી ગયા હતા. આટલા મોટા અમદાવાદ જેવા શહેર મૂકીને તમે અહીં અમારા નાના ગામડામાં ભણાવવા તૈયાર થયા, તામારુ ખૂબ ખૂબ આભાર....મેં તમારી રહેવાની, જમવાની વ્યવસ્થા કરાવી દીધી છે."
કહેતા તેને સમાન ઉચકી થોડે આગળ શાળાની બાજુમાં અમને માટીનું એક ઘર અમને બતાવ્યું.

"તમને અહી ફાવશે ને બેન?"
"હા સાહેબ સરસ જગ્યા છે."

                    ★

ઘરની બહાર મોરના ટહુકાઓ સંભળાઈ રહ્યા હતા.કોયલ,ચકલી, હોલાઓના અવાજ  વાતાવરણમાં ગુંજી ઉઠ્યો હતો.ઘઉંના ઉભા સોનેરી પાકો થઈને સૂરજની કિરણ મોઢા પર આવતા ઉંઘ ઉડી ગઈ.આસપાસ  અમી નોહતી. તેના ચેહરા પર ચિંતા વાદળો મંડરાઈ ગયા. તે ઝડપથી ઊઠી "અમી અમી" કહેતા ઘરની બહાર  દોડી આવી...

" થેન્ક ગોડ," કવિતાએ કહ્યુ.

અમી ઘઉં વર્ણા મહેલા-ઘેલા કપડાઓમાં દેખાતી નાનકડી બાળાઓ સાથે રમી રહી હતી.
અમી મોરને જોઈને ખૂબ હરખાઈ રહી હતી. તેને જોઈએને કવિતાના ચેહરા પર લાંબા સમય પછી એક મુસ્કાન આવી..

"દૂર ના જતી... હું હમણાં તારા માટે દૂધ ગરમ કરું છું. જલ્દી આવી જજે... સાથે તારી બધી ફ્રેન્ડને પણ લેતી આવજે..."
"હા મમા..."

કવિતાએ ફરીને જોયું તો દરવાજા પાસે છાપું પડ્યું હતું. એક-એક કરીને તેને ઉપરની બધી હેડલાઈન્સ વાંચી લીધી, છાપું કુરશી પર મુકવા જતા, એક નાનકડા સમાચાર પર નજર ગઈ...

જાણીતા ઉદ્યોગપતિના હત્યારા આનંદે જેલમાં ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યો...

                     ★

શાળાનો પહેલો દિવસ સારો રહ્યો, અહીંના લોકો ખૂબ સારા છે. હું અને બળદેવ ભાઈ બે જ શિક્ષક છીએ. બળદેવ ભાઈ અહીંના જ છે. તે  શિક્ષક હોવા સાથે અહીંના સરપંચ પણ છે.તેને ઘણી બધી અરજીઓ કરી, છેકે ગાંધીનગર સુધી ગયા પણ અહીં કોઈ શિક્ષક ન આવ્યું એટલે ન જ આવ્યું. મેં પણ આ સમાચાર ન્યુજ પેપરમાં વાંચ્યા હતા.
અહીં કોઈ શિક્ષક આવવા  તૈયાર નોહતા એટલે જ મેં આ જગ્યા પસંદ કરી.. અમીને અહીં ખૂબ મજા આવે છે. અમીએ અહીં ઘણી બધી ફ્રેન્ડ બનાવી છે.આજે મારા જીવનો એક નવો અધ્યાય શુરું થયો. તેની સાથે સાથે કેટલાક   અધ્યાયોનો આજે  હમેશા હમેશા માટે  અંત આવી ગયો....
નવી ડાયરીનું નામ" નવો અધ્યાય" લખી, જૂની ડાયરીના પાનાઓ ફાડી કચરા ટોપલીમાં ફેંકી દીધા.

ડાયરી મેજ પર મૂકી, અમીના માથા ઉપર કિસ કરી નાઈટ લેંમ્પ બંધ દીધો....

                               સમાપ્ત.