collage day ak love story - 11 books and stories free download online pdf in Gujarati

કોલેજ ડે એક લવ સ્ટોરી (ભાગ-૧૧)


ક્રમશ:(ભાગ_૧૧)

હું કલાસમા ઉપર ગયો કલાસમા અત્યારે સોનલ, ડિમપ્લ અને હેતવી હતી.શું વાત છે કલ્પેશ આજ વહેલા હેતવી એ મને કહ્યું .સોનલની મારી સામે જ નજર હતી તે ઘડી ભર નજર જુકાવી જતી હતી.


ડિમપ્લ અને હેતવી મારી સારી એવી ફે્ન્ડ હતી મે વિચાર કર્યો  અહીંયા જ સોનલને ગુલાબ આપી દવ.મે બેગમાથી ગુલાબ કાઢી સોનલને આપ્યું સોનલે હષઁભરા ચેહરે તે ગુલાબ લઈ લીધું.મને તેણે થેન્કસ કહ્યું 



અાજ હું ખુશ હતો કેમકે સોનલેને મે આપેલ
ગુલાબનો ઈન્કાર ન કર્યો .સોનલ પણ શરમાતી કલાસમાથી બહાર નીકળી ગઈ.
એ પણ આજ આજ શાયદ મારા ગુલાબના ઈન્તજારમાં હતી.બે દિલને ભેગા કરવા કઠીન હોય છે.પણ આ તો ઇશ્વરે મોકલેલ ભેટ હતી મારા માટે.

પ્રેમની_શરુવાત.    


આજ વાર હનુમાનજીનો હતો 
હું શનિવારે કોલેજ જવાનું પસંદ કરતો નહી
પણ,હું હવે સોનલનો ચેહરો જોયા વગર રહી શકતો ન હતો.શાયદ સોનલની પણ આ જ દશા હશે..!!!
કયારેક મને થતું  કે...

"તારી હોઠે મુકેલી આંગળીને માણું 
 કે તારી અદાની મીઠાસને માણું ..!!
 
સમજાય હવે તું મને કોને હું માણું 
 કે પયાઁય વગરની તને હુ માણું ..!!
 
વષાઁમા ભીંજાવવાની મઝાને માણું 
 કે હાથમાં રાખી હાથ તને હુ માણું ..!!
 
તારી પ્રેમ ભરી સહજ વાતોને હું માણું 
વાતો કરતા કરતા હોઠના વળાંકને માણું ..!!

આંગળીના જાદુઈ સ્પશઁને હું માણું 
કે પછી આખી તને હું માણું"...!!

આજ હું સંદિપ, ચિરાગ,મુકુન્દ,ને વિજય
પાંચ સાપુતારા ટુર પર જવાનું વિચારી રહ્યા હતા.અમારું જવાનું ઘણા સમયથી ફાઈનલ જ હતું પણ તેના પર વાત કરી રહ્યા હતા અમે.ત્યાં જ અમારી પાસે સર આવ્યા..!!

તમે લોકો સાપુતારા ટુર પર જાવ છો?

અમે એકબીજાની સામું જોયને હા' કહી
તો આપણે એવું કરીએ કોલેજમાથી જ ટુર કરીયે તો?
અમારી સામે સવાલ મુકયો...!!

અમારામા ત્યારે હા કહેવાની હિંમત નોહતી પણ ત્યારે અમે હા કહ્યું .સારુ સર અમે વિચાર એ...
ઓકે ..કહી સર ઓફીસ તરફ રવાના થયા.

પણ' અમને અે વાતનું દુ:ખ હતું કે મેનજમેન્ટ બધુ અમારે કરવાનું હતું . પણ,અમે કદી પગ પાછા લેવાનું શીખ્યા ન હતા.અમે નક્કી કર્યું ટુર કરીશું અને કોલેજમાંથી જ મેનજમેન્ટ કરવુ એ સારી વાત છે નવા નવા લોકોની સાથે સાથે ઓળખાણ થાય .લોકો કઈ રીતે આપણે સાથે વરતાવ કરે છે.

અમારી જિંદગીની તો હજી શરુવાત હતી.
હજી તો અમે દુનિયાના મેળામાં પગ મુકાવાની શરુવાત કરી રહ્યા હતા.નક્કી થયું સાપુતારા ટુર પર જવાનું .લોકો એ નામ પણ લખાવી દિધા.હું એક નામની આવવાની રાહ જોય રહ્યો હતો.ત્યાં જ મારી નજર તે નામ પર પડી તેનું નામ હતું સોનલ.હું ખુશ થયો મારી સોનલ પણ ટુર પર આવે છે.

૧૪/૦૮/૧૩ સાંજે અમારે નીકળવાનું નક્કી થયું  
૧૯/૦૮/૧૩ એ સવારમાં અમે બોટાદ પાછા આવી જવાના હતા.બધા જ ટુરમા જવાની તૈયારી કરી રહ્યા હતા એક જ દિવસ બાકી હતો.કોઈ કપડાંને ઈસ્ત્રી કરી રહ્યું હતું તો કોઈ કપડા પેક કરી રહ્યા હતા.તો કોઈ બાકી રહેલ જગ્યા માટે કહી રહ્યું હતું ચાલને મજા આવશે...!!ખુલા વાતાવરણમાં ફરવાની.

ત્યાં બોટીંગ કરીશું ,તો કોઈ કહી રહ્યું હતું અેસલ વડઁ પર બોવ મજા આવશે કોઈ નિંદર માં તો કોઈ જાગતા સપના જોય રહ્યું હતું.હું પણ સોનલ સાથે મસ્તી કરવાના મૂડ 
માં હતો એટલે જ તો અમે ટુર પર જય રહ્યાં હતાં...
અને સોનલ પણ એજ મૂડ માં હતી.

મારા બધા મિત્રોને ખુશી હતી કે અમે સાપુતારા ટુર પર જઈ રહ્યા છીયે.હું પણ કાલ જવાની તૈયારી કરી રહ્યો હતો અને હા,સોનલ પણ......
............ક્રમશ:
-kalpeshdiyora999@gmail.com
                         (લી-કલ્પેશ દિયોરા)